728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

કપડાં ધોતી વખતે હાથમાં ખંજવાળ આવે તો હોય શકે છે ડિટર્જન્ટની એલર્જી
15

કપડાં ધોતી વખતે હાથમાં ખંજવાળ આવે તો હોય શકે છે ડિટર્જન્ટની એલર્જી

એ ઉત્પાદનો જે વનસ્પતિના પાન કે મૂળમાંથી મળે છે અને આ પદાર્થો સિન્થેટિક ઉત્પાદનો અને પ્રિઝર્વેટિવ મુક્ત હોય છે

રેશ્મા વિવેક, વીસ વર્ષની ઉંમરથી જ સાબુથી કપડા ધોતી વખતે જ ત્વચા છોલાવાની અને લાલ થવાથી, ખંજવાળથી પીડાતી હતી. રેશ્મા કે જે હવે 32 વર્ષની છે તે યાદ કરતાં કહે છે કે વારંવાર આવું કર્યા પછી સમજાયું કે તેને ડિટરજન્ટથી એલર્જી છે. જો કે હવે તે મોટાભાગે ડિટર્જન્ટનો ઉપયોગ કરવાનું ટાળે છે, જ્યારે પણ તે જરૂરી હોય ત્યારે, તે ડિટર્જન્ટ સાથે સંપર્ક ટાળવા માટે મોજાનો ઉપયોગ કરે છે. “એ માત્ર ખંજવાળ ન હતી. રેશ્મા કહે છે કે વારંવાર ડિટર્જન્ટના ઉપયોગને કારણે મારી હથેળી અને આંગળીઓમાંથી લોહી નીકળતું પણ હતું પરંતુ હવે રેશમા એલર્જીક પ્રતિક્રિયાઓથી બચવા માટે સાવચેતી રાખે છે.

લોન્ડ્રી અને ડીશ વોશિંગ ડિટર્જન્ટ (સાબુ અને પાવડર બંને)માં અમુક રસાયણ અથવા સર્ફેક્ટન્ટ હોય છે જે કેટલાક લોકોને એલર્જી કરી શકે છે. જો કે, તે માત્ર ડીટરજન્ટ નથી. સુગંધી રસાયણો સાથે બ્લીચિંગ એજન્ટ પણ એલર્જીનું કારણ બની શકે છે.

ડિટરજન્ટથી એલર્જીના લક્ષણો

ડિટર્જન્ટ કેટલાક લોકોમાં ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળ પેદા કરી શકે છે અને વારંવાર ઉપયોગથી એલર્જી થઈ શકે છે.

ડિટર્જન્ટ એલર્જીના લક્ષણોમાં ત્વચા છોલાવા, કટ અને પ્રવાહી ભરેલા ફોડલાઓનો પણ સમાવેશ થાય છે. ગોવાના પણજીની મણિપાલ હોસ્પિટલ, કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ, ડૉ. સિમંતિની સાખેરદાંડેએ જણાવ્યું.

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈના સિનિયર કન્સલ્ટન્ટ, ડર્મેટોલોજી, ડૉ. વંદના પંજાબી કહે છે, “જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો, આ પ્રતિક્રિયાઓ પીડાદાયક ક્રસ્ટ અથવા ફોલ્લાઓ તરફ દોરી શકે છે.”

ભાગ્યે જ કોઇ કિસ્સાઓમાં, લાંબા સમય સુધી જો રાસાયણો શ્વાસોચ્છવાસ દ્વારા ફેફસાંને અસર કરી શકે છે, ડૉ. બાલકૃષ્ણ જી.કે, જે બેંગલોરની BGS ગ્લેનેગલ્સ ગ્લોબલ હોસ્પિટલ્સના વરિષ્ઠ સલાહકાર, ઇન્ટરનલ મેડિસિ ચેતવણી આપે છે. “ડિટરજન્ટ ફેક્ટરીઓમાં કામ કરતા વ્યક્તિઓ સતત ડિટર્જન્ટમાંથી નિકળતા રાસાયણિક પ્રેરિત ધૂમાડા શ્વાસમાં લે છે. “જેનાથી છાતી જકડવુી, લાળ વગરની ઉધરસ, સતત છીંક આવવી, શ્વસનમાર્ગ અથવા શ્વાસનળીને સાંકડી થવી, શ્વાસ લેવામાં તકલીફ, નાક અને આંખોમાં પાણી આવવું, આંખમાં બળતરા અને ગંભીર કિસ્સાઓમાં આંચકો આવી શકે છે.”

ડિટરજન્ટથી કોને જોખમ છે?

નિષ્ણાતોના મતે, આ વ્યક્તિની ત્વચાનો પ્રકાર આધાર રાખે છે કે કુદરતી રીતે શુષ્ક ત્વચા હોય તેવા (જેમ કે રેશમા ) લોકો ડિટરજન્ટ એલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.

ડૉ. સખેરદાંડે સમજાવે છે કે અન્ય ટ્રિગર્સમાં થાઇરોઇડની સમસ્યાઓ, એટોપિક ત્વચાનો સોજો અથવા ખરજવું, ઉચ્ચ ઇમ્યુનોગ્લોબ્યુલિન (IgE)લેવલ અને ઓક્યુપેશ્નલ હેઝાર્ડનો સમાવેશ થાય છે.

ડિટરજન્ટ એલર્જી : ત્વચાને કેવી રીતે અસર કરે છે

ચામડીનું બાહ્ય રક્ષણાત્મક સ્તર, જેને એપિડર્મિસ કહેવાય છે, તે લિપિડ્સથી બનેલું છે. જોખમ ધરાવતા લોકોમાં આ સ્તર સરળતાથી દૂર કરી શકાય છે. ડિટર્જન્ટ સાથે સંપર્ક કરવાથી અમુક ઘટકો અથવા રસાયણો ત્વચામાં પ્રવેશી શકે છે, જેનાથી નુકસાન થઈ શકે છે.

ત્વચા (ચહેરો અને શરીર)નું શ્રેષ્ઠ pH મૂલ્ય 4.7 થી 5.7 ની વચ્ચે છે. મોટાભાગના ડિટર્જન્ટમાં ઉચ્ચ pH મૂલ્ય હોય છે જે શુષ્ક ત્વચા સાથે રિએક્શન આપે છે, જેના કારણે ખંજવાળ અને ફોલ્લીઓ થાય છે.

શારીરિક એલર્જી અને સંભવિત વિસ્તારો

ડિટર્જન્ટ સામાન્ય રીતે એવા વિસ્તારોમાં એલર્જી કરે છે જ્યાં ચામડીના સ્તર પાતળા હોય છે. ડૉ. પંજાબી કહે છે, “સામાન્ય રીતે, એલર્જી આંગળીઓ વચ્ચેની જગ્યામાં દેખાવાનું શરૂ થાય છે અને હાથની ટોચ પર ફેલાય છે.” તેઓ જણાવે છે,”તે અંડરઆર્મ્સ અને ગ્રોઈન એરિયામાં ત્વચાના ફોલ્ડ્સને પણ અસર કરી શકે છે.”

ડિટરજન્ટની એલર્જી સારવાર

ડૉ. બાલકૃષ્ણ ડિટરજન્ટ એલર્જીના નિદાન માટે બે સામાન્ય પરીક્ષણો સૂચવે છે:

સ્કિન પ્રિક ટેસ્ટ: સ્કિન પ્રિક ટેસ્ટમાં, વ્યક્તિની ત્વચા (પાછળ અથવા આગળના હાથ)​​ને સોય વડે પ્રિક કરવામાં આવે છે જેમાં શંકાસ્પદ એલર્જનનો માઇક્રોસ્કોપિક સેમ્પલ હોય છે જેથી તે પ્રિક્ડ એરિયામાં એલર્જીક પદાર્થ હોય તો તેને તપાસે છે.

પેચ ટેસ્ટ: આ ટેસ્ટમાં, એલર્જનના માઇક્રોસ્કોપિક ડ્રોપને પ્લાસ્ટર પર ફેલાવવામાં આવે છે અને 48 કલાકમાં કોઈપણ પ્રતિક્રિયા તપાસવા માટે વ્યક્તિની ઉપરની પીઠ પર અટકી જાય છે.

ડિટરજન્ટ એલર્જી રોકવાના ઉપાય

ડૉકટર્સ કેટલીક ત્વચા સંભાળની ટીપ્સ સૂચવે છે જે ડિટરજન્ટની એલર્જીને રોકવામાં મદદ કરી શકે છે:

 • ત્વચાના પીએચ સ્તરને પુનઃસ્થાપિત કરવા માટે લિપિડથી ભરપૂર મોઇશ્ચરાઇઝર (સેરામાઇડ્સ અથવા ફેટી એસિડ્સ સાથે) અથવા નાળિયેરનું તેલ લગાવો.
 • ત્વચામાંથી મુક્ત થતા કુદરતી તેલને રોકવા માટે વારંવાર હાથ ધોવાનું ટાળો.
 • શુષ્ક ત્વચાને રોકવા માટે, સ્નાન કરતી વખતે, હાથ ધોતી વખતે હૂંફાળા અથવા ઠંડા પાણીનો ઉપયોગ કરો.
 • ડિટરજન્ટ સાથે સીધો સંપર્ક ટાળવા માટે સુતરાઉ રબરના મોજા અથવા ચમચીનો ઉપયોગ કરો.
 • વધુમાં, ડિટર્જન્ટમાં રહેલા રસાયણો કપડાંમાં પણ એકઠા થઈ શકે છે, જે લક્ષણોનું કારણ બની શકે છે.

રાસાયણને રોકવા માટે નીચેના પગલાં લો:

 • ડિટરજન્ટ લગાવતા પહેલા કપડાને ગરમ પાણીમાં પલાળી દો.
 • સાબુ અથવા કપડાં ધોવાના પાવડરને બદલે પ્રવાહી ડિટરજન્ટનો ઉપયોગ કરો.
 • કપડાં બે વાર ધોઈ નાખો

યાદ રાખવા જેવા મુદ્દા

 • લોન્ડ્રી અને ડીશ વોશિંગ ડિટર્જન્ટ (સાબુ અને પાવડર બંને), જેમાં અમુક રસાયણ અથવા સર્ફેક્ટન્ટ હોય છે, તે કેટલાક લોકોમાં એલર્જીનું કારણ બની શકે છે.
 • ડિટર્જન્ટથી એલર્જીના લક્ષણોમાં ત્વચા છોલાવી, ચામડીના કટકા અને પ્રવાહીથી ભરેલા ફોડલાનો સમાવેશ થાય છે.
 • શુષ્ક ત્વચા ધરાવતા લોકો ડિટરજન્ટની એલર્જી માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
 • લિપિડ ધરાવતાં મોઇશ્ચરાઇઝર્સ લાગુ કરવા, કપડાં ધોતી વખતે ગ્લોવ્સનો ઉપયોગ અને લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવા જેવા પગલાં એલર્જીને રોકવામાં મદદ કરી શકે છે.

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ભયાનક માથાનો દુખાવો ઘટાડવા માટે એક વ્યૂહરચના જરૂરી છે જેને માથાના દુખાવાના નામે ઓળખવા, તેની યોગ્ય સારવાર કરવી અને તેના રોકવા માટે સખત પરેજી પાળવાની જરૂર હોય છે.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
ટામેટાં એન્ટિઑક્સિડન્ટ્સ અને વિટામિન્સનો ખૂબ જ સારો સ્ત્રોત છે, જે ઑક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે કાર્ડિયોવેસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સનું જોખમ પણ ઘટાડે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.