728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

શું જમીન પર સૂવું ફાયદાકારક છે?
4

શું જમીન પર સૂવું ફાયદાકારક છે?

તમારી સૂવાની જગ્યા પસંદ કરવામાં વ્યક્તિગત પસંદગી મુખ્ય ભૂમિકા ભજવે છે. જો કે, નિષ્ણાતો સૂચવે છે કે બાળકો અને વૃદ્ધ લોકોએ જમીન પર સૂવાનું ટાળવું જોઈએ.

જમીન પર સૂવું એ પરંપરાગત રીતે એક સારી સ્થિતિ માનવામાં આવે છે. તે શરીરના રક્ત પરિભ્રમણ સાથે સંકળાયેલું છે અને કેટલાક લોકો માટે આ પ્રથાનો કોઇ સાંસ્કૃતિક અર્થ હોઈ શકે છે. જો કે, જેમ જેમ વધુ સારી પથારી અને ગાદલા ઉપલબ્ધ થતા ગયા છે તેમ તેમ, જીવનશૈલીની બદલાતી ગઇ અને વ્યક્તિની જરૂરિયાતો સાથે તાલમેળ રાખવા માટે ઘણા લોકોની ઊંઘની આદતો બદલાઈ ગઈ છે. જો કે, ઘણા લોકો માને છે કે જમીન પર સૂવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.

કેટલાક વૃદ્ધ લોકો માને છે કે જમીન પર સૂવાથી દુખાવામાંથી પીડામાંથી રાહત મળે છે. જો કે, નિષ્ણાતો માને છે કે કરોડરજ્જુના સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે. ડૉ. ચંદ્રશેખર ચિક્કામુનિયપ્પા કે જેઓ બેંગલુરુની DHEE હોસ્પિટલન CEO અને ઓર્થોપેડિક સર્જન છે તેઓ જણાવે છે કે “ક્યારેક જમીન પર સૂવું તે ટેવાાયેલા લોકો માટે તેમની કમરના સ્ટ્રેસને દૂર કરવા માટે ફાયદાકારક બની શકે છે. જો કે, 40 થી 50 વર્ષની વયના લોકો માટે, આ આરામદાયક ન હોઈ શકે. તેમની પીડા ઓછી થવાને બદલે, નીચે સુવાથી તેઓ નવી પીડા વધારશે .

શું જમીન પર સૂવાના કોઈ ફાયદા છે ?

બેંગલુરુ સ્થિત બિઝનેસમેન નરેશ બાબુ (38) એ હેપ્પીએસ્ટ હેલ્થને કહ્યું, “ક્યારેક મારે સતત 16 ક્લાકથી વધુ કામ કરવું પડે છે. જ્યારે હું ઘરે પાછો આવું છું ત્યારે મને વારંવાર પીઠનો દુખાવો થાય છે. તેથી હું જમીન પર પાતળી સાદડી પાથરી અને તેના પર ઓશીકું વગર સૂઈ ગયો. મને તે લાભદાયક જણાયું છે, પરંતુ હું નિયમિતપણે જમીન પર સૂતો નથી.”

ડૉ. ચિક્કામુનિયપ્પા સમજાવે છે,“તમે ઘણા લોકોને જોયા હશે જેઓ જમીન પર સૂતા હોય છે અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તે સ્થિતિ કેટલાક આરામદાયક છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી જમીન પર સૂતી હોય, તો તે જમીન પર સુવાનું ચાલુ રાખી શકે છે કેમકે તેમનું શરીર પહેલેથી જ આ સ્થિતિ માટે ટેવાઇ ગયું છે. જો કે, ગંભીર પીઠ અથવા ગરદનના દુખાવાથી પીડાતા લોકો માટે તે સલાહભર્યું નથી કારણ કે તે દુખાવો વધારી શકે છે. વધુમાં, તેઓ કહે છે કે જો કે જમીન પર સૂવાના ફાયદાઓ જણાવતી માહિતી ઉપલબ્ધ હોઈ શકે છે પણ આ સંદર્ભમાં કોઈ પુરાવા ઉપલબ્ધ નથી.

બાળકો અને વૃદ્ધોએ જમીન પર ન સૂવું

નિષ્ણાતો જણાવે છે કે જે લોકોને કોઈ તબીબી સમસ્યા નથી તેઓ જમીન પર સૂવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, બાળકો અને વૃદ્ધ લોકોએ, જેમની ત્વચા નાજુક હોય છે અને બદલાતા તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેઓએ જમીન પર સુવાનું ટાળવું જોઈએ. ઉદાહરણ તરીકે, રુમેટોઇડ સંધિવાથી પીડિત લોકો (એક ક્રોનિક ઇન્ફ્લેમેટરી ડિસઓર્ડર જે ફક્ત સાંધાને જ અસર કરે છે) જો તેઓ જમીન પર સૂતા હોય તો તેમની તબિયત વધુ ખરાબ થઈ શકે છે.

જમીન પર સૂવા અંગે વિજ્ઞાન શું કહે છે?

ચેન્નાઈની ફોર્ટિસ મલાર હૉસ્પિટલના હાડકા અને સાંધાના નિષ્ણાત ડૉ. સરથ કુમાર કહે છે કે જમીન પર સૂવું એ ખૂબ જ વિવાદાસ્પદ છે. લગભગ 70 થી 80 ટકા ઓર્થોપેડિક સર્જન ફ્લોર પર સૂવાના વિચારને સમર્થન આપી શકતા નથી. તે ઉમેરે છે, “વ્યક્તિગત પસંદગીઓ સિવાય, લોકો પ્રચલિત પૌરાણિક કથાઓ માને છે જે દાવો કરે છે કે જે લોકો જમીન પર સૂવે છે તેઓ વધુ સ્વાસ્થ્ય વધુ સારું રહેશે.”

જો કે, જીવનશૈલી અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા, ડૉ. કુમાર કહે છે, “ઉદાહરણ તરીકે, જે લોકો બાંધકામની જગ્યાઓ પર કામ કરે છે તેઓ પલંગની જગ્યાએ જમીન પર સુવે છે આ તેમના માટે સહજ હોઇ શકે છે. તેથી, કેટલાક કિસ્સાઓમાં, ફ્લોર પર સૂવાથી વ્યક્તિવા પોશ્ચરમાં સુધારો થાય છે અને પીઠનો દુખાવો દૂર થાય છે.

યાદ રાખવા જેવા મુદ્દા

  • જમીન પર સૂવું એ નવો રિવાજ નથી. જો કે, નિષ્ણાતો માને છે કે આ ફાયદાકારક ન હોઈ શકે. જમીન પર સુવાથી તમારી કરોડરજ્જુના સ્વાસ્થ્ય પર પણ અસર થઇ શકે છે.
  • કેટલીક વાર, જમીન પર સૂવાથી પીઠનો સ્ટ્રેસ દૂર કરવામાં મદદ મળે છે, પરંતુ ફક્ત તે લોકો માટે કે જે નીચે સુવા માટે ટેવાયેલા છે.
  • જમીન પર સૂવું એ બાળકો અને વૃદ્ધ લોકો માટે યોગ્ય નથી. જો કે, નિષ્ણાતો સૂચવે છે કે કોઈપણ શારીરિક સમસ્યાઓ ન હોય તે લોકો ઈચ્છે તો જમીન પર સૂઈ શકે છે.

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ભયાનક માથાનો દુખાવો ઘટાડવા માટે એક વ્યૂહરચના જરૂરી છે જેને માથાના દુખાવાના નામે ઓળખવા, તેની યોગ્ય સારવાર કરવી અને તેના રોકવા માટે સખત પરેજી પાળવાની જરૂર હોય છે.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
ટામેટાં એન્ટિઑક્સિડન્ટ્સ અને વિટામિન્સનો ખૂબ જ સારો સ્ત્રોત છે, જે ઑક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે કાર્ડિયોવેસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સનું જોખમ પણ ઘટાડે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.