728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

પ્રેગ્નન્સી પછી વજન ઘટાડવા માટે આ 5 વાતોનું રાખો ધ્યાન
17

પ્રેગ્નન્સી પછી વજન ઘટાડવા માટે આ 5 વાતોનું રાખો ધ્યાન

પ્રેગ્નન્સી પછી વધેલું વજન ઉતારતી વખતે મહિલાઓએ આ ખાસ સાવચેતી રાખવી જોઈએ. આ સમયે મહિલાઓએ પોતાની અને બાળકની પોષકતત્વોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પગલું ભરવું જોઈએ.

How to lose weight after pregnancy?

ઘણી મહિલાઓ પ્રેગ્નન્સી પછી વજન ઘટાડવા માંગે છે પરંતુ, તેના માટે કોઈ એક ચોક્કસ પદ્ધતિ નથી. બેંગ્લોરના એપોલો ક્લિનિકના ઓબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. બબીથા મટુરી જણાવે છે, “પ્રેગ્નન્સી પછી વજન ઉતારવા માટે કેટલાક મહત્વના પરિબળ છે, જેમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય તથા પ્રેગ્નન્સી પહેલા અને પછીના વજન અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે.” તેઓ ઉમેરે છે કે, જો પ્રેગ્નન્સી દરમિયાન જરુરિયાત કરતાં કેટલાક વધુ વજન વધી ગયું હોય અથવા જો પ્રેગ્નન્સી પછીનું તેમનું વજન અતિશય વધી ગયું હોય તો વધારાનું વજન ઘટાડવું તે આરોગ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.

નિષ્ણાતો જણાવે છે કે, વધુ પડતું વજન ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. વધારાનું વજન સાંધા અને સ્નાયુઓમાં પણ સ્ટ્રેસ લાવી શકે છે અને ખાસ કરીને ગર્ભાવસ્થા પછી અસ્વસ્થતા પણ ઊભી કરી શકે છે. તેથી, વજન ઓછું કરવાથી કેટલીક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

પ્રેગ્નન્સી પછી વજન ઘટાડવાની ટિપ્સ

1. પોષણને પ્રાથમિકતા આપો

બાળકના જન્મ પછી રીકવરી અને સ્વાસ્થ માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. ડૉ. માતુરી ઉમેરે છે કે, જ્યારે માતાઓ વ્યસ્ત હોય અથવા થાકેલી હોય ત્યારે ઓછા પૌષ્ટિક વિકલ્પો સુધી પહોંચવાનું ટાળી કોઈ પણ વ્યક્તિ અગાઉથી તંદુરસ્ત ભોજન અને નાસ્તો તૈયાર કરી શકે છે. કર્ણાટકના મેંગ્લોરની KMC હૉસ્પિટલનાં એન્ડોક્રિનોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. શ્રીનાથ પી શેટ્ટી જણાવે છે કે, “પ્રોસેસ્ડ ફૂડ તેમજ શુગરયુક્ત અને કાર્બોનેટેડ ડ્રિંક્સ લેવાનું ટાળવું જોઈએ.”

નિષ્ણાતોની સલાહ છે કે, પહેલી વાર માતા બનેલી મહિલાએ વધુ પડતું લીન પ્રોટીન, ફળ અને શાકભાજી, આખું અનાજ, હેલ્ધી ફેટ, લૉ ફેટ ડેરી ઉત્પાદનો, આયર્ન – રીચ ફૂડ, ફાઇબર – રીચ ફૂડ અને ઓમેગા-3 ફેટી એસિડ્સથી ભરપૂર ભોજન કરવું જોઈએ. સાથે જ આખો દિવસ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી છે. ડૉ. માતુરી કહે છે કે, “હાઇડ્રેટેડ રહેવાથી તમારા મેટાબોલિઝમને ટેકો મળે છે અને જમ્યાનો સંતોષ મેળવવામાં મદદ મળે છે, આ ઉપરાંત તે તમારી ઓવરઈટિંગ એટલે કે વધુ જમવાની આદતને પણ દૂર કરી શકે છે.”

ડૉ. શેટ્ટી જણાવે છે કે, “આહારમાં ફળ ઉમેરવા જોઈએ પરંતુ, કેળા, જેકફ્રૂટ જેવા કેટલાક ફળો કે જેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે તેને ખાવાનું ટાળવું જોઇએ છે.” તેઓ ઉમેરે છે કે, જમીનની નીચે ઊગતાં શાકભાજી જેમ કે શક્કરિયા, બટાકા અને મૂળામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, તેથી તેનો વપરાશ પણ ઓછો કરવો જોઈએ.

2. નિયમિત કસરત કરો

નિષ્ણાતોના ધીમે-ધીમે કસરત કરવાને રોજની આદત બનાવવી જોઇએ છે. પહેલીવાર બનેલી માતાઓ સામાન્ય પ્રવૃત્તિઓથી શરૂઆત કરી શકે છે, જેમ કે દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક ચાલવું. ડૉ. શેટ્ટી સમજાવે છે કે, શરૂઆતમાં કસરત કરવી પડકારજનક હોઈ શકે છે પરંતુ, છ મહિનાથી એક વર્ષ પછી માતા એરોબિક જેવી કસરત સાથે જોડાઈ શકે છે અને પછી વધુ મુશ્કેલ તાલીમ લઈ શકે છે. જેમ-જેમ શરીર સ્વસ્થ થાય છે તેમ-તેમ તેઓ વર્કઆઉટ્સની તીવ્રતા અને સમયગાળો વધારી શકીએ છીએ. ડૉ. માથુરી જણાવે છે કે, એવી કસરતો અંગે વિચાર કરવો જોઈએ કે, જે કોર અને પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સ્નાયુઓ પ્રેગ્નન્સી અને બાળકના જન્મ વખતે નબળી પડી શકે છે. તેથી, પેલ્વિક ટિલ્ટ્સ, કેજેલ્સ અને જેન્ટલ કોર કસરતો જેવી પ્રવૃત્તિઓ તમને આ સ્નાયુઓ મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

3. પૂરતી ઊંઘ લો

પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે, જ્યારે તમે સ્ટ્રેસમાં હોય ત્યારે એ શરીરને જરૂરી એવા આરામ મેળવવામાં મદદ કરે છે. તે માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પરંતુ સમગ્ર સ્વાસ્થ્ય માટે પણ મદદ રૂપ થાય છે. ઊંઘની અપૂરતી ઊંઘના કારણે શરીરમાં ઊર્જાનું જરૂરીયાત વધે છે, જેનું એક કારણ ચરબી અને કાર્બોહાઈડ્રેટનું ઊંચું પ્રમાણ ધરાવતા આહારને માનવામાં આવે છે. ડૉ. માતુરી કહે છે કે, “જો શક્ય હોય તો તમારું બાળક ઊંઘે ત્યારે પૂરતો આરામ અને નિંદ્રા લેવાનો પ્રયત્ન કરો.”

4. પોર્શન કંટ્રોલ

ઓવરઈટિંગની આદતને ટાળવા માટે તમારે કેટલા કેટલા પ્રમાણમાં જમો છે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. ડૉ. માતુરી જણાવે છે કે, “જમવાના પોર્શનને નિયંત્રિત કરવા માટે નાની પ્લેટ્સ અને બાઉલ્સનો ઉપયોગ કરો.” ડૉ. શેટ્ટી ઉમેરે છે કે, એકસાથે વધુ પ્રમાણમાં ભારે ખોરાક લેવાને બદલે અમુક સમયના અંતરે ભોજન લેવાની યોજના બનાવવી વધુ લાભકારી છે.
ડૉ. માતુરી સમજાવે છે કે, ભૂખ અને તેની સંતુષ્ટીનાં સંકેતો પર ધ્યાન આપીને યોગ્ય રીતે ભોજનનું સેવન કરવાની આદત પાડવી જોઈએ. જ્યારે તમને ભૂખ ન લાગે ત્યારે ખાવાનું ટાળો અને જ્યારે પેટ ભરેલું લાગે ત્યારે અટકી જાઓ, વધુ ન જમો.

5. લક્ષ્ય નક્કી કરો

બેંગલોરની રેઈન્બો ચિલ્ડ્રન્સ હોસ્પિટલ દ્વારા બર્થ રાઈટના કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી, ડૉ. શ્રીવિદ્યા ગુદ્દેતી રેડ્ડી જણાવે છે કે ગર્ભાવસ્થા પછી વજન ઉતારવાની સફર ધીમી અને સતત પ્રક્રિયા હોવી જોઈએ. નિષ્ણાંતો જણાવે છે કે, એ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે તમારા શરીરમાં નોંધપાત્ર ફેરફારો થયા છે, તેથી તેને સાજા થવામાં અને સમાયોજિત થવા માટે સમયની જરૂર પડે છે. નવ મહિનાની પ્રેગ્નેન્સીમાં જેટલું વજન વધેલું છે તે ડિલિવરી પછી તરત જ ઓછું નહીં થાય, તેમાં છ મહિનાથી એક વર્ષનો સમય લાગી શકે છે. ડૉ. માતુરી ધીમે-ધીમે વજન ઘટાડવાની યાત્રાને લક્ષ્યમાં રાખવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.

6. હેલ્થકેર પ્રોવાઈડરની સલાહ લો

નિષ્ણાતો જણાવે છે કે તમારા આહાર અથવા કસરતની દિનચર્યામાં ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.” તે તમારી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે. તમે શારીરિક પ્રવૃત્તિ માટે તૈયાર છો કે નહીં તેની ખાતરી કરી શકે છે અને વ્યક્તિગત સલાહ પૂરી પાડી શકે છે,” ડૉ. માતુરી સમજાવે છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.
આર્ટિકલ
નવલી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓ નવે નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવા માટે બહુચરના ચૌકમાં ગરબે ઘુમતા જોવા મળશે. આ ખેલૈયાઓએ પોતાના ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમકે યોગ્ય આહાર જ તમને સ્વસ્થ અને એનર્જેટિક રાખશે જેના કારણે તમે લાંબો સમય સુધી ગરબાનો આનંદ માણી શકશો.
આર્ટિકલ
જેમ-જેમ તમારી ઉંમર વધે છે તેમ-તેમ હૃદયની કાર્ય કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થતાં હોય છે. આજે નિષ્ણાંતો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનાં હૃદયના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યાં છે.
આર્ટિકલ
શું તમને ખબર છે કે તમે જે ખાઓ છો તે તમને શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. હેલ્થી ડાયટ શ્વસનને લગતી સમસ્યાઓ અને તેના જોખમને ઘટાડી શકે છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.