આલ્કૉહોલની હાનિકારક અસર વિશે જ્યારે વાત કરીએ ત્યારે તેની સીધી જ અસર શરીરનાં અવયવો પર પડે છે. આલ્કૉહોલના વધુ પડતા સેવનથી હાડકાને થતાં નુકસાનને અવગણવામાં આવે છે. આલ્કોહોલનું સેવન હાડકાની ડેન્સિટી પર નકારાત્મક અસર કરી શકે છે અને ફેક્ચરનું જોખમ વધારી શકે છે. તે હાડકાની જાળવણીને નિયંત્રિત કરતા મેકેનિઝમને પણ અસર કરી શકે છે. આ ઉપરાંત તે તમારા જીવનની ગુણવત્તાને ખરાબ કરી શકે છે અને તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ તરફ દોરી શકે છે.
હાડકાં પર આલ્કૉહોલની અસરનો આધાર તેના સેવનની માત્રા, વ્યક્તિની ઉંમર અને તેની મેડિકલ હિસ્ટ્રી પર રહેલો છે. ગોવાના મણિપાલ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક ડૉ. સુશાંત મુમ્મીગતી જણાવે છે કે, આલ્કોહોલના સેવનથી હાડકાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર હોવાનું સાબિત થયું છે,
આલ્કૉહોલ હાડકા પર કેવી નકારાત્મક અસર લાવી શકે છે?
બાળકના જન્મ પછી હાડકાં વર્ષો સુધી વધે છે અને વિકાસ પામે છે. આ વૃદ્ધિનો તબક્કો 20 વર્ષની ઉંમરની આસપાસ સુધી ચાલે છે કે, એટલે કે એ ઉંમર સુધી હાડકાંનાં કદ અને તાકાતમાં વધારો થાય છે. તે પછી, લગભગ 40 વર્ષની વય સુધી વ્યક્તિનાં આહાર અને જીવનશૈલીના આધારે હાડકાની ડેન્સિટી જળવાય છે. 70ની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં હાડકાંની ડેન્સિટી ઘટી જાય છે અને તાકાતનો 30થી 40 ટકા હિસ્સો ગુમાવે છે.
ડૉ. મુમ્મીગાટ્ટી વધુમાં જણાવે છે કે, ‘આ સમગ્ર પ્રક્રિયા મુખ્યત્વે બે પ્રકારના કોષો દ્વારા જાળવવામાં આવે છે – ઑસ્ટિઓબ્લાસ્ટ્સ (બૉન ફોર્મિંગ સેલ્સ ) અને ઑસ્ટિઓક્લાસ્ટ્સ (બૉન-રિસોર્બિંગ સેલ્સ). આલ્કૉહોલનું સેવન બંને કોષની પ્રવૃત્તિઓને અસર કરે છે. આને કારણે હાડકાના રિમોડેલિંગ પર નકારાત્મક અસર પડે છે. આ પ્રક્રિયા દ્વારા હાડકાંમાં તેમની ગુણવત્તા અને તાકાત જાળવી રાખવા માટે સતત ફેરફાર કરવામાં આવે છે.’
વધુ પડતા આલ્કૉહોલના સેવનની હાડકા પર અસર
કેટલાક જોખમી પરિબળો હાડકાના આરોગ્ય અને શક્તિને અસર કરે છે. આલ્કૉહોલના વધુ પડતા સેવનનાં કારણે હાડકાં પર થતી સામૂહિક અસરને આલ્કૉહોલ-પ્રેરિત હાડકાના રોગનું લેબલ આપવામાં આવે છે.
ડૉ. મુમ્મીગટ્ટી કહે છે કે, ‘દારુનું સેવન હાડકાં પર ઘણી અસરો ધરાવે છે. સૌપ્રથમ, હાડકાની મિનરલ ડેન્સિટી (BMD)માં ઘટાડો થાય છે. બીજું, તે BMDમાં ઘટાડો થવાને કારણે ફેક્ચરનું જોખમ વધારે છે.’ BMD હાડકાની પરિસ્થિતિઓ જેમ કે, ઑસ્ટિયોપોરોસિસ અને ઑસ્ટિયોપેનિયાને કારણે થઈ શકે છે. અગાઉની પરિસ્થિતિ હાડકામાં મિનિરલ ડેન્સિટીમાં થયેલા નોંધપાત્ર નુકસાન દ્વારા વર્ગીકૃત થયેલી છે, જેના પરિણામે હાડકા બરડ અને નાજુક બને છે. તે વારંવાર આંતરસ્ત્રાવીય ફેરફારો અને વૃદ્ધત્વ સાથે સંકળાયેલું છે. બીજી તરફ ઑસ્ટિયોપેનિયાને ઑસ્ટિઓપોરોસિસના પ્રારંભિક લક્ષણ તરીકે જોવામાં આવે છે. ભલે લક્ષણો ઓછા હોય છે પણ ગંભીર હોય છે. તેમાં હાડકાની મિનરલ ડેન્સિટી ઓછી થાય છે પરંતુ, ઑસ્ટિયોપોરોસિસ જેટલી નહીં.
બૉન હેલ્થ અને આલ્કૉહોલ : કોણ અસુરક્ષિત છે?
આલ્કોહોલનું સેવન ક્યારેય સંપૂર્ણપણે સલામત હોતું નથી તેમ છતાં ચોક્કસ વય જૂથોમાં તેના સેવનથી હાડકા પર ગંભીર હાનિકારક અસરો થવાની શક્યતા વધારે હોય છે. એમ ડો. મુમ્મીગટ્ટી સમજાવે છે.
1 કિશોર : આલ્કૉહોલ હેલ્થ એન્ડ રિસર્ચ વર્લ્ડમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર આલ્કૉહોલ યુવાન અને ડેવલપિંગ બૉર્ન્સ પર હાનિકારક અસર કરે છે કારણ કે, તે હાડકાની ડેન્સિટી ( એક વ્યક્તિ તેના જીવનમાં સૌથી વધુ માત્રામાં બૉન ટિશ્યુ ડેવલપ કરી શકે ) ને ઘટાડે છે. જેના પરિણામે હાડકાં પ્રમાણમાં નબળા અને બરડ બને છે, જેના કારણે ફેક્ચરનું જોખમ વધારે છે.
2. વૃદ્ધ લોકો: વૃદ્ધ લોકોમાં આલ્કૉહોલના કારણે હાડકાને જોખમ વધુ હોય છે. હાડકાંની ડેન્સિટીમાં ઘટાડો, બૉન ટર્નઓવર નબળું થવું અને લિવર નબળી કામગીરી સહિતના કેટલાક કારણો આમાં સહયોગ આપી શકે છે.
3. પોસ્ટ મેનોપોઝલ મહિલાઓ : ડૉ. મુમ્મીગાટ્ટી જણાવે છે કે, ‘જ્યારે મહિલાઓ પોસ્ટમેનોપોઝલ ફેઝમાં પહોંચે છે ત્યારે હાડકાના આરોગ્યને જાળવવામાં મદદ કરતું હોર્મોન એસ્ટ્રોજનનું સ્તર ઘટે છે.’આના કારણે હાડકાના રિસોર્પશનનો દર વધે છે, જેના પરિણામે હાડકાં નબળા પડે છે. દારુનું સેવનએ તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂકવામાં મહત્વનો ફાળો આપે છે.
આલ્કૉહોલનું સેવન કરો પણ લિમીટમાં
ઘણા લોકો માટે દારૂ પીવો એ એક સોશિયલ એક્ટિવિટી છે, તેથી આલ્કૉહોલના વપરાશમાં સંતુલન રાખવાથી આલ્કૉહોલ-પ્રેરિત હાડકાના રોગોને ટાળવામાં મદદ મળે છે. ડૉ. મુમ્મીગાટ્ટી કહે છે, ‘આલ્કૉહોલની અસર તેને કેટલી માત્રામાં પીવામાં આવે છે તેના પર આધાર રાખે છે. દરરોજે એક કે બે ગ્લાસ દારુના સેવનથી હાડકાની ડેન્સિટીમાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. જો કે, તેની સાથે યોગ્ય પોષકતત્વોનું સેવન, નિયમિત કસરત અને શરીરના વજનને નિયંત્રણમાં રાખતી પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા રહેવું પડે છે.’
ડો. મુમ્મીગાટ્ટી લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, ડેરી ઉત્પાદનો, સૂકામેવા અને અનેક પ્રકારના કઠોળ ખાવાની સલાહ આપે છે, જેથી શરીરમાં તંદુરસ્ત કેલ્શિયમનું સ્તર જળવાઈ રહે અને તે પૂરતા પ્રમાણમાં વિટામિન ડી-3નું ઉત્પાદન કરી શકે કારણ કે, આ પોષકતત્ત્વો મજબૂત હાડકાં માટે ખૂબ જરૂરી છે.
યાદ રાખવા જેવી બાબતો
• આલ્કોહોલનું વધુ પડતું સેવન ઑસ્ટિયોબ્લાસ્ટ્સ અને ઑસ્ટિયોક્લાસ્ટ્સનું કામ કરે છે અને હાડકાના રિમોડેલિંગની ક્ષમતા પર પણ નકારાત્મક અસર પાડે છે.
• આલ્કોહોલના વધુ પડતા સેવનના કારણે હાડકાંમાં જે સ્થિતિ ઉદ્દભવે છે, તેને આલ્કૉહોલ-પ્રેરિત હાડકાંની બીમારીઓ કહેવામાં આવે છે. આમાં ઑસ્ટિયોપોરોસિસ અને ઑસ્ટિયોપેનિયાનો સમાવેશ થાય છે.
• કિશોરો, પૉસ્ટમેનોપોઝલ મહિલાઓ અને મોટી ઉંમરના લોકોમાં આલ્કૉહોલના સેવનથી થતી હાડકાની સમસ્યાઓનું જોખમ વધારે હોય છે.
• પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વોનું સેવન, કસરત અને શરીરના તંદુરસ્ત વજનને જાળવી રાખા સાથે થોડી માત્રામાં દારુનું સેવન કરવામાં આવે છે તો તે હાડકાંનું સ્વાસ્થ્ય ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે.