728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

સ્લીપ ટ્રેકર્સ, શું તે ખરેખર ઉપયોગી છે?
91

સ્લીપ ટ્રેકર્સ, શું તે ખરેખર ઉપયોગી છે?

સ્લીપ ટ્રેકર્સ, જે તમારી ઊંઘની પેટર્નને ટ્રેક કરવા માટે સેન્સર અને રિમોટ ડિટેક્ટિંગ ટેકનિકનો ઉપયોગ કરે છે, તે તમને લાગે તેટલા સચોટ ન હોઈ શકે.

ઓછી ઊંઘ અને તેની સાથે જોડાયેલી વિવિધ સમસ્યાઓમાં વધારો થવાના કારણે સારી ઊંઘની પ્રાથમિકતા વધી છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં એક્ટિવિટી ટ્રેકર્સ જેમકે ચાલવા, દોડવા અને કસરત જેવી તેમની દૈનિક પ્રવૃત્તિઓને ટ્રેક કરતા લોકોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે ત્યારે હવે જેને પહેરીને સુવાથી આપણી ઉંઘની ગુણવત્તાનું હવે અવલોકન થઇ શકે તેવા સ્લીપ ટ્રેકિંગ વેરેબલ્સ આ સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે.

આ ઉપકરણો આપણી ઊંઘની પેટર્નને ટ્રેક કરે છે અને અમને માહિતી આપે છે કે આપણને ક્યારે ઊંઘ આવે છે, કેટલા કલાક ઊંઘીએ છીએ, ઊંઘની ગુણવત્તા કેવી અને કેટલાક ઉપકરણો ઊંઘના વિવિધ તબક્કાઓની ગણતરી પણ કરે છે પરંતુ આ સ્લીપ વેરેબલ્સ કેટલા સચોટ છે? શું તેઓ ફાયદાકારક છે? શું તેઓ આપણને મદદ કરે છે અથવા આપણા માટે કોઇ નવી સમસ્યાઓ ઊભી કરે છે?

પહેરી શકાય તેવા આ સ્લીપ ટ્રેકર્સ કેવી રીતે કામ કરે છે?

ઘડિયાળ અથવા વીંટી જેવા સ્લીપ વેરેબલ્સ આપણી ઊંઘની પેટર્ન વિશે માહિતી આપે છે. “શરીરનું હલનચલન, હૃદયના ધબકારા જેવા પરિમાણો આપણી ઊંઘને સ્કોર આપવા માટે ટ્રેક કરવામાં આવે છે.

ડૉ , લીડ એન્ડ સિનિયરે જણાવ્યું હતું, બેંગલુરુની સ્લીપ મેડિસિન અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન, એસ્ટર સીએમઆઈ હોસ્પિટલના લીડ એન્ડ સિનિયર કન્સલ્ટન્ટ- ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી , ડૉ. સુનિલ કુમાર કે જણાવે છે કે. “આ પરિમાણોના આધારે સ્કોર 50-100 હોઈ શકે છે.”

હોસ્પિટલમાં, ઊંઘને ​​પોલિસોમ્નોગ્રાફી તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા ટ્રેક કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ઊંઘના તબક્કા, મગજની પ્રવૃત્તિ, હૃદયના ધબકારા, શરીરનું તાપમાન, હવાના પ્રવાહ અને ઓક્સિજન સંતૃપ્તિ સહિતના વિવિધ પરિમાણો માપવામાં આવે છે.

“ઘડિયાળ અથવા રિંગ્સ જેવા સ્લીપ વેરેબલ્સ સિગ્નલ મેળવવા માટે સેન્સર અને રિમોટ ડિટેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. હલનચલન [એક્સીલેરોમીટર દ્વારા] અને હૃદયના ધબકારા [ફોટોપ્લેથિસ્મોગ્રાફી દ્વારા] સૌથી સરળતાથી માપી શકાય તેવા સંકેતો છે. ” જેસી કૂક, એમએસ, સ્લીપ સાયન્ટિસ્ટ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનના ક્લિનિકલ સાયકોલોજી સ્કોલર કહે છે.

કૂક સમજાવે છે કે,”ઉપકરણો તેમને મળતા પ્રતિસાદ પ્રમાણે પરિમાણોમાં બદલાશે. ઉપકરણો વિવિધ પરિમાણોને ટ્રેક કરે છે જેમ કે પથારીમાં સૂવાના પ્રયાસમાં વિતાવેલો સમય, સૂવાનો સમય, ઊંઘની કાર્યક્ષમતા વગેરે. આ સિગ્નલોનું વિશ્લેષણ રાત્રે ઊંઘની લાક્ષણિકતાઓ અને સરેરાશ ઊંઘની આદતો અને પેટર્ન સંબંધિત પ્રતિસાદ આપવા માટે કરવામાં આવે છે,”

સ્લીપ ટ્રેકર્સ કેટલા સચોટ છે?

કૂક જણાવે છે કે, “આધુનિક સ્લીપ ટ્રેકર્સ લગભગ 50-70% સમય ઊંઘના તબક્કાઓને યોગ્ય રીતે દર્શાવવા માટે વિકસિત થયા છે. સ્લીપ ટ્રેકર્સની ઉત્પત્તિથી ટેક્નોલોજીમાં ઘણો સુધારો થયો છે, પરંતુ હલનચલન વગર જાગતા રહેવું જેવા કેટલાક પરિમાણોની ગણતરીની ચોકસાઈ રીતે કરવી એક સમસ્યા છે.”

સાન ફ્રાન્સિસ્કો સ્થિત મનોચિકિત્સક, ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. જ્હોન ક્રુસે જણાવ્યું હતું કે, “ઊંઘના અભ્યાસ માટેના સૌથી યોગ્ય ટેસ્ટ પરંપરાગત રીતે EEGs (ઇલેક્ટ્રોન એન્સેફાલોગ્રામ), EMGs (ઇલેક્ટ્રોમાયોગ્રાફી), નાક/મોં, છાતીનું ફુલવું અને ક્યારેક ધ્વનિ રેકોર્ડિંગ માપવા માટેના ઉપકરણોનો ઉપયોગ કરી છે. જો કે, સરળતાથી ઉપલબ્ધ સ્લીપ ટ્રેકર્સ એવા ઉપકરણોનો ઉપયોગ કરે છે જે માત્ર 70 – 90% ની ચોકસાઈ રેન્જમાં હોય છે જેથી ઊંઘના તબક્કાનું વિશ્વસનીય મૂલ્યાંકન કરવામાં આવે.

વ્યક્તિ પર સ્લીપ ટ્રેકર્સની અસર

ચેન્નઇની ફોર્ટિસ હોસ્પિટલના કાઉન્સેલર મુમતાજ બેગમ, જણાવે છે કે સ્લીપ ટ્રેકર્સ વ્યક્તિઓ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. બેગમે કહ્યું, “કોઈ પણ ભૂલ અથવા ખોટી ગણતરી, વપરાશકર્તાની ઊંઘની પેટર્ન અને જીવનશૈલીના નિર્ણયોને અસર કરશે.”

એન્ઝાઇટી – ઓછી ઊંઘના દર્શાવતો સ્કોર અસામાન્ય ચિંતા, હતાશા અને પોતાની જ નકારાત્મક છબી બનાવી શકે છે.
સ્વ-નિદાન – અયોગ્ય ઊંઘની પેટર્નના કિસ્સામાં, વપરાશકર્તાઓ ડૉક્ટરની સલાહ લીધા વગર જ અનિદ્રા અથવા અન્ય ઊંઘની સમસ્યાઓ માટે પોતાનું નિદાન કરવા લાગે છે.
એડિક્શન – વપરાશકર્તાઓ વધુ સારી ઊંઘનો સ્કોર મેળવવા માટે તેમની શારીરિક ઘડિયાળ કરતાં ગેજેટ્સ પર વધુ આધાર રાખે છે.
વેરિયેબલ સ્લીપિંગ પેટર્ન – દરેક વ્યક્તિની ઊંઘની પેટર્ન અલગ હોય છે. કેટલાક 6 કલાકની ઊંઘ પછી તાજગી અનુભવે છે અને કેટલાક લોકો માટે 9 કલાકની ઊંઘ જરૂરી હોય છે. તેમના સ્લીપ સ્કોર આ પાસાને ધ્યાનમાં લેતું નથી, આથી તેઓ આશ્ચર્ય પામી જાય છે કે જ્યારે તેઓ સારી રીતે ઊંઘે છે ત્યારે શા માટે તેમને ઓછા સ્કોર મળે છે.

ટેકવેઝ

જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો, પહેરવા યોગ્ય સ્લીપ ટ્રેકર અમારી ઊંઘની પેટર્નને ઓળખવામાં મદદ કરી શકે છે, સારી ઊંઘ માટે જીવનશૈલીમાં ફેરફાર કરવામાં મદદ કરી શકે છે અને તેથી આપણું સ્વાસ્થ્ય સુધારી શકે છે. જયપુરની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલના ક્રિટિકલ કેર એન્ડ ઇન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટના સિનિયર કન્સલ્ટન્ટ, ડૉ. પંકજ આનંદ જણાવે છે કે,

  • સ્લીપ ટ્રેકર્સ તમારી ઊંઘનું એનાલિસીસ કરવા માટે સ્ટાન્ડર્ડ નથી. તેના બદલે તે એવા સાધનો છે જે તમારી ઊંઘની પેટર્ન અંગે પ્રતિસાદ આપી શકે છે, જે તમને સારી ઊંઘ અને સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય જીવનશૈલીના નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.
  • વ્યક્તિએ ઊંઘના સ્કોરને જ શ્રેષ્ઠ ન માની લેવું જોઈએ અને તેના કારણે હેરાન ન થવું જોઈએ. જો તેઓ તમને વિહ્વળ બનાવે છે, તો તેઓ મદદ કરવાની જગ્યાએ અવરોધરૂપ વધારે છે.

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.