સિનિયર ડાયટિશિયન મુબારકા પુનાવાલા કે જેઓ એપોલો 24*7 સાથે જોડાયેલા છે તેઓ ખેલૈયાને જણાવે છે કે મોડી રાત સુધી ગરબા ઝુમનાર બાદ દરેક વ્યક્તિ નવરાત્રી પહેલાથી જ બેલેન્સ ડાયટ લેવાનું શરુ કરવું જોઇએ . નવરાત્રી દરમ્યાન તેઓ પોતાના ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારે જેથી ખેલૈયાઓ પહેલાથી છેલ્લા નોરતા સુધી ગરબા ગાવાની એનર્જી જાળવી શકે. જો કે આ સિઝનમાં ઘણા ખાદ્ય પદાર્થો મળી શકે તેમ હોય છે ઘણાં નથી મળી શકતા તો આ વાતને ધ્યાનમાં રાખતા એવું કહી શકાય કે ખેલૈયાઓ સુકા મેવા, નટ્સ અને સીડ્સનો પોતાના ખોરાકમાં સારા પ્રમાણમાં ઉપયોગ કરશે તો તેઓ નવરાત્રી ઉમળકા ભેર ઉજવી શકશે.
નવરાત્રી(navratri 2023) દરમ્યાન ઘણા લોકોમાં હાઇપોગ્લાઇસેમિયા, થાક લાગવાનો કે ડિહાઇડ્રેટ થવાની ઘટનાઓ સામાન્ય રીતે જોવા મળતી છે. આ અંગે ડૉ. હેમાંગી ચૌહાન કે જેઓ ડાયટિશિયન અને ફિટનેસ કન્સલટન્ટ પણ છે તેઓ જણાવે છે કે ખેલૈયાઓ પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી છે. તેઓ પનીર, દૂધ, ક્વિનોઆ, દહીં, બાજરો, બદામ, અખરોટ, અંજીર, ખજૂર, ફેલ્ક સિડ્સ એટલે કે અળસી, પંપકીન સિડ્સ અને તલ જેવા ખાદ્ય પદાર્થો લે જેથી તેમના શરીરમાં પ્રોટીનનું પ્રમાણ જળવાઇ રહેશે. સાથે જ તેઓ વધુમાં જણાવે છે કે આ સમય દરમ્યાન વધારેમાં વધારે શક્કરીયા, કોળું કે અન્ય લીલા શાકભાજી અને ફળો આરોગવા જોઇએ કેમકે તેનાથી શરીરમાં પોષક તત્વો તો જળવાઇ રહેશે જ સાથે જ આ ખાદ્યપદાર્થો તમને લાંબો સમય સુધી ભૂખ અનુભવ નહીં કરાવે.
નવરાત્રીમાં પીણાનું છે ખાસ મહત્વ
ખાદ્યપદાર્થોની સાથે સાથે ખેલૈયાઓ સ્વાસ્થ્ય વર્ધક પીણા પણ પૂરતા પ્રમાણમાં લેવાના છે. સતત ગરબા ગાવાના કારણે પર વધારે પડતો પરસેવો થવાથી શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. આથી નિષ્ણાંતોના મતે ખેલૈયાઓએ પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ સાથે સાથે તેઓ લીંબુ પાણી, છાશ અને નારિયેળ પાણી (જેમને પચતું હોય તે લોકો માટે) પણ લઇ શકે છે. આ ઉપરાંત ખેલૈયા પાણીમાં થોડા પ્રમાણમાં ચીયા સિડ્સ કે (જે હાઇ ન્યુટ્રીશ્યસ છે) પણ ઉમેરીને પી શકે છે સાથે જ આ મિશ્રણમાં થોડું લીંબુ ઉમેરશો તો લાંબા સમય સુધી એનર્જેટિક રહેવામાં મદદ મળશે.
આ ખોરાકથી દૂર રહે ખેલૈયાઓ
જ્યારે તમે પોતાના સ્વાસ્થ્યનું આટલું ધ્યાન રાખી જ રહ્યાં છો તો અહીંયા કેટલાક એવા ખાદ્યપદાર્થોનો ઉલ્લેખ કરી રહ્યાં છીએ કે જેનાથી નવરાત્રી(navratri 2023) દરમ્યાન ખાસ દૂર રહેવું જોઇએ. નિષ્ણાંતોના મતે બને ત્યાં સુધી તળેલું અને ડીપ ફ્રાઈડ ફૂડ ન ખાવું જોઇએ કેમકે તેનાથી તમે સુસ્ત બનશો. સાથે સાથે કેફીન યુક્ત પીણાં, ચા, કૉફી અને કહેવાતા એનર્જી ડ્રિંક્સ લેવાનું ટાળો. રિફાન્ડ શુગર અને પ્રૉસેસ્ડ ફૂડ પણ ન ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
આ બધી જ વાતો સાથે આપણને ખબર છે કે આપણી આસપાસ ઘણા બધા એવા લોકો પણ હોય છે કે જેઓને ગળ્યું ખાવાની વારંવાર ઇચ્છા થતી હોય છે. તો તેમના માટે નિષ્ણાંતો જણાવે છે કે તમે ડ્રાયફ્રૂટ્સ, સીડ્સ, ઘી, ગોળ જેવા સ્વાસ્થ્યવર્ધક ખાદ્યપદાર્થો દ્વારા કેટલીક હેલ્થી સ્વિટ્સ તમે ઘરે જ તૈયાર કરી શકો છે જેને તમે પ્રસાદનો તરીકે તો ઉપયોગ કરી શકશો સાથે જ આ મીઠાઇ તમને લાંબો સમય સુધી એનર્જેટિક રાખશે. આવા જ રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે હેપ્પીએસ્ટ હેલ્થ સાથે જોડાયેલા રહો.