વૈશ્વિક સ્તરે કાર્ડિયોવેસ્ક્યુલર રોગના વધતા પ્રમાણ માટે અનહેલ્થી ફેટ અને ટ્રાન્સ-ફેટ્સથી ભરપૂર ખોરાક તેમાં પણ અલ્ટ્રા પ્રોસેસ્ડ જંકફૂડનો વધુ પડતો વપરાશ જવાબદાર છે. નિષ્ણાંતો જણાવે છે કે, એક્ટિવ લાઇફસ્ટાઇલ સાથે હૃદયને અનુકૂળ આહાર લેવું એ તમારા હૃદયને સ્વસ્થ રાખવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે.
બેંગલુરુ સ્થિત ન્યુટ્રિશનિસ્ટ પલક ટી. પુનમિયા સમજાવે છે કે, આરોગ્યપ્રદ આહાર અને નાસ્તાની ટેવ હોવી મહત્વપૂર્ણ છે કારણ કે, આપણે જે નાની-નાની વસ્તુઓનું સેવન કરીએ છીએ તેનાથી પણ સ્વાસ્થ્યમાં ઘણો ફરક પડે છે.
સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ્સ અથવા વધારે પડતું મીઠું હોય તેવા બિનઆરોગ્યપ્રદ આહાર લેવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે. આ ખોરાક ઓબેસિટી અને ડાયાબિટીસ તરફ જાય છે . જે હૃદય સંબંધિત સમસ્યાઓ વિકસાવવાનું જોખમ વધારે છે.
મુંબઈની SRV હૉસ્પિટલ્સના કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. જયદીપ રાજેબહાદુર કહે છે કે, એક સારું એવું ડાયટ લીલા શાકભાજી, ફળ અને આખા અનાજનું સંતુલન ધરાવતું હોવું જોઈએ. સાથે-સાથે નૉન વેજીટેરિયન માટે ડાયટમાં ચિકન, માછલી અને ઇંડા જેવા ખોરાકનો ઑકેશનલી સમાવેશ કરવો જોઇએ છે.
હૃદયને તંદુરસ્ત રાખવા માટે અમુક એવા ખોરાક કે જે તમારે અવગણવા જોઈએ
1. રેડ મીટ
ચેન્નાઈની ફોર્ટિસ મલાર હોસ્પિટલના કાર્ડિયોથોરાસિક વેસ્ક્યુલર સર્જન ડૉ. થેજસ્વી એન માર્લા જણાવે છે કે,‘રેડ મીટ હૃદય માટે ખરાબ માનવામાં આવે છે કારણ કે, તેમાં LDS (લો-ડેન્સિટી લિપોપ્રોટીન અથવા ખરાબ કોલેસ્ટ્રોલ) અને ટ્રાઇગ્લિસરાઇડ્સ (એક પ્રકારની ચરબી)નું પ્રમાણ વધારે હોય છે. નિષ્ણાંતો જણાવે છે કે, રેડ મીટનું સેવન કરવાથી તમારા હૃદયને લાંબા ગાળે અસર થઈ શકે છે.’ ડૉ. રાજેબહાદુર આ ચર્ચાને આગળ વધારતાં કહે છે કે, “તેના બદલે તમે ચિકન અથવા માછલી ખાઈ શકો છો કારણ કે, તેમાં સારી માત્રામાં એન્ટિ-ઑક્સિડેન્ટ્સ અને પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે.”
ડૉ.માર્લા ઉમેરે છે કે, કોઈપણ માંસાહારી ખોરાકનું સેવન કરતી વખતે ફક્ત માંસ ખાવાની સલાહ આપે છે તેઓ સ્કિન અને અન્ય ભાગના સેવનને ટાળવાની ભલામણ કરે છે કારણ કે, તે કોલેસ્ટ્રોલનું લેવલ વધારે છે.
2. બ્રેડ અને બેકરી આઇટમ્સ
પુનમિયા સમજાવે છે કે, ‘ઘરે બનાવેલું બેકડ ફૂડનું સેવન એક સારો વિકલ્પ છે પરંતુ, જ્યારે તમે બહારથી કંઈક લાવો છો, ત્યારે તે પ્રોસેસ્ડ બેકડ ફૂડ છે. તેમાં મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીર માટે બિનઆરોગ્યપ્રદ છે. આ સિવાય તેમાં કાર્બોહાઇડ્રેટ્સની માત્રા પણ વધુ હોય છે.’ ડૉ. રાજેબહાદુર જણાવે છે કે, “તેના બદલે તમે હૉલ ગ્રેઇન બ્રેડ, બ્રાઉન બ્રેડ અથવા આટા ફ્રી બ્રેડ ખાઈ શકો છો.” નિષ્ણાંતો જણાવે છે કે બ્રેડ અને અન્ય બેકરી વસ્તુઓને ટાળવી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ડૉ. માર્લા કહે છે કે, “બ્રેડની શેલ્ફ લાઇફ વધારવા અને તેને રુંવાટીદાર બનાવવા માટે તેમાં મીઠું અને અન્ય પદાર્થો મિશ્રિત કરવામાં આવે છે. તે ઉમેરે છે કે, તે તમારા મેટાબોલિઝમમાં દખલ કરશે અને લાંબાગાળે તમારા શરીર અને મેટાબૉલિક સ્વાસ્થ્યને અસર કરશે.
3. આઇસ્ક્રીમ અને ચોકલેટ્સ
આઈસ્ક્રીમ અને ચોકલેટમાં સુગર, કાર્બોહાઈડ્રેટ અને ખરાબ ફેટ પ્રમાણ વધુ હોય છે. ડૉ. રાજેબહાદુર કહે છે કે, “આમાંની મોટાભાગની એમ્પ્ટી કેલરી (બહુ ઓછા અથવા પોષકતત્વો ન હોય) હોય છે, જેને બર્ન કરવી મુશ્કેલ હોય છે અને સમયાંતરે તે તમારા હાર્ટ હેલ્થને અસર કરી શકે છે.” તેઓ ઉમેરે છે કે, ક્યારેક-ક્યારેક ચોકલેટ કે આઇસક્રીમનું ખાવા ઠીક છે પરંતુ તે તમારી ખાવાની ટેવ કે ડાયટનો ભાગ ન હોવો જોઈએ. ડૉ. માર્લા ઉમેરે છે કે, એક મહિનામાં એક આઈસ્ક્રીમનો કપ ખાવો યોગ્ય ગણાય. આ ચર્ચાને આગળ વધારતાં પુનમિયા કહે છે કે, “જો કે, તેને એક વિકલ્પ તરીકે રાખવું સારું છે, કારણ કે તે પેક અને પ્રોસેસ્ડ છે, તેથી તેને શક્ય બને ત્યાં સુધી હંમેશાં ખાવાનું ટાળવું વધુ સારું છે.”
4. ઓઈલ
નિષ્ણાંતો જણાવે છે કે, જેમાં સેચ્યુરેટેડ ફેટ વધારે હોય તેવા તેલનું સેવન ટાળવું જોઇએ છે. દાખલા તરીકે, નાળિયેરનું તેલ કે, જેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે. તે તમારા LDL કૉલેસ્ટ્રોલના સ્તરને પણ વધારી શકે છે. પુનમિયા કહે છે કે, કૉલ્ડપ્રેસ્ડ ઓઈલ (સારા કોલેસ્ટ્રોલના સ્તર (HDL)માં વધારો કરે છે) કાર્ડિયાકની સમસ્યાથી પીડાતા લોકો માટે વધુ સારો વિકલ્પ છે.
પરંતુ, ડૉ. માર્લાના જણાવ્યા પ્રમાણે કોઈ પણ તેલનું એક હદ કરતા વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક જ સાબિત થાય છે. તેઓ ઉમેરે છે કે, રસોઈ માટે જે પણ તેલનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં થવો જોઈએ.
5. મીઠું
નિષ્ણાંતો મતે, આપણે મીઠાનો ઉપયોગને શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. આ ઉપરાંત જે લોકો હાર્ટની સમસ્યાથી પીડાય છે તે લોકોએ તેનું સેવન શક્ય તેટલું ટાળવું. ડૉ. માર્લા કહે છે કે, “મીઠું શક્ય તેટલું ઓછું ખાવું જોઈએ કારણ કે, મીઠામાં રહેલું સોડિયમ ક્લોરાઇડ લોહીમાં ભળીને બ્લડ વેસલ્સને અસહ્ય નુકસાન પહોંચાડે છે.”
પુનમિયા ઉમેરે છે કે, હાર્ટની સમસ્યાથી પીડિત લોકોએ સોડિયમનું સેવન ટાળવું જોઈએ. તેઓએ એ પણ ખાતરી કરવી જોઈએ કે, ખોરાક અથવા ફળોમાં સીઝનિંગ તરીકે મીઠાનો ઉપયોગ ન કરે અને તેના બદલે ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે ઓરેગાનો, લીંબુનો રસ, કાળા મરી અથવા થોડા વિનેગર જેવી વસ્તુઓનો ઉપયોગ કરે.
6. ફ્રૉઝન, પેક્ડ અને ફાસ્ટફૂડ
પુનમિયા કહે છે કે, ફાસ્ટફૂડ, પેક્ડ અને ફ્રોઝન ફૂડ જે આપણે ખરીદીએ છીએ, તેમાં MSG (મોનોસોડિયમ ગ્લુટામેટ/ આજીનોમોટો) હોય છે. તે ઉમેરે છે કે, રેડી ટુ ઈટ ફૂડમાં પણ સૉડિયમની ઘણી સામગ્રી હોય છે, જે તમારા હૃદય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
રેડી ટુ ઇટ ફૂડ, પેકેજ્ડ જ્યુસ, કેન્ડ ફૂડ , સોલ્ટેડ બટર, ફાસ્ટફૂડ, પ્રોસેસ્ડ ચીઝ અને પ્રિઝર્વ્ડ મીટ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે, તેમાં કૉલેસ્ટ્રોલ અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધારે હોય છે. ડૉ. રાજેબહાદુર કહે છે કે, ચટણી અને અથાણાંનાં સેવનથી પણ બચવું કારણ કે, તેમાં વધુ પડતું મીઠું અથવા અન્ય પ્રિઝર્વેટિવ્સ જેવા અનિચ્છનીય પદાર્થોની માત્રા વધારે હોય છે. તે ઉમેરે છે કે, કેટલીક વાર આપણે રેડી ટુ ઈટ ખોરાકને ફ્રાય પણ કરીએ છીએ, તેથી તે ખૂબ જ અનહેલ્થી હોય છે.
7. કંદમૂળ
નિષ્ણાંતો કહે છે કે, મોટાભાગના કંદમૂળ શાકભાજી જેમ કે બટાકા, શક્કરિયામાં કાર્બ્સ અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે. તેથી, સામાન્ય રીતે તેને ટાળવાની ભલામણ કરાય છે. ડૉ. માર્લા કહે છે કે, “જો કોઈ વ્યક્તિ માટે તેને સંપૂર્ણપણે ટાળવું શક્ય ન હોય તો તેને તળીને ખાવાની જગ્યાએ શેકીને ખાવું વધુ સારું છે.” તે ઉમેરે છે કે, તે કદાચ કોઈના મુખ્ય આહારનો એક ભાગ હોઈ શકે છે, તેથી અમે ભલામણ કરીએ છીએ કે તેઓ તેને બાફેલા સ્વરૂપમાં લે.
8. ખાંડ
ડૉ. રાજેબહાદુર જણાવે છે કે, કોઈ પણ ખોરાક કે જેમાં વધુ પ્રમાણમાં ખાંડ હોય છે, તેને ખાવા માટે ભલામણ કરાતી નથી કારણ કે, તે તમારા હૃદયના સ્વાસ્થ્યને લાંબા ગાળે અસર કરી શકે છે. શુગરયુક્ત પીણાં અને શુગર યુક્ત ખોરાકને પણ ખાવાનો ટાળવો જોઈએ.
પુનમિયા કહે છે કે, “ગોળ, ફ્રુક્ટોઝ, કોર્ન સિરપ અને ખાંડ જેવી સાદી શર્કરા (સરળ કાર્બોહાઇડ્રેટ્સ)ને ખાવાની ટાળવી જોઈએ. તે ઉમેરે છે કે, તેના બદલે, આખા અનાજ, શાકભાજી જેવા જટિલ કાર્બોહાઇડ્રેટ્સને આહારમાં ઉમેરવા કરવા જોઈએ.”