728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

કોવિડ અને ઊંઘની સમસ્યાઓ વચ્ચે છે આ સંબંધ
6

કોવિડ અને ઊંઘની સમસ્યાઓ વચ્ચે છે આ સંબંધ

લાંબા સમય ગાળા સુધી થયેલા કોવિડના ઇન્ફેક્શનના કારણે કેટલાક વ્યક્તિઓમાં ઊંઘ સંબંધિત સમસ્યાઓ સર્જાઇ શકે છે. નિષ્ણાતોએ કોવિડ અને ઊંઘ પડતી ખલેલ વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયત્ન કર્યો છે

કોવિડ – 19ની લાંબાગાળાની અસરથી ઘણાં દેશ હજી પણ જજૂમી રહ્યાં છે. જે લોકોને કોરોના થયો હતો અને કેટલાક દિવસો કે અઠવાડિયામાં તેઓ રિકવર થયાં હતાં તેઓ પણ સામાન્ય રીતે સુઇ શકે છે પણ તેમનામાં શ્વાસ લેવાની તકલીફ, થાક સહિતના અન્ય લક્ષણો લાંબા સમય સુધી જોવા મળે છે.

ઉંઘને અસર કરતાં બે પરિબળો છે એક ઉત્તેજક પરિબળ છે અને બીજું કાયમી પરિબળ છે (જેમ કે ખરાબ ઊંઘની આદત). બેંગ્લોરની એપોલો હૉસ્પિટલના પલ્મોનોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડૉ રવિન્દ્ર મહેતા જણાવે છે કે, “લાંબા ગાળાના કોવિડ ઇન્ફેક્શનના કિસ્સામાં, ઉંઘને ઉત્તેજક પરિબળ દ્વારા અસર થાય છે, જેમ કે ચેપ”

જર્નલ ઑફ મેડિકલ ઈન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં, સંશોધકોએ કોવિડ ઇન્ફેક્શન થયું હોય તેવા અને કોવિડના લોકોની ઊંઘનું મૂલ્યાંકન કર્યું, તેમના પણ ઇન્ફેક્શન દરમિયાન અને પછી. તેઓએ જોયું કે કોવિડ ધરાવતા કેટલાક લોકોની ઊંઘમાં ડિસ્ટર્બન્સ વધારે હતું, જ્યારે અન્ય લોકોની ઊંઘની ગુણવત્તામાં ઘટાડો થયો હતો. કેટલાક લોકોને ભારે થાક લાગતો હતો, જ્યારે કેટલાક લોકોમાં અનિદ્રા જોવા મળી હતી. કેટલાક લોકોને રાત્રે સૂવામાં તકલીફ પડતી હતી, જ્યારે અન્ય લોકોને દિવસ દરમિયાન ઊંઘવામાં તકલીફ પડતી હતી અને જ્યારે તેઓ જાગતા હતા ત્યારે તાજગી અનુભવતા ન હતા

લાંબા સમય સુધી કોવિડનું ઇન્ફેક્શન ઊંઘ સંબંધિત સમસ્યાનું કારણ બને છે?

કોવિડ એક્ઝાઇટી અને શ્વસન લક્ષણોનું કારણ બની શકે છે, જે ઊંઘમાં ડિસ્ટર્બન્સ સર્જી શકે છે અને ઊંઘની વિકૃતિઓ જેમ કે અનિદ્રાનું કારણ બની શકે છે. નિષ્ણાતોના મતે, ઊંઘ સંબંધિત સમસ્યાઓનો સમયગાળો વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. જો કે, કેટલાક લોકો સાજા થયા પછી પણ અઠવાડિયા કે મહિનાઓ સુધી થાક અને શ્વાસની તકલીફ જેવા લક્ષણોનો અનુભવ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, આ લક્ષણો શ્વસન તંત્ર અથવા વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, જેના પરિણામે ઊંઘના સમયમાં ખલેલ જોવા મળે છે તેવું બેંગ્લોરની એસ્ટર CMI હોસ્પિટલના પલ્મોનોલોજીના મુખ્ય સલાહકાર ડૉ. સુનિલ કુમારે જણાવ્યું હતું

ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં સંશોધકોએ તારવ્યું છે કે હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડના દર્દીઓમાં ઊંઘની સમસ્યા સામાન્ય રીતે જોવા મળી હતી. અભ્યાસમાં સામે આવેલી ઊંઘના ડિસ્ટર્બન્સને શ્વાસની તકલીફ સાથે જોડવામાં આવ્યો છે, જે કોવિડનું અન્ય લાંબાગાળાનું લક્ષણ છે. સંશોધકોએ તે પણ શોધી કાઢ્યું હતું કે કોવિડ પછીની ઊંઘની સમસ્યાઓ સ્નાયુઓની કાર્યક્ષમતામાં ઘટાડા સાથે સંકળાયેલી હતી, તેમજ એન્ઝાઇટી પણ લાંબા ગાળાના કોવિડ ઇન્ફેક્શન સાથે સંકળાયેલી હતી.

આ અભ્યાસમાં એવા લોકોમાં ઊંઘ નબળી હોવાનું સામે આવ્યું કે જેમને અગાઉ ડિપ્રેશન અથવા એક્ઝાઇટી હતી, શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી, ધૂમ્રપાન કરતા હતા અથવા ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કિડનીની સમસ્યાઓ જેવી સમસ્યાઓ પહેલેથી હતી.

અનિદ્રા અને કોવિડ વચ્ચેના સંબંધ

સ્લીપ મેડિસિન જર્નલની ડિસેમ્બર 2023ની આવૃત્તિમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, અનિદ્રા અને લાંબા ગાળાના કોવિડ વચ્ચેના સંબંધ પરના આંતરરાષ્ટ્રીય સહયોગથી થયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે અનિદ્રા અને લાંબા ગાળાના કોવિડ વચ્ચેનો સંબંધ દ્વિપક્ષીય છે. અભ્યાસમાં લાંબા કોવિડની સારવાર અને ઇન્સોમિયા અને ઓછી ઊંઘને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં, ખાસ કરીને કોવિડ-19 દરમિયાન રાત્રે સારી ઊંઘ મેળવવી પડકારજનક બની શકે છે. ડૉ કુમાર સમજાવે છે કે “કોરોનાસોમ્નિયાએ કોવિડ-19 દરમિયાન વ્યક્તિમાં પેન્ડેમિક ઇન્ક્લુડેડ એન્ક્ઝાઇટીને કારણે ઊંઘમાં ડિસ્ટર્બન્સને વર્ણવવા માટે બનાવવામાં આવેલો શબ્દ છે.” નિષ્ણાતો કેટલીક રીત પણ જણાવે છે કે જેના કારણે કોરોનાસોમનિયા તમારી ઊંઘને અસર કરી શકે છે:

  • એન્ક્ઝાઇટીનો વધારો, ઊંઘની તકલીફ સર્જે છે.
  • ખાવાની આદતોમાં ફેરફાર સર્કેડિયન રિધમને ખલેલ પહોંચાડી શકે છે.
  • સ્ક્રીન ટાઇમનો વધારો ઊંઘની સમસ્યાઓને વધારે છે.
  • પેન્ડેમિક-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે શ્વસન સંબંધિત સમસ્યાઓના પરિણામે ઊંઘમાં વિક્ષેપ પડે છે.
  • આર્થિક અનિશ્ચિતતા અને સામાજિક આઇસોલેશન સ્ટ્રેસ – સંબંધિત સમસ્યાઓ વધારે છે.

લાંબા કોવિડ સંબંધિત ઊંઘની સમસ્યાઓ

લાંબા સમય સુધી કોવિડને કારણે ઓછી ઊંઘ તમારા કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ અને મેટાબોલિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે, જેનાથી સ્થૂળતા, હાયપરટેન્શન અને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. નિષ્ણાતોના મતે શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો સહિત તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ મૂલ્યાંકન જરૂરી છે. અહીં કેટલીક અસરકારક વ્યૂહરચનાઓ છે જે તમને કોવિડ-19 સાથે સંકળાયેલા લાંબા ગાળાની ઊંઘની સમસ્યાઓ સાથે જોડાયેલી છે :

ઊંઘના શેડ્યૂલને અનુસરો
દરરોજ સુવાનો અને ઉઠવાનો એક સમય જાળવો, વિકેન્ડમાં પણ આ સમય જાળવો જેથી તમારી સ્લિપ સાઇકલ વધુ સારી થાય

રિલેક્સેશન ટેકનિકનો ઉપયોગ કરો
માઇન્ડફૂલનેસ અને ઊંડા શ્વાસ લેવા જેવી હળવી તકનિકનો અભ્યાસ કરવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે જેથી સ્ટ્રેસ અને ચિંતામાંથી મુક્તિ મેળવી શકાય છે જે ઓછી ઊંઘની સમસ્યા સર્જી શકે છે.

કસરત કરો
વ્યક્તિગત ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને ધીમે-ધીમે ફિઝીકલ એક્ટીવિટી શરુ કરો, જેનાથી ઓછી ઊંઘની સમસ્યાઓમાં મદદ મળશે. જો કે, નિષ્ણાતો કોવિડ -19 ઇન્ફેક્શનમાંથી રિકવર થયા પછી કસરત ફરી શરૂ કરતાં પહેલા બે અઠવાડિયાનું અંતર જાળવવાની ભલામણ કરે છે.

આલ્કોહૉલ અથવા કેફીનનું સેવન મર્યાદિત કરો
આલ્કોહૉલ અથવા કેફીનનું સેવન ઊંઘમાં ડિસ્ટર્બન્સ ઉભું કરી શકે છે અને વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે.

મેલાટોનિન સપ્લિમેન્ટ્સ લેવા
મેલાટોનિન સપ્લિમેન્ટ્સ કોવિડ-19 ઇન્ફેક્શન થયું હોય તેવા વ્યક્તિઓની ઊંઘ સુધારવામાં મદદ કરી શકે છે. મેલાટોનિન સપ્લિમેન્ટ્સ સામાન્ય રીતે સલામત હોવા છતાં, તે લેતા પહેલા હંમેશા સ્વાસ્થ્ય નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

તબીબી મદદ લેવી
જો ઊંઘની સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો વ્યક્તિએ તાત્કાલિક આરોગ્ય નિષ્ણાતની મદદ લેવી જોઇએ.

યાદ રાખવા જેવા મુદ્દા

  • જ્યારે કેટલીક વ્યક્તિઓ કોવિડ-19 ઇન્ફેક્શનમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે, ત્યારે કેટલાક લોકોની ઊંઘ પર લાંબા ગાળાની અસર જોવા મળે છે.
  • કોરોનોસોમ્નિયા, કોવિડ-19 પેન્ડેમિક દરમિયાન રોગચાળા-પ્રેરિત ચિંતાઓને કારણે ઊંઘમાં વિક્ષેપને વર્ણવવા માટે બનાવવામાં આવેલો શબ્દ છે. અસ્વસ્થતામાં વધારો, જેના પરિણામે નિંદ્રાધિનતા આવે છે તે એક રીત છે કે કોરોનાસોમનિયા ઊંઘને કેવી રીતે અસર કરી શકે છે.
  • ઊંઘના શિડ્યુલને અનુસરીને અને આલ્કોહૉલ અથવા કેફીનનું મર્યાદિત સેવન કરવાથી લાંબી કોવિડ સંબંધિત ઊંઘની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.