હૈદરાબાદની 25 વર્ષીય ડેટા એનાલિસ્ટ રચિતા નાયક (નામ બદલ્યું છે ) કે જે ગર્વનમેન્ટની પરીક્ષા માટે તૈયારીઓ કરતી હતી ત્યારે નોકરી અને પરિવારનેના કારણે એટલી ટેન્શનમાં આવી ગઈ હતી કે અને તેને પેનિક અટેક આવવા લાગ્યા. તે ડિપ્રેશનમાં આવી ગઇ હતી. પોતાની આ જર્ની શેર કરતાં નાઈકે જણાવ્યું હતું છે કે,‘2019નું વર્ષ મારા માટે સ્ટ્રેસ ફુલ રહ્યું હતું. હું રાતે 1 વાગ્યે ઊઠી જતી અને પછી આખી રાત સૂઈ જ શકતી નહોતી.’ ઉપરાંત આ પ્રકારના રુટિનનાં કારણે તેનો આખો દિવસ થાક અને હતાશાથી ભરેલો રહેતો હતો, તે હાઈપરસોમનિયાની સ્થિતિનો શિકાર બની રહી હતી.
પોતાની એકાગ્રતા વધારવા માટે તેણે ધ્યાન કરવાનું શરુ કર્યું પણ તે નિરર્થક સાબિત થયું ત્યારબાદ તેણે ઇન્ટિગ્રેટેડ મેડિસિન સ્પેશિયાલિસ્ટની મુલાકાત લીધી. તેણેએ ઉમેર્યુ કે,‘સૂચવેલી દવાને અસર થવામાં સમય લાગ્યો અને મેને ઘણી વખત છોડી દેવાનો વિચાર આવ્યો પરંતુ, હું તેને વળગી રહી અને ડૉક્ટરની સલાહનું પાલન કરતી રહી અને હવે હું ઘણું સારું અનુભવી રહી છું.’
મેન્ટલ હેલ્થ કંડિશનનો ભોગ આપણી આસપાસ કોઈપણ વ્યક્તિ બની શકે છે પરંતુ, નિષ્ણાતો મતે ઊંઘનો અભાવ આ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી શકે છે.
માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ વચ્ચેની કડી
આ પ્રકારની બાય-ડાયરેક્શનલ રિલેશનશિપમાં માનસિક સમસ્યાઓથી પીડિત લોકો ઓછું અથવા વધુ પડતા ઊંઘી શકે છે. માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊંઘની સમસ્યાઓ તરફ દોરી જાય છે અને આનાથી ઉંઘું, એક વિષ ચક્ર બનાવે છે. સાઇકોલોજીના વરિષ્ઠ પ્રોફેસર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિસ (NIMHANS),બેંગ્લોરનાં ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. બી. એન. ગંગાધર કહે છે કે, ‘ડિપ્રેશન, એંક્ઝાઇટી, સાઇકોસિસ, આલ્કૉહોલ અને અફીણનું સેવન જેવી ઘણી વિકૃતિઓ ઊંઘમાં ખલેલ પહોંચાડવા માટેના મુખ્ય લક્ષણોમાંનું એક છે.’
કેટલીક વાર પૂરતી ઊંઘ ન લેવી એ પોતે જ બીમારીઓનું કારણ બને છે. બેંગ્લોરની કેડાબામ હોસ્પિટલનાં કન્સલ્ટન્ટ મનોચિકિત્સક ડૉ. આર. પ્રિયા રાઘવન કહે છે કે, ‘જો કોઈ વ્યક્તિ બાયપોલર ડિસઓર્ડરનો શિકાર બને છે તો તેની ઊંઘ એકાએક ઓછી થવા માંડે છે અને તે શરીરમાં મેનિક એપિસોડને ઉત્તેજિત કરે છે. આ જ રીતે અપૂરતો આરામ લોકોને દારૂ અથવા માદક દ્રવ્યોના સેવન તરફ પાછા ફરવા માટે મજબૂર કરી શકે છે.’
માનસિક બીમારીથી પીડાતો લોકોમાં ઊંઘની સમસ્યાઓ
ઊંઘની સમસ્યાઓ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિના પ્રકાર સાથે બદલાય છે. કોલકાતાનાં એમપાવરનાં હેડ અને સાઇકોલોજીસ્ટ ડૉ. પ્રીતિ પારખ સમજાવે છે કે, માનસિક સમસ્યાઓ તમારી ઊંઘમાં કેવા પ્રકારની ખલેલ પહોંચાડી શકે છે.
એંક્ઝાઇટી : અસ્વસ્થતા ધરાવતી વ્યક્તિઓને ઊંઘ આવવામાં મુશ્કેલી (ઊંઘ મોડી આવવી) પડી શકે છે. ઘણીવાર ઝોકાં ખાતા-ખાતા તેઓ તણાવપૂર્ણ ઘટનાઓના ચિંતાજનક વિચારોમાં ખોવાઈ જાય છે, જે તેમને લાંબા સમય સુધી જાગૃત રાખે છે.
ડિપ્રેશન: આ મૂડ ડિસઓર્ડરમાં ઊંઘની ઉણપ અને હાઇપરસોમનિયા (વધુ પડતી ઊંઘ) બંને જોવા મળે છે. અમુકને વહેલી સવારે અનિદ્રાનો અનુભવ થાય છે અને તેના કારણે તેઓ સવારે 3-4 વાગ્યે જાગી જાય છે અને ફરીથી સુવામાં મુશ્કેલી અનુભવાય છે. અન્ય લક્ષણોમાં રાતે વારંવાર ઊંઘમાંથી જાગી જવા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. બીજી તરફ કેટલાક વધુ પડતું ઊંઘે છે, ખૂબ સુસ્તી અનુભવે છે અને મોટાભાગનો સમય પથારીમાં વિતાવે છે.
બાયપોલર ડિસઓર્ડર: આ ડિસઓર્ડરમાં મેનિયા અને ડિપ્રેશન બંનેનાં લક્ષણો જોવા મળે છે. આમાં લોકોમાં હાઇએનર્જી અને ઓછી ઊંઘ બંને જોવા મળે છે. તેઓ વહેલા જાગીને હતાશાનો અનુભવ કરે છે અને તેમની નિયમિત દિનચર્યા શરૂ કરે છે. આ પછીના તબક્કા દરમિયાન તેમને ઝોકું મારવામાં અથવા વધુ પડતું ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે.
એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD): બાળકોમાં આ સમસ્યા વધુ પડતી જોવા મળે છે. જો કે, પુખ્ત લોકોમાં પણ ADHDનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોનું મન ભટકતું હોવાથી લોકોને રાતે ઊંઘ આવવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે, જેના કારણે તેઓ પૂરતી ઊંઘ લઇ શકતા નથી રહી જાય છે.
શું અપૂરતી ઊંઘ માનસિક બીમારી તરફ દોરી જાય છે?
ઘણાં અભ્યાસ સૂચવે છે કે, લાંબા ગાળે ઊંઘમાં ખલેલ હતાશા અને અસ્વસ્થતા માટે અસરકારક પરિબળ હોઈ શકે છે. ડૉ. પારખ કહે છે કે,‘અપૂરતી ઊંઘને કારણે બીજા દિવસે અસ્વસ્થતાનો અનુભવ થાય છે. તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થઈ શકે છે, વારંવાર માથાનો દુખાવો થઈ શકે છે અથવા થાક પણ અનુભવી શકે છે. સમય જતાં તે સ્થિતિ પ્રોડક્ટિવિટીમાં પણ ઘટાડો કરે છે અને સ્ટ્રેસનો અનુભવ કરાવે છે.’
જર્નલ ઑફ એફેક્ટિવ ડિસોર્ડર્સમાં પ્રકાશિત એક રિવ્યૂ પેપરમાં તારણ કાઢ્યું છે કે, અનિદ્રાથી પીડાતા લોકોમાં આવી કોઈ સમસ્યા ન હોય તેવા લોકોની તુલનામાં ડિપ્રેશન થવાનું જોખમ બમણું હોય છે. ડૉ. ગંગાધર ચેતવણી આપે છે કે, ‘લાંબા સમયથી ઊંઘથી વંચિત લોકોમાં સબક્લિનિકલ સાઇકિયાટ્રિકના લક્ષણ વિકસી શકે છે. તેઓ સહેલાઈથી અસ્થિર મગજનાં બની શકે છે. તદઉપરાંત, તેઓ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તથા નબળી ભાવનાત્મક સ્થિરતાને કારણે નિર્ણયો લેવામાં પણ મુશ્કેલી અનુભવી શકે છે. તેઓ દારૂ અથવા માદક દ્રવ્યોના દુરૂપયોગની સાથે-સાથે ઑન-ઑફ રોડ રેજનો ભોગ બની શકે છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘અમુક તંદુરસ્ત વ્યક્તિઓ કે, જેમણે અગાઉ માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો અનુભવ કર્યો હોઈ તે પણ જો પૂરતી ઊંઘ ન લે તો ફરીથી માનસિક બીમાર બનવાની શક્યતા રહે છે.’
વધુ સારા માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ સુધારવાની રીત
તાજેતરનો એક અભ્યાસ સૂચવે છે કે, ઊંઘ એક સારી સારવારનું પ્રતિનિધિત્વ કરે છે, જે તમારા માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મહત્વનો ફાળો ભજવે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ઊંઘમાં સુધારો કરવો એ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના (એટલે કે ક્લિનિકલ અથવા નૉન-ક્લિનિકલ) વધુ સારા માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. જો કે, એ નોંધવું જોઇએ કે આ લક્ષણોની માત્ર સારવાર કરવાથી મૂળ સમસ્યાનો ઇલાજ થતો નથી.
અહીં અમુક નિષ્ણાતોએ સલાહ આપી છે, જે તમારી ઊંઘને નિયમિત કરવામાં મદદરુપ રહેશે :
યાદ રાખવા જેવી બાબતો :
• જે લોકોમાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હોય તેમનામાં ઊંઘની સમસ્યા હોય તે સામાન્ય છે. કેટલાક લોકોને ઊંઘવામાં મુશ્કેલી પડે છે, જ્યારે અન્ય લોકો વધુ પડતું ઊંઘે છે.
• તાજેતરના અભ્યાસો સૂચવે છે કે, પૂરતી ઊંઘ ન લેવાથી માનસિક આરોગ્ય બગડવાનું જોખમ પણ વધી શકે છે.
• નિષ્ણાતો આ સમસ્યાના મૂળ કારણને શોધી કાઢવાની અને આ સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ થવા પૂરતી ઊંઘ માટે ચોક્કસ પગલાં લેવાની ભલામણ કરે છે.