728X90

0

0

0

આ લેખમાં

તમારી સ્કિન પર ‘ફૂટ કોર્ન’ની સમસ્યા ઉદ્દભવતી અટકાવો, જાણો કેવી રીતે?
13

તમારી સ્કિન પર ‘ફૂટ કોર્ન’ની સમસ્યા ઉદ્દભવતી અટકાવો, જાણો કેવી રીતે?

‘ફૂટ કોર્ન’ (પગમાં ફોલ્લીઓ પડવી) એ એક એવી સમસ્યા છે કે, જે તમારા શરીરમાં તીવ્ર પીડાનું કારણ બને છે અને તમને ઉભા રહેવામાં, ચાલવામાં અને કસરત કરવામાં મુશ્કેલી પાડે છે. જો તમે અમુક પ્રકારની સાવચેતીઓ રાખો તો તેને સરળતાથી અટકાવી શકાય છે અથવા વહેલી તકે સારવાર આપી શકાય છે, એમ નિષ્ણાતો કહે છે.

કોર્ન્સ (ત્વચામાં ફોલ્લીઓ પડવી) અને કેલ્યુસીસ (ત્વચામાં ડંખ પડવા) એ ત્વચાના મૃત કોષો છે કે, જે કોઈના હાથ અથવા પગ પર જખ્મ સ્વરુપે દેખાય છે. જોકે, તેઓ દેખાવમાં એકબીજાથી અલગ પડે છે. કોર્ન્સ એ જાડા પણ મૃત ત્વચાના કોષોનો નાનકડો એવો ભાગ છે, જ્યારે કેલ્યુસીસ એ પ્રમાણમાં મોટા હોય છે, તેનું કદ અને જાડાઈમાં ફેરફાર થાય છે. કોર્ન્સ અને કેલ્યુસીસ બંને સમસ્યાઓ ચેપ લાગવાથી ફેલાય છે. જો આ સમસ્યાઓને તમે પીડાદાયક બનતા અટકાવવા ઈચ્છતા હો તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ.

કોર્નની સારવાર સામાન્ય રીતે સર્જિકલ અને નોન-સર્જિકલ બે માધ્યમો દ્વારા થાય છે. આ ઉપરાંત કોર્નની સમસ્યાની સારવારનો બીજો પ્લસ પોઈન્ટ એ છે કે, તમારે તે દેખાવાની રાહ જોવાની જરૂર પડતી નથી. તમે તેને અમુક સરળ પગલાંઓ અનુસરીને અટકાવી શકો છો, એમ નિષ્ણાતો કહે છે.

ફૂટ કોર્નની સમસ્યા કેવી રીતે ઉદ્દભવે છે?

કોર્ન (ફૂટ કોર્ન) કે, જેને ‘હેલોમા’ અથવા ‘ક્લેવ્સ’ પણ કહેવામાં આવે છે, તે ત્વચાના કોષના જખમો છે.

‘જ્યારે પણ લોકો ઊભા રહે છે અથવા ચાલે છે ત્યારે આખા શરીરનું વજન પગના તળિયાથી અનુભવાય છે’ એમ મુંબઈના વી-કેર ક્લિનિકનાં પોડિયાટ્રિસ્ટ ડૉ. સારિકા જાંભુલકર કહે છે. પરિણામે, પગના અમુક ભાગો પર વધુ પડતું દબાણ આવે છે ત્યારે આ પ્રકારનાં અસામાન્ય ફેરફાર જોવા મળે છે કારણ કે, પગનાં જુદા-જુદા પ્રકારો મુજબ દબાણમાં પણ ફેરફારો આવતા રહેતા હોય છે. જો પગનાં એક ચોકકસ ભાગ પર જરુરિયાત કરતાં વધુ દબાણ નિરંતર આવતું રહે તો તેના કારણે કોર્નની સમસ્યા ઉદ્ભવે છે અને જો તેનું યોગ્ય સમયે નિદાન કરવામાં ન આવે તો તે ગંભીર બનતી જાય છે.

જોકે, કોર્નની સમસ્યા એ હંમેશા પગની સ્કિન કઠોર બની જવાના કારણે નથી થતી. ક્યારેક તેનો સીધો વિકાસ પણ થાય છે.

ફૂટ કોર્નની સમસ્યા ઉદ્દભવવા પાછળનાં કારણો અને લક્ષણો

ડૉ. જાંભુલકર કહે છે કે, ‘ઊભા રહીને, ચાલતી વખતે અને દોડતી વખતે પગ પર જે દબાણ આવે છે તે પણ ફૂટ કોર્નની સમસ્યા ઉદ્દભવવા પાછળનાં જવાબદાર પરિબળોમાંનું એક પરિબળ છે. આ સિવાય ફિટિંગવાળા પગરખાં અને ઊંચી હીલ્સ પહેરવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. સાથે-સાથે અંગૂઠામાં ખેંચાણ અને પોસ્ટ્યુરલ સમસ્યાઓ જેવા અન્ય તકલીફોના શિકાર પણ તમે બની શકો છો. ફિટિંગવાળા પગરખાં અને ઊંચી હીલ્સનાં કારણે પગના આગળના ભાગ પર દબાણ વધે છે અને તેનાથી પગ નીચે અંગૂઠા પર કોર્નની સમસ્યા થવાની સંભાવના પણ વધી જાય છે. આ સિવાય ખરાબ ફિટિંગ અથવા અયોગ્ય સ્પોર્ટ્સ શૂઝ પહેરવાથી પણ પગમાં કોર્નની સમસ્યા ઉદ્દભવે છે.’

દબાણ અને ઘર્ષણ બંને પગના તે ત્વચાના સ્તરને જાડું કરે છે અને તેના કારણે પગમાં કોર્ન (ફોલ્લીઓ) ફૂટી નીકળે છે.

કોર્નની સમસ્યાનાં પીડાદાયક લક્ષણો અને અસરો

અંગૂઠાના ભાગ પર ફૂટી નીકળતાં આ કોર્ન એટલે કે ફોલ્લીઓને જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો ત્યારે પીડા નથી થતી પરંતુ, જ્યારે વ્યક્તિ કોઈ કામમાં મશગૂલ હોય અને ભૂલથી તે ભાગ પર ભાર આવી જાય તો અસહ્ય પીડાનો અનુભવ થાય છે, જેમ કે ઉભા રહેવું, ચાલવું અને દોડવું. આ ઉપરાંત જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તે પીડા વધતી જાય છે.

ડૉ. જાંભુલકર કહે છે કે, ‘આ સમસ્યાથી પીડિત લોકો માંડ-માંડ ચાલી શકતા હોય છે. આ સમસ્યાના કારણે તે પોતાના રોજિંદી પ્રવૃતિઓ કરી શકતા નથી અને તેના કારણે તેઓનું સ્વાસ્થ્ય પણ કથળે છે.’

ફૂટ કોર્નની સમસ્યાને કેવી રીતે રોકી શકાય?

દરેક સમસ્યાનું કંઈક સચોટ નિવારણ ચોકકસપણે હોય છે. ડૉ. જાંભુલકર સમજાવે છે, ‘જો તમે ‘ફૂટ કોર્ન’ની સમસ્યાના શિકાર ન બનવા ઈચ્છતા હો તો સૌથી પહેલા તમારે તમારી પગરખાની પસંદગી પર ધ્યાન આપવું પડશે. શક્ય બને ત્યાં સુધી વધુ પડતા ફિટિંગવાળા કે હાઈ હીલ્સ પહેરવાનું અથવા ઉઘાડા પગે ચાલવાનું ટાળો. સ્પોર્ટ્સ શૂઝ પહેરતી વખતે ઘર્ષણ ઘટાડવા અને શારીરિક પ્રવૃત્તિ દરમિયાન પગને વધુ સુરક્ષા આપવા માટે સામાન્ય કરતાં સહેજ જાડા મોજાની પસંદગી કરો.’

ત્વચાની તંદુરસ્તી જાળવી રાખવી પણ મહત્વપૂર્ણ છે. તેમાં નિયમિતપણે પગની યોગ્ય રીતે સાફ-સફાઇ અને મોઇશ્ચરાઇઝિંગની ક્રિયાઓ શામેલ છે. આથી, જો ફૂટ કોર્નની સમસ્યાનાં શરુઆતી લક્ષણો દેખાય તો તે વિકસિત થતાં પહેલાં જ દૂર થઈ જાય છે.

ફૂટ કોર્નની સારવાર કેવી રીતે કરવી?

સર્જિકલ અને નોન-સર્જિકલ બંને પદ્ધતિઓ દ્વારા તમે ‘ફૂટ કોર્ન’ની સમસ્યા દૂર કરી શકો છો. સામાન્ય રીતે, લોકો ત્વચાના જાડા પડને દૂર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ, તે સારવાર માટેની યોગ્ય રીત નથી કારણ કે, આમ કરવાથી તે સમસ્યા પગમાં પેશીઓના સ્તરોમાં ઉંડાણપૂર્વક વિકસી શકે છે અને તેમને સ્ક્રેપ કરવાનો પ્રયાસ વધુ નુકસાન પહોંચાડે છે.

ડો. જાંભુલકર કહે છે કે, ‘કેટલાક લોકો સારવાર માટે મલમનો ઉપયોગ કરે છે, જે અસરકારક નથી. જો તમે પગના જે ભાગ પર ફૂટ કોર્નની સમસ્યા થઈ છે તેના પર શક્ય તેટલું દબાણ ઓછુ આવવા દો તો તમે આસપાસની તંદુરસ્ત પેશીઓનો નાશ કર્યા વિના તેનાથી મુક્તિ મેળવી શકો છો. આના માટે તમારે પગરખાની પસંદગી કરતા સમયે ખૂબ જ સાવચેતી રાખવી પડશે.’

ફૂટ કોર્નની સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવાથી તેના પુનરાવર્તનની સંભાવના ઓછી થઈ શકે છે પરંતુ, વ્યક્તિએ વજનને સમાનરૂપે વિતરિત કરવા અને દબાણ અને ઘર્ષણ ઘટાડવા માટે યોગ્ય કદના પગરખાં પહેરવાની પોડિયાટ્રિસ્ટની સલાહને અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ.

યાદ રાખવા જેવી બાબતો :

‘કોર્ન’ કે ‘ફૂટ કોર્ન’ એ જાડા મૃત ત્વચાના કોષોનો એક નાનો અને સુ-વ્યાખ્યાયિત ભાગ છે, જેની સપાટી એકદમ સખત અને જાડી થઈ ગઈ હોય છે.

પગ પર શરીરનું વજન જે પ્રમાણે વિતરિત થાય છે તેના આધારે પ્રેશર પોઈન્ટ્સ બને છે. સમય જતાં તે પેશીઓને ઘટ્ટ બનાવવા તરફ દોરી શકે છે, જેના કારણે ‘કોર્ન’ કે ‘ફૂટ કોર્ન’ની સમસ્યા ઉદ્દભવી શકે છે.

પગરખા(શૂઝ)નું અયોગ્ય કદ, જે પગમાં ઘર્ષણ પેદા કરે છે અને તેના કારણે ‘ફૂટ કોર્ન’ ની સમસ્યા થવાની સંભાવના વધી જાય છે.

ફૂટ કોર્નની સમસ્યાને સર્જિકલ અને નોન-સર્જિકલ બંને માધ્યમથી દૂર કરી શકાય છે. પોડિયાટ્રિસ્ટની સલાહ મુજબ પગરખાંની યોગ્ય પસંદગી અને પગને સ્વચ્છ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવાથી ત્વચા કોમળ અને તંદુરસ્ત રહે છે, જે ‘ફૂટ કોર્ન’ની સમસ્યાને દૂર રાખે છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 1 =

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
ગરબા એક ઇનટેન્સ વર્કઆઉટ સેશન જેવા છે. આથી જેઓ હૃદયની સમસ્યાથી પીડાય છે તેમને એક્સપર્ટસ કેટલીક સાવચેતી રાખવાનું જણાવે છે.

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.