જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે, તેમ તેમ તમારા કામનું લિસ્ટ લાંબું થતું જાય છે. તહેવારની ઉજવણી માટે ખરીદવા અને તૈયાર કરવા માટેની સામગ્રી, અમારા ઘરને સજાવવા માટેનો સામાન, ઘરેણાં, લોકોને આપવા માટે ભેટ, નવા પોશાક વગેરે. આ વસ્તુઓની સાથે જ 2023ની દિવાળીમાં તમારી ત્વચાને ચમકવા માટે પણ એક યાદી તૈયાર કરવી જોઇએ. છેલ્લા સમયે તો આપણને સલૂનની મોંઘી ટ્રીટમેન્ટ જ મળશે પરંતુ જો અમે તમને ઘરે જ ગ્લો મેળવવાની સરળ રીતો વિશે જણાવીએ તો ?
દિવાળી દરમિયાન ત્વચાની સામાન્ય સમસ્યાઓ
બેંગલુરુ સ્થિત ડૉ. મિક્કી સિંઘ જણવાવે છે કે મેકઅપનો વધતો ઉપયોગ અને ફટાકડાના ધુમાડાના સંપર્કમાં આવવાની સાથે, દિવાળી દરમ્યાન શુષ્ક હવામાન ડ્રાઇ, ફ્લેકી અને ડિહાઇડ્રેટ ત્વચાનું કારણ બની શકે છે. ફટાકડાના કેમિકલ્સ, સ્કિનકેર અને મેકઅપ પ્રોડક્ટના સંપર્કથી પણ સ્કીન એલર્જી થઈ શકે છે. ડૉ. લીલાવતી કહે છે કે મીઠાઈઓનું વધુ સેવન, લાંબા સમય સુધી પર્યાવરણીય પ્રદૂષણના સંપર્કમાં રહેવું અને ધુમાડો અસમાન ત્વચા અને ખીલ થાય તેવી સ્થિતિ સર્જી શકે છે.
ડૉ સિંહ અઠવાડિયામાં એક વાર હાઈડ્રા મેડી ફેશિયલ જેવી ડીપ ક્લીન્ઝિંગ ટ્રીટમેન્ટનો કરવાની ભલામણ કરે છે. તેઓ સલાહ આપે છે, “પ્રદૂષણની અસરો સામે લડવા માટે વિટામિન સી જેવા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય તેવા સ્કીન કેર ઉત્પાદનોનો ઉપયોગ કરો. ખાતરી કરો કે રાત્રે તમારી પાસે એક સ્કીન કેર રુટીન હોય . આ ત્યારે થાય છે જ્યારે ત્વચા પોતાને રિપેર કરે છે.” સાથે જ તેમણે ત્વચાનું પીએચ સંતુલન જાળવવા માટે આલ્કોહૉલ-ફ્રી ટોનર સાથે સારા હાઇડ્રેટિંગ સીરમ અથવા તેલનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું . તેઓ જણાવે છે કે વધુ પડતો મેકઅપ ત્વચાના છિદ્રોને રોકી શકે છે, સંભવિત રૂપે બ્રેકઆઉટ અથવા ત્વચામાં બળતરા પેદા કરે છે.
ધ્યાનમાં રાખો
બૉડીક્રાફ્ટ ક્લિનિક્સના કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડૉ. સિંઘ અને ડૉ. લીલાવતી, પ્રોફેસર અને ડર્મેટોલોજી વિભાગના વડા, બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલ સંયુક્ત રીતે તમને આ દિવાળીની સિઝનમાં ચમકદાર ત્વચા મેળવવા અને જાળવવામાં મદદ કરવા માટે મૂલ્યવાન ગ્લોઇંગ સ્કિન ટીપ્સ આપે છે
નિયમિતપણે સાફ કરો: ફટાકડાના પ્રદૂષણ અને મેકઅપના વારંવાર ઉપયોગના કારણે ત્વચા પરની ગંદકી અને અશુદ્ધિઓ દૂર કરવા માટે ચહેરા અને શરીરને દિવસમાં ઓછામાં ઓછા બે વાર સાફ કરવું જરૂરી છે.
હાઇડ્રેટેડ રહો: ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવો. તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે યોગ્ય ગુણવત્તાવાળા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. સિરામાઈડ્સ, હયલ્યુરોનિક એસિડ્સ, વિટામિન સી અને વિટામિન ઇ ધરાવતાં ઉત્પાદનો દ્વારા ત્વચાને હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝ રાખવી જોઇએ છે.
સૂર્યના કિરણો સુરક્ષા: જો તમે દિવસ દરમિયાન બહાર નીકળો છો, તો તમારી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવવા માટે બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન લગાવો.
સ્ક્રબ : ત્વચાના ડેડ સેલ્સથી છુટકારો મેળવવા અને નવી ત્વચા માટે અઠવાડિયામાં એક કે બે વાર હળવા સ્ક્રબનો ઉપયોગ કરવો જોઇએ. અઠવાડિયામાં એકવાર ફેસ માસ્કનો ઉપયોગ કરો.
ચમકતી ત્વચા માટે નિષ્ણાતોની સલાહ
- નવા ઉત્પાદનોનો ઉપયોગ કરતા પહેલા થોડા પદાર્થને ટેસ્ટ કરો.
- મિનરલ-આધારિત અથવા નૉન-કોમેડોજેનિક મેકઅપ પસંદ કરો અને કોમેડોજેનિક તરીકે ઓળખાતી સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળો.
- લાઇટ મેકઅપ રીમુવરનો ઉપયોગ કરીને સૂતા પહેલા મેકઅપને અસરકારક રીતે દૂર કરો.
- ત્વચા રિકવર થાય અને શ્વાસ લઇ શકે તે માટે થોડા દિવસ મેકઅપ ન કરો
- તમારું સ્કીન કેર રુટીન જાળવો.
- લાઇટ મેકઅપ પસંદ કરો અને સૂતા પહેલા હમેશા દૂર કરો.
- તમારા મેકઅપ બ્રશ અને સ્પંજને નિયમિતપણે સાફ કરો.
- કોઈ પણ સ્કિન રિએક્શનના કિસ્સામાં ડર્મેટોલોજીસ્ટનો સંપર્ક કરો.
સ્કીન ફ્રેન્ડલી ડાયટ
ડૉ. લીલાવતી ચમકતી ત્વચા મેળવવા માટે આહારના મહત્વ પર ભાર મૂકે છે. તે ત્વચાને અનુકૂળ ખોરાકનો સમાવેશ કરવાનું સૂચન કરે છે જેમ કે<
- સાઇટ્રસ ફળો (નારંગી, બેરી અને લીંબુ)
- પોષક તત્વોથી ભરપૂર નટ્સ (બદામ અને અખરોટ)
- શાકભાજી
- મધ
- પૌષ્ટિક નાળિયેરનું દૂધ
- પ્રોટીનથી ભરપૂર ઇંડા
ત્વચાના સ્વાસ્થ્યને વધારવા માટે, તેઓ જંક ફૂડ, તળેલા ખોરાક અને વધુ પડતી મીઠાઈ ખાવાનું ઓછું કરવાની અથવા ટાળવાની સલાહ આપે છે. આહાર પસંદગીઓ ઉપરાંત, ડૉ. લીલાવતી નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને સંતુલિત ભોજન થોડા સમયના અંતરાલ સાથે લેવું જોઇએ. તેઓ કહે છે કે આ પરિબળો સામૂહિક રીતે તંદુરસ્ત, તેજસ્વી ત્વચાને જાળવવામાં ફાળો આપે છે.