
જમતી વખતે વધારાની રોટલી અથવા ભાત લેવાની વાત આવે છે ત્યારે ડાયાબિટીક લોકો ઘણીવાર મૂંઝાય છે. નિષ્ણાતોના મતે ડાયાબિટીસ ધરાવતા લોકો (કે જેમના બ્લડશુગરનાં નિયંત્રિણમાં છે) તેઓ કાર્બોહાઇડ્રેટ્સ મોડરેટ લેવલમાં સેવન કરી શકે છે, જો કે તેમણે આદર્શ રીતે ડાયાબિટીસને અનુકૂળ લોટની પસંદગી કરવી જોઈએ, જેમાં કૉમ્પ્લેક્સ અને હેલ્થી કાર્બોહાઇડ્રેટ્સ હોય.
ડાયાબિટોલોજીસ્ટ ડૉ. આશવિતા શ્રુતિ દાસ કહે છે કે, તેમણે ઓબઝર્વ કર્યું છે કે જે લોકોને ડાયાબિટીસ છે અને તેઓએ ચોખા અથવા ઘઉંની જગ્યાએ ડાયાબિટીસને અનુકૂળ ભોજનના વિકલ્પોની પસંદગી કરી હતી તેમનું બ્લડસુગર લેવલ એકદમ સામાન્ય હતું. મુંબઈ સ્થિત ન્યુટ્રિશનિસ્ટ નિધિ જોશીના જણાવ્યા અનુસાર, લોટના કેટલાક વૈકલ્પિક સ્વરૂપો કાર્ડિયોવેસ્ક્યુલર કંડિશન્સ અને ડાયાબિટીસની વહેલી શરૂઆત થતી અટકાવવામાં અને તંદુરસ્ત શરીરના વજનને જાળવવામાં તથા આંતરડામાં થતી બળતરાને નિયંત્રિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. જો કે, તે ચેતવણી આપતા કહે છે કે, લોટના તમામ પ્રકાર દરેકને અનુકૂળ નહીં આવે એટલે તેઓ એક પછી એક દરેકને ટ્રાય કરી જે અનુકૂળ આવે તેને ચાલુ રાખી શકે છે.
તદુપરાંત, ડાયાબિટીસ ધરાવતા લોકોએ કયો લોટ તેમના આરોગ્ય માટે શ્રેષ્ઠ છે તે જાણવા માટે તેમના ડાયટિશનની સલાહ ચોક્કસથી લેવી જોઈએ કારણ કે, લોટના સેવન પછી તમારે બ્લડશુગર લેવલનું સતત નિરીક્ષણ કરવું પડશે અને તે મુજબ આહારમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.
ડાયાબિટીક લોકો માટે લોટનાં વૈકલ્પિક પ્રકાર :
નિષ્ણાતોના મતે ડાયાબિટીસ ધરાવતા લોકો તેમના આહારમાં લોટના કેટલાક વૈકલ્પિક પ્રકારો ઉમેરી શકે છે.
જેકફ્રૂટ ફ્લૉર :
જેકફ્રૂટનો ફ્લોર એટલે કે ફણસનો લોટ ફાઇબરથી ભરપૂર છે. તેમાં રહેલા સરળ કાર્બ્સ અને સ્ટાર્ચ તમારું બ્લડસુગર લેવલ વધવા દેશે નહીં. બેંગલુરુ સ્થિત ડાયટિશન નિધિ નિગમનું કહેવું છે કે, જેકફ્રૂટનો લોટએ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં રેઝિસ્ટન્સ સ્ટાર્ચ હોય છે, જે શુગરમાં પરિવર્તત થતા નથી. નિગમ વધુમાં જણાવે છે કે, “રેઝિસ્ટન્સ સ્ટાર્ચ આપણાં માટે સારું છે કારણ કે, તે વ્યક્તિના આંતરડાના માઇક્રોબાયોમને પોષિત કરે છે, જેનાથી ગૂડ ગટ ફ્લોરામાં વધારો થાય છે.”
ન્યૂટ્રિશન એન્ડ ડાયાબિટીસ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અનુસાર, જ્યારે એક પરિક્ષણ અંતર્ગત ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોને લીલા જેકફ્રૂટનો લોટ (ચોખા અથવા ઘઉંની જગ્યાએ) આપવામાં આવ્યો ત્યારે તેમનામાં ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન (એચબીએ1સી), ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝ (એફપીજી) અને પોસ્ટપ્રેન્ડિયલ પ્લાઝ્મા ગ્લુકોઝ (પીપીજી) લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
ડાયટિશન જોશી હેલ્ધી રોટલી બનાવવા માટે ચીકપી (છોલે ચણા) ફ્લોર સાથે જેકફ્રૂટના લોટને મિશ્રિત કરવાનું સૂચન કરે છે. તેમાં પાલક અથવા મેથીના પાંદડા જેવી અમુક લીલીભાજી પણ ઉમેરી શકાય. અન્ય વૈકલ્પિક લોટ (જેમ કે જુવારનો લોટ અથવા ઓટ્સનો લોટ) પણ જેકફ્રૂટના લોટમાં ઉમેરી શકાય છે, જેથી તંદુરસ્ત આહાર તૈયાર કરી શકાય.
પર્લ મિલેટ અથવા બાજરીનો લોટ :
જે મિનરલ્સ (મેગ્નેશિયમ, ઝિંક અને ફોસ્ફરસ જેવા) અને આવશ્યક એમિનો એસિડથી ભરપૂર છે. તે ગ્લુટેન-ફ્રી પણ છે અને પચવામાં ખૂબ જ સરળ છે. જોશી જણાવે છે, “બાજરીની રોટલી(રોટલો) એ ડાયાબિટીસ ધરાવતા લોકો કે જેમને ગ્લુટેનની એલર્જી હોય છે તેમના માટે ઘઉંની રોટલીની સાપેક્ષમાં એક સારો વિકલ્પ છે.”
ફિંગર મિલેટ અથવા રાગી ફ્લોર
આ ફિંગર મિલેટમાં રહેલ ફાયબર્સ, કેલ્શિયમ, લોટને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જો કે, આ ગ્લુટેન-મુક્ત કણકને મસળવું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે, તે વિખેરાઈ શકે છે.
નિગમ સૂચવે છે કે, રાગીમાંથી એક સંપૂર્ણ કણક બનાવવા માટેની સરળ રીત એ છે કે, પાણીને ઉકાળવું અને પાણી ઉકળતું હોય ત્યારે તેલના બે ટીપાં અને થોડું મીઠું ઉમેરવું. ત્યારબાદ તેમાં રાગીનો લોટ ઉમેરવો જોઈએ અને બધું જ હલાવીને મિક્સ કરવું જોઈએ. નિગમ કહે છે, “તે કણક ઠંડુ થઈ જાય એટલે તમારો લોટ રોટલી બનાવવા માટે તૈયાર છે.
જો કે, જોશીએ એવું પણ જણાવે છે કે, તેના કેટલાક ક્લાયન્ટ મિત્રો કે જેમણે રાત્રીભોજન માટે રાગીની રોટલી ખાધી હતી, તેઓએ બીજા દિવસે ભૂખ્યા પેટે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઊંચું જોયું હતું. તેથી, આ લોટની પસંદગી કરતા પહેલા ડાયટિશનની સલાહ લેવી શ્રેષ્ઠ છે, કારણ કે તેનાથી કેટલાક લોકોમાં બ્લડસુગરના લેવલમાં વધારો પણ થઈ શકે છે.
અમરંથ અથવા રાજગરાનો લોટ :
અમરંથ અથવા રાજગારો એક ગ્લુટેન-ફ્રી સ્યુડો-ગ્રેઇન છે કે, જેમાં તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે. તે તમારા બ્લડસુગર લેવલને નિયંત્રિત કરવા માટે આદર્શ છે. નિગમ જણાવે છે કે, “કોઈપણ ખોરાક કે જેમાં દરેક પ્રકારનાં એમિનો એસિડ્સ હોય છે, તે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે,” તેમણે ઉમેર્યું હતું કે, અમરંથનું ફાઇબર લોહીમાં શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે અને તમારી ભૂખને નિયંત્રણમાં રાખે છે.
તે સૂચવે છે કે, પફ્ડ અમરંથ ડાયાબિટીઝવાળા લોકો માટે નાસ્તાનો એક યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, કેટલાક લોકો તેમાંથી લાડુ અથવા ચિક્કી પણ બનાવી શકાય છે. નિગમ કહે છે, તમે બજારમાં મળતા શુગર કોટેડ બ્રેકફાસ્ટ સીરિયલની અવેજીમાં ઉપયોગ કરી શકો છો.
ક્વિનોઆ ફ્લૉર :
ડાયટિશન જોષી જણાવે છે કે, અમરંથની જેમ ક્વિનોઆ પણ એક અન્ય પ્રકારની બાજરી છે, તેમાં આવશ્યક એમિનો એસિડની હાજરીનાં કારણે પ્રોટીનની સંપૂર્ણ રૂપરેખા હોય છે. ક્વિનોઆ ચોખાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, તે પ્રોટીન-સમૃદ્ધ અને ગ્લુટેન-મુક્ત લોટ છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ઊંચું હોય છે, જે વ્યક્તિને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેથી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
બકવ્હીટનો ફ્લૉર :
બકવ્હીટ જટિલ કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્ત્રોત છે, જેને તૂટતા વધુ સમય લાગે છે. નિગમ સમજાવે છે કે, બકવ્હીટનો લોટ અથવા કુટ્ટુનો લોટ પરંપરાગત રીતે ભારતના ઉત્તરીય ભાગમાં ઉપવાસમાં પૂરી (તળેલી તળેલી રોટલી), પકોડા (ફ્રિટર્સ) અને હલવો (એક મીઠી વાનગી) તૈયાર કરવા માટે વપરાય છે. તેનો ઉપયોગ લોટમાં કેટલાક ઝીણા સમારેલા શાકભાજીને ગ્રેટિંગ કરીને અને ભેળવીને તંદુરસ્ત રોટલી અથવા ચીલા બનાવવા માટે પણ થઈ શકે છે.
જુવારનો લોટ :
જુવાર એક એવું અનાજ છે કે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ચમત્કારિક કામ કરે છે. આ લોટ ફાઇબર-સમૃદ્ધ અને ગ્લુટેન-મુક્ત છે. નિગમ સમજાવે છે કે, તેમાં મધ્યમ ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે અને ઘઉં કરતા પ્રોટીનનું પ્રમાણ વધારે છે. ન્યૂટ્રિશન રિસર્ચ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર આખા જુવારની વાનગીઓથી ડાયાબિટીસ હોય એ લોકોમાં પ્લાઝ્મા ગ્લુકોઝના સ્તરને નીચું લાવવામાં મદદ કરે છે.