નિષ્ણાંતોનું માનવું છે કે જે લોકોને ઓબેસિટી, ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા હોય તેમણે ગરબા ગાતી વખતે સજાગ રહેવું જોઇએ.

નવરાત્રીમાં ગરબે ઘુમતી વખતે તમારા હાર્ટ હેલ્થની પણ ખાસ કાળજી રાખજો જેથી નવરાત્રીના ઉત્સવ દરમ્યાન કે પછી તમારે કોઇ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ભોગ ન બનવું પડે.
જ્યારે આપણે ઉત્સાહપૂર્વક લાંબા સમય સુધી ગરબા ગાઇએ છીએ તો એ ઇન્ટેન્સ વર્કઆઉટ સેશન જેવું જ પરિણામ આપે છે. આથી જે લોકોને હૃદય સંબંધિત કોઇ સમસ્યા છે કે પછી પરિવારના કોઇ સભ્યની મેડિકલ હિસ્ટ્રીમાં આવી કોઇ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય અથવા તો જેને ઇન્ટેન્સ ફિઝીકલ એક્ટિવિટીની આદત નથી તેમણે આખી રાત ગરબા ગાતા પહેલાં કોઇ એક્સપર્ટની સલાહ ચોક્કસથી લેવી જોઇએ.
નિષ્ણાંતોનું માનવું છે કે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં અચાનક હૃદય સંબંધિત સમસ્યાથી થતા મૃત્યુના વીડિયો સામે આવ્યા બાદ ઘણાં લોકો પોતાના હૃદયના સ્કેનિંગ કરવી રહ્યાં છે.
અમદાવાદની કે.ડી. હૉસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજીસ્ટ, ડૉ. કૃનાલ તમાકુવાલા જણાવે છે કે, “અચાનક કાર્ડિયક અરેસ્ટ તો પહેલાં પણ થતો હતો પણ હવે સોશિયલ મીડિયાના કારણે લોકો જાગૃત થયા છે એટલે એક ડર અને એન્ઝાઇટીના કારણે ઘણા લોકો રુટીન સ્કેનિંગ કરાવે છે.”
જો કે તેઓ એવું પણ ઉમેરે છે કે આ હાર્ટ સ્ક્રિનિંગ કરાવવાથી તેમને ઇચ્છીત પરિણામ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી વ્યક્તિ હૃદય સ્વસ્થ રહે તેવી લાઇફસ્ટાઇલ નથી અપનાવતો જેમકે મૉડરેટ એટલે કે સામાન્ય કસરત કરે, હેલ્થી ડાયટ લે.
શું હૃદય અચાનક બંધ થઇ શકે છે ?
નિષ્ણાંતો ચેતવે છે કે જે લોકોમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ કે ઓબેસિટી થવાના રિસ્ક ફેક્ટર હોય તેમણે ગરબા ગાતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. તમે કોઇ પણ ફિઝીકલ એક્ટીવિટી ધીમે ધીમે શરુ કરો. ધીમે ધીમે તેની ઇન્ટેનસિટી વધારો અને થોડા સમય બાદ કોઇ પણ ફિઝીશિયનની સલાહ લો.
મુંબઇની ફૉર્ટિસ હૉસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી વિભાગના કન્સલટન્ટ ડૉ. વિવેક મહાજન જણાવે છે કે, “જ્યારે લોકો ગરબા ગાવાનું શરુ કરે છે ત્યારે તેમને સમયનું ધ્યાન નથી રહેતું અને તેઓ કલાકો સુધી ગરબે ઘુમ્યા કરે છે. જેના કારણે તેમને ડિહાઇડ્રેશન અને લૉ બ્લડ પ્રેશર થાય છે.”
તેઓ ઉમેરે છે કે જે લોકોનું હૃદય નબળું છે, લોહીને યોગ્ય રીતે પંપ નથી કરી શકતું અને તેઓ કે જે કાર્ડિક કંડીશન એટલે કે હૃદય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે તે લોકોમાં ઇન્ટેન્સ ફિઝીકલ એક્ટીવિટીના કારણે હાર્ટ ફેલીયરની શક્યતા જોવા મળે છે.
ડાયાબિટીસને તમારા હૃદયને બંધ ન કરવા દો
નિષ્ણાંતો સલાહ આપે છે કે જેમને ડાયાબિટીસ છે તેમણે તહેવારોમાં ઉપવાસ ન કરવા જોઇએ. તેમણે હાઇપોગ્લાઇસીમિયા એટલે કે લૉ બ્લડ શુગરથી બચવા માટે નિયમીત અંતરાલમાં નાના નાના મિલ્સ લેવા જોઇએ.
ડૉ. મહાજન જણાવે છે કે,”જો તમે કોઇ પણ દવા લઇ રહ્યાં છો અને ઉપવાસ કરો છો તો તમને હાઇપોગ્લાઇસીમિયા થવાની પ્રબળ શક્યતા છે. સાથે જ જ્યારે તમે ઉપવાસ છોડો છો અને હેવી મીલ લો છો ત્યારે હાઇપરગ્લાઇસીમિયા (હાઇબ્લડ શુગર) થવાની શક્યતા રહે છે. શુગર લેવલમાં થતા આ પ્રકારના ફેરફારથી હાર્ટએટેક શક્યતા રહે છે અને તે હાર્ટ ફેલિયર તરફ દોરી જાય છે.”
આ પ્રકારના હાઇપોગ્લાયસીમિક એપિસોડથી બચવા માટે તેઓ મેડિકલ એડવાઇસ સાથે દવા બદલવાની સલાહ આપે છે.
સતત કલાકો સુધી ગરબા ગાવાથી હાઇપોગ્લોસીમિયા થવાની શક્યતા રહે છે. આથી લોકોએ પોતાના ખિસ્સામાં નાસ્તાના પેકેટ્સ રાખવા જોઇએ.
આ ઉપરાંત તેમણે પોતાની મેડિકલ હિસ્ટ્રી સાથેના આઇડી કાર્ડ સાથે રાખવા જોઇએ. આથી જો કોઇ ઇમર્જન્સી સર્જાય તો તે કામ આવી શકે છે.
સ્વસ્થ લોકોને અચાનક એસિમ્ટોમેટિક હાર્ટ એટેક આવી શકે ?
નિષ્ણાંતોનું માનવું છે કે, જે લોકોને હૃદય સંબંધિત સમસ્યા છે અને તેના વિશે જાણે છે, તેઓ પોતાની જાતને વધારે તકલીફ ન પડે તે રીતે અને મેડિકલ એડવાઇઝ સાથે ગરબા ગાઇ શકે છે. ઘણાં લોકો એવા પણ છે કે જેમને પોતાની હૃદયની સમસ્યાઓ અને લિપીડ પ્રોફાઇલ અંગે માહિતી નથી તેમને અચાનક હાર્ટએટેક આવવાની શક્યતા વધી જાય છે..
“તેમની કૉરોનરી આર્ટરીઝ કે જે હૃદય સુધી લોહી પહોંચાડવાનું કામ કરે છે તેમાં પ્લેક્યુ ડેવલપ થયા હોય અને જો અચાનક વિગરસ એક્ટીવિટી કરવામાં આવે તો તેના કારણે આર્ટરીઝ ફાટી શકે છે જે હાર્ટએટેક તરફ લઇ જાય છે.”
કેટલાક લોકોમાં કોઇ જિનેટક કંડીશન હોય અને તેઓ આ વિશે જાણતા ન હોય, સાથે જ જો તેમને સ્મોકિંગ, આલ્કૉહોલ કે ડ્રગ્સ લેવા જેવી ખરાબ આદત હોય તો આ આદત યુવાનોમાં પણ અચાનક હાર્ટએટેક લાવી શકે છે. હાઇ રિસ્ક ફેક્ટર વાળા લોકો તેમાં પણ ખાસ કરીને મીડ એડ ગ્રુપના લોકોએ કોઇ પણ ઇન્ટેન્સ ફિઝીકલ એક્ટિવીટ કરતાં પહેલાં પોતાના હાર્ટ સ્ક્રિનિંગ એટલે કે હૃદય સંબંધિત રિપોર્ટ કરાવવા જોઇએ તેવું નિષ્ણાંતો સૂચવે છે.
વધારે ચિંતા ન કરો
પ્રફુલ મૌન તે જેઓ બેંગ્લોરના શ્રી ઇંદિરાનગર ગુજરાતી સમાજના કમિટી મેમ્બર છે તેઓ જણાવે છે કે છેલ્લા 30 વર્ષથી તેઓ નવરાત્રી (navratri 2023) દરમ્યાન ગરબાનું આયોજન કરે છે. આજ સુધી તેમણે ગરબા ગાતા કોઇ પડી ગયું હોય તેવું જોયું નથી, સાથે જ નવરાત્રી પહેલાં કોઇ હાર્ટ સ્ક્રિનિંગ કરાવતું હોય તેવું સાંભળ્યું નથી. તેઓ જણાવે છે કે,”મારું માનવું છે કે અચાનક હાર્ટ એટેકની વધતી ઘટનાઓ કોવિડ – 19 પેન્ડેમિકનું પરિણામ છે.”
હંમેશા સજાગ રહેવું તે વધારે લાભદાયક છે. કાર્ડિયોલૉજીસ્ટ જણાવે છે કે મોડરેટ ફિઝીકલ એક્સસાઇઝ અને હેલ્ધી ડાયટ જીવનનો ભાગ હોય તે કોઇ પણ વ્યક્તિ માટે શ્રેષ્ઠ છે.
લાઇફ સ્ટાઇલ મેઇન્ટેઇન કરવાની સાથે જ ડૉ. તંબાકુવાલા જણાવે છે કે કોઇ પણ વ્યક્તિએ હાઇ ઇન્ટેન્સીટી કસરત શરુ કરતાં પહેલાં પોતાના બેઝીક હાર્ટ હેલ્થ માટેના ટેસ્ટ કરવા જોઇએ
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG): હૃદયના આરામની સ્થિતિમાં હાર્ટ રેટમાં કોઇ પણ વેરિએશન એટલે પરિવર્તન જાણવા માટે 5 મીનિટનો પેઇન લેસ ઇલેક્ટ્રીકલ એક્ટિવિટી ધરાવતો ટેસ્ટ.
સ્ટ્રેસ અથવા ટ્રેડમિલ ટેસ્ટ : શારીરિક પરિશ્રમની સ્થિતિમાં હૃદય કેવો રિસપોન્સ આપશે તે જાણવા માટેનો 20 મીનિટનો ટેસ્ટ કે જેમાં તેમને ટ્રેડમીલ પર ચાલવાનું કહેવામાં આવે છે અને પછી ધીમે ધીમે તેની સ્પીડ વધારવામાં આવે છે. આ દરમ્યાન તમારા હાર્ટરેટને ઇસીજી દ્વારા માપવામાં આવે છે.
ઇકો ટેસ્ટ : આ ટેસ્ટમાં અલ્ટ્રાસાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને વાલ્વ સહિતના હૃદયના આંતરિક સ્ટ્રકચર્સ અંગે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે સાથે જ હૃદયના સ્ટ્રકચર અથવા કાર્યપદ્ધતિમાં કોઇ ડિફેક્ટ અથવા ફેરફાર હોય તો તેની જાણ થાય છે જે ભવિષ્યમાં વ્યક્તિને કોઇ સીરિયસ કંડિશન જેવી કે કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ અટેક તરફ લઇ જઇ શકે છે.
યાદ રાખવા જેવા મુદ્દા :
જાણકારોનું માનવું છે કે ઘણા લોકો પોતાના રુટીન હાર્ટ ચેકઅપ્સ કરાવે છે પણ તેમાંથી ઘણા લોકો હાર્ટ પ્રોબ્લમ્સને રોકવા માટેની પ્રોપર લાઇફ સ્ટાઇલ અપનાવવાનું ચુકી જાય છે.
મૉડરેટ ટુ હાઇ ઇન્ટેન્સ ફિઝીકલ એક્ટિવીટી શરુ કરતાં પહેલાં એક હેલ્થ ચેકઅપ કરવાની તેઓ સલાહ આપે છે.
ડાયાબિટીસ, ઓબેસિટી, હાયપરટેન્શન જેવા રિસ્ક ફેક્ટર ધરાવતા અને ખરાબ લાઇફ સ્ટાઇલ ધરાવતા લોકોને અચાનક હાર્ટ એટેક આવવાનું રિસ્ક રહે છે
જેને ડાયાબિટીસ હોય તેમણે ઉપવાસ ન કરવો જોઇએ આ લોકોએ પોતાના શુગર લેવલમાં થતા ફેરફારો પર નજર રાખવી જોઇએ કે જે તેમને હાર્ટ પલ્પિટેશન તરફ દોરી જાય છે.
નવરાત્રીમાં જ્યારે બધા સાથે ગરબા ગાતા હોય છે ત્યારે વધારે પડતો શારીરિક શ્રમ ન કરવાની ડૉક્ટર સલાહ આપે છે.