728X90

0

0

0

આ લેખમાં

Anger Management:બાળકોના ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો ?
3

Anger Management:બાળકોના ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો ?

બાળકોને તેમના ગુસ્સાના પરિણામો સમજાવવાથી માંડીને તેમને ગુસ્સો આવે ત્યારે પરિસ્થિતિ કેવી રીતે સંભાળવી તે શીખવવા અને જો જરૂર પડે તો થેરાપી લેવા સુધીના દરેક પગલાંમાં માતાપિતા નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

મુંબઈનો એક 12 વર્ષનો છોકરો વારંવાર તેના માતા-પિતા પર ગુસ્સે થઈ જતો, ઘણી વખત તેમના પર અપશબ્દો કહેતો. તેના માતા-પિતાએ તેને ફોનથી દૂર કરવાના પ્રયત્નો કર્યા છતાં તે ફોનમાં રચ્યો પચ્યો રહેતો. તેનું ધ્યાન ફોનમાંથી હટાવવા તેને પુસ્તકો વાંચવા માટેના પ્રયત્ન કરાયો છતાં કોઇ પણ ફેરફાર જોવા ન મળ્યો. બાળકનો આ ગુસ્સા તેના માતા પિતા માટે પણ એક ચિંતાનો એક વિષય બની ગયો. જો કે, બંને માંથી કોઇ પણ બાળકની અલગ અલગ લાગણીઓ સાથે વ્યવહાર કરવાની રીતથી વાકેફ ન હતાં, નિષ્ણાતો કહે છે. બાળકોમાં એન્ગર મેનેજમેન્ટ તેમની વેલ બિઇંગ અને સારામાં સારા વિકાસ માટે જરૂરી છે.

મુંબઈના બાળ અને મહિલા મનોવૈજ્ઞાનિક શચી દલવી (PhD) જેમણે બાળકની સારવાર કરી હતી તેમણે જણાવ્યું કે, કોવિડ-19 લોકડાઉન પછી જ્યારે શાળા ફરી શરૂ થઈ ત્યારે વધતી શૈક્ષણિક જરૂરીયાતો અને માતાપિતાની અપેક્ષાઓએ છોકરામાં ગુસ્સાની સ્થિતિ વધુ ખરાબ કરી. “તે બુલિંગનો ભોગ બની રહ્યો હતો જેણે તેના ગુસ્સામાં વધારો કર્યો.” .

બાળકોમાં એન્ગર મેનેજમેન્ટ : ગુસ્સાના કારણો તારવો

બાળકોમાં એન્ગર મેનેજમેન્ટ માટે એક મહત્વપૂર્ણ પગલું એ તેમને ગુસ્સા કરતા કારણો જાણો. જ્યારે માતાપિતા બાળકોની માંગ પૂરી કરતા નથી, ત્યારે બાળકો ગુસ્સે થાય છે. આ ઉપરાંત, જો તેઓ જૂઠું બોલતા પકડાયા પછી પણ તો તેઓ ગુસ્સે થઈ જાય છે. ઉદાહરણ તરીકે, તેઓ સાચું સ્વીકારવાને બદલે બચાવની રીત તરીકે ગુસ્સાનો ઉપયોગ કરી શકે છે. દલવી કહે છે કે, બાળકને તેઓને ગમતું ન હોય તેવું કંઈક કરવા કહો તો પણ તેમને ગુસ્સા આવી શકે છે.

બાળકોમાં ગુસ્સો: હંમેશા તેમનો વાંક નથી

ડૉ સુમૈરા ક્વાઝી, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ, સ્પાર્શ હોસ્પિટલ્સ, બેંગલુરુ કહે છે,”આપણા મગજના બે ભાગ છે : જમણું અને ડાબું. જમણું મગજ લાગણીઓ સાથે અને ડાબું તર્ક સાથે સંકળાયેલું છે. જમણી બાજુ, ડાબી બાજુ કરતાં વધુ ઝડપ હોય છે. જેના કારણે બાળકોની લાગણીઓ તાર્કિક રીતે પ્રતિસાદ આપવાની તેમની ક્ષમતાથી આગળ વધી જાય છે.” ડૉ. ક્વાઝી વધુમાં જણાવે છે કે, “તર્કની બાજુ સંપૂર્ણ રીતે વિકસિત થવા માટે સમય અને અનુભવ માંગે છે. બાળક હંમેશા પરિસ્થિતિને યોગ્ય રીતે પ્રતિભાવ આપવા માટે તૈયાર હોતું નથી.

દલવીના મતે, બાળકો ગુસ્સે થઇ જાય છે કારણ કે તેઓ તેમના મર્યાદિત શબ્દભંડોળને કારણે તેમની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી અને ગુસ્સો તેમની લાગણીઓ વ્યક્ત કરવાનું માધ્યમ બની જાય છે. જે બાળકો મોડું બોલતા શીખે તેમનામાં પણ ગુસ્સાની સમસ્યા થવાની શક્યતા વધે છે.”

બાળકોમાં ગુસ્સાનું કારણ શું છે?

દિલ્હીના સાયકોલોજીકલ-એકેડેમિક-લર્નિંગ સર્વિસ ફૉર ચિલ્ડ્રન એન્ડ એડલ્ટ્સ વિભાગના ડિરેક્ટર અને સિનિયર ક્લિનિકલ સાયકોલૉજીસ્ટ દિપાલી બત્રા બાળકોમાં ગુસ્સો આવવાના કેટલાક સામાન્ય કારણોની યાદી આપે છે.

  • વારસાગત
  • માનસિક સ્થિતિઓ (જેમ કે ADHD અને એંક્ઝાઇટી )
  • કૌટુંબિક સમસ્યાઓ
  • જો બાળકને ઘરમાં અથવા બહાર ધમકાવવામાં આવી રહ્યું હોય તો
  • બુલિંગ અને પીઅર ગ્રુપમાં એડજસ્ટ થવાની સમસ્યા હોય
  • ઉંઘ ન આવતી હોય અથવા હિંસક વીડિયો ગેમ્સ રમતા હોય
  • આઘાત અથવા શોષણ (શારીરિક, ભાવનાત્મક અથવા જાતીય)

ક્યારે સમસ્યા બને છે?

ડૉ. કાઝી જણાવે છે કે અઠવાડિયામાં આઠ થી નવ ગસ્સે થવાની ઘટના હોય તો તે સ્વીકારી શકાય પરંતુ નાના કારણો પર વારંવાર ગુસ્સો, આક્રામક પ્રતિક્રિયા અને યોગ્ય ન હોય તેવા વિષય પર ગુસ્સા થવા અંગે ધ્યાન આપવું જોઈએ.

બત્રા કહે છે કે ADHD જેવી માનસિક સ્થિતિ ધરાવતા લોકો માટે ગુસ્સોથી ઊંઘમાં ખલેલ, ભૂખમાં ફેરફાર, એકાગ્રતાની સમસ્યાઓ અને તેમની કાર્યક્ષમતામાં ઘટાડો જેવા લક્ષણો સાથે હોઈ શકે છે.

બાળકોમાં ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો ?

બાળકોમાં ગુસ્સાને કેવી રીતે નિયંત્રિત કરવો તે અંગે સમજાવતા દલવી કહે છે કે વ્યક્તિએ બાળકના ગુસ્સાને સ્વીકારવો જોઈએ અને સમજવું જોઈએ કે મનુષ્યમાં કુદરતી રીતે નકારાત્મક લાગણીઓ હોય છે. ગુસ્સે થયેલા બાળકને પાછું પાટા પર લાવવા માટે તેઓ ચાર સ્ટેપ્સની સ્ટ્રેટર્જી આપે છે:

પ્રથમ, માતાપિતાએ તેમના બાળકના વર્તનના પરિણામોનું અવલોકન કરવું જોઈએ અને તેને પ્રેમથી સમજાવવું જોઈએ. ઉદાહરણ તરીકે, માતા-પિતાએ જ્યાં સુધી બાળક શાંતિથી પોતાની ભૂલની માફી ન માંગે ત્યાં સુધી તેમને ચોક્કસ સમયગાળા સુધી ન બોલવાની ચેતવણી આપીને વાત ન કરવી જોઈએ.

માપા પિતાએ બાળકો સાથે પ્રેમાળ અને કઠોરતા બંને રીતે વર્તન કરવું જોઇએ. કઠોરતા માટે અવાજ અને બોડી લેંગ્વેજ સુધીની મર્યાદા જાળવવી જોઇએ. પરંતુ બાળકને ફટકારીને તેની સાથે દુર્વ્યવહાર કરશો નહીં.

જો આ રીત કામ નથી આવતી, તો માતાપિતાએ સંપૂર્ણપણે સખત વલણ અપનાવવું જોઈએ.

છેવટે તેઓએ પૂર્વેનિર્ધારિત અસર અંગે બાળકો જણાવીને પગલાં લેવા જોઈએ કે જેથી પાલન આ પરિણામ તરફ દોરી ગયું. જ્યાં સુધી તેમને તેમની ભૂલનો અહેસાસ ન થાય અને તેનું વર્તન પુનરાવર્તિ કરવાનું વચન ન આપે ત્યાં સુધી માતાપિતાએ બાળક સાથે વાત ન કરવી જોઈએ.

“માતા-પિતાએ તરત જ બાળકની માફી સ્વિકારવી જોઈએ નહીં. બાળકોને આત્મનિરીક્ષણ માટે સમય આપવો અને પછી જો તેઓ બદલાય તો બમણો પ્રેમ આપો,” દલવી જણાવે છે કે માતાપિતાએ તરત જ સંમત ન થવું જોઇએ તેમણે બાળકે સ્પષ્ટ લિમીટ સમજવામાં મદદ કરવી જોઇએ .

દલવી એવું પણ જણાવે છે કે માતાપિતા બંનેએ તેમના બાળકને શિસ્ત આપવા માટે ઉપયોગમાં લેવાતા શબ્દ અથવા કહેવતો પર સંયુક્ત રીતે નિર્ણય લેવો જોઈએ (ઉદાહરણ તરીકે, ‘શાંત રહો , ચૂપ થાઓ’). સમાન શબ્દોનો વારંવાર ઉપયોગ બાળકને સમજવામાં મદદ કરે છે. મૂંઝાયા વગર સ્પષ્ટ સંદેશ આપો. “માતા-પિતાએ આ સમયે એવું જ વર્તન કરવું જોઈએ. જો માતા કે પિતામાંથી એક કડક હોય, તો બીજા અત્યંત પ્રેમાળ ન બનવું જોઇએ. બંનેએ આજે ​​સમાન વલણ અપનાવવું જોઈએ,” દલવી કહે છે.

પરિસ્થિતિનો સામનો કરવાની વ્યૂહરચના શીખવી

ડૉ. કાઝીના જણાવ્યા અનુસાર, માતાપિતાએ તેમના બાળકના ક્રોધ પર ગુસ્સામાં પ્રતિક્રિયા ન આપવી જોઈએ. “જો માતાપિતાને ગુસ્સે આવે તો તેઓ બાળકથી દૂર જતા રહે અને જ્યારે ગુસ્સો શાંત થાય ત્યારે તે બાળક સાથે વાત કરે. નિશ્ચિત રહો કે આ રીતે તમે તમારા બાળકને એન્ગર મેનેજમેન્ટની વ્યૂહરચના શીખવી શકો છો. જો તમે પણ ગુસ્સામાં પ્રતિક્રિયા આપો છો, તો બાળકોને આ બાબતની ગંભીરતાનો ખ્યાલ નહીં આવે.”

જો તે નાનું બાળક હોય તો બાળકને ચિત્ર દોરવા, સ્ક્રીબલિંગ કરવા, તેને ફરવા લઈ જવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા શાંત કરવાનો પ્રયત્ન કરો. જો બાળક મોટું હોય તો માતાપિતા પણ ડાયરી લખવા માટે પણ પ્રોત્સાહિત કરી શકે છે.

“ઘણી વખત, બાળકમાં ગુસ્સાનું કારણ માતાપિતાના ધ્યાનનો અભાવ હોઇ શકે છે. જો બાળકને લાગતું હોય કે માતા-પિતા તેના પર ધ્યાન નથી આપી રહ્યાં તો તે આ લાગણીને દૂર કરવા માટે ગુસ્સાથી માતા-પિતાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. ડૉ. ક્વાઝી સમજાવે છે કે “માતાપિતાએ બાળક માટે ચોક્કસ સમય ફાળવવો જોઈએ. જેમાં માતાપિતા બાળક સાથે બોર્ડ ગેમ્સ રમી શકે છે અને શાળા, મિત્રો વગેરે વિશે બાળકની લાગણીઓ સાંભળી શકે છે,”

માતાપિતાના પ્રયત્નો:

એવું પણ જણાવા મળ્યું છે કે છોકરાના કિસ્સામાં, પિતા મૌખિક રીતે અપમાન કરતાં હતા અને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરતા હતા અને “છોકરો, જે તેના પિતાને રોલ મોડેલ તરીકે જોતો હતો, તેણે તેના પિતા દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દોને ઉપયોગમાં લેવાનું શરુ કર્યું ” તેમ દલવીએ જણાવ્યું હતું. .

બત્રાના મતે માતા-પિતાએ પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી તેઓ બાળકો તેમની સાથે વાત કરી શકે. સાંભળવું અને કમ્યુનિકેશન એ માતાપિતા અને બાળકના સંબંધ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

તેઓ જણાવે છે કે “માતાપિતાએ વાતચીત કરતી વખતે તેમની ટીકા અને ધમકાવવાને બદલે બાળક સલામત અને સહાયક અનુભવ કરે તેવી રીત અપનાવવી જોઇએ .”

સારવાર

ઉપરોક્ત કિસ્સામાં છોકરાના પિતાને બાળકના ગુસ્સાને કાબૂમાં રાખવા વર્તન બદલવાની સૂચના આપવામાં આવી હતી. વિચાર એવો હતો કે જ્યારે પિતા બદલાય છે ત્યારે તે બાળકના વર્તનમાં પ્રતિબિંબિત થાય છે. “બાળકની સારવારમાં ધ્યાનનો સમાવેશ કરવાનો હતો. બે મહિનામાં, બાળકના ગુસ્સાની સમસ્યાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે,” તેમ દલવી જણાવે છે.

બત્રાના મતે, માતા-પિતાએ તેમના બાળક પર લેબલ લગાવવું જોઈએ નહીં અથવા એવું વિચારવું જોઈએ નહીં કે તે સમસ્યા છે. “માતા-પિતા પાસે ‘તું નહીં પણ આપણે એવો એપ્રોચ’ રાખવો જોઈએ, જેનો અર્થ છે કે જ્યારે સારવારમાં બાળક અને માતાપિતા બંનેનો સમાવેશ થાય છે, ત્યારે તેમના સંબંધને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.”

બાળકોમાં ગુસ્સાને નિયંત્રિત કરવા માટે થેરાપી દ્વારા ઉપચારનો સમાવેશ કરી શકાય છે, જ્યાં માતાપિતાને તેમના બાળકોની વર્તણૂક બદલવા માટે તેમના વર્તનને કેવી રીતે બદલવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

યાદ રાખવા જેવા મુદ્દા

  • બાળકોમાં ગુસ્સાની સમસ્યાઓ માનસિક સ્થિતિ, કૌટુંબિક સમસ્યાઓ, માતા પિતાનું વર્તન અને બુલિંગ જેવા પરિબળોને કારણે થઈ શકે છે.
  • માતાપિતા માટે તેમના બાળકના ગુસ્સાને સ્વીકારવું અને બાળક નકારાત્મક લાગણીઓ અનુભવવે એ સામાન્ય છે તે સમજવું મહત્વપૂર્ણ છે.
  • બાળક ગુસ્સામાં હોય ત્યારે માતાપિતાએ તેમના બાળકોનો સંપર્ક ન કરવો જોઈએ. તેમનો ગુસ્સો શાંત ન થાય ત્યાં સુધી દૂર રહો અને પછી બાળક સાથે વાત કરો. તે બાળકને ગુસ્સો મેનેજ કરવાની રીત શીખવશે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 13 =

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
ગરબા એક ઇનટેન્સ વર્કઆઉટ સેશન જેવા છે. આથી જેઓ હૃદયની સમસ્યાથી પીડાય છે તેમને એક્સપર્ટસ કેટલીક સાવચેતી રાખવાનું જણાવે છે.

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.