728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

Bronchiolitis Symptoms: બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે ?
8

Bronchiolitis Symptoms: બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે ?

શ્વાસનળીનો સોજો શિશુઓને તેમના સાંકડા વાયુમાર્ગને કારણે વધુ ગંભીર અસર કરે છે. માતાપિતા માટે આ ઇન્ફેક્શન ચેતવણીના ચિહ્નોને કેવી રીતે ઓળખવા તે જાણવું મહત્વપૂર્ણ છે.

તાજેતરમાં જ બેંગલુરની એક હોસ્પિટલના પીડિયાટ્રિક ઈમરજન્સી વોર્ડમાં ત્રણ અઠવાડિયાના પ્રિમેચ્યોર બાળકને લાવવામાં આવ્યું હતું. માતા-પિતાએ જાણ કરી હતી કે બાળક યોગ્ય રીતે ખાતું ન હતું, ક્યારેક તેનો શ્વાસ રોકાયેલો દેખાતો હતો અને બાળકના હાથ અને પગ વાદળી દેખાતા હતા. નેસલ સ્વેબ ટેસ્ટએ પુષ્ટિ કરી કે બાળક બ્રોન્કીઓલાઇટિસથી પીડિત છે, જે સામાન્ય શ્વસન માર્ગનો ચેપ છે, જે આ કિસ્સામાં, રેસ્પરેટરી સિંસિટીયલ વાયરસ (RSV) દ્વારા થાય છે.

બેંગલુરુની મધરહુડ હોસ્પિટલના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ, ડૉક્ટર સમીરા એસ રાવ કે જેઓ તે બાળકની સારવાર કરી હતી તે કહે છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં શ્વાસનળીનો સોજો સૌથી વધુ જોવા મળતો ચેપ છે. “બધા બાળકોમાંથી લગભગ 90% બાળકોને તેમના બીજા જન્મદિવસ પહેલા કોઈક સમયે બ્રોન્કિઓલાઇટિસ હશે. 70% થી વધુ બાળકો શરદી, ઉધરસ અને તાવ વગેરેથી પીડાય છે જે પાંચથી સાત દિવસ સુધી ચાલશે અને તેમાંથી સાજા થવું સરળ છે,” ડૉ. રાવ કહે છે.

બ્રોન્કિઓલાઇટિસ શું છે?

ભારતમાં શિયાળાની શરૂઆત પહેલાં અથવા ચોમાસાની ઋતુમાં બ્રોન્કિઓલાઇટિસ ચેપ સૌથી સામાન્ય છે, દિલ્હીના દ્વારકાની HCMCT મણિપાલ હોસ્પિટલના કંસલ્ટન્ટ પિડિયાટ્રીક્સ ડૉ. હિમાંશુ બત્રા જણાવે છે કે

“આપણી શ્વાસની નળીઓ નાકમાંથી શરૂ થાય છે, તે પછી ટ્રાચેઆ અને બ્રોન્ચુસ આવે છે અને પછી નાના વાયુમાર્ગ આવે છે જેને આપણે બ્રોન્ચિઓલ્સ કહીએ છીએ. તે શ્વાસની નળીઓનો ભાગ છે જે તમારા ફેફસામાં જાય છે. તેથી બ્રોન્કિઓલાઇટિસએ નાની વાયુમાર્ગો અથવા શ્વાસનળીઓમાં બળતરા છે,” ડૉ બત્રા કહે છે.

બ્રોન્કિઓલાઇટિસનું કારણ શું છે?

ડૉ. બત્રા કહે છે કે શ્વાસનળીનો સોજો, નીચેના શ્વસન માર્ગનું ઇન્ફેક્શન, સંખ્યાબંધ વાયરસને કારણે થઈ શકે છે. જેમાં આરએસવી, પેરાઇનફ્લુએન્ઝા વાયરસ વગેરેનો સમાવેશ થાય છે.

ડૉ બત્રા વધુમાં જણાવે છે કે, “આ વાયરસ સામાન્ય રીતે વાયુમાર્ગોમાં બળતરા ઉત્પન્ન કરવા માટે જાણિતા છે. આ વાયુમાર્ગો પહેલેથી જ સાંકડા છે અને બળતરા તેને વધુ સાંકડા બનાવે છે. આનો અર્થ એ છે કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ ખૂબ જ ઝડપથી થઈ શકે છે,”

શિશુઓમાં બ્રોન્કિઓલાઇટિસ

ડૉ. બત્રા કહે છે કે બ્રોન્કિઓલાઇટિસ તમામ ઉંમરના લોકોમાં સામાન્ય ઇન્ફેક્શન્સ છે, તે પુખ્ત વયના લોકો કરતાં બાળકોને વધુ ગંભીર અસર કરે છે.

“કેટલાક પુખ્ત વયના લોકોએ આ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે અને બીજું, તેમના વાયુમાર્ગો પહોળાઇ ઘણી વધારે હોય છે. તેથી જો થોડું સંકુચાય થાય તો પણ, તે તેમને એટલી અસર નથી થતી,” ડૉ બત્રા કહે છે.

આરએસવી/ બ્રોન્કિઓલાઇટિસના લક્ષણો

ડૉ. બત્રા કહે છે કે જ્યારે બ્રોન્કિઓલાઇટિસની શરૂઆત હળવી શરદીથી થઈ શકે છે, તે ઝડપથી 2-3 દિવસમાં શ્વાસ લેવામાં તકલીફ તરફ આગળ વધી શકે છે.

“જેમ કે વાયરસ નાક દ્વારા શિશુના શરીરમાં પ્રવેશે છે, ચેપ શરૂ થાય છે, પરંતુ માત્ર હળવી શરદી તરીકે. ઇન્ફેક્શન છાતી સુધી પહોંચતું હોવાથી તે થોડા દિવસોમાં શ્વાસ લેવામાં તકલીફમાં ઝડપથી વધારો કરી શકે છે,” ડૉ બત્રા કહે છે.

રંગદોર મેમોરિયલ હોસ્પિટલ અને મનીપાલ હૉસ્પિટલના પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટના હેડ ડૉ. ગુરુદત્ત એ. વી. એ જણાવ્યું હતું કે, “જ્યારે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ત્યારે તેઓ યોગ્ય રીતે જમવામાં પણ સંઘર્ષ કરે છે. તેઓ ખૂબ જ નિસ્તેજ અને સુસ્ત બને છે ત્યારે મોટાભાગના માતા-પિતા ખૂબ જ ચિંતિત થઈ જાય છે,”

ડૉ. બત્રા કહે છે કે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે પણ તે વ્યક્ત કરી શકશે નહીં, તેથી કેટલાક સંબંધિત ચેતવણી સાઇન છે જેના પર માતાપિતા ધ્યાન રાખી શકે છે.

“જો માતા-પિતાના ધ્યાનમાં આવે કે બાળકને માત્ર હળવી શરદી હતી તે ખૂબ જ ઝડપથી શ્વાસ લેવાનું શરૂ કરી રહ્યું છે, તો તે એક સંકેત હોઈ શકે છે કે બાળક બ્રોન્કિઓલાઇટિસથી પીડિત છે,” ડૉ. બત્રા કહે છે.

ડૉ. ગુરુદત્ત કહે છે કે અકાળે જન્મેલા અને ઓછા વજનવાળા બાળકો, જન્મજાત હૃદયની સ્થિતિ ધરાવતાં બાળકો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં બાળકોમાં શ્વાસનળીનો સોજો વધુ ગંભીર હોય છે.

બ્રોન્કિઓલાઇટિસ v/s સામાન્ય શરદી

શ્વાસનળીનો સોજો, જેમ કે નામ જ સૂચવે છે, આ એક ઇન્ફેક્શન છે જેમાં શ્વાસનળી અથવા ફેફસાં સહિતના શ્વસનતંત્રમાં થઇ શકે છે, ડૉ. ગુરુદત્ત કહે છે, “સામાન્ય શરદી, તે દરમિયાન, એક એવી વસ્તુ છે જેમાં નાકનો સમાવેશ થાય છે- તે મોટે ભાગે છે. નાક સુધી મર્યાદિત છે અને તેમાં ફેફસાંનો સમાવેશ નથી થતો. આથી જ સામાન્ય શરદીવાળા બાળકોનું મોટે ભાગે માત્ર નાક બંધ હોય છે જ્યારે બ્રોન્કિઓલાઇટિસવાળા બાળકોનું નાક બંધ હોય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ હોય છે.”

બ્રોન્કિઓલાઇટિસ સારવાર

ડૉ. ગુરુદત્ત કહે છે કે જ્યારે કેટલાક કિસ્સાઓમાં શ્વાસનળીનો સોજો ગંભીર બની શકે છે, તેમાં મોટી સંખ્યામાં બાળકો છે જેમની બીમારીને વૉર્ડમાં અથવા બહાર પણ દર્દીઓની સારવાર થઇ શકે છે.

“બ્રોન્કિઓલાઇટિસની સારવારમાં ધ્યાન રાખવાનું હોય છે કે બાળક પર્યાપ્ત રીતે હાઇડ્રેટેડ રહે છે. કેટલીકવાર, બાળકને નેબ્યુલાઇઝેશન દ્વારા દવાઓની પણ જરૂર પડે છે, જે ઘણી હદ સુધી મદદ કરી શકે છે. કેટલાક સરળ સાધનો જેમ કે હાઇ-ફ્લૉ નેસલ કેન્યુલા નાક દ્વારા વાયુમાર્ગને ખુલ્લી રાખવામાં મદદ કરી શકે છે. કેટલીક દવાઓ સોજો અને બળતરાની સારવારમાં પણ મદદ કરી શકે છે,” ડૉ બત્રા કહે છે.

ડૉ. ગુરુદત્ત કહે છે કે જ્યારે એન્ટિબાયોટિક દવાઓ બેક્ટેરિયલ ઇનફેક્શનની સારવારમાં મદદ કરી શકે છે, બ્રોન્કિઓલાઇટિસ જેવા વાયરલ ઇન્ફેક્શનના કિસ્સામાં, વ્યક્તિએ “સારવાર કરતી વખતે વખતે ફક્ત ઇન્ફેક્શનને તેની જેમ ચાલવા દેવું જોઈએ.”

ઉપાય

ડૉ. બત્રા કહે છે કે આરએસવી રસી બ્રોન્કિઓલાઇટિસનું જોખમ ઘટાડી શકે છે. “આ રસી કમનસીબે ભારતમાં હજુ સુધી ઉપલબ્ધ નથી. ઈન્ફલ્યુએન્ઝા અને ફ્લૂના શૉટ્સ તેથી ઘણી હદ સુધી મદદ કરી શકે છે,” તે કહે છે, શરૂઆતના મહિનાઓમાં સ્તનપાન બાળકની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરી શકે છે.

ડૉ. રાવ કહે છે કે પેસિન સ્મોકિંગ, ભીડવાળા સ્થળોએ જવું, મોટી ઉંમરના ભાઈ બહેન કે જેઓ શાળામાં જાય છે વગેરે તમામ બ્રોન્કિઓલાઈટિસ માટે જોખમી પરિબળો છે. “સાવચેતીના પગલાં જેમ કે સાબુ અને પાણીથી તમારા હાથ નિયમિતપણે ધોવા, બીમાર લોકો સાથે સંપર્ક ટાળવો અને યોગ્ય ઉધરસ શિષ્ટાચાર મદદ કરી શકે છે.”

યાદ રાખવા જેવા બાબતો

શ્વાસનળીનો સોજો, 0 – 2 વર્ષની વય જૂથના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતું શ્વસન માર્ગનું ઇન્ફેક્શન છે, હળવો તાવ અને શ્વસન સંબંધી લક્ષણોનું કારણ બની શકે છે જેના કારણે આગળ જતાં ઝડપથી શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.
બાળકો યોગ્ય રીતે ખાતા નથી. રડતા રહે છે અને ચીડિયા દેખાય છે. પેટમાં પાછું ખેંચતા હોય તેવા ચિહ્નો દર્શાવે છે આ તમામ ચેતવણી ચિહ્નો છે જેનું માતાપિતાએ ધ્યાન રાખવું જોઈએ.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
ભયાનક માથાનો દુખાવો ઘટાડવા માટે એક વ્યૂહરચના જરૂરી છે જેને માથાના દુખાવાના નામે ઓળખવા, તેની યોગ્ય સારવાર કરવી અને તેના રોકવા માટે સખત પરેજી પાળવાની જરૂર હોય છે.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.