728X90

0

0

0

આ લેખમાં

વૃદ્ધોમાં થતી નોક્ટુરિયાની સમસ્યાને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય?
1

વૃદ્ધોમાં થતી નોક્ટુરિયાની સમસ્યાને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય?

જો રાતના સમયે વારંવાર પેશાબ કરવા માટે ટોઈલેટમાં જવું પડે છે તો તે ચિંતાજનક છે. તે તમારું ઊંઘવાનું શેડ્યુલ તો બગાડે જ છે સાથે તમારું બ્લડપ્રેશર વધારે છે અને ડિપ્રેશનનું કારણ પણ બને છે.

વધતી ઉંમરની સાથે, લોકોને ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે અને તે રાતના સમયે 7-8 કલાકની જરુરી ઊંઘ પણ લઈ શકતા નથી. જ્યારે વૃદ્ધો રાત્રે એક કે તેથી વધુ વખત પેશાબ કરવા માટે વારંવાર જાગે છે, ત્યારે તે સમસ્યાને ‘નોક્ટુરિયા’ કહેવામાં આવે છે.

નિષ્ણાતો કહે છે કે, ‘આ સ્થિતિ ત્યારે સ્પષ્ટ થાય છે કે, જ્યારે વૃદ્ધ વ્યક્તિઓ દિવસ દરમિયાન થાક અથવા અતિશય નિંદ્રાનો અનુભવ કરે છે. સ્થિતિ એટલી હદ સુધી બગડે છે કે, તેઓ તેમની દૈનિક પ્રવૃત્તિઓ પણ પૂર્ણ કરી શકતા નથી. આ સમસ્યા ફક્ત તમારી ઊંઘની ગુણવત્તાને જ અસર નથી કરતી પરંતુ, તેના કારણે હાઈ બ્લડપ્રેશર, હૃદય સંબંધિત સમસ્યાઓ અને શરીરની ઊર્જામાં વધારો-ઘટાડો થતાં એકાએક બેભાન થઈને જવાની કે કોઈ આકસ્મિક ઘટના ઘટવાની બીક રહે છે.’

નોક્ટુરિયાની સમસ્યાના કારણે વૃદ્ધોની જીવનશૈલીમાં અનેક પ્રકારનાં ફેરફાર આવે છે. આ ફેરફારોનાં કારણે તે સામાજિક રીતે એકલતા અને ડિપ્રેસિવ લાગણીઓ અનુભવી શકે છે.

યુ.એસ. સ્થિત એક અભ્યાસમાં 65થી 85 વર્ષની વયના 49.7 ટકા વ્યક્તિઓ (પુરુષો અને સ્ત્રીઓ બંને)ની તપાસ કરવામાં આવી હતી અને તે તમામ નોક્ટુરિયાની સમસ્યાથી પીડાતા હતા. આ દરેકમાં સ્થૂળતા, હાયપરટેન્શન અને ડાયાબિટીસ મેલિટ્સ આ સ્થિતિ માટેના સૌથી મોટા જોખમી પરિબળો છે.

નોક્ટુરિયાની સમસ્યા થવા પાછળના જવાબદાર કારણો ક્યા છે?

  • પ્રોસ્ટેટ મોટું થવું (જેને પ્રોસ્ટેટિક બેનિગ્ન હાયપરપ્લાસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે)
  • મૂત્રમાર્ગમાં ચેપ લાગવો
  • ઉંમરને લગતી સમસ્યાઓ જેવી કે મૂત્રાશયની ક્ષમતામાં ઘટાડો અથવા હોર્મોનલ ફેરફારો
  • કિડનીની સમસ્યાઓ થવી
  • સૂવાના સમયે મૂત્રવર્ધક પદાર્થનો ઉપયોગ કરવો. મૂત્રવર્ધક પદાર્થો એ ગોળીઓ છે કે, જે શરીરમાંથી વધારે પાણી અને સોડિયમને દૂર કરે છે અને સામાન્ય રીતે હાઈ બ્લડપ્રેશર માટે સૂચવવામાં આવે છે.
  • સાંજે અને સૂવાના સમયે વધારે પડતું પાણી પી લેવું.

નોક્ટુરિયાનું સૌથી સામાન્ય કારણ પ્રોસ્ટેટ મોટું થવું છે. તે સિવાય મૂત્રમાર્ગમાં ચેપ, બ્લડસુગર લેવલ હાઈ થવું અને મૂત્ર સંબંધિત સમસ્યાઓ પણ રાત્રે પેશાબના ઊંચા ઉત્પાદનમાં ફાળો આપી શકે છે.

પુણેની નોબલ હોસ્પિટલનાં સિનિયર કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ, ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અને નેફ્રોલોજી વિભાગના વડા ડૉ. અવિનાશ ઇગ્નાટિયસ કહે છે કે, ‘કેટલાક લોકોમાં નોક્ટુરિયાની સમસ્યા ઉદ્દભવવા પાછળ અન્ય લક્ષણો પણ જવાબદાર હોઈ શકે છે જેમ કે, પેશાબના પ્રવાહને નિયંત્રિત કરવામાં સક્ષમ ન હોવું. સ્વાસ્થ્ય સંબંધિત અમુક સમસ્યાઓનાં કારણે કેટલાક વૃદ્ધ લોકો રાત્રિભોજન પછી મોટા પ્રમાણમાં પાણી પી લે છે, જે રાતના સમયે યૂરિનનાં પ્રમાણમાં વધારો કરે છે અને નોક્ટુરિયાની સમસ્યા તરફ દોરે છે.’

વધતી ઉંમરની સાથે, લોકોની કિડનીઓ નબળી પડે છે અને અમુક હોર્મોનલ ફેરફારોનાં કારણે યુરિનનાં આઉટપુટ પર પણ અસર પડે છે.

ડૉ. ઇગ્નાટિયસ કહે છે કે, ‘વાસોપ્રેસિન નામના હોર્મોનનાં કારણે યુવાન વ્યક્તિમાં દિવસના સમયની સરખામણીએ રાત્રે પેશાબનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. વૃદ્ધ લોકોમાં આ હોર્મોનનું ઉત્પાદન ઘટી શકે છે, જેના પરિણામે રાતના સમયે ટોઈલેટમાં અવરજવરનું પ્રમાણ વધી જાય છે.’

અમુક બીમારીઓ પણ નોક્ટુરિયા તરફ દોરી શકે

રાતના સમયે યુરિનનું પ્રમાણ વધવા પાછળ અમુક બીમારીઓ પણ જવાબદાર હોઈ શકે છે. મૂત્ર સંબંધિત અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ ધરાવતા કેટલાક વૃદ્ધોના મૂત્રાશયમાં આખા દિવસ દરમિયાન ફ્લડ ભરાઈ રહે છે. આખો દિવસ દરમિયાન તેનો યોગ્ય રીતે નિકાલ ન થતાં રાતે તે પરેશાન કરે છે.

બેંગલુરુની એસ્ટર સીએમઆઈ હોસ્પિટલના યુરોલોજી અને યુરો ઓન્કોલોજીના મુખ્ય સલાહકાર ડો. ગોવર્ધન રેડ્ડી જણાવે છે કે, ‘યુવાનોમાં ફ્લડનું સતત શરીરમાં પરિભ્રમણ થતુ હોય છે અને તે શરીરમાં એબ્ઝોર્બ પણ જતું હોય છે પરંતુ, વૃદ્ધ લોકોમાં દિવસ દરમિયાન જમા થયેલું ફ્લડ તે જ્યારે રાત્રે સૂવાની મુદ્રામાં હોય છે ત્યારે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર કાઢવું પડે છે.’

રાત્રે યૂરિન માટે ટોઈલેટમાં જતા વ્યક્તિ પર કેવી અસર થાય છે?

રાતના સમયે યૂરિન જવા માટે ઊઠતા સૌથી પહેલા તો વ્યક્તિની ઊંઘની ગુણવત્તા પર અસર થાય છે. ઊંઘની ગુણવતા બગડતાં આખો દિવસ થાકનો અહેસાસ થાય છે અને પૂરતો આરામ મળતો નથી. પરિણામે આખો દિવસ વધુ પડતી ઊંઘ આવે છે. આ સિવાય ઊંઘની કમીના કારણે હાઈ બ્લડપ્રેશર, બ્લડસુગરમાં વધઘટ વગેરે જેવી સમસ્યાઓ પણ ઉદ્દભવે છે.

ડો. ઇગ્નાટિયસ કહે છે કે, ‘કેટલાક કિસ્સાઓમાં નોક્ટુરિયાની સમસ્યાને કારણે દિવસના સમયે પણ વારંવાર પેશાબ કરવાની જરૂર પડી શકે છે. આને કારણે અસરગ્રસ્ત વ્યક્તિ સામાજિક એકલતાનો અનુભવ કરી શકે છે અને હતાશામાં જઈ શકે છે. જો સમસ્યા ગંભીર હોય તો તે વ્યક્તિએ રાત્રે પુખ્ત વયના ડાયપરનો ઉપયોગ કરવો પડી શકે છે, જે તેમને માનસિક રીતે અસર કરી શકે છે.’

ડૉક્ટરો કહે છે કે, નોક્ટુરિયાની સમસ્યાનું નિદાન સંપૂર્ણ તબીબી ઇતિહાસ અને દૈનિક ટેવોની માહિતી એકત્રિત કરીને શરૂ થવું જોઈએ, જેમ કે:

  • વ્યક્તિ કેટલીવાર પેશાબ કરવા માટે જાય છે?
  • તે/તેણી રાત્રે કેટલી વાર ઊઠે છે?
  • તેઓ નોક્ટુરિયા સિવાય અન્ય કોઈ બીમારીનાં લક્ષણો અનુભવે છે?
  • બાથરૂમ સુધી પહોંચતાં પહેલાં શું તેમને પેશાબના પ્રવાહને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડે છે?

સારવાર

નોક્ટુરિયાની સારવારનો પ્રાથમિક ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, દર્દીઓને કમ સે કમ 4-5 કલાક સારી ગુણવત્તાની ઊંઘ મળે. જેથી, તેઓ સામાન્ય રીતે કામ કરી શકે.

ડૉ. રેડ્ડી કહે છે કે, ‘આપણે એ તપાસવાની જરૂર છે કે તેઓ રાત્રે વધારે પડતું પાણી પીવે છે કે નહીં. પ્રોસ્ટેટની તકલીફ, કિડની અથવા કાર્ડિયાક સમસ્યાઓ, ડાયાબિટીસ મેલીટસ વગેરેને નકારી કાઢવા માટે પરીક્ષણો અને તપાસ કરવી આવશ્યક છે. મોટાભાગની બીમારીઓની સારવાર દવાઓ દ્વારા અને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરીને કરી શકાય છે.’

ડૉ. રેડ્ડીએ ઉમેર્યું હતું કે, ‘ગંભીર નોક્ટુરિયા ધરાવતા કેટલાક દર્દીઓને પેશાબનું ઉત્પાદન ઘટાડવા માટે ડેસ્મોપ્રેસિન નામની દવા સૂચવવામાં આવી શકે છે પરંતુ, તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ કારણ કે, આ દવા શરીરમાં સોડિયમનું સ્તર ઘટાડી શકે છે.’

યાદ રાખવા જેવી બાબતો

નોક્ટુરિયા એ એક એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિ પેશાબ કરવા માટે તેમની ઊંઘ દરમિયાન વારંવાર જાગે છે. 2-3 વખતથી વધુ વખત જાગવાની આ સ્થિતિને કારણે વૃદ્ધોમાં આરોગ્યની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

આ સ્થિતિ માટે વય સંબંધિત વિવિધ કારણો છે અને તાત્કાલિક તબીબી સલાહ લેવી અને જીવનશૈલીમાં ચોક્કસ ફેરફારોને અનુસરવાથી વ્યક્તિને આ સ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ મળી શકે છે.

 

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + 2 =

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
ગરબા એક ઇનટેન્સ વર્કઆઉટ સેશન જેવા છે. આથી જેઓ હૃદયની સમસ્યાથી પીડાય છે તેમને એક્સપર્ટસ કેટલીક સાવચેતી રાખવાનું જણાવે છે.

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.