728X90

0

0

0

આ લેખમાં

Mushrooms : ડાયાબિટીસ કંટ્રોલ કરતો ખાદ્યપદાર્થ
2

Mushrooms : ડાયાબિટીસ કંટ્રોલ કરતો ખાદ્યપદાર્થ

નીચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ, ફાઇબરનું ઊંચું પ્રમાણ અને આવશ્યક પોષકતત્ત્વોથી ભરપૂર મશરૂમ્સ તમારા બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

એડિબલ મશરૂમ્સ ડાયાબિટીસને અસરકારક રીતે કંટ્રોલ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. નીચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોવા ઉપરાંત તે એકાએક બ્લડસુગરનાં સ્પાઇક્સને અટકાવે છે. મશરૂમ એક પોષણક્ષમ આહાર છે, જેમાં ભરપૂર એન્ટિઑક્સિડન્ટ્સ હોય છે. તે ઑક્સિડેટીવ સ્ટ્રેસને પણ કંટ્રોલમાં રાખે છે અને ઇન્સ્યુલિન એક્ટિવિટી પર તેની ઉંઘી અસરને પણ નિયંત્રણમાં રાખી શકે છે. નિષ્ણાતો જણાવે છે કે, મશરૂમમાં ગ્લાયકેમિક લોડ (બ્લડમાં ગ્લુકોઝના સ્તરમાં અપેક્ષિત વધારાનો અંદાજ) ઓછો હોય છે, જે તેમના એન્ટિ-ડાયાબિટીક ચાર્મમાં વધુ ઉમેરો કરે છે. તે તેને ડાયાબિટીસ-ફ્રેન્ડલી મેનુ માટે યોગ્ય વસ્તુ બનાવે છે.

હૈદરાબાદની કામિની હૉસ્પિટલ્સના એન્ડોક્રિનોલોજીસ્ટ ડૉ. સંદીપ રેડ્ડી કહે છે કે, શરીરમાં કેલરીનું પ્રમાણ ઓછું હોવા ઉપરાંત મશરૂમ્સ વિટામિન-ડીનો પણ સારો સ્ત્રોત છે, જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે એક સારો વિકલ્પ સાબિત થાય છે. ફંગઇનો નીચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને ગ્લાયકેમિક લોડ તમારા બ્લડ શુગરના સ્તરને અસર કરતું નથી. મશરૂમમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે, હકીકતમાં, તે ઉચ્ચ પ્રોટીન સ્રોત છે.

કોચીના કન્સલ્ટન્ટ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. મુમતાઝ ખાલિદ ઇસ્માઇલના જણાવ્યા અનુસાર મશરૂમમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર હોય છે, જે અચાનકથી બ્લડસુગરમાં આવતા સ્પાઇક્સને રોકવામાં મદદ કરે છે. તે વ્યક્તિને વધુ પડતું ખાવાથી પણ રોકે છે.

મશરુમ અને ડાયાબિટીસ મેનેજમેન્ટ

ડૉ. રેડ્ડી કહે છે કે, મશરૂમમાં ફોસ્ફેટ, મેગ્નેશિયમ અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે સારા માનવામાં આવે છે. જો કે, વધુ પડતા સેલેનિયમનાની નેગેટિવ ઇફેક્ટ પણ થઈ શકે છે. તેથી, તેને માપમાં લેવું જરૂરી છે. મશરૂમમાં બીટા-ગ્લુકન પણ હોય છે, જે એક ફાઇબર છે. તે ગેસ્ટ્રિક ખાલી થવામાં અને ગ્લુકોઝના શોષણને મોડું કરે છે.

તેઓ વધુમાં સમજાવે છે કે, મશરૂમમાં ઝીંક હોય છે, જે ગ્લુકોઝ મેટાબોલિઝમમાં જોડાયેલું હોય છે. સામાન્ય રીતે 100 ગ્રામ મશરૂમમાં લગભગ 1.4 મિલિગ્રામ ઝિંક હોય છે. જો કે, ઝીંકની માત્રા વિવિધતાના આધારે અલગ-અલગ હોઈ શકે છે. ઇન્સ્યુલિનની સેન્સિટીવીટીમાં સુધારો કરવા ઉપરાંત, ઝિંક સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનના સ્ત્રાવને સુધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ડાયાબિટીસ ધરાવતા લોકોના બ્લડસુગરમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા માટે નિર્ણાયક છે.

અભ્યાસ અનુસાર મશરૂમમાં જોવા મળતું મુખ્ય સંયોજન પોલિસેકેરાઇડ્સ કે જેમાં એન્ટી-ડાયાબિટીક ગુણધર્મો હોઈ શકે છે. તેઓ એન્ટી-હાયપરગ્લાયસેમિક અસર ધરાવે છે, જે ગ્લુકોઝ એબ્ઝોર્બ કરવાની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે.

આ ઉપરાંત મશરૂમમાં એર્ગોથિયોનિન અને ગ્લુટાથિઓન જેવા એન્ટીઑક્સિડન્ટ્સ પણ હોય છે. તે ઑક્સિડેટીવ સ્ટ્રેસ સામે લડવામાં મદદ કરે છે, જે કૉરોનરી આર્ટરી ડિસીઝ, ડાયાબિટીસ અને ડિમેન્શિયા સહિતની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

ડૉ. ઇસ્માઇલ કહે છે કે, “મશરૂમ્સમાં પૉટેશિયમ અને ફોલેટ જેવા મહત્ત્વના પોષકતત્ત્વોનો સારો સ્ત્રોત છે.” ફોલિક એસિડ ગ્લાયકેમિક નિયંત્રણમાં સુધારો કરીને ડાયાબિટીઝના સંચાલનમાં મદદ કરે છે. તે ઉમેરે છે કે, 100 ગ્રામ મશરૂમમાં લગભગ 318 મિલિગ્રામ પોટેશિયમ અને લગભગ 8 માઇક્રોગ્રામ ફોલેટ (ફોલિક એસિડ) હોય છે.

મશરૂમની કઈ જાત ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે ?

ડૉ. રેડ્ડીના જણાવ્યા અનુસાર, “મશરૂમની વિવિધ જાત છે, જેમાં જંગલમાં ઉગાડવામાં આવતા મશરૂમમાં મિનરલ્સનું પ્રમાણ વધુ સારું હોય છે. ઓઇસ્ટર મશરૂમ્સ પણ એક સારો વિકલ્પ છે, કારણ કે તે તેના એન્ટી-ડાયાબિટીક ગુણધર્મો તેમજ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો માટે જાણીતા છે.” આ ઉપરાંત, તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાને કારણે અને કાર્બનની ઓછી માત્રાને કારણે ઓઇસ્ટર મશરૂમ ખાવાથી ઇન્સ્યુલિનનું સ્તર વધતું નથી.

માયમેનસિંઘ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ઓઇસ્ટર મશરૂમના એન્ટી-ડાયાબિટીક ગુણધર્મોની તપાસ કરવામાં આવી હતી. તેમાં ડાયાબિટીઝવાળા 89 વ્યક્તિઓનો સમાવેશ થાય હતો, જેમને એક અઠવાડિયા માટે ઓઇસ્ટર મશરૂમનો અર્ક આપવામાં આવ્યો હતો. પછીના અઠવાડિયે ઇન્ટેક બંધ કરવામાં આવ્યું હતું અને તે પછીના અઠવાડિયા પછી ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. પરિણામો દર્શાવે છે કે, વ્યક્તિઓના લોહીમાં શુગરનું સ્તર બે અઠવાડિયામાં નોંધપાત્ર રીતે ઓછું હતું, જેણે અર્કનું સેવન કર્યું હતું.

મશરૂમ્સને આહારમાં સામેલ કરવા

ડૉ. ઇસ્માઇલના જણાવ્યા અનુસાર મશરૂમ્સ અને તેમાં પણ ખાસ કરીને બટન મશરૂમ્સ (મશરૂમની સૌથી વધુ માત્રામાં વપરાશમાં લેવાતી વેરાયટી) ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તેમના આહારમાં સામેલ કરવા માટે એક સારો વિકલ્પ છે કારણ કે, તેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તેણી ઉમેરે છે કે 100 ગ્રામ બટન મશરૂમ્સમાં લગભગ 27.49 કેલરી હોય છે. તે મશરૂમને તમારા આહારમાં સામેલ કરવાની કેટલીક રીતો સૂચવે છે:

  1. મશરૂમને ઈંડા સાથે જોડીને પૌષ્ટિક ઓમલેટ બનાવી શકાય છે. તેમને સેન્ડવિચ અથવા રેપ્સમાં પણ શામેલ કરી શકાય છે.
  2. 2. મશરૂમ અને તાજા લીલા વટાણાનું મિશ્રણ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ઓછી કેલરીવાળો, ફાઇબરયુક્ત વિકલ્પ પૂરો પાડે છે.
  3. 3.મશરૂમને બીન્સ અને ગાજરની સાથે સૂપમાં પણ સામેલ કરી શકાય છે.
  4. 4ડૉ. રેડ્ડી કહે છે, મશરૂમ 200 ગ્રામ / દિવસ જેટલું લેવું આઇડલ માની શકાય છે.

કાચા મશરુમ્સનું સેવન ટાળો

ડૉ. ઇસ્માઇલ ચેતવણી આપે છે કે, ક્યારેય કાચા મશરૂમ ન ખાવા જોઈએ. રાંધ્યા પછી કે ઉકાળ્યા પછી જ તેને ખાવું જો કે, મશરૂમ્સથી એલર્જી ધરાવતા લોકોએ તે ખાવાનું ટાળવું જોઈએ.
ડૉ. ઇસ્માઇલ ભલામણ કરે છે કે, સલામતી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે મશરૂમનો ઉપયોગ કરતા પહેલા તેને હંમેશા સંપૂર્ણપણે સાફ કરવા જોઇએ. તે પ્રકાશિત કરે છે કે, મશરૂમ્સની શેલ્ફ લાઇફ બેથી ત્રણ દિવસની એટલે કે પ્રમાણમાં ટૂંકી હોય છે. તેના બગાડને ટાળવા માટે નિશ્ચિત સમયમર્યાદામાં તેનું સેવન કરવું જોઈએ.

યાદ રાખવા જેવી બાબતો

ડાયાબિટીસના નિયંત્રણનું એક મહત્ત્વનું પાસું ડાયાબિટીસને અનુકૂળ ડાયટને ફોલો કરવાનું છે. મશરૂમમાં ઓછી કેલરીની માત્રા, સમૃદ્ધ પોષકતત્વોની પ્રોફાઇલ અને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે આ સંદર્ભમાં એક સારો વિકલ્પ માનવામાં આવે છે.
જો કે, તેનું સેવન ક્યારેય કાચું ન કરવું જોઈએ. પૌષ્ટિક ઓમલેટ બનાવવા માટે કોઈપણ મશરૂમ્સને ઇંડાની જર્દી સાથે મિક્સ કરી શકાય છે. આ ઉપરાંત તેને સેન્ડવીચ અને સૂપમાં પણ સામેલ કરી શકાય છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × three =

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
ગરબા એક ઇનટેન્સ વર્કઆઉટ સેશન જેવા છે. આથી જેઓ હૃદયની સમસ્યાથી પીડાય છે તેમને એક્સપર્ટસ કેટલીક સાવચેતી રાખવાનું જણાવે છે.

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.