728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

ડાયાબિટીસ અને હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે ડુંગળી
22

ડાયાબિટીસ અને હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે ડુંગળી

નિષ્ણાતોના મતે ડુંગળીમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ લૉ હોય છે અને તેને કાચી અથવા થોડી રાંધીને ખાવી જોઇએ

ડુંગળી એક એવો ખાદ્યપદાર્થ છે કે જે મોટાભાગની ડિશમાં જોવા મળે છે અને વાસ્તવમાં તેમાં ઢગલાબંધ ન્યૂટ્રીયન્ટ અને પ્રાકૃતિક ઘટકો છે કે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય અને ડાયાબિટીસની એમ બંને સ્થિતિમાં લાભદાયી છે.

નિષ્ણાંતોના મતે પોતાના રોજીંદા આહારમાં ડુંગળી ઉમેરવાથી લાંબા ગાળે તમારું હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ શુગરના પણ માપમાં રહે છે. વનસ્પતિ શાસ્ત્ર મુજબ જોઇએ તો ડુંગળી લસણની જેમ જ વનસ્પતિના એલિયમ વેજીટેબલ પરિવારમાંથી આવે છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. બંનેમાં બેલેન્સ અને હેલ્થી ડાયટના ભાગરુપે ન્યુટ્રીયન્ટ, ફાઇબર, ઑર્ગેનિક સલ્ફર મોલેક્યુલ્સ અને એન્ટીઑક્સિડન્ટ તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

ડુંગળી હૃદય માટે પણ છે લાભકારી

ડુંગળીના સ્વાસ્થ્ય લાભ વિશે વાત કરતાં ગુરુગ્રામની નારાયણ હેલ્થકેર સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના કાર્ડિયોલોજી અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના વરિષ્ઠ સલાહકાર અને સહયોગી નિયામક ડૉ. સંજય ચુગ જણાવે છે કે ડુંગળીમાં રહેલું ઑર્ગેવિક સલ્ફર કોરોનરી ધમનીઓમાંથી પ્લાકને ઘટાડવામાં મદદ કરી શકે છે અને કોલેસ્ટ્રોલના પરમાણુઓ તેમની સાથે અટવાઈ જવાની શક્યતાને પણ ઘટાડી શકે છે જે સરળ રક્ત પ્રવાહને અવરોધે છે.

“ડુંગળીમાં ઓર્ગેનિક સલ્ફરનું પ્રમાણ, એન્ટીકોએગ્યુલન્ટ ગુણો ધરાવે છે જે બ્લડ ક્લોટ થતા અટકાવે છે અને સારું રક્તપરિભ્રમણ સુનિશ્ચિત કરે છે. આ સંયોજન રક્ત વાહિનીઓમાં ઑક્સિડેટીવ સ્ટ્રેસ અને બળતરા ઘટાડવા માટે પણ જાણીતા છે.” ડૉ ચુગ કહે છે.

દિલ્હી સ્થિત ડાયેટિશિયન અવની કૌલ જણાવે છે કે, ડુંગળી પોલિફેનોલ્સ (પ્લાન્ટ આધારિત સૂક્ષ્મ પોષકતત્ત્વો)થી ભરપૂર હોય છે જેમાં ક્વેર્સેટિનનો સમાવેશ થાય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેઓ જણાવે છે કે ડુંગળીના અન્ય કેટલાક સ્વાસ્થ્ય લાભ પણ છે, તે વેસોડિલેશન (રક્ત-વાહિનીઓ પહોળી કરવામાં) મદદ કરે છે અને નાઈટ્રિક ઑકસાઈડના ઉત્પાદનમાં વધારો કરે છે, રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે અને ધમનીની સ્ટીફનેસ ઘટાડે છે. વાસ્તવમાં, ડુંગળીમાં ડાયેટરી નાઈટ્રેટ પણ વધુ હોય છે જે નાઈટ્રિક ઑક્સાઈડ (માનવ શરીરનું કુદરતી બ્લડ પ્રેશર રેગ્યુલેટર)માં તૂટી જાય છે.

“એક રીતે, ડુંગળી રક્ત વાહિનીઓના નુકસાનને રોકવામાં મદદ કરી શકે છે અને તેથી લાંબાગાળે રક્ત પરિભ્રમણ અને લિપિડ પ્રોફાઇલમાં સુધારો કરીને હૃદયરોગના જોખમને ઘટાડે છે. આ લોહીને પમ્પ કરતી વખતે હૃદય પરનો એકંદર સ્ટ્રેસ અને સ્ટેઇન પણ ઘટાડે છે,” કૌલ ઉમેરે છે.

બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલના ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. શ્રી દેવી અટલુરી જણાવે છે કે ડુંગળીને ડાયાબિટીસ માટે અનુકૂળ શાક બનાવે છે તે તેનું નીચું ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જી.આઈ. ઑફ 12) છે જેનો અર્થ છે કે તે શરીરમાં ધીમે ધીમે શોષાય છે અને ગ્લુકોઝનું સ્તર અચાનક વધતું નથી. તેઓ ઉમેરે છે કે સલ્ફર અને ક્વેર્સેટીન પણ ડુંગળીને ડાયાબિટીસ માટે અનુકૂળ ખોરાક બનાવે છે જેને આહારમાં ઉમેરી શકાય છે.

ડૉ અટલુરી સમજાવે છે.“ડુંગળીની તીવ્ર તીખી ગંધ અને સ્વાદ સલ્ફરને કારણે છે. ડુંગળીમાં હાજર કેટલાક અન્ય પોષક તત્ત્વો અને સલ્ફર ઑક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે જે બદલામાં ઇન્સ્યુલિન રેઝીસસ્ટન્સ ઘટાડે છે અને ગ્લાયકેમિક કંટ્રોલમાં સુધારો કરે છે.”

બેંગ્લોર સ્થિત ડાયેટિશિયન રંજની રમન જણાવે છે કે ડુંગળીના અન્ય સ્વાસ્થ્ય લાભોએ છે કે તેમાં સારી માત્રામાં ફાઇબર પણ હોય છે જે ડાયાબિટીસ મેનેજમેન્ટ કરવામાં મદદ કરવા માટે ગ્લુકોઝના ઉત્પાદનને ધીમું કરી શકે છે.

રામન સમજાવે છે કે, “ડુંગળીમાં તમામ ફાયદાકારક સૂક્ષ્મ પોષકતત્વો જેવા કે ફોલેટ, વિટામિન બી અને સી, પૉટેશિયમ અને ડુંગળીમાં વિટામિન કે પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું છે. ડુંગળીમાં વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારે છે જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે નિર્ણાયક છે.”

ડુંગળી રાંધવાની સાચી રીત

નિષ્ણાતો કહે છે કે સલાડ, સૂપ, સેન્ડવીચ અથવા સાલસામાં ડુંગળી ઉમેરીને કાચી અથવા થોડીક રાંધેલી ડુંગળીનું ખાવી શ્રેષ્ઠ છે. કૌલ સમજાવે છે, “કાચી ડુંગળીમાં વધુ ફાયદાકારક કમ્પાઉન્ડ હોય છે, જેમ કે ક્વેર્સેટિન અને સલ્ફર.

તેઓ કહે છે કે ડુંગળીના મહત્તમ સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે, કઢી રાંધતી વખતે ઓછી ગરમીની પદ્ધતિઓનો ઉપયોગ કરવો અથવા શેકવું તે શ્રેષ્ઠ છે કારણ કે વધુ ગરમીથી રાંધવાથી કેટલાક ફાયદાકારક કમ્પાઉન્ડ ઘટાડી અથવા નાશ કરી શકે છે.

શું ધ્યાન રાખવું ?

ડુંગળીમાં FODMAPS અથવા શોર્ટ-ચેન કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે જે પાચન દરમિયાન નાના આંતરડાને શોષવામાં સમસ્યારૂપ બનાવે છે જે ગેસ્ટ્રિક સમસ્યાઓ તરફ દોરી જાય છે. કેટલીક ગેસ્ટ્રિક સમસ્યાઓ ધરાવતા લોકોને વારંવાર ડુંગળી ટાળી અથવા તેમના ડૉક્ટરની સલાહ લીધા પછી જ ખાવાની સલાહ આપવામાં આવે છે.

કૌલ કહે છે, “ડુંગળી અમુક વ્યક્તિઓના પાચનની અગવડતા પણ લાવી શકે છે, જેનાથી ગેસ, પેટનું ફૂલવું અથવા હાર્ટબર્ન જેવા લક્ષણો જોવા મળે છે.”

ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) જેવી કેટલીક તબીબી સ્થિતિઓ ધરાવતા લોકો ડુંગળી ખાધા પછી વધુ ખરાબ લક્ષણો અનુભવી શકે છે અને તેમના ખાવા પર દેખરેખ રાખવી જોઈએ.

યાદ રાખવા જેવા મુદ્દા

  • ડુંગળીમાં જોવા મળતા ક્વેર્સેટિન, ક્રોમિયમ અને સલ્ફર જેવા છોડના સંયોજનો બ્લડ ગ્લુકોઝ મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  • આ મૂળ શાકભાજીમાંથી મહત્તમ એન્ટીઑકિસડન્ટ મેળવવા માટે કાચી ડુંગળીનું મધ્યમ પ્રમાણ રાખવું શ્રેષ્ઠ છે.
  • જે લોકોને ડુંગળીથી એલર્જી હોય અથવા પાચન સંબંધી સમસ્યાઓ હોય તેઓએ તેમના આહારમાં ડુંગળીના વપરાશની માત્રા પર ધ્યાન રાખવું જોઈએ અથવા ડાયેટિશિયનની સલાહ લેવી જોઈએ.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
ભયાનક માથાનો દુખાવો ઘટાડવા માટે એક વ્યૂહરચના જરૂરી છે જેને માથાના દુખાવાના નામે ઓળખવા, તેની યોગ્ય સારવાર કરવી અને તેના રોકવા માટે સખત પરેજી પાળવાની જરૂર હોય છે.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.