દિવાળીનો તહેવાર આપણા સૌના જીવનમાં આનંદ ઉત્સાહ તો લાવે છે. તહેવારો દરમ્યાન આપણએ ઘર સજાવીએ છીએ, દિવા પ્રગટાવીએ છીએ અને નજીકના લોકો સાથે મીઠાઈઓ અને નાસ્તાઓ વહેંચીએ છીએ. જો કે આજકાલ તો બધા જ સ્વાદ એક જ રંગબેરંગી ઑલ-ઇન-વન વિવિધ બોક્સમાં આવે છે.
આ બધી જ વસ્તુઓ સાથે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આપણી ફિટનેસ જર્ની ચાલુ રાખવાની છે. જો કે સારી વાત એ છે કે નિષ્ણાંતો પણ માને છે કે પ્રસંગોપાત આવી ઉજવણી સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.
તો અહીંયા અમે તમારી સાથે કેટલીક ટીપ્સ શેર કરી રહ્યાં છીએ જે પરીવાર સાથેની જ ઉજવણી સમયની મીઠી યાદો તમને સુખદ અનુભવ આપે.
મીઠીને યાદો સાચવો!
બેંગલુરુના ક્લિનિકલ ડાયેટિશિયન રુતુજા જોશી કહે છે, “ભોજન ક્યારેય છોડશો નહીં. ઘણી વાર, તહેવારોમાં ઘણી વખત આપણે આનંદમાં ને આનંદમાં આપણે ભોજન કરવાનું ભૂલી જઇએ છીએ. જોશી કહે છે કે આ આદત આપણા ઇન્સ્યુલિન નિયમન પર નકારાત્મક અસર કરી શકે છે. તેના બદલે, તે દિવાળીની મીઠાઈઓમાંથી એક નાનો ભાગ ઓછો કરવાની ભલામણ કરે છે. સાથે જ તમે તમારી મીઠાઈઓ અને નાસ્તા માટેનો સમય નક્કી કરીને વધારે ખાવાની આદત ટાળી શકો છો.
જોશીના મતે, મીઠાઈનો આખો ટુકડો ખાવો એ દર થોડાક કલાકે થોડું થોડું ખાવા કરતાં વધુ સારું છે, કારણ કે તે સંતોષનો અનુભવ કરાવે છે અને વધુ પડતા ખાવાની આદત અટકાવે છે. જો કે, ફક્ત એક વખતમાં રોકવું એટલું સરળ નથી.
ફળ અને શાકભાજીને મહત્વ આપો
મુંબઈના ફિટજેનિક્સના સ્થાપક અને સલાહકાર સ્મૃતિ મિશ્રા કહે છે, “તાજા ફળ, શાકભાજી અને લીન પ્રોટીન ખાવાથી ક્રેવિંગ્સને કાબૂમાં રાખવામાં મદદ મળી શકે છે. સફરજન, નાસપતી અને બેરી જેવા ફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે આપણને લાંબા સમય પેટ ભર્યું હોય તેવો અનુભવ કરાવે છે, તેઓ ઉમેરે છે. વ્યક્તિના ભોજનમાં ક્વિનોઆ, બ્રાઉન રાઈસ અને બાજરી જેવા આખા અનાજ પણ હોઈ શકે છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે.
ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાકમાં સંતોષ ઓછો થાય છે, જે વધુ ખાવાની આદત તરફ દોરી જાય છે. તેનાથી ઉંઘું, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક લાંબા સમય સુધી પેટ ભરેલું છે તેવો અનુભવ કરાવે છે. આ વધારાની કેલરીની માત્રાને અટકાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
મિશ્રા કહે છે કે જ્યારે આપણે વધુ મીઠાઈઓ ઈચ્છીએ છીએ ત્યારે અમે ડાર્ક ચોકલેટ્સ પણ પસંદ કરી શકીએ છીએ, જે એક આરોગ્યપ્રદ વિકલ્પ છે.
ઘરે બનાવો !
આપણે ઘરે બનાવેલી દિવાળીની મીઠાઈઓ અને નાસ્તામાં જઈને ડાયાબિટીસનું સંચાલન કરી શકીએ છીએ અને આંતરડાની તંદુરસ્તી જાળવી શકીએ છીએ. જો કે, વધુ પડતું આરોગવાથી ઘણી વાર બ્લડ શુગર વધી શકે છે જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે હાનિકારક બની શકે છે. મિશ્રા કહે છે કે તેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે.
જોશી ઉમેરે છે, “તે તમને થાકની લાગણી અનુભવ કરાવી શકે છે.” જ્યારે આપણે વધુ પડતી ખાંડવાળી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણું શરીર લોહીમાં શર્કરાના વધેલા સ્તરને ઘટાડવા માટે વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. ઇન્સ્યુલિન એટલું અસરકારક છે કે તે કેટલીકવાર તે શુગર લેવલ સામાન્ય કરતાં પણ ઓછું કરી શકે છે. જેના કારણે થાક, ચીડિયાપણું અને વધુ પડતી ખાંડ ધરાવતા પદાર્થ ખાવાની થઈ શકે છે.
મિશ્રા વધુમાં જણાવે છે કે ઘરે મીઠાઈ બનાવવાથી આપણે ખાંડ અને મીઠાની માત્રાને નિયંત્રિત કરી શકીએ છીએ. “બજારમાંથી ખરીદેલી મીઠાઈઓ ખાવાનું મર્યાદિત કરો કારણકે તેમાં સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ-ફેટનું પ્રમાણ વધુ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે,”
ઘરે બનાવેલી મીઠાઈઓ અને નાસ્તાની એક વધુ સારી બાબત એ છે કે તમે સ્વસ્થ વૈકલ્પિક વસ્તુઓની પસંદગી શકો છો. દાખલા તરીકે, રિફાઇન્ડ લોટની જગ્યાએ આખા અનાજના લોટની પસંદગી કરી શકો છો.
જોષી કહે છે કે રિફાઇન્ડ લોટ કે બેકરી ઉત્પાદનોમાં ફાઇબર પુરતા પ્રમાણમાં હોતું નથી. તેનું વધુ પડતું સેવન કરવાથી કબજિયાત જેવી આંતરડાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આંતરડાની તંદુરસ્તી જાળવવા માટે, જોશી આપણા આહારમાં છાશ ઉમેરવાનું સૂચન કરે છે. તેઓ જણાવે છે કે પ્રૉબાયોટિકથી ભરપૂર ખોરાક જેમ કે યોગર્ટ, દહીં – દાળ અને આખા અનાજ જેવા ફાઇબરયુક્ત ખોરાકની ભલામણ કરે છે. “તમે સાચા પાચન માટે આદુ, ફુદીનો, જીરું, વરિયાળી, પપૈયા અને ઓર્ગેનિક એલોવેરાનો રસ પણ લઇ શકો છો,” મિશ્રા કહે છે.
દિવાળી પછી ડિટોક્સ
મિશ્રા કહે છે કે જેમ જેમ દિવાળી પૂરી થાય છે તેમ, વ્યક્તિએ નકારાત્મક સેલ્ફ ટોક છોડીથી દૂર થવું જોઈએ અને લાંબા ગાળાની આદતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમાં દરરોજ સંતુલિત ભોજન જાળવવાનો પણ સમાવેશ થાય છે. તે કહે છે, “ગ્રીલ્ડ ચિકન, ટોફુ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા અનાજ, રિફાઇન્ડ અનાજની જગ્યાએ બાજરી જેવા લીન પ્રોટીનનો ભોજનમાં સમાવેશ કરવો જોઇએ.”
નિષ્ણાતો કહે છે કે દિવાળી પછીના ડિટોક્સ માટે, કોઈ પણ વ્યક્તિ પોતાના આહારમાં ગ્રીન ટી, કોફી, એપલ સાઇડર વિનેગર, તજ અને ચિયા સીડ્સ ઉમેરી શકે છે.
આંતરડા માટે, મિશ્રા, વિવિધ પ્રકારની સ્મૂધી અને ઓટ્સની વાનગીઓની ખાવાની ભલામણ કરે છે. “કેટલીક કાકડી અને ગાજરની સ્ટિક સાથે હમસ અથવા મુઠ્ઠીભર બદામનો મિડ-મીલને તમે નાસ્તા તરીકે માણી શકો લો.”
ટૂંકમાં, મિશ્રા કહે છે કે સંપૂર્ણ ખોરાક, પુષ્કળ ફળ અને શાકભાજી પર આખો, પુષ્કળ પાણી અને હર્બલ ટી પીઓ. આ તમને દિવાળી પછી બાઉન્સ બેક કરવામાં મદદ કરી શકે છે,
સ્વસ્થ આહાર માટે નિષ્ણાતોની ટીપ્સ :
રાત્રનું ભોજન લાઇટ રાખો. મોડી રાત્રે કંઈ પણ ખાવાનું ટાળો
હેલ્થી ઇટિંગ હેબિટ્સના ભાગ રૂપે નાની પ્લેટ્સ/બાઉલ્સનો ઉપયોગ કરીને ખોરાકના ભાગને નિયંત્રિત કરી શકો છો
દરરોજ 2 – 3 લિટર પાણી સાથે હાઇડ્રેટેડ રહો. નિયમિતપણે નારિયેળ પાણી પીવો જે મિનરલ્સથી ભરપૂર છે
વધુ ખાવાની આદત ટાળવા માટે તમારું ભોજન સમયસર લો
તહેવારો દરમિયાન પણ તમારી રુટીન કસરત ચાલુ રાખો