દશેરા પછી દિવાળીની તૈયારીઓ શરૂ થઇ જાય છે. તમામ ઘરથી માંડીને બજારોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ જાય છે. નવા વર્ષના સ્વાગત માટે ચોતરફ પ્રકાશ જોવા મળે છે, વિવિધ પ્રકારના નાસ્તા તૈયાર થવા લાગે છે, ખરીદી શરુ થઇ જાય છે.. પરિવાર સાથે ઉજવાતો આનંદ અને ઉલ્લાસનો આ પર્વ જીવનમાં અનેક નવા રંગો પૂરે છે. તો આ તહેવાર તમે અને તમારો પરિવાર સુરક્ષિત રીતે ઉજવે તે મહત્વપૂર્ણ છે.
આ તહેવારો દરમ્યાન આપણે ઘરમાં દિવા કરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ તો દરમ્યાન દાઝી જવાની કે ઘરમાં રમતા બાળકોની પડી જવાની ઘટનાઓ બનતી હૈ. એક તરફ તહેવારનો માહોલ હોય અને ઘરમાં ઘણી બધી એક્ટિવિટી ચાલતી હોય ત્યારે અચાનક વસ્તુઓ શોધવામાં ઘણી વાર લાગી જતી હોય છે. ત્યારે તે માટે આજે હેપ્પીએસ્ટ હેલ્થ તમારા માટે લઇને આવ્યું છે એક દિવાળી કીટ. આ કીટ તમે પણ ઘરે તૈયાર કરી શકો છે જે કોઇ પણ ઇમર્જન્સીની પરિસ્થિતિમાં તમારો એક વિશ્વાસુ સાથી બનશે.
‘દિવાળી કીટ’ માં તમારે આ વસ્તુઓ સાથે રાખવાની છે
બર્ન્સ માટે સારવાર
દીવા પ્રગટાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે દાઝી જવાની શક્યતા રહે છે. નાના બર્ન (માઇનોર બર્ન) માટે કોઈ સારવારની જરૂર નથી અને સિલ્વર સલ્ફાડિયાઝિનનો ઉપયોગ પૂરતો છે, ડૉ. કુમાર (ભારતના ઇમર્જન્સી ટ્રીટમેન્ટ એસોસિયેશનના સભ્ય) માહિતી આપે છે. બર્નને ઠંડા અથવા નળના પાણીમાં 15 થી 20 મિનિટ માટે મૂકો. આથી તહેવાર દરમ્યાન ઘરમાં પાણીથી ભરેલી ડોલ રાખવી જોઇએ. પ્રાથમિક સારવાર માટે તમારી દિવાળી કીટમાં એલોવેરા જેલ અને એન્ટિસેપ્ટિક ક્રીમ પણ રાખો.
ધ્વનિ પ્રદૂષણ
શહેરી વિસ્તારો સહિત તમામ વિસ્તારોમાં તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાથી ઉત્પન્ન થતો અવાજ નાના બાળકો અને વૃદ્ધોને નુકસાન પહોંચાડી શકે છે. આથી સાવચેતીના પગલા તરીકે તમે કાનમાં કોટન બોલ અને ઇયર પ્લગ પહેરી શકો છો. જે તમારી દિવાળી કીટમાં ભુલ્યા વગર મુકજો.
ફટાકડા ફોડતી વખતે રાખો આ સાવચેતી
ગ્લવ્સ
ફટાકડા ફોડતા પહેલા જો જરૂરી હોય તો ગ્વલ્સ પહેરો.
આંખનું રક્ષણ કરો
ફટાકડા ફોડતી વખતે ગોગલ્સ પહેરો અને પહેલાથી જ આઇ ડ્રોપ દિવાળી કીટમાં તૈયાર રાખો.
બને ત્યાં સુધી જ્યારે પણ ફટાકડા ફોડવા જાઓ તો સુતરાઉ અને આરામદાયક કપડાં પહેરો
પ્રાથમિક પ્રાથમિક સારવાર
આ કીટમાં બેન્ડ-એડ્સ અને પ્લાસ્ટર્સ રાખો. ઘા સાફ કરવા માટે એન્ટીસેપ્ટિક, ઘા પર લગાવાતો પાઉડર, કોટન અને કાતર અચૂક રાખો. માથાનો દુખાવા કે તાવ હોય ત્યારે તમે જે આવશ્યક પેઇનકિલર્સ (પેઇન-કિલર્સ) મુકવાનું ભૂલશો નહીં. જો કોઇ દવા તમે નિયમિત રીતે લેતા હોય તો દવાઓનો યોગ્ય જથ્થો સંગ્રહિત કરો.
ઇમરજન્સી નંબર્સ
આ કીટમાં તમને કોઈ પણ ઇમર્જન્સીની સ્થિતિમાં જેમનો સંપર્ક કરવાની જરૂર હોય તેવા ફોન નંબરોની યાદી બનાવી રાખો છે. તે યાદીમાં તમારા ફેમિલી ડૉક્ટર, મિત્રો, નજીકની હૉસ્પિટલનો નંબર, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડનો નંબર પણ હોવા જોઇએ.
યાદ રાખવા જેવી બાબતો
- તહેવાર દરમિયાન દુર્ઘટના થવાની શક્યતાઓ રહેલી છે. સૌથી પહેલાં તો તેને જ ટાળવાનો પ્રયત્ન કરો
- ફટાકડા ફોડતા પહેલા સલામતી ચશ્મા પહેરો
- પ્રાથમિક સારવાર માટે બેન્ડ-એડ્સ, પ્લાસ્ટર, ઘા લૂછવા માટે કોટન, એન્ટીસેપ્ટીક ક્રીમ, કાતર જેવી વસ્તુઓ હાથવગી રાખો
- કોઈપણ ઈમરજન્સી માટે જરૂરી ફોન નંબરની યાદી બનાવો અને તેને કીટમાં રાખો.