728X90

0

0

0

આ લેખમાં

શાંતિથી સૂવો, છીંકો નહીં : રાતે સારી ઊંઘ લેવા માટે એલર્જીને કેવી રીતે મેનેજ કરવી તે જાણો
8

શાંતિથી સૂવો, છીંકો નહીં : રાતે સારી ઊંઘ લેવા માટે એલર્જીને કેવી રીતે મેનેજ કરવી તે જાણો

શરીરમાં સામાન્ય એવી એલર્જી પણ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જેના કારણે તમે તમારી ઊંઘ સારી રીતે પૂરી કરી શકતા નથી. અમુક વસ્તુઓ કે ક્રિયાઓ જેમ કે, એર પ્યોરિફાયર્સ, સૂવા જતા પહેલા શાવર લેવું અને ગરમ પાણીમાં શ્વાસોચ્છવાસની ક્રિયા તમને સારી એવી ઊંઘ લેવામાં મદદરૂપ બની શકે છે.

એલર્જીનો વિચાર એટલે નાક વહેવું, છીંક આવવી અથવા ફોલ્લીઓ થવી જેવી યાદોને રિકોલ કરે છે. પર્યાવરણમાં રહેલા અમુક પદાર્થો લોકોમાં વિવિધ પ્રકારનાં લક્ષણો પેદા કરે છે, જે તેમના રોજિંદા જીવનમાં અવરોધ પેદા કરે છે. જોકે, લાંબા સમય સુધી નિદાન ન કરાયેલી સામાન્ય એલર્જીએ ‘ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા’ જેવી ઊંઘની વિકૃતિઓનું કારણ પણ બની શકે છે, જે લોકોની એકંદર સુખાકારીને અસર કરે છે.

એલર્જી થવા પાછળનું મૂળભૂત કારણ શું છે?

એલર્જી એ એલર્જન (એટલે કે એવા પદાર્થો કે જે એલર્જીક પ્રતિક્રિયા પેદા કરી શકે છે)ને કારણે થાય છે. તે હવા, પાણી, ખોરાક અથવા સ્પર્શ દ્વારા પણ ફેલાઇ શકે છે. આપણું શરીર આ એલર્જનને બાહ્ય પદાર્થો તરીકે ઓળખે છે અને તેના વિરુદ્ધ લડવા માટે રોગપ્રતિકારક પ્રતિક્રિયા શરૂ કરે છે.

એલર્જીએ એક અનોખી ક્રિયા છે. જ્યારે પણ આપણે એલર્જનને શ્વાસમાં લઈએ છીએ અથવા ખાઈએ છીએ ત્યારે આપણી રોગપ્રતિકારક પ્રણાલી તેના પર હળવી અથવા ગંભીર રીતે પ્રતિક્રિયા આપે છે, જેના કારણે અમુક લક્ષણો જોવા મળે છે. ચેન્નઈની ફોર્ટિસ મલાર હોસ્પિટલના ઇએનટી અને હેડ એન્ડ નેક સર્જન ડૉ. એમ. એન. શંકર કહે છે, ‘એલર્જી કાં તો એલર્જીક રીહિનિટિસ જેટલી સરળ હોઈ શકે છે અથવા તો જીવન માટે જોખમી હોઈ શકે છે.’

એસી તમારી એલર્જીને વધારી શકે અને ફેલાવી પણ શકે

ડૉ. શંકર કહે છે કે, ‘ઓફિસ સેટિંગમાં કામ કરતા લોકો એલર્જી વિકસાવવા માટે સંવેદનશીલ હોય છે. તેનું એક મુખ્ય કારણ એસી છે, જે ઓફિસની અંદર અને બહારના તાપમાનમાં વિરોધાભાસ પેદા કરે છે. ઑફિસમાં કામ કરતા લોકો [ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં] સામાન્ય રીતે વાતાનુકૂલિત વાતાવરણમાં, લગભગ 18-19 °C તાપમાને કામ કરે છે. ઓફિસની બહારનું વિરોધાભાસી તાપમાન તેમને ફંગલ ચેપ માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે અને તેમની એલર્જીને વધારે છે અને તેના કારણે તમે રાતે સરખી રીતે ઊંઘ લઈ શકતા નથી. તેઓ એસી તાપમાનને બહારની તુલનામાં પાંચથી છ ડિગ્રી ઓછું રાખવાનું અને એસીની સામે સીધું કામ કરવાનું ટાળવાનું સૂચન કરે છે.’

એલર્જી તમારી ઊંઘમાં કેવી રીતે ખલેલ પહોંચાડી શકે છે?

બેંગ્લોરની એસ્ટર આરવી હોસ્પિટલનાં ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટેશનનાં લીડ કન્સલ્ટન્ટ ડૉ.પવન યાદવ કહે છે કે, એલર્જીનાં લક્ષણો અનેક રીતે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. તે સમજાવે છે કે, ‘જ્યારે તમે એલર્જનના સંપર્કમાં આવો છો ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ હિસ્ટામાઇન્સને મુક્ત કરે છે, જે નાકમાં પરત બનાવવા લાગે છે. તે નાકમાં છીંક અને આંખોમાં પાણી લાવી શકે છે.’

નાકની અંદર કડક પરત બનવાના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે, જેના પરિણામે નસકોરાં બોલાવવામાં આવે છે અને ઊંઘમાં ગરબડ થાય છે. આ ઉપરાંત એલર્જીને કારણે ગળામાં બળતરા અને ઉધરસની સમસ્યા પણ ઉદ્દભવે છે, જેના કારણે શાંતિથી ઊંઘવું પણ તમારા માટે પડકારજનક બની જાય છે.

ડૉ. શંકર કહે છે કે, એલર્જીનાં કારણે તમે રાતના સમયે સરખી ઊંઘ લઈ શક્તા નથી અને તેની અસર તમારા બીજા દિવસનાં સવારથી સાંજ સુધીનાં શિડ્યુલ પર પડે છે. બાળકોને આઠ કલાકની સારી ગુણવત્તાવાળી ઊંઘની જરૂર પડે છે કારણ કે, ઊંઘની ઉણપ એ તેમની શીખવાની પ્રક્રિયા અને રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે. અધૂરી ઊંઘ એ શરદી અને ચેપની સમસ્યાઓને તમારા શરીરમાં પ્રવેશવા માટે આમંત્રણ આપે છે.

તેઓ ઉમેરે છે કે, ‘જ્યારે તમે બીમાર હો અથવા તો આખા દિવસના કામનો થાક હોય ત્યારે સારી રાતની ઊંઘ જ તમને તે સ્થિતિમાંથી બહાર લાવવા માટે મદદરુપ બની શકે છે પરંતુ, તેનો અભાવ એ તમારી ડિટોક્સિફિકેશન પ્રક્રિયાને અસર કરી શકે છે, મેટાબોલિક તણાવ વધારી શકે છે અને શરીરને યોગ્ય રીતે સ્વસ્થ થતાં અટકાવી શકે છે.’

અપૂરતી ઊંઘને કારણે તમારી એકાગ્રતા ઘટે છે, દિવસના સમયે ઊંઘ જ આવ્યા રાખે છે અને શરીરમાં બળતરા થવા જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે. વધુમાં, તે તમારી વર્તણૂક પર પણ અસર કરી શકે છે અને કાર્યસ્થળે તમને સારુ કામ કરતા અટકાવી શકે છે.

અધૂરી ઊંઘ એ લોકોને માર્ગ અકસ્માતો તરફ પણ દોરે છે
ડૉ. શંકર જણાવે છે કે, ‘તે તમારી કાર્યક્ષમતાને અસર કરવા ઉપરાંત માર્ગ અકસ્માતોનું જોખમ પણ વધારી શકે છે. દિવસ દરમિયાન નિંદ્રાની અનુભૂતિ લોકોની એકાગ્રતા અને જ્ઞાનાત્મક કાર્યોને અસર કરે છે. ઊંઘની અનુભૂતિ તમને જે કાર્ય કરતાં હોય તેમાં નિષ્ક્રિય બનાવી દે છે, જે ઘણી વાર માર્ગ અકસ્માતોમાં પરિણમે છે.’

આ ઉપરાંત ભારે ઉપકરણો સાથે કામ કરતા ઉદ્યોગના કામદારો જો રાતે યોગ્ય ઊંઘ ન લે તો દિવસ દરમિયાન કામ કરતા સમયે એક સામાન્ય એવા ઊંઘનું ઝોકું આવવાના કારણે ગંભીર રીતે ઘાયલ પણ થઈ શકે છે.

એલર્જી એ તમને સ્લીપ ડિસઓર્ડર તરફ દોરી શકે છે
ડૉ. યાદવ કહે છે કે, ‘એલર્જી સ્લીપ એપનિયા જેવી ઊંઘની વિકૃતિઓને વધારી શકે છે. આ એક એવી સ્થિતિ છે કે, જે ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં વારંવાર અડચણ ઊભી કરે છે. જ્યારે તમને એલર્જી હોય ત્યારે અમુક તત્વો તમારા શ્વસનમાર્ગને સંકુચિત કરી શકે છે, જેના કારણે ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આને કારણે ‘સ્લીપ એપનિયા’ની સમસ્યામાં પણ વધારો થઈ શકે છે, જેના પરિણામે ઊંઘ તો પૂરી થતી નથી અને દિવસભર થાકનો અનુભવ થઈ શકે છે.’

સારી ઊંઘ માટે તમારી એલર્જીને નિયંત્રણમાં રાખતા શીખો

નિષ્ણાતોના મત મુજબ જો તમે તમારી જીવનશૈલીમાં અમુક નાના-મોટા ફેરફારો કરો તો તમે તમારી એલર્જીને નિયંત્રણમાં રાખીને સારી એવી ઊંઘ લઈ શકો છો.

એલર્જન-પ્રૂફિંગ બેડરૂમઃ

ધૂળની રજકણથી મુક્ત ઓશીકું અને ગાદલાંના કવરનો ઉપયોગ કરવો. તમારી પથારીને ગરમ પાણીમાં નિયમિતપણે ધોવા. બેડરૂમમાંથી સંભવિત એલર્જન દૂર કરવાથી રાતની ઊંઘ સારી આવે છે.

સારી ઊંઘ માટે બેડરુમને શક્ય તેટલો સ્વચ્છ રાખવો : વ્યક્તિએ સૂવાના રુમમાં ગાલીચા અને ધૂળવાળી જગ્યાને નિયમિતપણે વેક્યૂમ કરવી જાઇએ અને એલર્જનના સંચયને રોકવા માટે શયનખંડમાં થતી ગંદકીને ઘટાડવી જાઇએ

સૂતા પહેલા શાવર લેવાની આદત કેળવવી :
જો તમે સૂતા પહેલા બાથરુમમાં સારો એવો શાવર લો છો તો તમારા વાળ અને ત્વચા પર રહેલા એલર્જન મૃત્ત પામે છે અને તમે રાતે સારી એવી ઊંઘ લઈ શકો છો.

ગરમ પાણીમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કરવી :
જો તમે રાતે સૂતાં પહેલા એક પાત્રમાં ગરમ પાણી લઈને માથે ટુવાલ ઢાંકી આ પાત્રમાં મોઢુ રાખીને શ્વાસોચ્છવાસની ક્રિયા કરો છો તો તમારું બંધ નાક ખુલી જાય છે ને તમારી શ્વાસોચ્છવાસની ક્રિયા સામાન્ય બને છે અને તમે રાતના સમયે સારી એવી ઊંઘ લઈ શકો છો.

એર પ્યુરિફાયર્સ અને હ્યુમિડિફાયર્સનો ઉપયોગઃ
એર પ્યુરિફાયર્સ હવામાંથી એલર્જનને દૂર કરવામાં મદદ કરી શકે છે, જ્યારે હ્યુમિડિફાયર્સ હવાને ભેજવાળી રાખી શકે છે અને નાકમાં જામી જતી પરતોને ઘટાડે છે, જેથી તમે યોગ્ય રીતે શ્વાસ લઈ શકો.

એલર્જનના સંપર્કમાં આવવાનું ટાળવું:
જે ઋતુમાં એલર્જીની સંપર્કમાં આવવાની શક્યતાઓ વધી જાય છે, તે ઋતુમાં બાહ્ય પ્રવૃત્તિઓને મર્યાદિત કરવી મહત્ત્વપૂર્ણ છે. એલર્જનને ઘરમાં પ્રવેશતા અટકાવવા માટે બારીઓ પણ બંધ રાખવી જોઈએ.

સમયાંતરે ડૉક્ટરની મુલાકાત લેતી રહેવી:
જો એલર્જી તમારી ઊંઘની ગુણવત્તા પર નોંધપાત્ર અસર કરે છે તો ડૉક્ટરની મદદ લેવી શ્રેષ્ઠ છે. તે તમને એલર્જીની દવાઓ, ઇમ્યુનોથેરાપી અથવા અન્ય વ્યક્તિગત સારવારના વિકલ્પો પૂરા પાડી શકે છે.

યાદ રાખવા જેવી બાબતો:

  • જો લાંબા સમય સુધી એલર્જીનું નિદાન ન કરવામાં આવે તો તે તમારી ઊંઘમાં વિક્ષેપ પાડી શકે છે અને વ્યક્તિ ઊંઘની અનેક બીમારીઓનો શિકાર બની શકે છે.
  • એલર્જીને કારણે અપૂરતી ઊંઘ વ્યક્તિના રોજિંદા જીવનને અસર કરી શકે છે, જેના કારણે એકાગ્રતામાં ઘટાડો, દિવસના સમયે ઊંઘ આવવી અને કાર્યક્ષમતામાં ઘટાડો જેવી જટિલતાઓ ઊભી થાય છે. આ ઉપરાંત, એલર્જી અગાઉથી અસ્તિત્વમાં રહેલી ઊંઘની વિકૃતિઓને પણ વધારી શકે છે.
  • એલર્જન-પ્રૂફિંગ બેડરૂમ, સૂતા પહેલા શાવર લેવો અને સ્ટીમ ઇન્હેલેશન (ગરમ પાણીમાં શ્વાસોચ્છવાસની ક્રિયા) જેવા જીવનશૈલીના ઉપાયો એલર્જીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જે વ્યક્તિને વધુ સારી ઊંઘમાં મદદ કરે છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 12 =

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
ગરબા એક ઇનટેન્સ વર્કઆઉટ સેશન જેવા છે. આથી જેઓ હૃદયની સમસ્યાથી પીડાય છે તેમને એક્સપર્ટસ કેટલીક સાવચેતી રાખવાનું જણાવે છે.

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.