728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

કિશોરવસ્થામાં પ્રાઇવસી જરૂરિયાત છે કે ચિંતા?
185

કિશોરવસ્થામાં પ્રાઇવસી જરૂરિયાત છે કે ચિંતા?

માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.

Teen privacy: Is it a need or concern?

મુંબઈના એક 16 વર્ષના છોકરાને હંમેશા પોતાનો રૂમ બંધ રાખવાની આદત હતી અને જો તેના માતા-પિતા તેના રૂમમાં જવાનો પ્રયત્ન કરે તો તે ગુસ્સે થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ ઘણા કિશોરોના ઘરમાં સામાન્ય રીતે જોવા મળતી હોઈ શકે છે. માતાપિતા પણ આ અંગે ચિંતિત છે કે તેમનું બાળક મોટાભાગનો સમય એકલા રહેવાનું પસંદ કરે છે. જો કે, નિષ્ણાતો માને છે કે જ્યારે આવી પરિસ્થિતિઓ જોવા મળે છે ત્યારે ગોપનીયતા અને વિશ્વાસ સાથે હોવા જોઈએ.

જ્યારે કિશોર એકલા રહેવાનું વિચારવાનું શરુ કરી દે, ત્યારે શું આ એકલતા વિચારવાનો મુદ્દો બની જાય છે? જવાબ છે હા, આપણે આ વિષય વિશે ચિંતા કરવી જોઈએ. આ અંગે વાત કરતા ફોર્ટિસ હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. ફેબિયન અલ્મેડાએ કહ્યું છે કે કિશોરો તેમના રૂમને હંમેશા બંધ રાખવાનું પસંદ કરે છે, જે સારો સંકેત નથી. એડવિથને પણ આ જ સમસ્યા હતી અને તેના માતા-પિતાને પણ ચિંતા હતી કે તે આટલો બધો સમય એકલી વિતાવી રહી છે. ડો. અલ્મેડાએ તેમના નિદાન સમયે શેર કર્યું હતું કે તેમના માતા-પિતા તેને ચિંતા માટેની કાઉન્સેલિંગ લેવા માટે લાવ્યા હતા અને તેમને ક્રોનિક ડિપ્રેશન હોવાનું નિદાન થયું હતું. તે કહે છે કે તેના માતા-પિતાએ કોઈ ચિહ્નો જોયા નહોતા અને તેણે મંજૂરી આપી હતી કે તેને આ અભ્યાસના કારણે આ સમયગાળા દરમિયાન તેને એકલા રહેવાની જરૂર છે.

મૈસુરની દિલ્હી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ મંજૂ શર્મા પણ સંમત થાય છે કે કિશોરો માટે, બંધ દરવાજો હોય તેવો રૂમ માતાપિતા અને બાળક વચ્ચે અવરોધ બની શકે છે. તેઓ કહે છે કે આ એક એવી સામાન્ય સમસ્યા છે જેનો તેઓ સામાન્ય રીતે સામનો કરે છે. માતા-પિતા તરીકે આપણે આપણા કિશોરોને પ્રાઇવસી આપવાની જરૂર છે. વધુમાં, જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યાં તે નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી રુમમાં બંધ રહે છે, જેમ કે 30-45 મિનિટ, માતાપિતાએ બાળક બરાબર છે કે નહીં તેના પર ધ્યાન આપવું જોઇએ.

કિશોરના રૂમના બંધ દરવાજા પાછળ શું ચાલી રહ્યું છે?

એવી શંકા થઈ શકે છે કે કિશોરાવસ્થામાં પહોંચેલું તમારું બાળક એકલા રહેવાનું પસંદ કરી શકે છે. ડૉક્ટર, ડૉ. અલ્મેડા, શેર કરે છે કે બંધ દરવાજા પાછળ તમારા બાળકને હેરાન કરવામાં આવી શકે છે અથવા તેઓ અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યાં હોઇ શકે છે. તેથી, જ્યારે તેઓ એકલા સમય વિતાવે છે, ત્યારે તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે તેના અંગે વાત કરતા અચકાતા હશે. હતાશ હોય એવું લાગે છે કે તેઓ જાણતા નથી કે તેમણે પોતાની ચિંતાઓ કોની સામે વ્યક્ત કરવી જોઇએ. ડૉ. અલમેડા હંમેશા કહે છે કે માતાપિતાએ આવા કિસ્સાઓમાં દરમિયાનગીરી કરવી જોઈએ અને તેમના બાળક સાથે આ વિશે વાત કરવી જોઈએ.

વધુમાં, કિશોરો પોર્નોગ્રાફી, ધૂમ્રપાન, તમાકુ અને માદક દ્રવ્યોના વ્યસન તેમજ ઑનલાઇન ગેમિંગ તેમન જુગારના સંપર્કમાં આવી શકે છે.

સામાન્ય લોકો ઘણીવાર વિચારે છે કે કિશોરો માટે તેમના માતાપિતા સાથે કોઈ પણ વિષય વિશે વાત કરવી મુશ્કેલ બની શકે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે કિશોરોએ પ્રાઇવસીને મહત્વ આપવું જોઈએ સાથે જ તેઓ તેમની રોજિંદા પ્રવૃત્તિઓ, મિત્રો વિશે તેમના માતાપિતા સાથે વાર્તાલાપ કરવામાં સક્ષમ હોવા જોઈએ અને મૂવીઝ જેવા રેન્ડમ ટોપિક અંગે પણ ચર્ચાઓ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. એકવાર વિશ્વાસપાત્ર સંબંધ બન્યા પછી, કિશોરોએ તેમના માતાપિતા સાથે દરેક વસ્તુ વિશે વાત કરી શકે છે. આલોક શર્માએ કહ્યું કે “તેઓ તેમની અસલામતી અથવા અન્ય કોઈ ચિંતાઓને કારણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેનાથી આ કંઈક અલગ હોઈ શકે છે.”

ડૉ. અલ્મેડા સમજાવે છે કે જ્યારે આપણે માતા-પિતાની ભૂમિકામાં હોઈએ છીએ, ત્યારે આપણે માત્રએ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે કિશોરાવસ્થામાં પહોંચેલા બાળકોની પ્રાવઇસીનો આદર કરીએ, પણ તેમની સ્થિતિ પણ સારી હોવી જોઇએ છે. તેઓ સલાહ આપે કરે છે કે માતા-પિતા, કિશોરોની પ્રાઇવસીનું ઉલ્લંઘન ટાળવા માટે બાળકોના રુમમાં જતા પહેલાં દરવાજો ખટખટાવવો જોઇએ.

શર્મા સમજાવે છે કે જ્યારે માતાપિતા તેમના બાળકોની પ્રાઇવસીનું સન્માન નથી જાળવતા, ત્યારે તે બાળકોનો વિશ્વાસ ઓછો થઈ શકે છે. તે હંમેશા કિશોરોને યાદ કરાવવાની ભલામણ કરે છે કે તમે તેમની ગોપનીયતાનો આદર કરો છો અને પૂછો કે શું તેમને કંઈ પણ પરેશાન કરી રહ્યું છે. તેમની માંગને યોગ્ય રીતે સમજો. આનાથી તમે તેમના વિચારો સાંભળી અને સમજી શકશો.

પરસ્પર વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે

ડૉક્ટર શર્માજીએ કહ્યું કે તમારે હંમેશા તેમના રૂમમાં પહોંચતા પહેલા દરવાજો ખખડાવવો જોઈએ. તેમની પરવાનગી વગર તેમનો મોબાઈલ, ટેબલેટ, લેપટોપ કે કોમ્પ્યુટર ચેક કરશો નહીં. તેમને મિત્રો અને પરિવાર સાથે અંગત વાતચીત કરવાની મંજૂરી આપો. મિત્રતા અને વિશ્વાસ બંને લાંબો સમય માંગે છે અને જો તમે તેમાં ઝડપ ઈચ્છો તો તે થશે નહીં. તેથી, તેમને પોતાને રહેવા અને શાંતિનો આનંદ માણવા માટે સમય આપો. પરંતુ ખૂબ જ લાંબા સમય સુધી નહીં કે જેથી તેઓ એકદમ અલગ થઇ જાય. ભલે તે મોબાઇલ કે લેપટોપ પર કંઈક વાંચી જ કેમ ન રહ્યાં હોય અથવા અન્ય કોઈ કાર્ય કરી રહ્યાં હોય, તેમને સમજાવો કે દરવાજો બંધ કરવાની કે તાળું મારવાની જરૂર નથી.

તેમને રૂમમાં એકલા ઘણો સમય પસાર કરવાની મંજૂરી આપો પરંતુ તેને વધુ લાંબો ન કરો. જ્યારે તેઓ વિરામ લે ત્યારે તેમને પરિવાર સાથે બહાર નાસ્તો કરવા પ્રોત્સાહિત કરો. તમે તેમને વિરામ લેવા અને તેમની સાથે બેસીને તેમના દિવસ વિશે વાત કરવા કહી શકો છો.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.
આર્ટિકલ
ગરબા એક ઇનટેન્સ વર્કઆઉટ સેશન જેવા છે. આથી જેઓ હૃદયની સમસ્યાથી પીડાય છે તેમને એક્સપર્ટસ કેટલીક સાવચેતી રાખવાનું જણાવે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.