728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

Best Eating Posture: જમવા બેસવાની સ્થિતિ આ રીતે બનાવો યોગ્ય
25

Best Eating Posture: જમવા બેસવાની સ્થિતિ આ રીતે બનાવો યોગ્ય

જમતી વખત યોગ્ય મુદ્રા એટલે પોશ્ચર જાળવવાથી પાચન, ગળવાની પ્રક્રિયા સારી બને છે અને રિફ્લેક્સિસ ઓછા થાય છે.
Smiling schoolgirl having meal in canteen

છેલ્લા કેટલાક સમયથી લોકો કેવી રીતે અને ક્યાં જમે છે તેની સાથે જમવાની આદતોમાં ઘણો મોટો ફેરફાર જોવા મળ્યો છે. જેમકે આરામથી પોતાના પલંગમાં સૂતા સૂતા ઓટીટી પ્લેટફોર્મ પર મૂવી જોવાની આદત ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા લોકો માટે આ આરામદાયક છે અને આખા દિવસની વ્યસ્તતા પછી, રાત્રે ભોજન કરતી વખતે આરામ કરવો સ્વાભાવિક છે. જો કે, સૂઇ જવું એ સ્વાભાવિક નથી અને તે સૌથી મહત્ત્વની વાત એ છે કે જમતી વખતે યોગ્ય પોશ્ચર હોય નહીં તો તે તમારા જીવનમાં સમસ્યાઓ લાવી શકે છે.

મેંગ્લોરની કેએમસી હોસ્પિટલના સલાહકાર તબીબી ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. અનુરાગ શેટ્ટી જણાવે છે કે, “જમતી વખતે પોશ્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા ખોરાકને પચાવવાની ક્ષમતા અને ઝડપને પોશ્ચર અસર કરે છે. તે ખોરાકને ગળવાની ક્ષમતાને પ્રભાવિત કરવા માટે પણ જાણીતું છે.”

નિષ્ણાતો કહે છે કે સૂતા સૂતા જમવું એ સૌથી ખરાબ આદત છે. તેનાથી ગૂંગળામણનું જોખમ વધે છે અને તેની અસર પાચનક્રિયા પર પણ પડે છે. ડૉ. શેટ્ટી ઉમેરે છે કે, “સૂઇને ખાવાથી પાચનક્રિયા ધીમી થાય છે, ખોરાક અન્નનળીમાં પાછો આવવાનું જોખમ વધે છે.”

“જમતી વખતે યોગ્ય રીતે ન બેસવાથી અપચો થાય છે, જેના કારણે પેટ અને પીઠનો દુખાવો થાય છે. વધુમાં, પોષક તત્ત્વો જે શરીરમાં શોષાય છે તે ઘટે છે,” અમદાવાદ, ભારતના ઝાયડસ હોસ્પિટલના જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડૉ. સમીર નાણાવટી કહે છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડૉ. સમીર નાણાવટી જણાવે છે કે, “જમતી વખતે યોગ્ય રીતે ન બેસવાથી અપચો થઇ શકે છે, જેની સાથે પેટ અને પીઠનો દુખાવો પણ થઇ શકે છે. વધુમાં શરીરમાં પોષક તત્ત્વો ઓછા પ્રમાણમાં શોષાય છે. ”

જમવા બેસવાની આદર્શ રીત

બેસીને જમવુંએ સૌથી આદર્શ રીત છે. તેનાથી ખોરાકને સરળતાથી ગળામાંથી નીચે ઉતારી શકાય છે, રિફ્લક્સ સામે રક્ષણ મળે છે અને પાચનક્રિયાને ઝડપી બનાવે છે.

ડૉ શેટ્ટી જણાવે છે કે, “બેસીને જમવાથી ખૂબ જ ઝડપી અથવા ધીમી પાચન અને પેટમાં રિફ્લેક્સ અટકાવે છે [નળી કે જે ખોરાક અને પ્રવાહીને ગળાથી પેટ સુધી લઈ જાય છે]. યોગ્ય રીતે બેસવાથી વ્યક્તિને મસ્ક્યુલોસ્કેલેટલ પેઇનથી બચાવે છે.”

યોગ્ય રીતે બેસવુંએ જમવાની એક આદર્શ સ્થિતિ છે, ટેબલ પર મૂકેલા ખોરાક સાથે ખુરશી પર બેસીને અથવા જમીન પર બેસીને ખાવું.

નિષ્ણાતો કહે છે કે ખુરશીમાં હિપ્સ અને ઘૂંટણને સમાન સ્તરે રાખીને સીધા બેસવાથી અને પગ ફ્લોર પર આરામ કરવાથી મોં, જીભ અને અન્નનળીની એક લાઇનમાં રહેવાથી મદદ મળે છે અને સારી રીતે ગળવામાં મદદ મળે છે.

જમીન પર બેસીને જમવું

જો કોઈ વ્યક્તિ જમીન પર બેસીને જમતું હોય, તો સુખાસનમાં (સીધી પીઠ અને ગરદન સાથે પલાંઠી વાળીને બેસવું) સૌથી સારું છે.

“જમીન પર બેસવાની એક મર્યાદા છે, ઉઠતી વખતે, શરીરનું વજન નીચેના અંગો અને સાંધાઓ પર પડે છે જે ઘૂંટણની સમસ્યાવાળા લોકોને અસર કરી શકે છે.” ડૉ. નાણાવટી કહે છે કે, “આ તેમની ઇજાઓ વધારી શકે છે. ઘૂંટણનો દુખાવો ધરાવતા લોકો ડાઇનિંગ ટેબલ પર બેસી શકે છે.

ઉભા ઉભા જમવાથી પાચન ઝડપથી થાય છે કેમકે ગુરુત્વાકર્ષણના કારણે ખોરાક ખૂબ જ ઝડપથી નીચે ઉતરી જાય છે. જેના કારણે આપણને વધુ જમવાની આદત પડી જાય છે જેના કારણે પેટ ફુલવા અને ખેંચાવાની સ્થિતિ સર્જાય છે.

ડૉ. શેટ્ટીના જણાવ્યા અનુસાર, “ઉભા રહીને જમવાથી વજન વધી શકે છે કારણ કે વધુ પડતું ખાવાથી અને ખોરાકનું પાચન ઝડપથી થાય છે.જો કે, ઉભા રહીને જમવાથી રિફ્લક્સ ઘટાડી શકાય છે.”

ડિસ્ટ્રેક્શન ટાળવા જોઈએ. ડો. શેટ્ટી જણાવે છે કે, “જમતી વખતે પેપર વાંચવું, વાત કરવી, સ્ક્રીન ટાઈમ વગેરે ટાળવું જોઈએ. “જે આપણને વધુ જમવાથી અટકાવે છે અને ખોરાકના પાચન માટે એક આદર્શ વાતાવરણ બનાવવામાં મદદ કરે છે.”

યાદ રાખવા જેવી બાબત

જમતી વખતે યોગ્ય પોશ્ચર જાળવવાથી ખૂબ જ ઝડપી અથવા ધીમી પાચન કે પછી પેટ થતા રિફ્લક્સને અટકાવવામાં મદદ મળે છે.

જો યોગ્ય રીત જાળવવામાં ન આવે તો, સ્નાયુઓ પરના સ્ટ્રેસને કારણે શરીર અથવા અંગોમાં ખેંચાણ અનુભવાઇ થઈ શકે છે.

 

 

 

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.