આ નવરાત્રી(Navratri 2023)ને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે એવી ખાસ રેસીપી લાવ્યા છીએ કે જે તમે સરળ રીતે અને ઝડપથી તમારા ઘરે તૈયાર કરી શકો છે. આ ઘરે તૈયાર કરેલી મીઠાઈ તમારા માટે અનેક રીતે સ્વાસ્થ્યવર્ધક પણ છે.
બાયોટિન લાડુ
આ બાયોટિન લાડુમાં બદામ અને સીડ્સ છે જે પ્રોટીન હેલ્થી ફેટથી ભરપૂર છે સાથે જ તેમાં ફોલેટ, બીટા કેરોટીન અને પૉટેશિયમ પણ ભરપૂર માત્રા છે.
ઇન્ગ્રીડિયન્સ
બદામ – 1 કપ
શિંગદાણા – 1 કપ
છીણેલું નારિયેળ – 1 કપ
અખરોટ – ½ કપ
તલ – ½ કપ
સનફ્લાવર સીડ્સ – ½ કપ
પંપકીન સીડ્સ – 3 ચમચી
ફ્લેક્સસીડ – 3 ચમચી
ગોળ – 1 કપ
પદ્ધતિ
- તમામ પદાર્થો અલગ-અલગ શેકીને પાઉડર બનાવી લો
- તેમાં ગોળ અને સુગંધ માટે એલીચી ઉમેરો
- હાથ પર થોડું ઘી લગાવીને હળવા હાથે મીશ્રણના લાડુ બનાવો.
લાડુ કેવી રીતે બનાવવા તે આપણે જાણી લીધું હવે વાત કરીએ આ લાડુ આરોગવાથી આપણને કેટલા સ્વાસ્થ્ય લાભ થઇ શકે છે તે અંગે આરએક્સડીએક્સ સમન્વય, બેંગ્લોરના સિનિયર ડાયટિશિન રીધિકા પુલિયાની જણાવે છે કે, આ બાયૉટીન લાડુમાં બદામ સારા પ્રમાણમાં છે જેમાં ઓમેગા 3 હોય છે જે આપણાં હૃદય માટે સારું છે, આ સિવાય તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ હોય છે. આમાં વપરાતી શિંગમાં સારા પ્રમાણમાં મૉનો સેચ્યુરેટેડ ફેટ હોય છે સાથે સારા પ્રમાણમાં વિટામીન ઇ હોય છે જે તમારા ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.
છીણેલું નાળીયેર તમારા લિવર અને થાયરૉડ ગ્રંથી માટે સારું છે વધુ માત્રામાં ઓમેગા 3 ધરાવતું અખરોટ તમારા મગજ અને હૃદય માટે લાભદાયક છે. તલ કે જે શાકાહારી લોકો માટે કેલ્શયમનો શ્રેષ્ઠ સોર્સ છે સાથે જ તેમાં રહેલા ફાયબર પાચનતંત્રને પણ સારું બનાવે છે. આપણાં હૉર્મોન્સમાં બેલેન્સ લાવવામાં પણ તલ મદદરૂપ થાય છે. સનફ્લાવર સીડ્સમાં ઝીંક અને કૉપર સારી માત્રામાં હોય છે જે રોગપ્રતિકાર શક્તિ વધારે છે સાથે જ વંધ્યત્વ અને હોર્મોનલ સંતુલનમાં મદદ કરે છે. પંપકીન સીડ્સ મહિલાઓને પીરિડ્સ ક્રેમ્પમાં લાભદાયી છે જ્યારે ફ્લેક્સ સીડ્સમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે અને તે વજન ઘટાડવામાં અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સિવાય ઘીના તો પાચન સાથે અનેક સ્વાસ્થ્ય લાભ છે.
શક્કરિયાનો શીરો
નાનપણમાં આપણે ક્યારેકને ક્યારેક શક્કરિયાનો શીરો ખાધો જ હશે આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ આ જ શીરાની હેલ્થી રેસીપી.
ઇન્ગ્રીડિયન્સ
શક્કરિયા – 325 ગ્રામ
દૂધ – 115 મિલી
ગોળ – 50 ગ્રામ
બદામ – 10 ગ્રામ
કાજુ – 10 ગ્રામ
ઘી – 50 ગ્રામ
પદ્ધતિ
- બે-ત્રણ શક્કરિયાને ધોઈને કૂકરમાં બે સીટી વાગે ત્યાં સુધી બાફી લો
- તેની છાલ ઉતારી મેશ કરી લો અને ઠંડુ થવા દો
- પેનમાં એક ચમચી ઘી લો અને એક તજ અને બે એલચીને એકાદ મિનિટ ગરમ કરો
- થોડી સમારેલી બદામ ઉમેરો
- છૂંદેલા શક્કરિયા ઉમેરો અને એક મિનિટ માટે ફ્રાય કરો
- મિશ્રણમાં દૂધમાં ઉમેરો અને મિક્સ કરો
- ગોળ ઉમેરો અને ફરીથી વ્યવસ્થિત રીતે મિક્સ કરો
- બાકીનું ઘી ઉમેરો
- હલવામાંથી ઘી બહાર નીકળવા માંડે, એટલે બસ તમારો હલવો પીરસવા માટે તૈયાર છે
હવે વાત કરીએ આ વાનગીથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે સૌથી પહેલાં વાત કરીએ શક્કરીયાની તો તેમાં વિટામિન Aનું પ્રમાણ વધુ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, આંખની દૃષ્ટિ સુધારે છે. સાથે જ તેનો ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ડાયાબિટીસના દર્દીઓ માટે સારો છે, સારા પ્રમાણમાં પોટેશિયમ હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ લાભદાયક છે. કાજુ અને બદામમાં સારા પ્રમાણમાં પ્રોટિન હોય છે.