728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

ઑબેસિટી અને શ્વાસની તકલીફ વચ્ચે શું સંબંધ છે?
3

ઑબેસિટી અને શ્વાસની તકલીફ વચ્ચે શું સંબંધ છે?

જો તમારી છાતી પર ચરબી જમા થઇ ગઇ હોય તો તે શ્વસનતંત્ર પર દબાણ લાવી શકે છે. તે તમારી શ્વાસોચ્છવાસની ક્રિયાને પણ અસર કરે છે. જો તમે આ પ્રકારની સમસ્યાઓનો શિકાર ન બનવા ઈચ્છતા હો તો વજનને કંટ્રોલમાં રાખો અને લાઇફસ્ટાઇલમાં અમુક મહત્વના ફેરફાર લાવો.

Know the challenges posed by obesity hyperventilation syndrome

ઑબેસિટી અને શ્વાસની તકલીફ ઘણી વાર એક સાથે આવી જાય છે. શરીરનું આ વધારાનું વજન તમારી શ્વસનક્રિયામાં તકલીફ પહોંચાડે છે, તે સ્થિતિને ‘ઑબેસિટી હાઈપોવેન્ટિલેશન સિન્ડ્રોમ’ (OHS) તરીકે ઓળખવામાં આવે છે. જો તમારી છાતીમાં ચરબી જમા થઈ જાય તો તે તમારા શ્વસનતંત્ર પર ખાસ કરીને તમારા ફેફસાં પર દબાણ લાવી શકે છે. તે તમારા શ્વાસને ગંભીર રીતે અસર કરી શકે છે અને આખરે તમારા લોહીમાં કાર્બન ડાયૉક્સાઇડ બનાવવાનું શરુ કરી દે છે. તબીબી જગતમાં પિકવિકિયન સિન્ડ્રોમ તરીકે જાણીતું, તે ચાર્લ્સ ડિકન્સના ધ પિકવિક પેપર્સમાંથી એક જોની યાદ અપાવે છે, જે OHS ધરાવતા લોકો દ્વારા અનુભવાયેલા સામાન્ય લક્ષણો દર્શાવે છે, જેમાં ગંભીર ઑબેસિટી અને વધુ પડતી ઊંઘનો સમાવેશ થાય છે.

નારાયણ હેલ્થ સિટીના મઝુમદાર શૉ મેડિકલ સેન્ટરના ઇન્ટરનલ મેડિસિન, પલ્મોનોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. રવિચંદ્ર એમ.આર.કે, ઑબેસિટી હાઇપોવેન્ટિલેશન સિન્ડ્રોમને ત્રણ ઘટકોના ટ્રાયડ તરીકે વ્યાખ્યાયિત કરે છે – ઑબેસિટી (છાતીમાં વધુ પડતી ચરબીનો જથ્થો), હાયપરકેપનિયા (લોહીમાં વધુ પડતો કાર્બન ડાયોક્સાઇડ) અને ઊંઘમાં અવ્યવસ્થિત શ્વાસોચ્છવાસ.

ડૉ. ચંદ્રા આ વાત પર ભાર મૂકતા કહે છે કે, ઑબેસિટીએ હાયપોવેન્ટિલેશન સિન્ડ્રોમએ કોઇ લંગ ડિસઓર્ડર નથી. તે એક વિકાર છે અને તેનું મૂળ કારણ મેદસ્વીપણું છે, જે માનવ શરીરના ફેફસાં અને અન્ય અવયવોને અસર કરે છે.

ઑબેસિટી હાઈપોવેન્ટિલેશન સિન્ડ્રોમ કોને કહેવાય?

આંધ્રપ્રદેશના વિજયવાડાની મણિપાલ હૉસ્પિટલના એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. ગિરિધર આડાપા જણાવે છે કે, “ઑબેસિટી હાયપોવેન્ટિલેશન સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે શરીરનું વધુ પડતું વજન છાતીની દીવાલ પર દબાણ કરે છે અને વધુ પડતાં વજનથી પીડિત લોકોને સામાન્ય રીતે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ”

ઑબેસિટી હાઈપોવેન્ટિલેશન સિન્ડ્રોમનું કારણ શું છે?

ડૉ. ચંદ્રા સમજાવે છે કે, ઑબેસિટીનાં કારણે છાતીમાં ચરબીનો થર જમા થાય છે. આનાથી છાતી પરનું દબાણ વધે છે અને શ્વાસોચ્છવાસની ક્રિયામાં પણ અડચણ આવે છે.

જ્યારે છાતીમાં ચરબીના થર જમા થવાને કારણે ભારે થઈ જાય છે ત્યારે તે હાયપોવેન્ટિલેશનની સમસ્યા તરફ દોરી જાય છે. પરિણામે, જ્યારે લોકો શ્વાસ લેવાનો પ્રયાસ કરે છે ત્યારે છાતી હવાના કારણે અસરકારક રીતે ખસતી નથી. આના કારણે લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધે છે. સમય જતાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જે લોહીને વધુ એસિડિક બનાવે છે.

તેણે ઉમેર્યું કે, ઑબેસિટી હાયપોવેન્ટિલેશન સિન્ડ્રોમ વજનમાં વધારો કરી શકે છે. જ્યારે લોહી વધુ એસિડિક બને છે ત્યારે શરીર ઇન્સ્યુલિન અને લેપ્ટિન જેવા હોર્મોન્સ સામે પ્રતિરોધક બનાવવાનું શરૂ કરે છે. લેપ્ટન ભૂખને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. જો કે, લેપ્ટિન પ્રતિરોધકતાના કિસ્સામાં ઑબેસિટી હાયપોવેન્ટિલેશન સિન્ડ્રોમ ધરાવતા લોકો ક્યારેય તૃપ્તિ (પૂર્ણતા) સુધી પહોંચતા નથી, જે આખરે ઓવરઈટિંગ તરફ દોરી જાય છે

પિકવીકિયન સિન્ડ્રોમના લક્ષણો

ડૉ. ચંદ્રા કહે છે કે, તમારા લોહીમાં કાર્બન ડાયોક્સાઇડના હાઇ લેવલના પ્રારંભિક લક્ષણો એ ખાસ કરીને સવારે માથાનો દુખાવો બની શકે છે. તેઓ ઉમેરે છે કે, “જેમને સ્લીપિંગ ડિસઓર્ડર હોય તેમને સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.”
ડૉ. અદાપા કહે છે કે, ઑબેસિટી હાઇપોવેન્ટિલેશન સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં સામાન્ય રીતે BMIનું સ્તર 30થી વધુ હોય છે અને વેસ્ટ-હીપનો ગુણોત્તર ઊંચો હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, પિકવિકિયન સિન્ડ્રોમ ધરાવતા લોકો ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, અતિશય ઊંઘ, શ્વાસ લેવામાં તકલીફ અને તીવ્ર નસકોરા સહિતના સામાન્ય લક્ષણો અનુભવી શકે છે.

શું OHSએ ગંભીર સ્થિતિ છે?

ડૉ. ચંદ્રા સમજાવે છે કે, ઑબેસિટી હાયપોવેન્ટિલેશન સિન્ડ્રોમ શરીર પર એક્સટ્રીમ મેટાબોલિક સ્ટ્રેસનું કારણ બને છે. હૃદય અને મગજને સતત કામ કરવા માટે ઉચ્ચ સ્તરના ઑક્સિજનની જરૂર પડે છે, આ સ્થિતિ હાયપોક્સિક સ્ટ્રેસ (ઑક્સિજનનું સ્તર નીચું) તરફ દોરી જાય છે, જેના કારણે હૃદય પર તાણ આવે છે જે હાયપર ટેન્શન તરફ દોરી શકે છે.

ડૉ. અદાપા કહે છે કે, જો OHSની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે પલ્મોનરી હાયપર ટેન્શન તરફ દોરી જઈ શકે છે, જે જમણી બાજુના હાર્ટ ફેલ્યોરનું જોખમ વધારે છે.

ઑબેસિટીના હાયપોવેન્ટિલેશન સિન્ડ્રોમનું સંચાલન કરવું

ડૉ. અદાપા કહે છે કે, પિકવિકિયન સિન્ડ્રોમનાં જોખમને રોકવા માટેનું પહેલું પગલું છે કે, હેલ્થી વજન જાળવવા માટે કામ કરવું.
ડૉ. ચંદ્રાના જણાવ્યા અનુસાર ઊંચો BMI ધરાવતી વ્યક્તિઓએ વજન ઘટાડવા માટે લાઇફ સ્ટાઇલમાં ફેરફાર કરવાનું પસંદ કરવું જોઈએ જેમ કે, કસરતનું રૂટિન, પૂરતા આરામ માટે સ્લીપ હાઈજીનનું પાલન કરવું, હેલ્થી આહારના આયોજન માટે ડાયટિશિયન અથવા ન્યુટ્રિશનિસ્ટની મદદ લેવી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, CPAP મશીન સાથે શ્વાસ લેવામાં સહાય લેવાથી રાત્રે પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનું સ્તર જાળવવામાં મદદ મળશે. તેમાં ઊંઘ દરમિયાન નાક અને મોઢા ઉપર માસ્ક પહેરવાનો સમાવેશ થાય છે. આ માસ્ક CPAP મશીન સાથે જોડાય છે, જે OHS ધરાવતી વ્યક્તિઓમાં શ્વાસ લેવાનો સતત ટ્રેક રાખે છે, જ્યારે શરીરમાં ઑક્સિજનનું સ્તર વધારવા માટે સતત હવાનું દબાણ પૂરું પાડે છે, જે વધુ સારી ઊંઘમાં મદદ કરે છે.

યાદ રાખવા જેવી બાબતો

ઑબેસિટી હાયપોવેન્ટિલેશન સિન્ડ્રોમ અથવા પિકવિકિયન સિન્ડ્રોમએ વધુ પડતા વજન અને શ્વાસને લગતી સમસ્યાઓ ઊંઘની અવ્યવસ્થાને કારણે થતી ગંભીર સમસ્યા છે. જો કે, લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાથી અને તંદુરસ્ત વજન જાળવી રાખવાથી આ જોખમ ઘટાડવામાં મદદ મળશે.

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.