ભારતીય રસોઈમાં મોટાભાગની વાનગીઓમાં ટામેટાં એક જરૂરી ઇન્ગ્રીડિયન્ટ છે. તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાની સાથે પોષકતત્વોથી પણ ભરપૂર બનાવે છે. તે તમારી કાર્ડિયોવેસ્ક્યુલર કૉમ્પ્લિકેશન્સને ઘટાડીને તમારા હૃદયને નિરોગી બનાવે છે, એમ નિષ્ણાતો જાણાવે છે. આથી જ ઘણીવાર ટામેટાને હૃદય માટેનું ‘સુપરફૂડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેવી રીતે ટમેટા છે સુપરફૂડ ?
વિટામિન-Cથી ભરપૂર હોવા ઉપરાંત ટામેટાં એન્ટિઑક્સિડેન્ટ્સનું પાવરહાઉસ પણ છે. આ ઉપરાંત, તેમાં મિનરલ્સ (પૉટેશિયમ અને કેલ્શિયમ જેવા) અને બી વિટામિન્સ (જેમ કે વિટામિન b3, b6 અને b9)પણ હોય છે, જે અનેક પ્રકારનાં સ્વાસ્થ્ય સંબંધિત લાભ ધરાવે છે.
હૈદરાબાદની કામિની હૉસ્પિટલ્સનાં સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ડૉ. જી. રવિકાંત જણાવે છે કે, ટામેટાંમાં લાઇકોપીન (તેમના લાલ રંગ માટે જવાબદાર છે), વિટામિન-સી અને બીટા-કેરોટિન જેવા શક્તિશાળી એન્ટિઑક્સિડન્ટ્સ હોય છે. જે ઑક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તે કોશિકાઓને નુકસાન પહોંચાડે છે, જે કોરોનરી હાર્ટ ડિસીઝ જેવી અનેક પ્રકારની કાર્ડિયોવેસ્ક્યુલર પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે.
બેંગ્લોરની એસ્ટર આર.વી. હૉસ્પિટલનાં ચીફ ન્યૂટ્રિશનિસ્ટ સૌમિતા બિસ્વાસના જણાવ્યા અનુસાર ટામેટાંમાં વિટામિન્સ (વિટામિન-C અને B-9) અને મિનરલ્સ (પૉટેશિયમ જેવા) ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને લોહીમાં ખરાબ કૉલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
ટામેટાંના ન્યૂટ્રીયન્સ
નિષ્ણાતોના મતે તેમાં અમુક વિશેષ પોષકતત્વો હોય છે કે જે તમારા શરીરને નિરોગી અને તંદુરસ્ત રાખવામાં મદદરુપ થાય છે.
પૉટેશિયમ
ડૉ. રવિકાંત કહે છે કે, પૉટેશિયમ કાર્ડિયૉવેસ્ક્યુલર હેલ્થને પ્રોત્સાહન આપે છે. તે બ્લડ વેસલ્સ (રક્ત વાહિનીઓની દિવાલ)ને રિલેક્સ કરવામાં પણ મદદ કરે છે, જેથી હાઈ બ્લડપ્રેશર ઓછું થઇ શકે છે. અધ્યયનો પરથી જાણવા મળ્યું છે છે, કે પોટેશિયમનું મહત્તમ સેવન કોરોનરી હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક જેવી કાર્ડિયોવેસ્ક્યુલર પરિસ્થિતિઓનું જોખમ ઘટાડી શકે છે.
વિટામીન B6 અને ફોલેટ (વિટામિન B9)
વિટામિન B6 અને ફોલેટ (ફૉલિક એસિડ) લોહીમાં હોમોસિસ્ટીન (એક એમિનો એસિડ કે જો તેનું પ્રમાણ વધુ હોય તો ધમનીઓના સ્તરને નુકસાન પહોંચાડી શકે છે)ના લેયરને અસરકારક રીતે ઘટાડી શકે છે. એલિવેટેડ હૉમોસિસ્ટીનના સ્તરને કાર્ડિયોવેસ્ક્યુલર સ્થિતિ માટે ઈન્ડિપેન્ડન્ટ રિસ્ક ફેક્ટર માનવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ વૃદ્ધ લોકોમાં એથરોસ્ક્લેરોસિસ અને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.
નિયાસિન (વિટામિન B3)
નિયાસિન અથવા વિટામિન B-3 હાઈ બ્લડપ્રેશર ઘટાડવા અને ટ્રાઇગ્લિસરાઇડના સ્તરને ઘટાડવા માટે જાણીતું છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ એક પ્રકારની ચરબી છે, જે વધારાની કેલરીમાંથી ઉત્પન્ન થાય છે. તમારા શરીરને તેની તાત્કાલિક જરૂર પડતી નથી. સામાન્ય રીતે ટામેટામાં 100 ગ્રામ દીઠ 0.50 મિલિગ્રામ નિયાસિન હોય છે. જો કે, નિયાસિનની માત્રા ટામેટાના પ્રકાર અથવા તેની વિવિધતા પર આધાર રાખે છે. જે 0.50 મિલિગ્રામથી 9.05 મિલિગ્રામ પ્રતિ 100 ગ્રામ સુધીની હોય છે.
રાંધેલા ટામેટાં કાચા ટામેટાં કરતાં વધુ પૌષ્ટિક
ડૉ. રવિકાંત કહે છે કે, ટામેટાંને રાંધવાથી તેમાં લાઇકોપીનનું પ્રમાણ વધે છે અને કાચા ટામેટાની સાપેક્ષમાં રાંધેલા ટામેટાનું સેવન હૃદયને વધુ લાભ મળે છે. આ વાતને આગળ વધારતાં તેઓ કહે છે કે, ભોજન બનાવતી વખતે ચેરી ટામેટાં અને હેલો ટામેટાંની પસંદગી ખાસ કરીને ફાયદાકારક છે કારણ કે તેમાં લાઇકોપીનનું પ્રમાણ વધારે હોય છે.
તમારા રોજિંદા ડાયટમાં ટામેટાંને કેવી રીતે ઉમેરશો?
દિલ્હીના ન્યુટ્રિશનિસ્ટ અવની કૌલ ટામેટાંને આહારમાં સામેલ કરવાની વિવિધ રીત સૂચવે છે જેમકે,
• ટમેટાંની ચટણી અથવા અથાણું તૈયાર કરો.
• વેજ અને નૉનવેજ શાકમાં સમારેલા ટામેટાં ઉમેરીને તમે તેના સ્વાદ સાથે સ્વાસ્થ્ય બમણું કરી શકો.
• તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ટામેટાં અને કાકડીનું રાયતું બનાવો.
• ટામેટાં અને ડુંગળીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ગ્રેવી બનાવો, જે વિવિધ ભારતીય વાનગીઓમાં અચૂક હોય છે.
• ટામેટાંને મસાલા સાથે સાંતળીને, રાંધેલા ભાત સાથે મિક્સ કરીને ઝડપી ટમેટા રાઈસ બનાવો.
મુંબઈના સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ક્લિનિકલ ડાયટિશન પ્રિયંકા લુલ્લા કહે છે કે, ટામેટાંને અન્ય ફળો અને શાકભાજી સાથે સ્મૂધીમાં પણ મિક્સ કરી શકાય છે. તે કહે છે કે, તમે સાઇડ ડિશ અથવા ટોપિંગ માટે ટામેટાંને ગ્રીલ કરી શકો અથવા શેકી શકો છો.
જો કે, તેમાં ક્વૉન્ટિટીની કોઈ ભલામણ કરવામાં આવતી નથી પરંતુ, અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત ટામેટાંનું સેવન કરવું હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે, તેમ ડૉ. રવિકાંત કહે છે.
ટામેટાંનું સેવન કરતી વખતે રાખો આ સાવચેતી
ડૉ.રવિકાંતના મતે મૂત્રપિંડ સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોએ ટામેટાના સેવનથી સાવચેત રહેવું, ખાસ કરીને જ્યારે પાંદડાવાળા શાકભાજી સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખવું કારણ કે, તેનાથી કિડનીમાં પથરીનું જોખમ વધી શકે છે .
યાદ રાખવા જેવી બાબતો
ટામેટા કે જે રીચ ન્યુટ્રીશ્નલ છે આથી તે હૃદય માટે ‘સુપરફૂડ’ તરીકે પણ ઓળખાય છે, તે કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થને પ્રોત્સાહિત કરે છે.
રાંધેલા ટામેટાં, કાચા ટામેટાં કરતાં વધુ પૌષ્ટિક છે કારણ કે, ટામેટા રાંધવાથી તેમાં લાઇકોપીનનું પ્રમાણ વધે છે.
ટામેટાને ચટણી કે અથાણા રુપે તૈયાર કરીને ભોજનમાં લઈ શકાય છે. ટામેટાં અને ડુંગળીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ગ્રેવી પણ બનાવી શકાય છે. જે વિવિધ ભારતીય વાનગીઓના સ્ટાર્ટર તરીકે કામ કરે છે.
કિડનીની સમસ્યાવાળા લોકોએ ટામેટાંનું સેવન કરતી વખતે સાવચેત રહેવું, કારણ કે તેનાથી કિડનીમાં પથરી થવાનું જોખમ વધી શકે છે.