728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

બાળકો અને દાદા-દાદી વચ્ચે જનરેશન ગેપ ન થવા દો
7

બાળકો અને દાદા-દાદી વચ્ચે જનરેશન ગેપ ન થવા દો

આ લેખમાં દાદા-દાદી અને પૌત્રો વચ્ચે જનરેશન ગેપ ઘટાડવાની અસરકારક રીતો વિશે જાણો

ઘણા વયોવૃદ્ધ લોકોને તેમના પૌત્ર-પૌત્રીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવામાં અથવા તેમના સૂતા સમયે વાર્તાઓ સંભળાવવામાં આનંદ આવે છે. જ્યારે બાળકો તેમના માતાપિતા સાથે અસંમત હોય ત્યારે દાદા-દાદી પણ ઘણીવાર તેમના બચાવમાં આગળ આવે છે. જો કે જનરેશન ગેપને કારણે ઘણી ગેરસમજ ઊભી થઈ શકે છે. સારા સંબંધ માટે આ પેઢીના તફાવતને સમજવું અગત્યનું છે.

વ્યક્તિનું ઉછેર, મૂલ્યો અને દુનિયાનો અનુભવ જુદી જુદી અપેક્ષાઓ સેટ કરી શકે છે. દાદા-દાદી અને પૌત્ર-પૌત્રીઓ સાથે રહેતા હોય ત્યારે તેમની વચ્ચેના પેઢીના અંતરને સમજવાની અહીં કેટલીક સરળ રીત સમજાવવામાં આવી છે.

બે પેઢીના તફાવતને સમજવા માટે ખુલ્લા મનની છે જરૂર

બેંગલુરુની મણિપાલ હોસ્પિટલના ક્લિનિકલ સાયકોલોજી વિભાગના કન્સલ્ટન્ટ, ડૉ. સતીશ કુમાર સીઆર જણાવે છે કે બંને પેઢીઓ વચ્ચેના નૈતિકતા, મૂલ્યો અને વિચારો, બે પેઢીઓની માન્યતા વચ્ચેના તફાવત તરીકે જનરેશન ગેપને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. દરેક કુટુંબમાં અચૂક જોવા મળતી ઘટના છે જે હવેની સ્થિતિમાં ચર્ચામાં આવ્યા છે અને વધુ મોટા થતા ગયા છે. “સ્વસ્થ સંબંધો જાળવવા માટે આ તફાવતને દૂર કરવાનો માર્ગ શોધવાની જરૂર છે.”

કેટલાક વૃદ્ધોએ બદલાતા સમયને સમજવા માટે હજુ લાંબી મજલ કાપવાની છે, પરંતુ કેટલાક લોકો પરિવારોમાં પેઢીગત આવતા આ તફાવતને સમજવા માટે સક્રિયપણે પહેલ પણ કરી રહ્યાં છે. વૈદેહી હરિહરન, 78, બેંગલુરુના નિવૃત્ત શિક્ષક છે, જેમને 12, 24 અને 29 વર્ષની ત્રણ પૌત્રીઓ છે. તેમની સાથે વાતો કરવાથી તેમને વર્તમાન સમય કેવો છે તેની માહિતી મળી અને તે પૌત્રીઓના વિચારોને કેવી રીતે સમજવા તે અંગેની વધુ સારી સમજણ આપે છે. તેઓ કહે છે,”જ્યાં સુધી હું ખુલ્લું મન રાખીને તેમના માટે સલામત જગ્યા બનાવું છું, ત્યાં સુધી અમારો સંબંધ ગાઢ રહેશે અને અમે લાગણીઓ શેર કરવાનું ચાલુ રાખીશું.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શું ચર્ચા કરે છે, ત્યારે તેણી કહે છે કે વિશ્વમાં દરેક વસ્તુ વાતચીતનો વિષય બની ગઈ છે. તેઓ કહે છે, “સૌથી મોટી છોકરીએ લગ્ન વિશે તેના વિચારો શેર કર્યા જ્યારે સૌથી નાની છોકરીએ મને તેના અભ્યાસ વિશે જણાવ્યું. તેને પણ મારા બાળપણની વાર્તાઓ સાંભળવામાં મજા આવે છે.”

હેપ્પીએસ્ટ હેલ્થ સાથે વાત કરતા, હરિહરને ઉલ્લેખ કર્યો કે પેઢીના તફાવતની એક મહત્વપૂર્ણ વિશેષતા છે ટેક્નોલૉજીનો વિકાસ. તેમની 24 વર્ષની પૌત્રીએ સમય સાથે તાલમેલ કેવી રીતે રાખવો તે સરળ રીતે શીખવ્યું. તેઓ કહે છે, “મેં મોબાઇલ એપ્સ અને નવા ગેજેટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી લીધું.” જેના કારણે તે તેના ફોન દ્વારા ફૂડ ઓર્ડર કરી શકે છે અને કોઈના પર આધાર રાખ્યા વિના તેની ડિલિવરી પણ મેળવી શકે છે.

જનરેશન ગેપ ટ્રોમા

સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ આઘાતજનક ઘટના ભાવી પેઢીઓને અસર કરે છે, ત્યારે તેને જનરેશન ગેપ ટ્રોમા કહેવામાં આવે છે. ડૉ. કુમારના મતે, પરિવારો વચ્ચે જનરેશન ગેપ ટ્રોમા ડિફરન્સનું આ એક કારણ છે.

વૃદ્ધ દ્વારા અપાતી તકલીફ ભર્યા અનુભવ અથવા દમનકારી વાતાવરણમાં ઉછર પામનારી પેઢીને જનરેશન ગેપ ટ્રોમા કહેવાય છે. ડૉ. કુમાર સમજાવે છે કે “લોકોની નૈતિકતા, મૂલ્યો અને માન્યતાઓ પેઢી દર પેઢી અલગ-અલગ હોઈ શકે છે. યુવા પેઢી તેમના વડીલોના વિચારોને જૂના ગણી શકે છે. બીજી બાજુ, દાદા દાદીને નાના બાળકો બગડેલા, સાંસ્કૃતિક રીતે અજ્ઞાની અથવા જેમને આદરનું કોઇ મુલ્ય નથી તેવા ગણી શકે છે. “આનાથી તેઓને માનસિક અને ભાવનાત્મક તકલીફ થઈ શકે છે અને તેમને ગુસ્સાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.”

મુંબઈ સ્થિત મનોચિકિત્સક અને લાઈફ કોચ નીતા શેટ્ટી જણાવે છે કે દાદા-દાદી અને પૌત્રોમાં આંતર – જ્ઞાતિય લગ્ન, સંબંધો, કારકિર્દી અને શિક્ષણ તેમજ સમલૈંગિક સંબંધો જેવા વિષયો પર અવારનવાર અસંમતી હોય છે. તેઓ વધુમાં જણાવે છે કે, “વૃદ્ધ લોકોએ વર્તમાન સમયની વાસ્તવિકતાઓ માટે અંતરચક્ષુઓ ખુલ્લા રાખવાની જરૂર છે. વર્તમાન સ્થિતિને સ્વીકારવા અને યુવાનો અને તેમની પસંદગીઓથી સંતુષ્ટ થવા માટે તેઓએ હજુ લાંબી મજલ કાપવાની છે.

ડૉ. કુમાર કહે છે કે જ્યારે વૃદ્ધ વ્યક્તિ, પૌત્ર-પૌત્રોને પ્રભાવિત કરવા માટે કામ કરે છે ત્યારે એવી માન્યતા પણ છે કે નાના લોકો તેમની ગમતી સિસ્ટમ અથવા સંસ્કૃતિને અનુસરતા નથી. નિષ્ણાતોના મતે, આ ઝેરી પ્રક્ષેપણ પૌત્રોના શિક્ષણ, નોકરીઓ અને સાથીદારો અને પુખ્ત વયના લોકો સાથેના તેમના સંબંધોને પણ અસર કરી શકે છે. “મધ્યમ પેઢી, જે મુખ્યત્વે તેમના માતાપિતા છે, તેઓએ જનરેશન ગેપને દૂર કરવામાં તેમની ભૂમિકા ભજવવી જોઈએ,” તે કહે છે.

જનરેશન ગેપને ઓછો કરવાની સામાન્ય રીત

શેટ્ટી માને છે કે કેટલાક વૃદ્ધ લોકો હજુ પણ નવા મૂલ્યો અને માન્યતાઓને અપનાવવામાં મુશ્કેલી અનુભવે છે, જે તેમને પૌત્ર-પૌત્રીઓ સાથે વધુ ડિસ્કનેક્ટ તરફ દોરી જાય છે. તેઓ જણાવે છે કે “જનરેશનલ ગેપને દૂર કરવા માટે તમારા પૌત્રોની માન્યતાઓને સમજવી મહત્વપૂર્ણ છે. ”

નિષ્ણાતો તેમના પૌત્રો સાથે જનરેશન ગેપ ઓછો કરવા માટે દાદા દાદી લઈ શકે તેવા પગલાંની યાદી આપે છે:

નવા વિચારો માટે અપનાવવા તૈયાર રહો – જ્યારે એ વાત સાચી છે કે વડીલો પાસે જીવનના અનુભવોનો ભંડાર હોય છે જેને શેર કરવા અને શીખવા મળે છે પણ વ્યક્તિએ તેમની પછીની પેઢીઓ અને મૂલ્યો પરના તેમના વલણને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

તેમના ઉછેરમાં સક્રિય રહો – વડીલો પૌત્ર-પૌત્રીઓના ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને સક્રિય ભૂમિકા ભજવી શકે છે. તેઓ માતાપિતાને તેમના પૌત્રો માટે યોગ્ય પેરેન્ટિંગ પેટર્ન શોધવામાં પણ મદદ કરી શકે છે. કોઈ પણ તર્ક વગર કોઈ પણ માન્યતા કે વિચાર થોપશો નહીં.

પસંદગીને સમજો – દાદા-દાદી અને પૌત્રો એક સાથે કસરત કરી શકે, મૂવી જોવા જઇ શકે, રસોઈ કે અન્ય સ્થળોની મુલાકાત લેવી વગેરે જેવી પ્રવૃત્તિઓમાં સાથે જઇ શકે છે જેનાથી તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજી શકશે અને સુમેળભર્યા સંબંધો વિકસાવી શકશે.

શેટ્ટી કહે છે કે પરિવાર સાથેના સારા સંબંધો વૃદ્ધોમાં ડિમેન્શિયાની શરૂઆતમાં ધીમી કરે છે અને તેમનામાં ડિપ્રેશનનું જોખમ ઘટાડે છે. સ્વસ્થ કૌટુંબિક સંબંધો વૃદ્ધ લોકોને તેમના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે અને તેઓ એકલતા અનુભવતા નથી, જેનાથી પરિવારોમાં પેઢી વચ્ચેનું અંતર ઘટે છે.

યાદ રાખવા જેવા મુદ્દા

જનરેશન ગેપ બે પેઢીઓ વચ્ચે માન્યતાઓમાં તફાવતનો દર્શાવે છે. દાદા-દાદી અને તેમના પૌત્રો ઘણીવાર જીવનના ઘણા પાસાઓ જેમ કે ટેકનોલોજી, સમલૈંગિક સંબંધો, કારકિર્દી વગેરેમાં પેઢીગત તફાવત જોવા મળે છે.

સંદેશાવ્યવહાર અને વિચારો માટે ઓપન રહેવાની સાથે સાથે એક સામાન્ય ગ્રાઉન્ડ શોધવાથી જરૂર છે, પરિવારોમાં પેઢીગત તફાવતોને દૂર કરવામાં મદદ મળી શકે છે અને સુમેળભર્યા સંબંધો તરફ દોરી જાય છે.

 

 

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.