HR-પ્રોફેશનલમાંથી સ્કિનકેર અને મેકઅપ કન્સલ્ટન્ટ બનેલી પરોમિતા દેબ એરેંગ ત્રણ બાબતો સાથે ક્યારેય બાંધછોડ કરતી નથી. સમજદારીપૂર્વક જમવું, પુરતા પ્રમાણમાં હાઇડ્રેશન મેળવવું અને 8 કલાકની યોગ્ય ઊંઘ લેવી. આનાથી તેનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને તેની સ્કીન ફ્લો લેસ રહે છે.
પરોમિતા કહે છે કે, ‘થોડાં વર્ષો પહેલાં, જ્યારે હું 30 વર્ષની ઉંમર વટાવી રહી હતી ત્યારે મેં જોયું કે, મારી સ્કિન ડલ થઈ ગઈ હતી. મોઢાની આસપાસ પિગમેન્ટેશનનાં કારણે કાળા ડાઘા પડી ગયા હતા. મારા કોર્પોરેટ જીવનનાં કારણે મારી જીવનશૈલી અનિયમિત બની અને તેણે મારી ત્વચાને ડેમેજ કરી નાંખી હતી.’
પૂણેની 42 વર્ષીય આ મહિલાએ સ્કિનનાં એજીંગ અને રીજુવિનેશન પર ઘણું સંશોધન કર્યું હતું અને પોતાના માટે એક બ્યુટી રૂટિન તૈયાર કર્યું , જેના કારણે તેની સ્કિનમાં અકલ્પનીય ફેરફાર લાવ્યા હતા. સારી સ્કીન મેળવવા માટે હેલ્થી લાઇફસ્ટાઇલ અનુસરવી અને ગુણવત્તાયુક્ત ઉંઘ મેળવવી તે તેના જીવનમંત્રનો એક ભાગ બની ગયો. હવે તે કોર્પોરેટ જગતની મહિલાઓને સ્કિનકેર, ગ્રૂમિંગ અને મેકઅપ પર પોતાના વર્કશોપ દ્વારા મદદ કરે છે.
પેઢી દર પેઢીથી દાદીમાં ચમકતી ત્વચા અને તંદુરસ્ત વાળ પાછળના રહસ્યને સમજાવતા કહેતા કે, સારી રીતે ખાઓ અને તે સારી ઉંઘ લો. જો કે, હવે કોઇ સારા આરોગ્ય માટે અને ત્વચા માટે રાતની ઊંઘ પર એટલું ધ્યાન અપાતું નથી.
ઊંઘનો અભાવ ચહેરાની ત્વચાને કરે છે અસર
વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાંતોના મત મુજબ લાંબા સમયથી ઊંઘનો અભાવએ વ્યક્તિની શારીરિક, માનસિક ક્રિયાઓ પર અને વ્યક્તિના દેખાવ પર નકારાત્મક અસર ઉભી કરે છે. અમેરિકન એકેડેમી ઑફ સ્લીપ મેડિસિનના જણાવ્યા મુજબ ગુણવત્તાયુક્ત ઊંઘ હાયપરટેન્શન, હૃદયરોગ અને ટાઇપ-2 ડાયાબિટીસ જેવી આરોગ્યને લગતી સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. તે તમારા માનસિક સ્વાસ્થ્યને સારું રાખે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને સ્ટ્રેસ ઘટાડે છે.
સર્કાડિયન રિધમમાં ઊંઘ અને જાગવાની ક્રિયા, હોર્મોન્સના સ્ત્રાવ અને શરીરનું તાપમાન જેવા વિવિધ ચક્રોનો સમાવેશ થાય છે. બેંગ્લોરના અબ્રાહમ્સ સ્કિન એન્ડ હેર ક્લિનિકનાં ડર્મેટોલોજિસ્ટ અને ટ્રાઇકોલોજિસ્ટ ડૉ. અનિલ અબ્રાહમ કહે છે કે, સર્કાડિયન રિધમમાં કોઈપણ વિક્ષેપ શારીરિક કાર્યોને અસર કરી શકે છે અને ત્વચા અને વાળના સ્વાસ્થ્ય પર પણ અસર કરશે.
તેથી, જો કોઈ વ્યક્તિ પૂરતો આરામ ન લે તો તેને થાક, સેગિંગ સ્કિન અને સેલો કૉમ્પલેક્ષન જેવી સમસ્યાઓનો સામનો કરી શકે છે. આ ફેરફારો માત્ર ડૉક્ટર માટે જ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ માટે પણ સ્પષ્ટ હશે, ખાસ કરીને જો લાંબા ગાળાથી ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતા હોય તો. તેથી, ઉંઘનો ખ્યાલ ત્વચા અને વાળ પર તેની અસર માત્ર પરંપરા આધારિત નથી પરંતુ, વિજ્ઞાનમાં પણ તેનો એક મજબૂત પાયો છે.
બ્યુટી સ્લીપ પાછળનું વિજ્ઞાન
ઊંઘ દરમિયાન શરીર અને મન આરામની સ્થિતિમાં હોય છે. આ તે સમય પણ છે જ્યારે શરીર વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે જેમ કે, કોષનું સમારકામ, ટૉક્સિન્સને દૂર કરવાનું અને હોર્મોનનાં સમતુલનને જાળવી રાખવાનું.
બેંગ્લોરનાં ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મોડેર્મા ક્લિનિક્સના સ્થાપક ડૉ. ચેટરા વી. આનંદ કહે છે કે, રાત્રિના સમયે ત્વચાના વિવિધ સ્તરોમાં લોહીનો પ્રવાહ વધે છે, જે તેને આવશ્યક પોષકતત્વો આપે છે અને તેજસ્વી બનાવે છે. કોલેજન અને ઇલાસ્ટિન (શરીરનાં પ્રોટીન) ત્વચાના હાઇડ્રેશન, ઇલાસ્ટીસીટી જાળવવા અને ડેલનેસને અટકાવવા માટે કામ કરે છે.
શરીરના વિકાસ સાથે સંકળાયેલા હોર્મોન્સનું ઉત્પાદન એ સુનિશ્ચિત કરે છે કે, ત્વચા પરના દાગ કે ઘામાં રૂઝ આવે છે અને હોર્મોન મેલાટોનિનમાં વધારો ફાઇન લાઇન અને કરચલીઓના દેખાવને અટકાવે છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે લિમ્ફથેટિક સિસ્ટમ સક્રિય બને છે, જેનાથી શરીરમાંથી ટૉક્સિન્સ અને નકામા પદાર્થો દૂર થઈ શકે છે.
ઊંઘનો અભાવ એ રુઝ આવવાની પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે અને ત્વચાની ઉંમર વધવાની પ્રક્રિયાને વેગ આપે છે, જેના કારણે વ્યક્તિ નિસ્તેજ અને થાકેલી દેખાય છે. ડૉ. આનંદ ઉમેરે છે કે, ‘આંખો અને મોઢાની આસપાસ ડાર્ક સર્કલ્સ દેખાઈ શકે છે તથા તેની રેખાઓ વધુ સ્પષ્ટ થઈ શકે છે.’
HR પ્રોફેશનલ પરોમિતા કહે છે કે, ‘વ્યક્તિ જ્યારે વીસ વર્ષની આસપાસ હોય છે ત્યારે થોડા દિવસોનો ઊંઘનો અભાવ તેની ત્વચા પર સ્પષ્ટપણે દેખાતો નથી અને તેની રિકવરી પણ ફટાફટ થઈ જાય છે પરંતુ, જેમ-જેમ સ્ત્રીઓ પેરિમેનોપોઝ તબક્કે પહોંચે છે તેમ-તેમ ઊંઘનો અભાવ તરત જ ત્વચા પર ડાર્ક સર્કલ્સ, ફૂલી ગયેલી આંખ અને થાકેલી દેખાઇ આવશે કારણ કે, તે સમયે સ્કિનની રિકવરી ખૂબ જ ધીમી થાય છે.’
તેથી, બ્યુટી સ્લીપના મહત્તમ ફાયદાઓ માટે તેના નાઇટ-ટાઇમ રૂટિનમાં એક સારી એન્ટી-એજિંગ પ્રૉડક્ટ અને એક હાઇડ્રેટિંગ ક્રિમનો સમાવેશ થાય છે, જે ત્વચાને હાઈડ્રેટ રાખે છે.
ડૉ. આનંદ આકર્ષક ત્વચા માટે નીચે મુજબની ટિપ્સ આપે છે
• સૂતા પહેલા તમારા ચહેરા પરથી ગંદકી, ધૂળ અને મેકઅપને દૂર કરો અને ચહેરાની યોગ્ય રીતે સફાઈ કરો.
• સારી ગુણવત્તાવાળી ઊંઘ સુનિશ્ચિત કરવા માટે પોઝિટીવ વિચારો સાથે શાંત અને આરામદાયક વાતાવરણમાં સૂવો.
• રોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
• તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખો અને સ્કિન કેરના સરળ રુટીનને અનુસરો, જે તમારી ત્વચાને સ્વસ્થ રાખશે.
• સ્ટ્રેસને અસરકારક રીતે નિયંત્રિત કરો.
• ઊંઘની ગુણવત્તા સુધારવા માટે નિયમિત કસરત કરો, પોષકતત્વોયુક્ત આહાર લો અને ઑલઓવર હેલ્થ પર ધ્યાન કેન્દ્રિત કરો.
• તમારા તબીબની સલાહ લીધા પછી મેગ્નેશિયમ અથવા મેલાટોનિન સપ્લિમેન્ટ્સ લો.
ગૂડ સ્લીપર્સ vs પૂઅર સ્લીપર્સ
ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ ડર્મેટોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા 2015ના એક અભ્યાસ ‘શું ઊંઘની નબળી ગુણવત્તા ત્વચાનાં વૃદ્ધત્વને અસર કરે છે ?’ આ લેખમાં સંશોધકોએ વૃદ્ધત્વના દેખાતા સંકેતો માટે માન્ય ક્લિનિકલ ટૂલનો ઉપયોગ કરીને ગૂડ સ્લીપર્સ અને પૂઅર સ્લીપર્સ તરીકે વર્ગીકૃત કરેલી મહિલાઓની તપાસ કરી હતી.
તેમાં જણાવાયું હતું કે, ગૂડ સ્લીપર્સ મહિલાઓમાં, પૂઅર સ્લીપર્સની સરખામણીએ સ્કિન એજીંગનો નીચો દર અને સ્કિનની સમસ્યાઓમાંથી રિકવરીનો દર ઊંચો જોવા મળ્યો જ્યારે પૂઅર સ્લીપર્સમાં ટ્રાન્સ-એપિડર્મલ વૉટરનું પ્રમાણ ઊંચું રહ્યું. ગૂડ સ્લીપર્સ, પૂઅર સ્લીપર્સ કરતાં તેમના દેખાવ અને એસ્ટ્રેક્ટિવનેસથી વધુ સંતુષ્ટ હતા.
યાદ રાખવા જેવી બાબતો
એક વ્યક્તિ માટે રાતની સારી ઉંઘ મેળવવાનો એસ્થેટીક બેનિફીટ એ ફ્લોલેસ સ્કીન છે. સારી ઊંઘ મેળવવાથી સ્કિનને ઘરડી થતી અટકાવી શકાય અને સ્કિનનાં ગ્લોમાં પણ વધારો થાય છે. બીજી તરફ ઊંઘનો અભાવ એ તમારી ત્વચાને ઢીલી, નિસ્તેજ અને ડિહાઇડ્રેટેડ બનાવી શકે છે. સૂતા પહેલા તમારા ચહેરા પરથી ગંદકી, ધૂળ અને મેકઅપને સાફ કરો. આ ઉપરાંત દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો.