728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

Dog Bites: કુતરું કરડે ત્યારે આ વાતોનું રાખો ધ્યાન
14

Dog Bites: કુતરું કરડે ત્યારે આ વાતોનું રાખો ધ્યાન

જો કુતરાએ નાનકડો સ્ક્રેચ જ કેમ ના માર્યો હોય પણ તો પણ તેને અવગણવો જોઇએ નહીં. જો કે તેની સારવાર ઇજા કેવી છે તેના પર આધાર રાખે છો પણ રબિસ ન થાય તેના પર મુખ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે

ડૉક્ટર્સ જણાવે છે કે કૂતરું કરડ્યું હોય કે પછી સામાન્ય સ્ક્રેચ જ માર્યો હોય પણ તેને અવગણવું નહીં તે હિતાવહ છે

“હડકવા 100% જીવલેણ રોગ છે.” બેંગલુરુના કોમ્યુનિટી મેડિસિન નિષ્ણાત અને એસોસિએશન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઑફ રેબીઝ ઇન ઇન્ડિયા (APCRI)ના સ્થાપક પ્રમુખ ડૉ એમ. કે. સુદર્શન જણાવે છે કે, “હડકવા બુલેટ આકારના રેબડોવાયરસને કારણે થાય છે જે હડકવા થયો હોય તેવા પ્રાણીની લાળમાં હાજર હોય છે. હડકાયા પ્રાણીના કરડ્યા પછી, સલાઇવા એટલે કે લાળમાંથી વાયરસ કરડ્યું હોય તે વ્યક્તિના ઘા પર જમા થાય છે. તેથી, કૂતરા કરડ્યું હોય તેવા કિસ્સામાં, હડકવાની સારવાર પર ધ્યાન આપવું હોવું જોઈએ.”

દિલ્હીની મણિપાલ હોસ્પિટલ્સના ઇમરજન્સી મેડિસિન વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. કપિલ ગુપ્તા જણાવે છે કે એક માન્યતા પ્રવર્તે છે કે જો કોઇ કુતરાને રસી આપેલી છે અને જો તેણે માત્ર સ્ક્રેચ માર્યો છે તો તેનાથી રેબિસ એટલે કે હડકવા થવાની શક્યતા રહેતી નથી. ડૉ ગુપ્તા કે જેઓ એસોસિયેશન ઑફ ઈમરજન્સી ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયાના પ્રમુખ છે તેઓ જણાવે છે કે, “હડકવાએ માત્ર પ્રિવેન્ટેબલ ઇન્ફેક્શન એટલે કે અટકાવી શકાય તેવો ચેપ છે અને તેનો ઉપચાર કરી શકાતો નથી. જો ઇન્ફેક્શન થવાની સહેજ પણ શક્યતા હોય, તો પણ તેને અટકાવવા માટે સાવચેતી રાખવી જોઈએ. આ વાઈરસની મુખ્ય સમસ્યા એ છે કે તે ખૂબ લાંબો સેવન સમયગાળો ધરાવે છે,”

કુતરું કરડ્યા પછી રેબિસ અટકાવવાના પગલાં

ડૉ. સુદર્શન તાત્કાલિક પ્રાથમિક સારવાર દ્વારા વાયરસને દૂર કરી નિષ્ક્રિય કરવા પર ભાર મૂકે છે. આથી કૂતરું કરડ્યું હોય તેવા કિસ્સામાં તેઓ નીચેના પગલાં સૂચવે છે:

  • ઘાને સાબુ અને પાણીથી ધોઈ નાખો. કુતરાની લાળમાં વાયરસ હોય છે. તેથી, પાણી અને સાબુ દ્વારા લાળના ઘાને દૂર કરવું એ પહેલું પગલું છે. જ્યારે કોઈ પણ સાબુ વાયરસને મારી નાંખે છે, ડિટર્જન્ટ સાબુ વધુ આલ્કલાઇન હોય છે આથી તે વધુ અસરકારક હોય છે. સાબુ વાયરસની ઉપરના લિપિડના (ચરબી) કોટિંગને તોડી પાડે છે.
  • તેના પર એન્ટિસેપ્ટિક દવા લગાવો કારણ કે તે વાયરસને ન્યુટ્રલાઇઝ્ડ કરે છે. આ પછી, કોટન એટલે કે રૂનો ઉપયોગ કરીને ઘાને લુછી લો.
  • જલ્દીથી જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરો.

ડૉ સુદર્શન જણાવે છે કે, એકવાર જ્યારે વ્યક્તિને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવે, તબીબી સ્ટાફ ઈજાની ગંભીરતાને સમજે છે અને ” કેવી ઇજા થઇ છે તેના આધારે, એન્ટી રેબિસ વેક્સિનેશન(ARV), એન્ટી રેબિસ સીરમ (ARS)અને એન્ટી ટિટાનસ વેક્સિન આપવામાં આવે છે. ” કૂતરું કરડે તે દરમિયાન, પડી જવાની અને માટી સાથે સંપર્ક થવાની સંભાવના છે. આથી ટિટાનસની સારવાર પણ જરૂરી છે.

ડૉકટર્સ જણાવે છે કે, હડકવાની રસીમાં 5 ડૉઝનો સમાવેશ થાય છે જે દિવસે 0 દિવસ (કૂતરું કરડે તે દિવસ), ત્રીજો દિવસ, સાતમો દિવસ, ચૌદમો દિવસ અને 28માં દિવસે આપવામાં આવે છે. આ રસી ભારત જેવા દેશ કે જ્યાં હડકવા થવાની શક્યતા ધરાવતા છે ત્યાં ખૂબ જ જરૂરી છે.

ડૉ. ગુપ્તા જણાવે છે કે એન્ટી રેબિઝ સીરમ, કેટેગરી-3ના કિસ્સામાં એન્ટિ-રેબીઝ વેક્સિન સાથે આપવામાં આવે છે, કારણ કે વ્યક્તિને એન્ટિબોડીઝ વિકસાવવામાં 7 દિવસ લાગે છે. આથી ARS વ્યક્તિને રેડીમેડ એન્ટિબોડીઝ પેસિવ ઇમ્યુનિટી આપે છે.

ડૉ. સુદર્શન જણાવે છે કે રસી એન્ટીબૉડી તૈયાર કરીને શરીરને સુરક્ષા આપે તે પહેલાં ARS વાઇરસને ન્યુટ્રલાઇઝ કરવામાં મદદ કરે છે.

WHOની રેબિસ અંગેની ફેક્ટ શીટ પ્રમાણે આ વાઇરસનો ઇન્ક્યુબેશન પીરિયડ લગભગ 2 થી 3 મહિના છે પણ તે એક અઠવાડિયાથી એક વર્ષ પણ થઇ શકે છે આ આધાર રાખે છે વાઇરસ કેવી રીતે પ્રવેશ્યો છે અને તેનો વાઇરલ લોડ કેટલો છે.

ડૉ. ગુપ્તા વધુમાં જણાવે છે કે સૌથી મોટી સમસ્યા એ છે કે એવો કોઇ ટેસ્ટ નથી કે જેનાથી જાણી શકાય કે વ્યક્તિ રેબિસ વાઇરસનું કેરિયર છે કે નહીં.

ડૉ. ગુપ્તા વધુમાં જણાવે છે કે એન્ટી રેબિસ વેક્સિનેશનનું આયુષ્ય ટુંકુ હોય છે. જો કોઇ વ્યક્તિએ એક વાર રસી લીધી હોય અને 10 વર્ષ સુધીમાં જો કોઇને બીજી વખત કુતરું કરડે તો તેને ફરી રસી લેવી પડે છે.

હડકવાના લાક્ષણો આ મુજબ છે. લાળ, તાવ, હાઇડ્રોફોબિયા (પાણીનો ડર), એરોફોબિયા (હવાનો ડર), મૂંઝવણ, બદલાયેલા સેન્સોરિયમ (સ્પષ્ટ રીતે વિચારવામાં અસમર્થતા) અને કોઇ પણ વિષય વગરની વાત કરવી. આ લક્ષણો અંગે ડૉ ગુપ્તા કહે છે. “આનો અર્થ એ છે કે વાયરસ શરીરના વિવિધ ભાગોમાં ફેલાઇ ગયો છે અને અમે કશું વધારે કરી શકશું નહીં,”

જો તમારું પાલળીતું કૂતરો નખ મારે તો શું કરવું?

વારંવાર પૂછાતા પ્રશ્નોમાંનો એક એ છે કે શું પાળીતું કુતરાના માલિકને દર વખતે કુતરું નખ મારે તો હડકવાની રસી લેવી જરૂરી છે.

ડૉ સુદર્શન કહે છે કે સલામત રહેવું શ્રેષ્ઠ છે. “લોકોએ ધ્યાન રાખવું જોઇએ કે છેલ્લા છ મહિનામાં તેમનો પાલતુ કૂતરું કોઈ રખડતા કૂતરાના સંપર્કમાં ન આવ્યું હોય. કૂતરાઓમાં હડકવાનો ઇનક્યુબેશન સમય છ મહિનાનો છે. વાયરસનો સ્ત્રોત કુતરાની લાળ છે. તેમના પંજામાં લાળ હોઈ શકે છે. જ્યારે શ્વાન કોઈ પણ માણસના ઘા ચાટે છે ત્યારે પણ તેનાથી ચેપ ફેલાવાની શક્યતાઓ હોય છે. આવા કિસ્સામાં, વ્યક્તિએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ARV લેવી જોઈએ,”

કુતરું કરડે તો શું ન કરવું ?

ડૉ. સુદર્શન સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘરઘથ્થુ ઉપચાર સામે લાલ બત્તી દર્શાવે છે.

  • ઘા પર હળદર અને લીમડાના પાનની પેસ્ટ ન લગાવો. તેઓ બળતરા કરાવશે છે અને વાયરસને અંદર ધકેલશે.
  • ડિઝલ, ચા અથવા લાલ મરચાંનો પાઉડરનો ઉપયોગ ન કરવો
  • એવું ન માનશો કે કૂતરાને હડકવા સામે રસી આપવામાં જો તે કરડે છે, તો પણ તમારે હડકવા વિરોધી રસીને અવગણશો નહીં.હડકવા વિરોધી રસી બંધ કરશો નહીં. રસીકરણ શેડ્યૂલને વળગી રહો

યાદ રાખવા જેવા મુદ્દા

  • હડકવા માત્ર રોકી શકાય તેવી બીમારી છે અને તેનો કોઈ ઈલાજ નથી.
  • કૂતરાના કરડવાથી થતી ઇજાની સારવાર, ઇજાના પ્રકારના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે
  • ભારત જેવો દેશે કે જ્યાં હડકવા ખૂબ વધુ પ્રમાણમાં થાય છે ત્યાં રેબિસના 5 ઇન્જેક્શન લેવા ખૂબ જ જરૂરી છે.
  • કોઇ વ્યક્તિને રેબિસ થયો છે કે નહીં તે જાણવા માટેનો કોઇ સુનિશ્ચિત રિપોર્ટ નથી.

 

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.