728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

ઘરઘથ્થુ ઉપચારની મર્યાદા અંગે જાણો
2

ઘરઘથ્થુ ઉપચારની મર્યાદા અંગે જાણો

ઘરઘથ્થુ ઉપચાર માટે એક વાત છે કે તે દરેક વ્યક્તિ માટે નથી.

લીંબુનો ઉપયોગ કરવો એક સરળ અને ઘરઘથ્થુ ઉપચાર છે જેનો ખોટી રીતે ઉપયોગ કરવાથી ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે. હાં, લીંબુ દરેક ઘરમાં પાક અને ઔષધિય ઉપયોગમાં લેવાતું ખાટું ફળ છે. કોઇ પણ ખાદ્યસામગ્રી કે જડીબુટી અને તેના પ્રભાવ અને લાંબા સમય સુધી તેના ઉપયોગથી થતા ફાયદા અને નુકસાન થઇ શકે છે.

અહીંયા એક એવી મહિલાની વાત કરીએ છીએ કે જેણે કેન્સરનો ઉપયાર બાદ ઘરઘથ્થુ ઉપચારમાં લીબુંનો ઉપયોગ કર્યો હતો.

કર્ણાટકના દાવણગેરેની 56 વર્ષની સરોજા રુદ્રપ્પાને 2020માં સર્વાઇકલ કેન્સર અંગે જાણકારી મળી અને કીમોથેરાપી અને રેડિયોથેરેપી દ્વારા સારવાર કરવામાં આવી હતી.

જો કે આ સારવાર સારી રીતે ચાલી રહી હતી જો કે તે ઘરઘથ્થુ ઉપચાર કરવા માંગતી હતી જેની સલાહ તેના પરિવાર કે આસપાસના લોકો પાસેથી મળી હતી.

એક મેસેજિંગ પ્લેટફોર્મ પર ફોર્વડ મેસેજમાં એક વાત વાંચી હતી કે કેવી રીતે લીંબુના રસનો નિયમિત ઉપયોગ કરવાથી કેવી રીતે કેન્સરમાંથી મુક્તિ મળી શકે છે. તેના પછી એક મહિના સુધી તેમણે ખાલી પેટે લીંબુનો રસ લેવાનું શરુ કર્યું શરુઆતમાં તેમને સારું લાગ્યું કેમકે તેનાથી ભૂખ સારી થતી ગઇ. જેમ જેમ દિવસો વિતવા લાગ્યા તો તેમને અલગ જ પ્રકારની ઝણઝણાટી થવા લાગી જેના કારણે તેઓ ચાવીને ભોજન લેવામાં તકલીફ થવા લાગી. અને પેટમાં બળતરા પણ થવા લાગી.

જ્યારે તેઓ ડૉક્ટર પાસે ગયા તો તેને જીઇઆરડી (ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ ડિસીઝ) અંગે માહિતી મળી.

રુદ્રપ્પા પોતાના આંસુ લુછતા જણાવે છે કે, “લીંબના રસનો ઉપયોગ કરતાં પહેલાં મારે ડૉક્ટરની સલાહ લેવાની જરુર હતી. જો કે હું ઠીક હતી મેં સારા સ્વાસ્થ્ય માટે કેટલાક ઉપચાર અજમાવ્યા જે સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું સામે આવ્યું હવે હું ખાવાનું ચાવી પણ નથી શકતી ખાસ કરીને ગરમ ખોરાક કેમકે તેનાથી દાંતમાં ઝણઝણાટી ઉત્પન્ન થાય છે.”

કર્ણાટકના તુમકુરની એક અન્ય મહિલાએ ઘરઘથ્થુ ઉપચાર કર્યો હતો અને આવો જ કઇંક અનુભવ થયો.

તુમકુર યુનિવર્સિટીની 53 વ્રષની પ્રોફેસર લલિતા શિવકુમારે પોતાના પતિ કોવિડ પોઝિટીવ થયા, તે વખતે તેમણે કોવિડ માટે ઘરઘથ્થુ ઉપચાર શોધ્યા હતાં. તેમના એક મિત્રએ સલાહ પ્રમાણે તેમણે નિયમિત રીતે નાકના બંને છીદ્રોમાં લીંબુનો રસ નાંખવાની શરૂ કરવામાં આવ્યું. આના બે કે ત્રણ દિવસમાં જ તેમને બળતરા અને જીવ રુંધાવાની શરૂઆત થવા લાગી હતી.

તેમણે શરુઆતમાં વિચાર્યું કે લક્ષણ થોડા દિવસમાં જ ઓછા થઇ જશે પણ દિવસે દિવસે વધુ વણસતા ગયા અને એવી સ્થિતિમાં પહોંચ્યા કે તેમની સુંઘવાની ક્ષમતા બિલકુલ સમાપ્ત થઇ ગઇ હતી. જેમકે તીખી અને કોઇ પણ સ્ટ્રોંગ સુગંધ પણ સુંઘી શકતા ન હતાં. છેલ્લે પોતાના એએનટી ડૉક્ટરની સલાહ લીધા પછી 3 મહિના પછી તેમની સુગંધ લેવાની ક્ષમતા પાછી આવી હતી.

હવે તેઓ આંખો વીંચીને ઘરઘથ્થુ ઉપચાર અપનાવવા પર પસ્તાવો કરતા હતાં, મારે વિચારવું જોઇતું હતું કે મારી દિકરી કે જે ડૉક્ટર છે તેની સલાહ લેવી જોઇતી હતી. મને લગભગ 3 મહિના સુધી કોઇ જ સુગંધ આવતી ન હતી. જો હવે સારવાર પછી સ્થિતિ થોડી સારી થઇ છે.

વાત એમ છે કે કોઇ પણ નિષ્ણાંતોની સલાહ લીધા વગર કઇ પણ ઘરઘથ્થુ ઉપચાર કરવો હાનિકારક છે. જે ફળ અને શાકભાજીનો ઉપયોગ રોજબરોજના જીવનમાં કરવામાં આવે છે તે પણ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પાડી શકે છે.

ઘરઘથ્થુ ઉપચાર શું છે ?
સામાન્ય બિમારીઓથી મુક્તિ મળવવા માટે ઉપલબ્ધ પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવો જોઇએ. પ્રાકૃતિક સામગ્રીઓમાં રસોડામાં ઉપલબ્ધ મસાલા, ઘરના બગીચામાં ઉગતા વનસ્પતિ, કોઇ ફળ કે શાકભાજીનો સમાવેશ થાય છે.

નિષ્ણાંતો શું કહે છે ?

કર્ણાટકની શ્રી ધર્મસ્થળ મંજૂનાથેશ્વર કૉલેજ ઑફ આર્યુવેદ એન્ડ હૉસ્પિટલના પ્રોફેસર ડૉ. પ્રકાશ હેગડે જણાવે છે કે બધી દવાઓ (અથવા ઘરેલું ઉપચાર) મર્યાદિત સમયગાળા માટે અને યોગ્ય માત્રામાં છે. જો તેનું પાલન ન કરવામાં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે. તેમણે એ પણ હાઇલાઇટ કર્યું કે જાહેર/આરોગ્ય શોધનારાઓને શિક્ષિત કરવામાં ચિકિત્સકની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

જેએસએસ આયુર્વેદ મેડિકલ કોલેજ, મૈસુરના પ્રોફેસર અને સંશોધક ડૉ. સતીશ પાઈ, હર્બલ સપ્લિમેન્ટ્સ સામે સાવધાની રાખે છે જે ખોરાક સાથે વધારામાં લેવામાં આવે છે.

“દવાઓ અને ખોરાક બે અલગ વસ્તુઓ છે. ખોરાક આપણને પોષણ પૂરું પાડે છે, જ્યારે દવાઓ વિવિધ સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાંથી રાહત આપવા માટે છે. વ્યક્તિની સ્વાસ્થ્ય સ્થિતિ, પાચન ક્ષમતા, ઉંમર અને શક્તિ જેવા અનેક પરિબળોના આધારે દવાઓ સૂચવવામાં આવે છે; મોસમ વગેરે.”

ડૉ. પાઈ સાવધાની રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે, કારણ કે ઘરેલું ઉપચાર પહેલાથી અસ્તિત્વમાં રહેલી દવાઓ સાથે નકારાત્મક રીતે સંપર્ક કરી શકે છે.

શ્રી રંગ આયુર્વેદ ચિકિત્સા મંદિર, મૈસુરના વરિષ્ઠ સલાહકાર ડૉ. પ્રસન્ના વેંકટેશ કહે છે કે સ્વ-દવાનો અભ્યાસ ન કરવો જોઈએ. તેના બદલે, નિષ્ણાત અભિપ્રાય દવા/હર્બલ ઉત્પાદનોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરે છે.

જડીબુટ્ટીઓ, હર્બલ ઉત્પાદનો અને દવાઓ પ્રત્યેની રુચિ અને જાગરૂકતા વધવાથી લોકોના જીવનમાં ભારે પરિવર્તન આવ્યું છે. લોકો હર્બલ દવાઓ અને ઉત્પાદનો જાતે લે કરે છે અને હર્બલ ઉત્પાદનો સલામત છે અને કોઈ નુકસાન પહોંચાડતું નથી એવું માનીને કાઉન્ટર પર ખરીદે છે, જ્યારે પરિણામે તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે.

ધ્યાનમાં રાખવાની બાબતો

– ઘરેલું ઉપચાર ફક્ત કામચલાઉ રાહત માટે છે
– શરદી, ઉધરસ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, ચામડીની બળતરા, કટ અને ઘા જેવી આરોગ્યની સરળ પરિસ્થિતિઓ માટે જ ઘરેલું ઉપચાર અપનાવો.
– જો તકલીફ સતત ચાલુ રહે, તો વધુ નિદાન અને વ્યવસ્થાપન માટે ચિકિત્સકની સલાહ લેવી ફરજિયાત છે.
ગંભીર બીમારીઓ માટે અથવા લાંબા સમય સુધી સ્વ-દવા ન લો
જો તમે ગર્ભવતી હો અથવા સ્તનપાન કરાવતા હોવ તો ક્યારેય ઘરેલું ઉપચારનો ઉપયોગ કરશો નહીં
બાળકો અને વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો
એક માટે કામ કરતું સોલ્યુશન બીજા માટે કામ ન કરી શકે.
ઘરેલું ઉપચારનો ઉપયોગ તરત જ બંધ કરો અને કોઈપણ આડઅસર અથવા અસ્વસ્થતાના કિસ્સામાં તબીબી સંભાળ લો

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.