જ્યાં સુધી ડાયાબિટિક લોકોની વાત આવે છે ત્યાં સુધી ઉકાળેલો સૂપ એક મલ્ટીપર્પઝ ફૂડ જેવું છે. તે એપેટાઇઝર તરીકે લઇ શકાય છે. ડાયાબિટીસ હોય તેમના માટે તે સંતોષકારક સાંજનો નાસ્તો અથવા સંપૂર્ણ ભોજન પણ બની શકે છે. આથી તેડાયાબિટીક લોકો માટે સંતુલિત અને નિયંત્રિત ડાયટ છે.
ડૉ. પ્રમોદ વી સત્ય, કન્સલ્ટન્ટ ઈન્ટરનલ મેડિસિન એન્ડ ડાયાબિટોલોજીસ્ટ, મણિપાલ હોસ્પિટલ, બેંગલોર કહે છે કે ઓછા કાર્બોહાઈડ્રેટ્સ, લૉ ગ્લાયકેમિક ઈન્ડેક્સ અને ઓછી કેલરીવાળા સૂપ ડાયાબિટીસવાળા લોકો માટે સંપૂર્ણ ખોરાક છે.
બેંગલુરુ સ્થિત ન્યુટ્રિશનિસ્ટ નિધિ નિગમ કહે છે, “તમે સૂપ બનાવવા માટે જે વસ્તુનો ઉપયોગ કરો છો તેના આધારે, તમે તેને ભોજન, એપેટાઇઝર અથવા નાસ્તા તરીકે લઈ શકો છો.”
ડાયાબિટીસના દર્દીઓ માટે સૂપ
1) પ્રોટીનથી ભરપૂર સૂપ
ચિકન સૂપ પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ લૉ ફેટ પનીર (કોટેજ ચીઝ) અથવા તોફુ ઉમેરી શકે છે.
નિગમ કહે છે, “મશરૂમ સૂપ અને બ્રોકોલી સૂપ પસંદ કરવા માટેના અન્ય શ્રેષ્ઠ ઘટકો છે, કારણ કે તે બંને ઓછા GI ધરાવતા પદાર્થો છે અને ફાઇબર, મિનરલ્સ અને એન્ટી ઑકિસડન્ટથી ભરપૂર છે,” નિગમ કહે છે.
2. ફાઈબરથી ભરપૂર સૂપ
નિગમ જણાવે છે કે ફાઇબરથી ભરપૂર સૂપ માટે ટામેટાં, પાલક અને ગાજરને ભેગા કરવાનો સારો શ્રેષ્ઠ છે. આ પૌષ્ટિક સૂપને મીઠું, મરી અને થોડો લીંબુનો રસ નાંખીને તૈયાર કરી શકાય છે. જો કે, જ્યારે તમે શાકભાજીને ઉકાળો છો, ત્યારે તેને 5 મિનિટથી વધુ ન ઉકાળો કારણ કે તે પોષક તત્વો ગુમાવી દે છે.
નિગમ સલાહ આપે છે, “તમે જે પાણીમાં શાકભાજી ઉકાળો છો તેમાં જ સૂપમાં બનાવો જેથી તમને વધુમાં વધુ વિટામિન મળે.
ડૉ. સત્ય એવું પણ ઉમેરે છે કે, મગ, મશરૂમ્સ અને પાંદડાવાળા લીલા શાકભાજી જેવા સ્ટાર્ચ વગરની શાકભાજીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોય છે.
રાત્રીના ભોજન માટે સૂપનો બાઉલ લો
બેંગલુરુ સ્થિત ડાયેટિશિયન દીપલેખા બેનર્જી કહે છે, “મેક્રો અને માઇક્રોન્યૂટ્રીયન્ટથી ભરપૂર સૂપએ ડાયાબિટિક લોકો માટે સૂર્યાસ્ત પછી રાત્રીના ભોજનનો સારો વિકલ્પ છે.
ડાયાબિટિક લોકો માટે કઠોળ આધારિત સૂપ, ચિકન બેલ પેપર સૂપ, રાજમાનો સૂપ, મશરૂમ ડિલ સૂપ, ચિકપીસ (ચણા) ચિકન, કોબી સૂપ જેવા પૌષ્ટિક સૂપ પણ લઈ શકે છે.
ક્લિયર સૂપ ( બાફેલા ખાદ્યપદાર્થોને સૂપમાંથી કાઢી નાંખવામાં આવે છે, અને તમારી પાસે પ્રવાહી સૂપ તરીકે બાકી રહે છે) ભોજન પહેલાં હળવા અને સ્વાદિષ્ટ હોય છે. નિગમ કહે છે, “જો તમે ઇચ્છો તો તમે તેમાં કેટલાક હેલ્થી સીડ્સ પણ ઉમેરી શકો છો, જેથી શુગર સ્પાઇક ધીમી થાય અને તમારું પેટ ભરેલું છે તેવો અનુભવ કરવે છે.”
તેઓ વધુમાં ઉમેરે છે છે કે સ્વાસ્થ્યવર્ધક ભોજનમાં મિનેસ્ટ્રોન કે જે ટામેટા વાળા સૂપ સાથેના ઇટાલિયન સૂપ છે અને લૉ-જીઆઈ મેકરોનીનો સમાવેશ થાય છે. તેમણે સમજાવ્યું કે બાઉલમાં લગભગ 250 મિલીલીટર સૂપ હોય છે, જેમાં 200 ગ્રામ બારીક સમારેલા શાકભાજી અને 30 ગ્રામ લૉ-જીઆઈ મેકરોની ઉમેરીને બનાવવામાં આવે છે. તેમાં સૂપ બેઝ તરીકે 100 ગ્રામ ટામેટાં હોય છે.
નિગમ કહે છે, “તમે સૂપમાં ડુંગળી, ઝુચીની, ફુલાવર, વિવિધ કેપ્સીકમ અને કોથમરી જેવા સ્ટાર્ચ ન હોય તેવા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.
અન્ય ખાદ્યપદાર્થ કે જે ડાયાબિટિક લોકો માટે ફાયદાકારક છે તે છે રાગી. “રાગી ફાઇબર, પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે, રાગી અને શાકભાજીને અલગથી શેકીને અને પછી તેને એકસાથે રાંધીને, ઉકાળીને સૂપ બનાવી શકાય છે,” તેવું પણ નિગમ જણાવે છે.
સૂપનો સમય છે મહત્વપૂર્ણ
બેનર્જીના મતે, જો તમને ભૂખ ન લાગે તો ભોજન વચ્ચે સૂપ પીવો એ સારો વિચાર છે.
નિગમ જણાવે છે કે સૂપ એ સારો સાંજનો નાસ્તો છે. તે રાતના ભોજન સમયે આપણને વધુ ખાતા પણ અટકાવે છે.
“તે જમવાનો સારો વિકલ્પ પણ છે. આ એટલા માટે છે કારણ કે તેમાં પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધારે નથી, તેથી તે તમને બપોરે પેટ ભરેલું છે તેવો અનુભવતા આપતા નથી,” નિગમ જણાવે છે.
રાતના ભોજનમાં સૂપ લેવાથી પેટ હળવું રહે છે અને સારી ઊંઘ આવે છે.
બેનર્જી જણાવે છે કે મગ, કઠોળ, પૉલ્ટ્રી અને સીફૂડમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ સારું છે અને જ્યારે તે સૂપમાં ઉમેરવામાં આવે છે ત્યારે આ પદાર્થો સ્નાયુઓને મજબૂત કરવામાં અને એનર્જી વધારવામાં મદદ કરે છે . “કેલરી ઓછી હોવાના કારણે, તેનાથી વજન વધતું નથી,”
તે પચવામાં વધુ સમય લે છે અને પેટ ભરેલું છે તેવું અનુભવાય છે .
બેનર્જી સમજાવે છે કે સૂપમાં જવ, ચોખા અને સ્પેગેટી જેવા કાર્બોહાઇડ્રેટ્સ ઉમેરવાથી શરીરને શક્તિ મળે છે.
તેઓ ઉમેરે છે કે રેડ રાઉસ, બ્રાઉન રાઇસ અથવા આખા અનાજ (જેમ કે રાગી, જુવાર, જુવાર, ફોક્સટેલ)થી ખૂબ જ જરૂરી ફાઇબર અને મિનરલ્સ મળે છે. તેઓ કહે છે કે હાઇ ફાઇબર વસ્તુઓ પાચનક્રિયાને વેગ આપે છે અને શુગર લેવલને નિયંત્રિત કરે છે. બેનર્જી એવું પણ કહે છે, “તે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે.””તે લોહીમાં શુગર લેવલને સ્થિર કરવામાં અને રાત્રે ઓછી ખાંડ ( નોક્યુરિયલ હાઈપોગ્લાયકેમિઆ)ને રોકવામાં મદદ કરે છે,” ડૉ સત્ય કહે છે.
શાકભાજી અને હર્બ્સ સાથેના સૂપ વિટામિન્સ અને મિનરલ્સમાં માત્રામાં વધારો કરે છે અને ભોજનમાં એન્ટીઑકિસડન્ટમાં વધારો કરે છે.
ડાયાબિટિક લોકો માટે સાવધાનીના શબ્દ
રાતના સમયમાં તમારા ભોજનમાં સૂપ ઉમેરવાથી મદદ મળી શકે છે. ડૉ. સત્ય જણાવે છે કે ધ્યાન રાખો કો હાઇ ફાઇબરવાળા ખોરાક ઘણી વખત રાતે પેટ ભરેલા હોવાનું કારણ બને છે.
ઉપરાંત, ડાયાબિટિક લોકોએ એવા સૂપને ટાળવું જોઈએ જેમાં મકાઈના સ્ટાર્ચનો ઉપયોગ સૂપને જાડો કરવા માટે થાય છે, કારણ કે તે શુગર લેવલ વધારે છે.
યાદ રાખવા જેવી બાબતો
ડાયાબિટીસ ધરાવતા લોકો માટેના સૂપમાં ફાયબરવાળા શાકભાજી, પ્રોટીન અને બદામનો સમાવેશ થાય છે જે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે.
સૂપ બપોરના અથવા રાતના ભોજન તરીકે અથવા ભોજન વચ્ચે નાસ્તા તરીકે લેવામાં આવે છે.
શાકભાજી અથવા પ્રોટીન સાથેના સૂપને ઓવરલોડ કરતા પહેલા તમારે ઘટકોની યોગ્ય માત્રા પસંદ કરવા માટે આહાર નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.