728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

Causes Of Dark Circles: ડાર્ક સર્કલ ઓછા કરવાના ખાસ નુસખા
23

Causes Of Dark Circles: ડાર્ક સર્કલ ઓછા કરવાના ખાસ નુસખા

આંખની નીચેના ડાર્ક સર્કલ કેટલીક સરળ કસરત તેમજ તમારા રસોડાની કેટલીક કુદરતી સામગ્રીથી જ ઉપયોગથી ઓછા કરી શકાય છે.

શું તમે ક્યારે પણ થાકેલા ચહેરા સાથે, ઉંડી આંખો અને આંખોની નીચેના ડાર્ક સર્કલ ઉઠો તો ખરાબ લાગે છે ? આંખોની નીચેના ડિસકલરેશન, ત્વચાના એ પેચને ડાર્ક સર્કલ કહેવાય છે. આમ તો તે હાનિકારક લાગતા નથી પરંતુ તેને માનસિક રીતે અસર કરી શકે છે.

ડાર્ક સર્કલના કારણો

ચેન્નઇની ડૉ. અગ્રવાલની આંખની હોસ્પિટલના નેત્રરોગ નિષ્ણાંત ડૉ. રાજેશ્વરી જણાવે છે કે “જ્યારે પણ શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર અપેક્ષિત સ્તરથી ઘટી જાય છે, ત્યારે શરીરના ટિશ્યુ તેમનું કામ ઘટાડી દે છે. પોપચાંની નીચેનાં બારીક ફાયબર સામાન્ય રીતે વધુ પ્રભાવિત થાય છે કારણ કે તેમને વધુ ઓક્સિજનની જરૂર પડે છે. હળવાથી મધ્યમ એનિમિયાના કારણે ડાર્ક સર્કલ થઇ શકે છે.”

લાંબા સમય સુધી સૂર્યના સીધા સંપર્કમાં રહેવાથી ત્વચામાં વધુ મેલાનિન ઉત્પન્ન થાય છે. લોહીના પ્રવાહમાં ઘટાડા સાથે મેલાનિન વધવાથી આંખોની આસપાસની ત્વચા કાળી પડી જાય છે. જો કે, વ્યક્તિ જે શારીરિક અને માનસિક સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યો છે તેના આધારે તેનો રંગ બદલાય છે.

કોઈમ્બતુરની 42 વર્ષીય આઈ.ટી. કર્મચારી વનિતા પી. જણાવે છે કે કામના કારણે લાંબા સમય સુધી લેપટોપનો ઉપયોગ કરવાથી તેની આંખોની નીચે ડાર્ક સર્કલ દેખાય છે. લેપટોપમાંથી બહાર નિકળતી બ્લુ લાઇટના કારણે આંખો પર સ્ટ્રેસ પડી શકે છે.

પિગમેન્ટ ડિસઓર્ડર્સ સોસાયટીના ઓફિશિયલ પબ્લિકેશન, પિગમેન્ટ ઈન્ટરનેશનલમાં 2018માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટેલિવિઝન જોવા અથવા લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી, દિવસમાં છ કલાકથી ઓછી ઊંઘ લેવાથી આંખોને પુરતો આરામ ન મળવાના કારણે ડાર્ક સર્કલમાં વધારો થાય છે. થાકેલી આંખો, ડાર્ક સર્કલ વધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તમાકુના ધુમાડામાં રહેલા ઝેરી તત્વો આંખોની આસપાસની નાજુક પેશીઓને નુકસાન પહોંચાડે છે. તે નાની રક્તવાહિનીઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનનું કારણ બને છે, જે છેલ્લે ડાર્ક સર્કલ તરફ લઇ જાય છે.

ડાર્ક સર્કલ ઓછા કરવાની દવા

કોઈમ્બતુરની મારુતિ સિદ્ધા ક્લિનિકના સિદ્ધા સ્પેશ્યાલિસ્ટ ડૉ. કે. અન્બરાસન, ડાર્ક સર્કલને દૂર કરવા માટે આ સલાહ આપે છે:

ઝિઝિફસ એટલે બોર કે જેમાં વિટામિન A, B1, B2, C, આયર્ન અને ફોસ્ફરસ જેવા ઘણા ખનિજો હોય છે. તેનો ઉપયોગ ખાસ કરીને ડાર્ક સર્કલ ઓછા કરવામાં મદદ મળે છે કારણ કે તે ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં અને ત્વચાના નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે. તે આંખોને ઠંડુ રાખવા ઉપરાંત પાચનક્રિયામાં પણ મદદ કરે છે.

જીંજર ટી, લેમન ટી, આમળાનો રસ, લીંબુનો પાણી અને પપૈયા ઘણીવાર લોહીના સ્ટેસીસને રોકવામાં તથા આપણા શરીરમાં લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. તેમાં વિટામીન A,B અને C હોય છે, જે કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે અને છેવટે ડાર્ક સર્કલને ઘટાડે છે.

ટામેટાંનો રસને દિવસમાં બે વાર 25 થી 30 દિવસ સુધી લગાવવાથી ડાર્ક સર્કલ ઓછા થાય છે. તેને 5 થી 10 મિનિટ સુધી સૂકવવા દો અને ધોઈ લો. તે ઓછી ઊંઘ અને લાંબા સમય સુધી સૂર્યના સીધા સંપર્કને કારણે આવતા અકાળ વૃદ્ધત્વને અટકાવે છે.

20 – 25 દિવસ સુધી સાંજના સમયે એક વખત છીણેલી કાકડી લગાવવાથી જે લોકોએ ધૂમ્રપાન છોડી દીધું છે પરંતુ તમાકુના ધુમાડાને કારણે ડાર્ક સર્કલ થયા હોય તેવા લોકોની આંખોના નીચેના કાળા ડાઘા ઓછા થાય છે. લગાવ્યા પછી 10 થી 15 મિનિટ પછી તેને ધોઈ લો.

બટાકાનો રસ ઠંડો હોય છે, તે આંખોની આસપાસ રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે. તેને એક મહિના સુધી દિવસમાં એક વાર ચહેરા પર લગાવો. લગાવ્યા પછી તેને 10 થી 15 મિનિટ સુધી સૂકવવા દો અને પછી તેને ધોઈ લો. બટાકામાં રહેલા સેરોટોનિનને ઉત્તેજિત કરે છે અને ઊંઘ લાવે છે. આથી, તેવા વ્યક્તિઓ કે જેમને સ્ટ્રેસના કારણે ઊંઘ નથી આવતી હોય તેમણે આ કરવો જોઇએ.

મહિનામાં એક વાર દહીંમાં હળદર ભેળવીને લગાવવું જોઇએ, તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ગુણના કારણે ડાર્ક સર્કલ ધીમે ધીમે દૂર થાય છે. તેને આંખોની નજીક લગાવો અને 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. દહીંમાં હાજર ફેટ હળદર સાથે મિક્સ થાય છે તે ત્વચાના બાહ્ય સ્તરમાં સરળતાથી શોષાય છે.

તમિલનાડુના પોલાચીના એક્યુપંક્ચર થેરાપિસ્ટ કલાઈકીર્થી જણાવે છે, “મન અને શરીર એકબીજા પર નિર્ભર છે. ઊંઘના અભાવના કારણે કોઈ પણ માનસિક સ્ટ્રેસ ડાર્ક સર્કલ અને થાક જેવા લક્ષણો દર્શાવે છે. જેના માટે આંખ ધોવાથી આંખોને આરામ આપે છે.

વાસણ અથવા બોરવેલમાંથી શુદ્ધ પાણી ભરેલા પહોળા બાઉલનો ઉપયોગ કરી શકાય છે. તમારી હિપ્સની ઊંચાઈએ તમારી સામે બાઉલ રાખો. તમારી જીભ બહાર કાઢો અને શ્વાસ લેતા જ ધીમે ધીમે બાઉલ તરફ વળો. કપાળ, આંખો, નાક અને મોં ત્રણથી પાંચ સેકન્ડ માટે પાણીની અંદર હોવા જોઈએ, પરંતુ કાન પાણીમાં ડુબવા જરૂરી નથી. પાંચ સેકન્ડ આરામ કરો અને જીભને આરામની સ્થિતિમાં લાવો.

તેઓ ઉમેરે છે, “ચીનની પરંપરાગત અભિગમથી જોવાની કસરત આંખોમાં ફરીથી ઊર્જા મેળવવામાં મદદ કરે છે. વહેલી સવારે સૂર્યપ્રકાશને 10 મિનિટ સુધી સામેથી જોવાથી આંખોના જ્ઞાનતંતુઓને પુનર્જીવિત કરવામાં મદદ મળે છે. આંખોને આરામ આપવા માટે, 10 મિનિટ માટે સંપૂર્ણ અંધકારમાં જુઓ. તે આંખોની આસપાસ લોહીનો પ્રવાહ વધારે છે અને દૃષ્ટિ સુધારે છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.