728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

શું લિપસ્ટીક નુકસાનકારક છે?
14

શું લિપસ્ટીક નુકસાનકારક છે?

તમે પોતાના માટે યોગ્ય લિપસ્ટિક કેવી રીતે પસંદ કરશો? અહીં વાત લિપસ્ટિક શેડ્સ વિશે નથી થતી. લિપસ્ટિક પસંદ કરતી વખતે તેમાં રહેલાં કેમિકલ્સ અને તેમની સંભવિત પ્રતિકૂળ અસરને સમજવી ખૂબ જ જરૂરી છે.

5,000 વર્ષ પહેલાં, પ્રાચીન સુમેરિયનો રત્નોને કચડીને તેમના હોઠ પર લગાવવા માટે જાણીતા હતા, જ્યારે પ્રાચીન ભારતીયો લાલ-ભરાવદાર હોઠ મેળવવા માટે સોપારીના પાનનો ઉપયોગ કરતા હતા. ઇતિહાસમાં, વિવિધ સંસ્કૃતિઓમાં લિપસ્ટિક દ્વારા હોઠના દેખાવને વધારવા માટે વિવિધ પદ્ધતિઓ બનાવી હતી.

આધુનિક યુગમાં, સતત બદલાતા બ્યૂટી લેન્ડસ્કેપમાં, લિપસ્ટિક્સ રહે છે. હવે રંગ, ટેક્સચર અને ફોર્મ્યુલાની વ્યાપક શ્રેણીમાં ઉપલબ્ધ છે. લાંબા સમય સુધી ચાલતી, મેટ, ગ્લોસી, સાટિન અને લિક્વિડ લિપસ્ટિક્સ બજારમાં મળતી વિવિધ લિપસ્ટીકના ઉદાહરણો છે.

શું દરરોજ લિપસ્ટિક લગાવવી યોગ્ય છે?

લિપસ્ટિક માત્ર રંગ માટે જ નથી લગાવવામાં આવતી. ઘણા લોકો માટે, તે પોતાના અંદર છુપાયેલા વ્યક્તિત્વને બહાર લાવવામાં મદદ કરે છે. મેંગલુરુ સ્થિત યુનિયાબોર્ડ ખાતે સ્ટુડન્ટ રીક્રુટર મેનેજર, એન્ડ્રીયા વેનેસા કુટિન્હા જેની ઉંમર 26 વર્ષ છે, લિપસ્ટિક્સ તેનો આત્મવિશ્વાસ વધારે છે, તે એકલી નથી. ઘણા લોકો આ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોને સાથે ઊંડી હકારાત્મકતાને સાંકળે છે.

જો કે, આપણે પહેલાથી જ જાણીએ છીએ, સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાની નકારાત્મક બાજુ પણ છે. “લિપસ્ટિકનો નિયમિત ઉપયોગ અમુક જોખમો ઉત્પન્ન કરી શકે છે, જેમ કે ડ્રાયનેસ અથવા એલર્જીક રિએક્શન પ્રતિક્રિયાઓ.” ડૉ. જેક વુડ્સ, ક્લિનિકલ ત્વચારોગ વિજ્ઞાની અને યુએસએના ગ્યા લેબ્સના સલાહકાર ચેતવણી આપે છે કે, લિપસ્ટિકમાંથી સંભવિત હાનિકારક રસાયણો આપણા શરીરમાં ટ્રાન્સફર થવાની શક્યતા હોઈ શકે છે.

ઑસ્ટ્રિયામાં એવિએશન ઇલેક્ટ્રિકલ ડિઝાઇનર બેરિલ પ્રિયંકા દરરોજ લિપસ્ટિક પહેરવાનું પસંદ કરતી હતી. 26 વર્ષીય પ્રિયંકા જણાવે છે કે, “જ્યારે હું લગભગ 18 મહિનાથી વધુનો સમય  દરરોજ, લાંબા કલાકો સુધી  બ્રાન્ડ તપાસ્યા વિના લિપસ્ટીક લગાવતી હતી, તેના કારણે મને ગંભીર હોઠની એલર્જી થવા લાગી હતી.”

સ્વાભાવિક રીતે, તે આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને આવું લેડ, રંગ, પેરાબેન્સ અને કૃત્રિમ સુગંધ જેવા ચોક્કસ કૃત્રિમ સંયોજનોની હાજરીને કારણે થાય છે. ડૉ. જેક વુડ્સ, ક્લિનિકલ ડર્મેટોલોજીસ્ટ અને યુએસએના ગ્યા લેબ્સના કંસલ્ટન્ટ ઉમેરે છે કે, “ફોમ્યુલામાં જોવા મળતું બીજું ઝેર ફેલેટ્સ, હોર્મોન ડિસરપ્શન સાથે સંકળાયેલું છે.”

યુએઈ-સ્થિત ડર્મેટોલોજીસ્ટ અને poweryourcurls.comના સહ-સ્થાપક, ડૉ હમદાન અબ્દુલ્લા હેમદ જણાવે છે કે, “જો વારંવાર અને વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો, તેમની ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા ઝેરી પદાર્થોના પ્રકાર પર આધાર રાખીએ, લિપસ્ટિક કેન્સરકારક હોઈ શકે છે,”

તેથી, લિપસ્ટિક લગાવવા સાથે તેની સાથે સંકળાયેલા સંભવિત સ્વાસ્થ્ય જોખમો વિશે ગ્રાહકોને જાણ કરવી જરૂરી છે.

લિપસ્ટિકનો ઉપયોગ

પ્રોડક્ટની એક્સપાયરી ડેટનું પાલન કરવું અને જો કોઈ પ્રતિકૂળ સ્થિતિ સર્જાય તો તેનો ઉપયોગ બંધ કરવો હંમેશા સૌથી સારો વિકલ્પ ગણાય છે. ડૉ. વૂડ્સના જણાવ્યા અનુસાર, તેનો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી થતી અસર લિપસ્ટીકની ફોર્મ્યુલા અને વ્યક્તિની ત્વચાની સેન્સેટિવીટી પર આધાર રાખે છે.

ક્યુટિન્હા, કે જે દરરોજ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે, તેણે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સમાંથી કૉસ્મેટિક્સ પર સંશોધન અને પસંદગી કરવાનું શરૂ કર્યું ત્યારથી તેને પૉઝિટીવ અનુભવ થયો છે બીજી તરફ, પ્રિયંકાને બ્રાન્ડેડ લિપસ્ટિકનો ઉપયોગ કર્યા પછી પણ પિગમેન્ટેશન, ફાટેલા હોઠ અને એલર્જીનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે, તે હવે તેનો ઉપયોગ અઠવાડિયામાં માત્ર એક કે બે વાર કરે છે અને એ પણ ક્રૂઅલ્ટી ફ્રી , લેડ – ફ્રી અને સુગંધ વિનાની, નેચરલ લિપસ્ટિક પસંદ કરે છે જે તે ત્વચા માટે વધુ છે.

હર્બલ લિપસ્ટિક ફોર્મ્યુલેશન

કૃત્રિમ પદાર્થોથી 100 ટકા મુક્ત લેબલવાળી લિપસ્ટિક્સમાં પણ હાનિકારક સંયોજનો હોવાની શક્યતા હોઈ શકે છે. સામાન્ય રીતે, આ એક માર્કેટિંગ યુક્તિ હોઇ શકે છે. તે સલામતી ધોરણોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા માટે ઇન્ગ્રીડિયન્ડની યાદી સંપૂર્ણ પણે તપાસવી જરુરી છે. સર્ટીફાઇડ ઑર્ગેનિક લિપસ્ટિક ઘણા લોકો માટે સલામત પસંદગી હોઈ શકે છે.

કયા ઇન્ગ્રીડિયન્ડ જોવા

લિપસ્ટિકના દરેક શેડ એક બોલ્ડ, એક બ્રાઇટ, એક સૉફ્ટ અને બીજી સ્વિટ ઇફેક્ટ આપી શકે. જો કે ગ્રાહકો માટે લાંબા ગાળે તેમના સ્વાસ્થ્ય પર તેની શું અસર થઈ શકે છે તે અંગે સાવચેત રહેવું જરૂરી છે. તેને ખરીદતા પહેલા ઇન્ગ્રીડિયન્ડ પર પૂરતું સંશોધન કરવાની સલાહ આપવામાં આવે છે.

 

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ભયાનક માથાનો દુખાવો ઘટાડવા માટે એક વ્યૂહરચના જરૂરી છે જેને માથાના દુખાવાના નામે ઓળખવા, તેની યોગ્ય સારવાર કરવી અને તેના રોકવા માટે સખત પરેજી પાળવાની જરૂર હોય છે.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
ટામેટાં એન્ટિઑક્સિડન્ટ્સ અને વિટામિન્સનો ખૂબ જ સારો સ્ત્રોત છે, જે ઑક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે કાર્ડિયોવેસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સનું જોખમ પણ ઘટાડે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.