728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

વર્કઆઉટ પછી મુક્ત થતા લેક્ટિક એસિડ શરીરમાં લાવે છે આ ફેરફાર
2

વર્કઆઉટ પછી મુક્ત થતા લેક્ટિક એસિડ શરીરમાં લાવે છે આ ફેરફાર

કસરત કરતી વખતે જ્યારે તમે તમારી લિમિટને પુશ કરો ત્યારબાદ સ્નાયુમાં થતા દુખાવા અને મસક્યુલ ટીયર રુપે સામે આવે છે.

લેક્ટિક એસિડ, ઘણીવાર કસરત પછી સ્નાયુઓના થાક અને દુ:ખાવો પેદા કરવા માટે જાણિતું છે. જો કે, નિષ્ણાતો અને સંશોધનની વાતોમાં ઊંડા ઉતરીએ તો તે ખરેખર પરિસ્થિતિ જુદી હોય છે.

મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઇઝ મેડિસિનના કન્સલ્ટન્ટ ક્રિસ્ટોફર પેડ્રા કહે છે કે શારીરિક પ્રવૃત્તિ અથવા કસરત દરમિયાન સ્નાયુઓમાં દુ:ખાવો થવો એ સ્નાયુઓના થાક અને ચેતાઓના અંતની અતિ સંવેદનશીલતાને કારણે થાય છે, જે ચેતાતંત્ર સાથે વધુ સંબંધિત છે. જો કે, કસરત કર્યા પછી ક્યારેક દુ:ખાવો સામાન્ય રીતે 24 થી 72 કલાકની વચ્ચે સૌથી વધુ હોય છે, તેને DOMS(ડિલેય્ડ ઑનસેટ મસલ સોરનેસ) તરીકે ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે માઇક્રોસ્કૉપિક મસલ ડેમેજ (સ્મૉલ ટીઅર્સ ઈન મસલ્સ)થી પરિણમે છે, જે ત્યારે થાય છે જ્યારે તમે તેમના પર સખત દબાણ આવે ત્યારબાદ, તે તમારા શરીરનો મજબૂત ભાગ બને છે કારણ કે, તે તેને અનુકૂળ થાય છે અને મજબૂત સ્નાયુતંતુઓ બનાવે છે.

DOMS અને લેક્ટિક એસિડ

કસરત દરમિયાન લાંબા સમય સુધી સ્નાયુઓ પૂરતા ઓક્સિજન વિના સખત મહેનત કરે છે ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે જ્યારે DOMS એ કસરત પછીના સ્નાયુઓના થાક પાછળનું કારણ હોવાનું માનવામાં આવે છે. જો કે, વિવિધ સંશોધન અભ્યાસે આ કલ્પનાને ખોટી ઠેરવી છે. લેક્ટિક એસિડ તમારા સ્નાયુઓમાંથી ઝડપથી સાફ થઈ જાય છે અને રુધિરાભિસરણમાં ફરીથી દાખલ થાય છે; જ્યારે તમારા સામાન્ય થઇ જાય છે પછી તેનો ઉપયોગ ઉર્જા તરીકે પણ થઈ શકે છે.

પેડ્રા કહે છે કે, ‘જ્યારે તમે એક્ટિવ હોય ત્યારે તમારા કોષ ઊર્જા મેળવવા માટે ગ્લુકોઝનું વિભાજન કરે છે. જો કે, લેક્ટેટ, તે પ્રક્રિયાની ‘વેસ્ટ પ્રૉડક્ટ’ પણ તેની જાતે જ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે. તમારા શરીરની કેટલીક પેશીઓ જેમ કે, તમારું મગજ, લિવર, સ્નાયુઓ અને હૃદય, તે લેક્ટેટના અણુઓનો સીધો ઉપયોગ ઊર્જા માટે કરી શકે છે. તદુપરાંત, તેઓ લિવરમાં પાછા પરિવહન પણ કરી શકે છે અને પાયરુવેટ [ગ્લુકોઝ મેટાબોલિઝમની આડપેદાશ]માં રૂપાંતરિત થઈ શકે છે અને પછી પરિભ્રમણ માટે ગ્લુકોઝમાં પાછા આવી શકે છે. તેથી, તે એવી કોઈ વસ્તુ નથી કે જેને તમારી સિસ્ટમમાંથી સાફ કરવાની જરૂર છે.’

ધ ફિઝિશિયન એન્ડ સ્પોર્ટ્સ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ પેપરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે દોડ્યા પછી DOMS લેક્ટિક એસિડ બિલ્ડ – અપને કારણે થાય છે. ભાગ લેનારાઓના લોહીમાં લેક્ટિક એસિડનું સ્તર ટ્રેડમિલ (સ્તર અને ઝુકાવ બંને) પર ચાલતા પહેલા, દરમિયાન અને પછી માપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તે દોડ્યા પછી જુદા-જુદા સમયના અંતરાલે (24, 48 અને 72 કલાક) સ્નાયુના દુખાવાને રેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરિણામો દર્શાવે છે કે, દુખાવાની શરૂઆત થવા છતાં દોડવીરોમાં લેક્ટિક એસિડમાં વધારો થયો નથી, જે સૂચવે છે કે તે કસરત-પ્રેરિત DOMS સાથે સંબંધિત નથી.

મસાજ અને લેક્ટિક એસિડ

મસાજ લોહીના પ્રવાહમાં સુધારો કરીને અને સ્નાયુઓના સ્ટ્રેસને ઘટાડીને સ્નાયુઓના દુખાવામાં કામચલાઉ રાહત પૂરી પાડી શકે છે પરંતુ, તે સ્નાયુઓમાંથી લેક્ટિક એસિડને અસરકારક રીતે સાફ કરે છે જો કે માન્યતાને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

પેડ્રા કહે છે કે, ‘તમારું શરીર હોમિયોસ્ટેસિસની સ્થિતિ જાળવી રાખે છે, જે તમારા લોહીના પ્રવાહમાં લેક્ટેટના ચોક્કસ સ્તરને જાળવી રાખે છે. સબમેક્સિમલ કસરતના કિસ્સામાં તે તેની સામાન્ય સાંદ્રતા કરતાં અનેકગણું વધી શકે છે.’

પેડ્રા કહે છે કે, ‘લેક્ટિક એસિડ સામાન્ય રીતે રક્ત પરિભ્રમણ અને મેટાબોલિઝમ જેવી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શરીરમાંથી સાફ થાય છે. લોકો લેક્ટિક એસિડને સાફ કરવા માટે મસાજ અને અન્ય રેન્ડમ ટેકનિક પર આધાર રાખે છે કારણ કે તેઓ માને છે કે શરીરમાં તેની હાજરી યોગ્ય નથી. જો કે, આ વાત સાચી નથી. તમારું શરીર એલિવેટેડ લેકટેટની સાંદ્રતાને તેના સામાન્ય સ્તર પર ઘટાડે છે કાં તો તેનો ઊર્જા તરીકે ઉપયોગ કરે છે અથવા તમારા વર્કઆઉટ સત્રના લગભગ એક કલાક પછી તેને સાફ કરે છે.’

યાદ રાખવા જેવી બાબતો

  • એક્સપર્ટ અને રિસર્ચ અનુસાર લેક્ટિક એસિડ એક્સરસાઇઝ બાદ માંસપેશીઓમાં દુખાવો અને થાક પેદા કરવા માટે જવાબદાર નથી.
  • લેક્ટેટ પોતાની જાતે ઉર્જા ઉત્પન્ન કરી શકે છે, જેનો ઉપયોગ મગજ, લિવર, સ્નાયુઓ અને હૃદય જેવા અનેક ટિશ્યૂઝ દ્વારા કરી શકાય છે.
  • લેક્ટિક એસિડને સામાન્ય રીતે રક્ત પરિભ્રમણ અને મેટાબોલિઝમ જેવી કુદરતી પ્રક્રિયાઓ મારફતે શરીરમાંથી સાફ કરવામાં આવે છે. મસાજની તેના પર ઓછી અસર પડે છે.

 

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.