728X90

0

0

0

આ લેખમાં

Obesity: ઑબેસિટી બની શકે છે હિટ સ્ટ્રેસનું કારણ
1

Obesity: ઑબેસિટી બની શકે છે હિટ સ્ટ્રેસનું કારણ

વધુ વજન હોવાને કારણે વ્યક્તિની હિટ ટોલરન્સ કેપેસિટીમાં ગરમી સહન કરવાની ક્ષમતા ઘટી જાય છે, જે તેમને હીટ સ્ટ્રેસ માટે વધુ સંવેદનશીલ બનાવે છે.

વિશ્વભરમાં હીટવેવનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ખાસ કરીને ઑબેસિટી ધરાવતા લોકોએ આ સમયે વિશેષ સાવચેતી રાખવાની જરુર છે. વધુ વજન હોવાને કારણે વ્યક્તિની હીટ ટોલરન્સને અસર થઈ શકે છે, જે તેમને હીટ સ્ટ્રેસ માટે વધુ સંવેદનશીલ બનાવે છે.

સ્ટડીઝમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, વધુ વજનવાળા લોકોમાં હીટ સ્ટ્રેસ થવાનું જોખમ વધારે રહે છે. નેચર જર્નલમાં પ્રકાશિત 2018ના એક રિસર્ચ અનુસાર શરીરનું તાપમાન પુરુષો અને પોસ્ટમેનોપોઝલ સ્ત્રીઓમાં ઑબેસિટીનાં માર્કર્સ સાથે મજબૂત રીતે સંકળાયેલું છે.

ન્યૂયોર્કનાં વેઇલ કોર્નેલ મેડિસિનના એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. બેવરલી ચાંગ કહે છે કે, થાઇરોઇડ હોર્મોન અથવા મેનોપોઝ સાથે જોડાયેલા મધ્યવર્તી પરિબળો મધ્યસ્થી હોઈ શકે છે, જે સમજાવે છે કે શા માટે ઓબેસિટીની સમસ્યાથી પીડાતા કેટલાક લોકોને હંમેશાં ગરમ અથવા ઠંડી લાગે છે. તેણી ઉમેરે છે કે, “ઘણા હાઇપોથાઇરોઇડિઝમ. ઉદાહરણ તરીકે ઠંડી કોલ્ડ ઈનટોલરન્સ અને વધુ વજન બંને સાથે દેખાય છે, જ્યારે મેનોપોઝ ઘણીવાર હોટ ફ્લેશીઝ સાથે દેખાય છે, તે એક એવો સમયગાળો છે જ્યારે સ્ત્રીઓ હીટ ટોલરન્સ ઉપરાંત વજનમાં વધારો પણ અનુભવી શકે છે.”

ચરબી શરીરના તાપમાનને કેવી રીતે અસર કરે છે?

મુંબઈના બેરિયાટ્રિક સર્જન ડૉ.રામેન ગોયલ કહે છે, ઑબેસિટી હોય તેવા લોકોમાં ત્વચાની નીચે ચરબી જમા થાય છે, જે ઇન્સ્યુલેશન પૂરું પાડે છે. એડીપોઝ ટીશ્યુ અથવા શરીરની ચરબી ગરમીનું ખરાબ વાહક છે, જે ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે. આ જ કારણ હોઈ શકે છે કે, ઓબેસિટીથી પીડિત લોકો ગરમીથી વધુ લાગે થાય છે. તેઓ ઉમેરે છે કે, જો ઓરડામાં કોઈ દંપતી હોય તો ઑબેસિટી ધરાવતી વ્યક્તિને વધુ એર કન્ડિશનિંગ (નીચું તાપમાન) ની જરૂર પડી શકે છે જ્યારે તેના કારણે બીજી વ્યક્તિ ઠંડીનો અનુભવ કરે છે.

વર્ષ 2018માં હેન્ડબુક ઓફ ક્લિનિકલ ન્યૂરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર એક્સાઈઝ્ડ ફેટ ટિશ્યુમાં એક્સાઈઝ્ડ લીન ટિશ્યુની સરખામણીએ લોઅર થર્મલ કંડક્ટીવીટી હોય છે. સૈદ્ધાંતિક રીતે, સબક્યુટેનિયસ ફેટ હીટ લોસમાં અવરોધ તરીકે કામ કરી શકે છે અને થર્મોરેગ્યુલેટરી ક્ષમતાઓને પ્રભાવિત કરી શકે છે.

ઑબેસિટી સોસાયટીનાં સભ્ય ડૉ. ત્ચાંગ કહે છે, ” થિયોરિટિકલ રીતે વધુ પડતી સબક્યુટેનિયસ ટિશ્યુ હીટ ડિસીપેશનને નબળી પાડી શકે છે અને ઠંડીના સંપર્કમાં આવવાથી બ્રાઉન એડીપોઝ પેશીઓ (ઠંડા વાતાવરણમાં શરીરના તાપમાનનું નિયમન કરતી શરીરની ચરબીનો પ્રકાર)ની પ્રવૃત્તિમાં વધારો થતો હોવાનું દર્શાવે છે. જો કે, કોલ્ડ ઈન્ટરવેન્શન્સને કારણે વજનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી.”

તેઓ ઉમેરે છે કે, ઑબેસિટી ધરાવતી વ્યક્તિઓ ગરમી પ્રત્યે સંવેદનશીલ હોઈ શકે છે પરંતુ, પ્રત્યક્ષ કારણભૂત સંબંધ સાબિત કરવા માટે કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા નથી. આ સિવાય, ઓબેસિટી શરીરના મુખ્ય તાપમાનને અસર કરી શકતી નથી અને હીટ ટોલરન્સ અને શરીરના તાપમાન વચ્ચે પણ સીધો સંબંધ ન હોઈ શકે. એક ઉદાહરણ આપતા ડૉ. ત્ચાંગ કહે છે, “જે વ્યક્તિને તાવ અને શરદી થઈ હોય તેને ધ્યાનમાં લો. તેના શરીરનું તાપમાન ઊંચું હોય છે પરંતુ, તે ઠંડી અનુભવે છે.”

ડૉ. ગોયલ કહે છે કે, હીટ સ્ટ્રેસને નિયંત્રિત કરવા માટે જ્યારે ગરમી વધારે હોય ત્યારે બહાર નીકળવાનું ટાળી શકાય છે. પુષ્કળ પાણી પીને ડિહાઇડ્રેશનથી બચી શકાય છે અને વાતાનુકૂલિત વાતાવરણમાં રહી શકે છે. તે ઉમેરે છે કે, “વધુ વજનવાળા વ્યક્તિ માટે લાંબા ગાળે સૌથી સારી વાત છે વજન ઉતારે કેમકે, તે હીટ ટૉલરન્સ વધારવામાં અને અતિશય પરસેવો વળવામાં મદદ કરી શકે છે,”

યાદ રાખવા જેવી બાબતો

  • ઑબેસિટી વ્યક્તિને હીટ સ્ટ્રેસ માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે.
  • શરીરની ચરબી ગરમીનું ખરાબ વાહક છે, જે અવાહક તરીકે કામ કરે છે. આ જ કારણ હોઈ શકે છે કે સ્થૂળ લોકોમાં હીટ ટોલરન્સ ઓછી હોય છે.
  • હીટ સ્ટ્રેસને નિયંત્રિત કરવા માટે વ્યક્તિ તડકામાં બહાર નીકળવાનું ટાળી શકે છે અને પરતું હાઇડ્રેશન લે. જો કે, વધુ વજનવાળા
  • વ્યક્તિ માટે લાંબા ગાળે સૌથી સારી બાબત એ છે કે વજન ઘટાડવું.

 

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten + 6 =

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
ગરબા એક ઇનટેન્સ વર્કઆઉટ સેશન જેવા છે. આથી જેઓ હૃદયની સમસ્યાથી પીડાય છે તેમને એક્સપર્ટસ કેટલીક સાવચેતી રાખવાનું જણાવે છે.

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.