728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

સારી ઇન્ટિમસી માટે જરૂરી છે પર્સનલ હાઇજીન
4

સારી ઇન્ટિમસી માટે જરૂરી છે પર્સનલ હાઇજીન

સંતોષકારક ઇન્ટિમેટ રિલેશન માણવા માટે અગત્યનું છે કે બંને વ્યક્તિઓ સારી પર્સનલ હાઇઝીન જાળવે તે જરૂરી છે. નિષ્ણાતો સ્વસ્થ જાતીય જીવન માટે ઓછી જાણીતી ટીપ્સ શેર કરે છે

9 personal hygiene tips for a healthy sexual life

શારીરિક અને ભાવાત્મક બંધન અને આકર્ષણ વચ્ચેના સંતુલનની વચ્ચે ઇન્ટિમસી રહેલી છે પરંતુ સ્વસ્થ જાતીય જીવનની શોધમાં, પર્નલ હાઇજીન એટલે કે વ્યક્તિગત સ્વચ્છતા એક શક્તિશાળી કામોત્તેજક બની શકે છે.

તમારા શરીરની સુગંધ જ તમારા પાર્ટનરને ઇન્ટિમસી તરફ આકર્ષિત કરી શકે છે. જો કે, જો તે જ આનંદદાયક દુર્ગંધમાં ફેરવાઈ જાય, તો તે તમારા જાતીય જીવનને કેવી રીતે અસર કરી શકે છે તે કોઈ વિચાર કરવો પણ મુશ્કેલ છે. સાથે જો પર્સનલ હાઇજીનની લાંબા સમય સુધી અવગણવામાં આવે તો, ઇન્ફેક્શનની શક્યતાઓ વધારે છે અને અત્યંત ગંભીર પરિસ્થિતિમાં તે વંધ્યત્વની સ્થિતિ સર્જી શકે છે.

પર્સનલ હાઇજીન ઇન્ટિમસી કેવી રીતે વધારી શકે?

નિષ્ણાતો જાતીય સ્વચ્છતા પર કેટલીક એવી ટિપ્સ જણાવે છે જેને તમે અવગણી હશે અથવા આપ અજાણ હોઇ શકો છો.

ઠંડા પાણીથી નહાવાથી કામ ઇચ્છામાં વધારો થાય છે

મોહસીન કહે છે કે ઠંડા પાણીથી નહાવાથી ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન વધે છે, જે કામોત્તેજનામાં વધારે છે અને શક્તિ તેમજ ઊર્જામાં સુધારો કરે છે. અમેરિકન જર્નલ ઑફ મેન્સ હેલ્થમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ઠંડા પાણીમાં નહાવાથી પુરુષોના ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં પાંચ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

 ઢીલાં કપડાં પહેરો

“ગરમ અને પરસેવો થતો હોય તેવી જગ્યાએ બેક્ટેરિયા અને યીસ્ટ ઝડપથી વિકસીત થાય છે. તેથી, સુતા પહેલાં ચુસ્ત અન્ડરવેર અથવા પેન્ટીઝ કરતાં ઢીલા-ફિટિંગવાળા સુતરાઉ કપડાં પહેરવાએ સારો વિકલ્પ છે” સલુજા વધુમાં જણાવે છે કે, ” આ કપડાં હવાના પરિભ્રમણને સરળ બનાવે છે અને ભેજને શોષે છે”.

મોહસીન કહે છે કે પથારીમાં સૂતી વખતે અન્ડરવેર ન પહેરવા તે શ્રેષ્ઠ વિકલ્પ છે.

પાણી પીતા રહો અને તમારા મૂત્રાશયને ખાલી રાખો

બંને નિષ્ણાતોના મતે, શારિરીક સંબંધ બાંધતા પહેલાં તમારા મૂત્રાશયને ખાલી કરવું એ સારી આદત છે. તેઓ જણાવે છે કે બેક્ટેરિયા તમારા મૂત્રમાર્ગમાં પ્રવેશી શકે છે જે ઇન્ફેક્શનની શક્યતાઓ વધારી શકે છે. જ્યારે તમે પેશાબ કરો છો, ત્યારે શરીરમાંથી જંતુઓ બહાર નિકળે છો. તેથી આલિંગનનો આનંદ માણ્યા પછી બાથરૂમ જાઓ.

જો કે મોહસિન યાદ કરાવે છે કે, “પરંતુ તે પછી પાણી પીવાનું ભૂલશો નહીં છે. તમે જેટલા વધારે હાઇડ્રેટ રહેશો, તેટલું વધારે પેશાબ થશે અને વધુ બેક્ટેરિયા શરીરમાંથી બહાર નિકળશે.”

પ્યુબિક વાળનો પણ એક હેતુ છે!

સલુજા જણાવે છે કે, જ્યારે પણ બે વ્યક્તિઓ જાતિય આનંદ માણતી વખતે એકબીજાના જુદા જુદા ભાગો પર હાથ ફેરવે છે. તેવા સમયે જો શરીરના જુદા જુદા ભાગ પર વાળ હોય તો તે કોઇ એક પાર્ટનરનો મૂડ ખરાબ કરી શકે છે સાથે જ આવી જગ્યાઓમાં અનેક જંતુઓ ઉત્પન્ન થવાની શક્યતા રહેલી છે. આમ, શરીરના તેમજ ગુપ્તાંગના વાળ ટ્રીમ કરવા જરૂરી છે.

મોહસીન એવું પણ જણાવે છે કે “જો કે આ એક સારી ટેવ છે, પણ પ્યુબિક વાળના અમુક હેતુ પણ છે. પ્યુબિક હેર ફેરોમોન્સ મુક્ત કરે છે, જે લોકોને એકબીજાને આકર્ષવામાં મદદ કરે છે,”

નીચે હંમેશા કેમિકલ મુક્ત રહો

સલુજા કહે છે, “ઓરલ સેક્સએ ઇન્ટિમસીનું એક મહત્વપૂર્ણ તત્વ છે, પરંતુ અસ્વચ્છ અને દુર્ગંધવાળા અંગોના કારણે તમારું પાર્ટનર અચકાશે.” આથી તેઓ સૌથી પહેલાં પહેલા શરીરની ગંધ દૂર કરવા અને તાજગી અનુભવ કરવા માટે નહાવાની સલાહ આપે છે.

સલુજાના જણાવ્યા મુજબ, ફિઝીકલ ઇન્ટિમસી એકબીજાના શરીરની ત્વચા અને શરીરના પ્રવાહીને સંપર્કમાં લાવી શકે છે, જેમાં વાયરસ અથવા બેક્ટેરિયા હોઈ શકે છે. આથી, તેઓ સ્વસ્થ જાતીય જીવન માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનો આગ્રહ રાખે છે.

તમારા જનનાંગોની આસપાસના વિસ્તારને (અંદર નહીં) સાદા ગરમ પાણીથી હળવા હાથે ધોઈ લો. હળવા સાબુનો પણ ઉપયોગ કરી શકાય છે. જો ત્વચા સંવેદનશીલ હોય અથવા ઇન્ફેક્શનના કિસ્સામાં, સાબુમાં રહેલા રસાયણો ત્વચામાં બળતરા ઉત્પન્ન કરી શકે છે.

ઘણી સ્ત્રીઓ સેક્સ પછી પાણી અથવા પ્રવાહી વડે તેમની યોનિમાર્ગના અંદરના ભાગને સાફ કરે છે. આ પ્રક્રિયાને ‘ડચિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. જો કે, એક ઓછી જાણીતી હકીકત એ છે કે ડચિંગ વધુ ચેપ તરફ દોરી શકે છે કારણ કે તે યોનિને સુરક્ષિત કરતા બેક્ટેરિયાનું કુદરતી સંતુલનને બગાડે છે. સંભોગ પછી યોનિની સંભાળ રાખવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમાં કશું ન કરો કારણ કે તે કુદરતી રીતે પોતાને સાફ કરે છે. જો કે, મોહસીન એ વાત તરફ પણ ધ્યાન દોરે છે કે હળવી ગંધ સામાન્ય છે અને તે કોઈ સમસ્યાની નિશાની નથી. “અંગત ભાગને તાજગી આપવા માટે ઘણા વાઇપ્સ, ક્રીમ અને સ્પ્રે ઉપલબ્ધ છે. પરંતુ આમાં કેટલાકમાં સ્ટ્રોંગ રસાયણો અથવા પરફ્યુમ હોઈ શકે છે જે તમારી ત્વચામાં બળતરા કરે છે,” તેઓ કહે છે અને લોકોએ સુગંધિત ટેમ્પન્સ, પેડ્સ, પેન્ટી લાઇનર્સ, પાવડર અને સ્પ્રે ટાળવા જોઇએ છે.

અમુક ભાગોની સ્વસ્છતાનું રાખો ધ્યાન

મોહસીન જણાવે છે કે, “મહિલાઓમાં પેશાબની નળીઓનું ઇન્ફેક્શન (યુટીઆઈ) સામાન્ય છે અને તેની અવગણના ન કરવી જોઈએ.” તેઓ સરળતાથી કિડનીના ઇન્ફેક્શન તરફ ધકેલાય જાય છે. આથી, ઇન્ટિમેટ થતા પહેલાં અને પછી હંમેશા આગળથી પાછળના ભાગ ધોવા જરુરી છે જેથી ગુદામાંથી જંતુઓ યોનિ અથવા મૂત્રમાર્ગમાં ન જાય.” સેક્સ્યુઅલ વેલનેસ એક્સપર્ટ મહિલાઓને એ પણ ધ્યાન રાખવા કરવા કહે છે કે ગુદા હંમેશા તેમના શરીરનો છેલ્લો ભાગ છે જેને ધોવામાં આવે જેથી ત્યાંથી જંતુઓ શરીરના અન્ય ભાગોમાં ન પહોંચે તેનું ધ્યાન રાખો .

સેક્સ ટૉયને અંગે રહો સજાગ

સલુજા ભારપૂર્વક જણાવે છે કે ઉપયોગ કર્યા પછી સેક્સ ટૉયને સાફ કરવું એ સ્વચ્છતા માટે મહત્વનું છે. જો ઉપયોગ વચ્ચે તેને અસ્વચ્છ મુકી રાખવાથી તેમાં ફૂગ, વાયરસ અને બેક્ટેરિયા થઇ શકે છે . જેનાથી ઇન્ફેક્શન અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ (STDs) ફેલાઇ શકે છે. મુંબઈના કોચ પણ કોઈ ઇન્ફેક્શન અથવા રોગ માટે નિયમિતપણે પરીક્ષણ કરાવવાની સલાહ આપે છે, ખાસ કરીને જો ખંજવાળ, જાડા સફેદ સ્રાવ અથવા બળતરા જેવા લક્ષણનો અનુભવાય તો.

સ્વસ્થ મોં

મુંબઈ સ્થિત ઈન્ટિમસી કોચ રાધા સલુજા જણાવે છે, “શારિરીક સંબંધ બાંધતી વખતે અસ્વસ્થતાનું એક મુખ્ય કારણ છે દુર્ગંધયુક્ત મોંઢું. આથી, તે શ્રેષ્ઠ છે કે તમે પાર્ટનરની નજીક જતાં પહેલા તમારા દાંત સાફ કરો. મોઢાની દુર્ગંધથી છુટકારો મેળવવાનો બીજો રસ્તો છે કે થોડું માઉથ ફ્રેશનર લેવું અથવા ફુદીનો ચાવવો.”

નખનું પણ રાખો ધ્યાન

હૈદરાબાદ સ્થિત સેક્સશ્યુઅલ વેલનેસ એક્સપર્ટ શીબા મોહસિન જણાવે છે કે, સ્વસ્થ જાતીય જીવન માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિગત સ્વચ્છતા. તમારા હાથ અને નખને સ્વચ્છ રાખવા છે. જો હાથ અથવા નખ ગંદા હોય, તો તેમાં હાનિકારક જીવાણુઓ વહન થશે.

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.