728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

હૃદયને બચાવવા માટેની અસરકારક સર્જરી એટલે લેસર એન્જીયોપ્લાસ્ટી
33

હૃદયને બચાવવા માટેની અસરકારક સર્જરી એટલે લેસર એન્જીયોપ્લાસ્ટી

આ પદ્ધતિ કોરોનરી ધમનીઓમાં કેલ્સિફાઇડ પ્લાકને દૂર કરવા માટે વપરાય છે, સાથે જ હૃદયમાંથી કોમ્પ્લેક્સ બ્લોકેજને દૂર કરવામાં અને રક્ત પ્રવાહમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે.

કાર્ડિયોલોજિસ્ટ ઘણી વાર કોરોનરી ધમનીઓમાં, કેલ્સિફાઇડ પ્લાક (જામી જતી છારી)નો સામનો કરે છે. જે બલૂન એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ જે પ્લાક દૂર કરવાની પરંપરાગત કાર્ડિયાક પ્રક્રિયાઓ માટે
અત્યંત મુશ્કેલ હોય છે. આવા કિસ્સાઓમાં, લેસર એન્જીયોપ્લાસ્ટી (Laser Angioplasty) અથવા એક્સાઈમર લેસર એન્જીયોપ્લાસ્ટી નામની પ્રક્રિયામાં લેસર બીમનો ઉપયોગ કરીને આ પ્લાકને દૂર કરવાનો વિકલ્પ વધુ અસરકારક છે.

જો સરળ શબ્દોમાં કહીએ તો, લેસર બીમને ધમનીની અંદરના કેલ્સિફાઇડ પ્લેક પર અત્યંત ચોકસાઇ સાથે શૂટ કરવામાં આવે છે. જે પ્લાકનું બાષ્પીભવન કરે છે સાથે જ સંકુચિત ધમનીની દિવાલોને પહોળી કરવા અને યોગ્ય રક્ત પરિભ્રમણ થાય તેની ખાતરી કરવા માટે સ્ટેન્ટ નાંખીને, ધમનીને સાફ કરે છે. જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો, સંકુચિત કોરોનરી ધમનીઓ કેટલાક કિસ્સાઓમાં ગાંગડા થઇ જવાને કારણે છાતીમાં દુખાવોથી લઈને અનિયમિત હ્રદયના ધબકારા અને હાર્ટ એટેક સુધીની પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે.

લેસર એન્જીયોપ્લાસ્ટી શું છે?

બેંગ્લોરની ફોર્ટિસ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને હાર્ટ વાલ્વ રિપ્લેસમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ડૉ. શ્રીનિવાસ પ્રસાદ જણાવે છે કે લેસર એન્જિયોપ્લાસ્ટીની ભલામણ અત્યંત જાડા પ્લાકવાળા કેસમાં કરવામાં આવે છે આ અવરોધિત ધમનીને બલૂન એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ કરતાં પહેલાં સાફ કરવી પડે છે.

બલૂન એન્જીયોપ્લાસ્ટી, બલૂન વડે કેથેટર દ્વારા બ્લોક્ડ અથવા અવરોધિત ધમનીઓ ખોલવાની સૌથી સામાન્ય પ્રક્રિયા છે. જેમાં કેથેટરને પેટ અને જાંઘના વચ્ચેના ભાગ અથવા કાંડાની સાંકડી ધમનીમાંથી અંદર દાખલ કરી અને સંકુચિત થયેલી અથવા પ્લાકથી ભરેલા ભાગમાં ફુલાવવામાં આવે છે. જેથી તે પહોળી થાય અને રક્તપરિભ્રમણમાં સુધારો થાય. ધમનીની દિવાલોને ટેકો આપી, તેને ખુલ્લી રાખવા અને ફરીથી સાંકડી થવાની શક્યતાને ઘટાડવા માટે સ્ટેન્ટ પણ મૂકવામાં આવે છે.

આ બ્લોક ધમનીની દિવાલમાં કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે થાય છે. તેના કારણે ધમનીના લ્યુમેનને સંકુચિત થવા લાગે છે જે રક્ત પ્રવાહને અવરોધે છે. વધારે કેલ્શિયમ જમા થવાને કારણે પ્લાક જમા થાય છે.

ડૉ. પ્રસાદ જણાવે છે કે વધારે કેલ્શિયમના ડિપોઝીટ આ પ્લાક પર પણ કેલ્સિફિકેશનનું કારણ બની શકે છે, જે તેમને જાડા બનાવે છે અને દૂર કરવા મુશ્કેલ બનાવે છે.

લેસર એન્જીયોપ્લાસ્ટી કેવી રીતે કામ કરે છે?

લેસર એન્જીયોપ્લાસ્ટીમાં લેસર ફાઇબરથી સજ્જ કેથેટરનો ઉપયોગ કરવામાં આવે છે જે બ્લોક્ડ ધમનીઓમાં ફેટના થરને ઓછો કરવા અથવા દૂર કરવા માટે કેન્દ્રિત હાઇ એનર્જી લેસર બીમ (એક્સાઇમર લેસર)નો ઉપયોગ કરવામાં આવે છે.

બેંગલુરુની મણિપાલ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી કંસલ્ટન્ટ ડૉ. પ્રદીપ હરનાહલ્લી જણાવે છે કે શરૂઆતમાં, ડૉક્ટર પ્લેકને સાફ કરવા માટે, સામાન્ય રીતે કાંડા અથવા પેટ અને જાંઘના વચ્ચેના એક ભાગમાં નાના ચીરામાંથી કેથેટર દાખલ કરે છે. કોરોનરી પ્લેક સાથે સીધો સંપર્ક ન થાય ત્યાં સુધી કેથેટર અંદર મોકલવામાં આવે છે, જ્યાં લેસર હાઇ કોન્સનટ્રેટેડ બીમ ઉત્સર્જીત કરે છે. આ લેસર પ્લાકને બાષ્પીભવન કરી શકે છે,

હરનાહલ્લી સમજાવે છે કે ફ્લૉરોસ્કોપી (રીઅલ ટાઇમ એક્સ-રે) નો ઉપયોગ કેથેટરને બ્લોકેજ તરફ મોકલવા માટે થાય છે. “કેથેટર દાખલ કર્યા પછી, અમે કેલ્શિયમને નરમ કરવા અને તેને સાફ કરવા માટે ફોકલી લેસરની ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ,” ડૉ હરનાહલ્લી ઉમેરે છે.

એક વાર પ્લાક દૂર થઈ જાય પછી, ધમની ધીમે ધીમે વિસ્તરે છે અને ધમનીની લ્યુમેન (એક હોલો પેસેજ – વે જેના દ્વારા લોહી વહે છે) પહોળું થાય છે અને સામાન્ય રક્ત પ્રવાહ પુનઃસ્થાપિત થાય છે.

“બ્લોકેજ દૂર થયા પછી, સ્ટેન્ટની પ્રક્રિયા જરૂરી છે કે કેમ તે ચકાસવા માટે અમે પરિસ્થિતિનું પુન: મૂલ્યાંકન કરીએ છીએ,” તે ઉમેરે છે.

એક્સાઈમર લેસર એન્જીયોપ્લાસ્ટીના ફાયદા

રોટેબ્લેશન એન્જીયોપ્લાસ્ટી જેવી ટ્રેડિશ્નલ મેથડ ભારે કેલ્સિફાઇડ પ્લેક્યુને નાના ટુકડાઓમાં તોડવા માટે રોટાબ્લેટર ડ્રીલનો ઉપયોગ કરે છે પરંતુ, લેસર એન્જીયોપ્લાસ્ટીમાં એક બીમ, કોલેસ્ટ્રોલથી ભરેલી પ્લાક્યુને બાષ્પીભવન કરે છે અને રક્તપ્રવાહ માટે ધમનીને સાફ કરે છે.

ડૉ. પ્રસાદએ પણ જણાવે છે કે શોકવેવ ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી (IVL લિથોટ્રિપ્સી) અને ઓર્બિટલ એથેરેક્ટોમીએ અન્ય પરંપરાગત પદ્ધતિઓ છે જેનો ઉપયોગ સખત કેલ્સિફાઇડ પ્લેકને સાફ કરવા માટે થાય છે.

શું લેસર એન્જીયોપ્લાસ્ટી સુરક્ષિત છે?

ડૉ. પ્રસાદ શેર કરે છે કે લેસર એન્જીયોપ્લાસ્ટી ફાયદાકારક છે કારણ કે તે વધુ ચોક્કસ છે. તે આસપાસના સ્નાયુઓને અસર કર્યા વિના સખત કેલ્સિફાઇડ પ્લાકને તોડવામાં મદદ કરે છે. વધુમાં, વણસતી પરિસ્થિતિને રોકવા માટે હાઇ-એક્યુરેસી વાળા લેસર ઉત્સર્જનને ખૂબ જ નિયંત્રિત કરવામાં આવે છે

ડૉ. પ્રસાદના મતે, સામાન્ય રીતે લેસર એન્જીયોપ્લાસ્ટી સલામત માનવામાં આવે છે. “જો કે, જ્યારે અમે કેલ્સિફિકેશન દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આર્ટરીઓને સામાન્ય ઈજા થવાની સંભાવના છે, જે રક્ત પ્રવાહને ધીમો કરે છે. અન્ય કોઈપણ ટેક્નોલોજીની સરખામણીમાં લેસર એન્જીયોપ્લાસ્ટીમાં આવી સમસ્યાઓ નહીતવ્ છે,” તે ઉમેરે છે.

લેસર એન્જીયોપ્લાસ્ટી ક્યારે ધ્યાનમાં લેવી

ડૉ. પ્રસાદ કહે છે કે જ્યારે કેલ્સિફિકેશન મુખ્ય ચિંતાનો વિષય હોય ત્યારે લેસર એન્જીયોપ્લાસ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, પ્રાથમિક પરિસ્થિતિ અથવા કોલેસ્ટ્રોલ અવરોધ માટે, તે જરૂરી નથી. ડૉ. હરનાહલ્લી જણાવે છે કે ધમનીનો અવરોધના દરેક કેસ માટે લેસર એન્જીયોપ્લાસ્ટી હંમેશા પ્રથમ પસંદગી હોતી નથી. તે મોટે ભાગે જટિલ પરિસ્થિતિમાં જ ઉપયોગમાં લેવાય છે, જ્યાં પરંપરાગત એન્જીયોપ્લાસ્ટી પદ્ધતિઓ જેમ કે બલૂન એન્જીયોપ્લાસ્ટી કામ નથી આવતી.

તેઓ ઉમેરે છે કે લેસર એન્જીયોપ્લાસ્ટીની સફળતાનો દર 90 ટકા જેટલો છે તેમાં સમસ્યા થવીએ ખૂબ જ નહિવત ગૂંચવણો છે. લેસર એન્જીયોપ્લાસ્ટી પરંપરાગત પદ્ધતિઓ કરતાં 2 થી 3 લાખ વધુ ખર્ચ કરી શકે છે.

યાદ રાખવા જેવી બાબતો

એક્સાઈમર લેસર એન્જીયોપ્લાસ્ટી અથવા લેસર એન્જીયોપ્લાસ્ટીએ એક તબીબી સારવાર છે જેનો ઉપયોગ હૃદયરોગના હુમલા જેવા હૃદયની સમસ્યાઓના જોખમને ઘટાડવા માટે ધમનીઓના અવરોધ અથવા સાંકડી થયેલી ધમનીને ખોલવા માટે થાય છે. તે કોમ્પ્લેક્સ બ્લોકેજ (જાડી અથવા સખત તકતી)ના કિસ્સામાં અસરકારક હોઈ શકે છે, જ્યાં પરંપરાગત એન્જીયોપ્લાસ્ટી પદ્ધતિઓની સમસ્યાને સંપૂર્ણપણે કારગત સાબિત થઇ શકતી નથી.

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
ભયાનક માથાનો દુખાવો ઘટાડવા માટે એક વ્યૂહરચના જરૂરી છે જેને માથાના દુખાવાના નામે ઓળખવા, તેની યોગ્ય સારવાર કરવી અને તેના રોકવા માટે સખત પરેજી પાળવાની જરૂર હોય છે.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.