728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

Burn Injuries: દાજ્યા છો? તો આટલું જાણી લો
15

Burn Injuries: દાજ્યા છો? તો આટલું જાણી લો

બર્ન ઇન્જરી એટલે કે દાજ્યા હોય તેની વહેલી તકે સારવાર કરાવી જોઇએ. નિષ્ણાતો જણાવે છે કે દાજ્યા હોય તેના પર કોઈ પણ દવા કે ઘરઘથ્થુ દવા ન લગાવવો અને તરત જ ડૉક્ટરની સલાહ લો.

જ્યારે પણ ભયંકર આગ લાગે છે ત્યારે આ દુર્ઘટના દરમિયાન ધુમાડા અને જ્વાળાઓની વચ્ચે કોઈને બચાવવું તે એક સાહસનું કામ છે. આકસ્મિક આગ લાગવી કે પછી રાસાયણિક દુર્ઘટના થવી, ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ, ગેસ સિલિન્ડર ફાટવો અથવા ઉકળતા પાણીના ઉડવાના કારણે આપણા ટિશ્યુસને ગંભીર અસર કરી શકે છે. આવા કિસ્સાઓમાં, યોગ્ય સારવાર ફક્ત જીવન નથી બચાવતું પણ ગંભીર ઇજાનું જોખમ પણ ઘટાડી શકે છે.

થોડા સમય પહેલા બેંગ્લોરમાં સરકારી સંચાલિત લેબમાં ફાટેલી આગમાં નવ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં ત્રણની હાલત ગંભીર હતી. આ સ્થિતિમાં દાજેલા વ્યક્તિઓની ઇજા નાના પ્રમાણથી માંડીને જીવન માટે જોખમી હોઈ શકે છે. ગંભીર રીતે દાઝવા માટે તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય છે, અને જેટલા ઝડપી પગલાંથી લીધા હોય તે ત્વચાના વધુ પડતી ઇજા થવાથી બચાવી શકે છે.

દાઝ્યા માટે પ્રાથમિક સારવાર : સલામતી જ પહેલું છે

દાઝ્યાની સારવાર કરતાં પહેલાં, અસરગ્રસ્ત લોકો અને બચાવનારની સલામતી સુનિશ્ચિત કરવી તે સૌથી મહત્વપૂર્ણ પગલું છે. બેંગ્લોર મેડિકલ કૉલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (BMCRI), પ્લાસ્ટિક સર્જરી અને બર્ન્સ વિભાગના વડા ડૉ. રમેશ કેટી કહે છે. “મોટી આગના કિસ્સામાં, ઝડપી લીધેલા પગલાં નુકસાન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો કોઈના કપડામાં આગ લાગી હોય, તો તેને ધાબળો અથવા ગાદલાથી લપેટીને બહાર કાઢવા જોઈએ. ત્યારબાદ, બચાવકર્તાની સાથે અસરગ્રસ્તોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પહેલા સુરક્ષિત સ્થળે ખસેડવા જોઇએ”

ડૉ. રમેશ સમજાવે છે કે આગની દુર્ઘટનામાંથી કોઈને બચાવતી વખતે, આગને કાબૂમાં રાખવાના પગલાં (પાણી અથવા અગ્નિશામક સાધન વડે) લેવાની સાથે સાથે, આગ લાગવાનો મુખ્ય સ્ત્રોત (જેમ કે ઈલેક્ટ્રિકલ પ્લગ સોકેટ)ને દૂર કરી દેવો જોઇએ.

તેઓ કહે છે જણાવે છે કે “ઇલેક્ટ્રિકલ બર્ન્સ દેખાય તેના કરતાં વધુ ખરાબ હોઇ શકે છે, સપાટી પર કોઈ ચિહ્નો ન દેખાતા હોય, છતાં તેઓ અંદરની બાજુના ટીશ્યુને બાળી શકે છે અથવા નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે કેટલાક સંકેતો થોડા દિવસો પછી ધ્યાનમાં આવી શકે છે.”

કોઇ દાઝ્યું હોય ત્યારે શું કરવું અને શું ન કરવું

હૈદરાબાદની મમતા એકેડેમી ઑફ મેડિકલ સાયન્સના, ઇમરજન્સી મેડિસિનના આસિસ્ટન્ટ પ્રૉફેસર, ડૉ. નીથા સંદીપ કુમાર, દાઝી જવા અંગેના તાત્કાલિક પ્રાથમિક સારવારના પગલાં સમજાવે છે:

વહેલી તકે તબીબી સહાય મેળવો

  • જો દાજેલા લોકોના કપડાં તેમના શરીર પર ચોંટી ગયા હોય તો તેને ક્યારેય દૂર કરવાનો પ્રયાસ કરશો નહીં, કારણ કે તને ખેંચવા જતાં તેમના ટીશ્યુને વધુ નુકસાન થઈ શકે છે. જો કપડાં સરળતાથી ઉતરી જાય તો તેને દૂર કરી શકાય છે.
  • દાજ્યા હોય તે ભાગને ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી નળ અથવા ઠંડા પાણીની નીચે રાખીને ઠંડુ કરો.
  • દાઝી ગયા પછી તરત જ કોઈ પણ દવા અથવા ઘરઘથ્થુ ઉપચાર (જેમ કે મધ, મલમ, પાવડર અથવા સ્પ્રે) લગાવશો નહીં.
  • એક કલાક પછી, ઘા પર આઇસ પેક મૂકો અથવા સિલ્વર સલ્ફાડિયાઝિન ( દાજ્યા પર લગાવવા માટે ઉપયોગમાં લેવાતું એન્ટિબાયોટિક કેમિકલ) લગાવો.
  • ઝાંઝર, વીંટી અને બંગડીઓ જેવા તમામ દાગીના કાઢી નાંખો, કારણ કે જ્યારે સોજો આવ્યા બાદ તે દાજેલા ભાગ પર અટકી શકે છે અને રક્તપરિભ્રમણને અસર કરી શકે છે. જે આગળ જતાં કેટલાક કિસ્સામાં આંગળી અથવા હાથ જેવા ભાગને કાપવા પડે તે સ્થિતિ તરફ દોરી શકે છે.
  • જો ત્વચા પર ફોલ્લાઓ દેખાય છે, તો તેને ફોડશો નહીં, કારણ કે તેનાથી ઇન્ફેક્શન થઇ શકે છે. ડૉ. રમેશ વધુમાં જણાવે છે કે “દાજ્યા હોય તે ભાગ પર કંઈ પણ લગાવવાથી તે વધુ ખરાબ થશે. બળી ગયેલા ભાગને સ્વચ્છ રાખો અને મેડિકલ પ્રોફેશ્નલની મદદ લેવો ” દાઝી જવાની ગંભીરતાને અવગણીને તેઓ તુરંત જ ડૉક્ટરની સલાહ લેવાના મહત્વ પર ભાર મૂકે છે.

તેઓ ચેતવણી પણ આપે છે કે કેમિકલ કે જે બળે (જેમ કે એસિડ એટેક)ના કિસ્સામાં સાવચેત રહેવાની જરૂર છે, આવા કિસ્સામાં દાજ્યા હોય તે ભાગામાં માત્ર પાણી જ રેડવાની જરૂર છે. “કેમિકલ બર્નના કિસ્સામાં, વ્યક્તિએ ખાતરી કરવી જોઈએ કે પાણી રસાયણને શરીરના એ ભાગમાં નથી ધકેલતું જ્યાં કોઇ પ્રકારની અસર થઇ નથી, કારણ કે તે બર્ન વિસ્તારને વધારી શકે છે.”.

બર્ન ઇજાઓના પ્રકાર

બર્નના ત્રણ ડિગ્રી છે: પ્રથમ-ડિગ્રી, સેકન્ડ-ડિગ્રી અને થર્ડ-ડિગ્રી બર્ન. ફર્સ્ટ- અને સેકન્ડ-ડિગ્રી બર્ન પીડાદાયક હોય છે, જ્યારે થર્ડ-ડિગ્રી બર્ન થવાના કિસ્સામાં વ્યક્તિ બેભાન થઈ જાય છે, ડૉ કુમાર, જેઓ એસોસિયેશન ઑફ ઈમરજન્સી ફિઝિશિયન ઑફ ઈન્ડિયાના સભ્ય પણ છે. “થર્ડ-ડિગ્રી બર્ન ખૂબ જ ગંભીર છે કારણ કે તે ત્વચાના તમામ સ્તરોને અસર કરે છે અને ચેતાના અંતનો નાશ કરે છે. પરિણામે, વ્યક્તિ પીડા અનુભવતી નથી,” તેણી સમજાવે છે.

દાજ્યા હોય તેની સારવાર

સુપરફિસિયલ બર્ન (માઇનોર બર્ન) માટે કદાચ કોઈ સારવારની જરૂર નથી અને સિલ્વર સલ્ફાડિયાઝિનનો ઉપયોગ પૂરતો હોવો જોઈએ, ડૉ કુમાર કહે છે. “જો થર્ડ-ડિગ્રી બર્ન છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો કોઈના ચહેરા પર દાઝી ગયેલી ઈજાઓ હોય, તો તેની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે કારણ કે ઈજાઓ શ્વસન માર્ગમાં સોજો લાવી શકે છે. સાથે જ દાજવાથી અથવા ઝેરી ધૂમાડો શ્વાસમાં લેવાના પરિણામે શ્વસનનળીમાં બળતરા થઇ શકે છે.”

તેઓ વધુમાં ઉમેરે છે કે આગની પાસે રહેલા લોકોને પણ અસર થઈ શકે છે પરંતુ ત્વચાની સપાટી પરના આ ચિહ્નો દેખાતા નથી. “ગરમ અને ઝેરી ધૂમાડો શ્વાસમાં લેવાથી તેમના શ્વસન તંત્રને અસર થઈ શકે છે અને શ્વસન તંત્રને વધુ નુકસાન થાય તે પહેલાં તરત જ તેની સારવાર કરવાની જરૂર છે,” તેઓ કહે છે.

યાદ રાખવા જેવી બાબતો

  • જે લોકો દાઝી ગયા છે અને તેમને બચાવનારને તરત જ, પ્રાથમિક સારવાર શરૂ કરતાં પહેલા સલામત જગ્યાએ ખસેડો.
  • દાજ્યા છીએ તે ભાગને 15 થી 20 મિનિટ સુધી ઠંડા અથવા નળના પાણીની નીચે રાખવું જરૂરી છે. કેમિકલ બર્નના કિસ્સામાં, ધ્યાન રાખો કે કેમિકલ વાળું પાણીના અન્ય ભાગમાં ન જાય, કારણ કે તે ઇજાગ્રસ્ત વિસ્તારને વધારી શકે છે.
  • વ્યક્તિએ ઘા પર કંઈ પણ ન લગાવવું જોઈએ અને જો ફોડલો થયો હોય અથવા સેકન્ડ કે થર્ડ-ડિગ્રી બર્નના ચિહ્નો હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ભયાનક માથાનો દુખાવો ઘટાડવા માટે એક વ્યૂહરચના જરૂરી છે જેને માથાના દુખાવાના નામે ઓળખવા, તેની યોગ્ય સારવાર કરવી અને તેના રોકવા માટે સખત પરેજી પાળવાની જરૂર હોય છે.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
ટામેટાં એન્ટિઑક્સિડન્ટ્સ અને વિટામિન્સનો ખૂબ જ સારો સ્ત્રોત છે, જે ઑક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે કાર્ડિયોવેસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સનું જોખમ પણ ઘટાડે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.