728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

ફેટી લિવર અને પ્રેગ્નન્સી, આવા જોખમ પણ આવી શકે છે
2

ફેટી લિવર અને પ્રેગ્નન્સી, આવા જોખમ પણ આવી શકે છે

આ સમસ્યા ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન થાય છે. લિવરમાં એકાએક ચરબીનાં થર જામી જવાના કારણે માતાનું જીવન જોખમમાં મૂકાઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમ્યાન એક્યુટ ફેટી લિવર (AFLP)એ એક ગંભીર સ્થિતિ છે, જે સામાન્ય રીતે ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક ગાળામાં થાય છે. જો કે, તે ભાગ્યે જ જોવા મળે છે પરંતુ, નિષ્ણાતો આ સ્થિતિને ગર્ભાવસ્થા સંબંધિત આરોગ્યની સૌથી ગંભીર સ્થિતિઓમાંની એક ગણાવે છે.

મુંબઈની નાણાંવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનાં ડી.એમ. હેપેટોલૉજીસ્ટ અને એડલ્ટ હેપેટોલૉજી એન્ડ ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન સેન્ટર ફૉર લીવર, પેન્ક્રિયાસ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનનાં પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ. ચેતન રમેશ કલાલ જણાવે છે કે, AFLP એ લીવરના કોષમાં એકાએક ચરબી જમા થવાથી લીવર ડિસફંક્શનની સમસ્યા અને આખરે લીવર ફેલ્યોરમાં પરીણમે છે. આ સ્થિતિ એક્યુટ યલ્લો એટ્રોફી ઑફ લિવર તરીકે પણ ઓળખાય છે, તે માતા અને ગર્ભ બંને માટે જીવલેણ હોઈ શકે છે.

AFLP થવાનું કારણ શું છે?

ચેન્નાઈનાં ફોર્ટિસ મલારના ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જનનાં HOD પ્રૉફેસર ડૉ. નીલમમ થોપ્પા કપાલી કહે છે કે, ગર્ભાવસ્થા દરમિયાન ફેટી એસિડ્સનાં મેટાબોલિઝમમાં થતી જટિલતાઓને કારણે આ સ્થિતિ થાય છે અને તેની આગાહી કરવી મુશ્કેલ સાબિત થઈ શકે છે. AFLPની સમસ્યા થવા પાછળનાં કારણની ચોક્કસ પ્રકૃતિ હજી સુધી જાણી શકાઈ નથી. જોકે, તાજેતરના કેટલાક સંશોધનો સૂચવે છે કે, તે ફેટી એસિડ્સના બ્રેકડાઉન દરમિયાન મિટોકોન્ડ્રિઅલ ડિસફંક્શનને કારણે હોઈ શકે છે. ડૉ. કલાલ ધ્યાન દોરે છે કે, ફેટી એસિડના બ્રેકડાઉન માટે એક મહત્ત્વનો એન્ઝાઈમ ખૂટે છે, જે ચરબીના વધુ પડતા એકત્રિકરણ તરફ દોરી જાય છે. તેઓએ એમ પણ ઉમેર્યું છે કે, ગર્ભાવસ્થા દરમિયાન આંતરસ્ત્રાવીય સંતુલન પણ આ સ્થિતિના અભિવ્યક્તિમાં ભૂમિકા ભજવી શકે છે.

ડૉ. કલાલ ઉમેરે છે કે, ‘એસ્ટ્રોજન અને પ્રૉજેસ્ટેરોન જેવા હોર્મોન્સમાં નોંધપાત્ર વધઘટ થાય છે, જે ચરબી સહિતની વિવિધ મેટાબોલિઝમ પ્રક્રિયાઓને અસર કરી શકે છે. તે શરીરમાં ચરબીના થર જમા કરીને એકાએક લિવરની કામગીરીને વધુ ખરાબ કરી શકે છે.’

લિવરમાં સામાન્ય ચરબીનું પ્રમાણ 5 ટકાની આસપાસ હોવું જોઈએ. જો કે, AFLP ધરાવતી મહિલાઓમાં તે 13 થી 19 ટકા સુધી પહોંચી જાય છે. આ વધારાની ચરબીનો જથ્થો, હેપેટોસાઇટ્સ (લિપિડ બ્રેકડાઉનમાં સામેલ યકૃતના કોષો) દ્વારા ઉત્પાદિત એમોનિયા સાથે લિવર ફેલ્યોર તરફ દોરી જતા મુખ્ય પરિબળો છે.

સાવચેતીઓ

ડૉ. કપાલી સમજાવે છે કે, ગર્ભાવસ્થા જ સ્ત્રીના શરીરમાં મોટા ફેરફારોનું કારણ બને છે. તેથી આલ્કૉહોલનું સેવન ઘટાડવું, વજનને નિયંત્રણમાં રાખવું અને તંદુરસ્ત આહાર સાથે સંતુલિત આહાર લેવો મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં સ્ત્રીએ વિશેષ કાળજી રાખવી જોઈએ અને ગર્ભાવસ્થા દરમિયાન પોતાનું નિરીક્ષણ કરવું જોઈએ અને લિવરને તંદુરસ્ત રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી, લિવર સંબંધિત બીમારીઓ આ સમયગાળા દરમિયાન દૂર રહે.

ડૉ. કલાલે એ પણ નિર્દેશ કર્યો કે, સૌથી મહત્વપૂર્ણ પગલું એ નિયમિત પ્રસૂતિ પૂર્વેની સંભાળ છે. નિયમિત ચેકઅપથી ડૉક્ટરને માતા અને ગર્ભ બંનેના સ્વાસ્થ્યની માહિતી મળી રહે છે. તદુપરાંત, અમુક દવાઓ અને પદાર્થોના દુરૂપયોગને ટાળવું મહત્વપૂર્ણ છે. પર્યાપ્ત આરામ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, તાત્કાલિક તબીબી સહાય અને વહેલી તકે તપાસ પણ તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર તફાવત લાવી શકે છે.

શું AFLP તમારા ગર્ભ અથવા બાળકને અસર કરે છે?

ડૉ. કપાલી જણાવે છે કે, ‘ત્રીજા ત્રિમાસિકનાં સમયગાળા પર આધાર રાખતી AFLPની સમસ્યા બાળક પર વિવિધ પ્રકારની અસર કરી શકે છે. અગાઉની ઘટનાઓને કારણે અકાળે પ્રસૂતિ જેમ કે, સાતમા મહિનામાં નવજાત શિશુની ડિલિવરી એ બાળકનાં વિકાસમાં ગંભીર પરિણામો લાવી શકે છે.

આ ઉપરાંત ડૉ. કલાલ એ બાબત પર પણ ભાર મૂકે છે કે, હાઈપોગ્લાયસીમિયા (લૉ શુગર) માટે સામાન્ય રીતે ગર્ભનું અવલોકન કરવું જોઈએ. તેઓ જણાવે છે કે, ફેટી એસિડ મેટાબોલિઝમની ખામીને કારણે ગર્ભમાં લૉ શુગર અને આંચકી આવવાની શક્યતા રહે છે. તેથી, આપણે ખૂબ જ જાગૃત રહેવાની અને તેમની દેખરેખ રાખવાની જરૂર છે.

પ્રેગ્નન્સીમાં થતી એક્યુટ ફેટી લિવરની સારવાર કેવી રીતે કરવી?

ADLPમાં પ્રારંભિક તપાસ અને ત્વરિત તબીબી હસ્તક્ષેપ નિર્ણાયક છે. ડૉ. કલાલ સમજાવે છે કે, એકવાર વ્યક્તિનું નિદાન થઈ જાય પછી માતા અને ગર્ભ બંનેનું સતત નિરીક્ષણ થવું જોઈએ.

એકમાત્ર સારવાર તાત્કાલિક પ્રસૂતિ છે. ડૉ. કપાલી જણાવે છે કે, ‘AFLPનું બાળકના જન્મ પછી નિવારણ લાવી શકાય છે અને માતાની તંદુરસ્તી સામાન્ય થઈ જાય છે. તેઓ ઉમેરે છે કે, ડિલિવરી નિર્ણાયક છે કારણ કે, લિવરની તકલીફ શ્વસન અને કિડનીની સમસ્યાઓ તરફ દોરી શકે છે, જે માતા અને બાળક બંને માટે જીવલેણ હોઈ શકે છે.’

ડૉ. કલાલ જણાવે છે કે, મોટાભાગના કેસને પૂરતી તબીબી સંભાળ, વહેલાસર નિદાન અને તાત્કાલિક ડિલિવરી દ્વારા નિયંત્રિત કરી શકાય છે પરંતુ, તેઓએ એ પણ ઉમેર્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં જો ફેટી લિવરનું નિદાન ખૂબ મોડું થાય અને લિવર ફેલ્યોર થાય તો સગર્ભા સ્ત્રીને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે.

યાદ રાખવા જેવી બાબતો

  • ગર્ભાવસ્થામાં એક્યુટ ફેટી લિવર એ એક દુર્લભ પરંતુ, ગંભીર સ્થિતિ છે. તે સામાન્ય રીતે ત્રીજા ત્રિમાસિકના સમયગાળામાં જોવા મળે છે.
  • કમળોએ આ સ્થિતિનું સામાન્ય લક્ષણ છે. એકવાર નિદાન થયા પછી માતા અને ગર્ભ બંનેનું સતત નિરીક્ષણ કરવું જોઈએ.
  • તે માતા અને બાળક માટે જીવલેણ હોઈ શકે છે અને તાત્કાલિક પ્રસૂતિ એ એકમાત્ર સારવાર છે.
  • ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન લિવર સંબંધિત જટિલતાઓને ટાળવા માટે તંદુરસ્ત જીવનશૈલી જાળવવી મહત્વપૂર્ણ છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.