728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

સર્વાઇકલ કેન્સર: સારવાર અને નિવારણ
1

સર્વાઇકલ કેન્સર: સારવાર અને નિવારણ

વહેલી તપાસ અને યોગ્ય સારવાર સર્વાઇકલ કેન્સરને દૂર કરવામાં મદદ કરી શકે છે.

Cervical cancer is the most common type of cancer among women. HPV vaccine and regular screening are two key measures to prevent this cancer.

સર્વિક્સ એ ગર્ભાશયની ગરદન જેવો ભાગ છે, જે યોનિ અને ગર્ભાશયને જોડે છે. જ્યારે કેન્સરના કોષો ગર્ભાશયના સૌથી નીચલા ભાગને અસર કરે છે અથવા જ્યારે જીવલેણ ગાંઠ રચાય છે, ત્યારે તેને સર્વાઇકલ કેન્સર કહેવામાં આવે છે. જો કે સર્વાઇકલ કેન્સર એ વિશ્વભરમાં સ્ત્રીઓમાં કેન્સરનો ચોથો સૌથી સામાન્ય પ્રકાર છે, તે એક એવું કેન્સર છે જે રસીથી અટકાવી શકાય છે અને જો સમયસર જાણ થાય તો તેની સારવાર કરી શકાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ, માત્ર 2020માં વૈશ્વિક સ્તરે સર્વાઇકલ કેન્સરના 2,40,000 નવા કેસ નોંધાયા અને 3,42,000 મૃત્યુનું અનુમાન છે. જો કે, ડૉકટર્સ પણ જણાવે છે કે ઘણી સ્ત્રીઓ આ સ્થિતિથી અજાણ છે.

બેંગલુરુની મધરહુડ હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ, પ્રસૂતિશાસ્ત્રી અને સ્ત્રીરોગવિજ્ઞાની, ડૉ. સુહાસિની ઇનામદાર જણાવે છે કે જાગૃતિના અભાવે મહિલાઓ ભાગ્યે જ પ્રારંભિક તબક્કામાં પરીક્ષણ અને નિદાન માટે આવે છે.

સર્વાઇકલ કેન્સર શું છે?

ગર્ભાશયના મુખ પર સ્ત્રી પ્રજનન તંત્રની અંદર કોષની અસામાન્ય વૃદ્ધિ સર્વાઇકલ કેન્સરનો પ્રારંભિક તબક્કો છે. ડબ્લ્યુએચઓ અનુસાર, 95% થી વધુ સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી) દ્વારા થાય છે. વધુમાં, એચપીવી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ, પ્રજનન માર્ગમાં સૌથી સામાન્ય ચેપ છે.

સર્વાઇકલ કેન્સર, સર્વાઇકલ પેશીઓમાં કોષના અસામાન્ય ફેરફાર સાથે શરૂ થાય છે. જો સારવાર ન કરવામાં આવે તો, આ કોષ કેન્સરના કોષોમાં પરિવર્તિત થઈ શકે છે.

સર્વાઇકલ કેન્સરના સંભવિત લક્ષણ

“ગર્ભાશયના કેન્સરમાં સામાન્ય રીતે પ્રારંભિક તબક્કામાં કોઈ નોંધપાત્ર ચિહ્નો અને લક્ષણો ઉત્પન્ન થતા નથી. ડૉ. ઇનામદાર સમજાવે છે, “મહિલાઓ તેના લક્ષણો ત્યારે જ નોંધે છે જ્યારે તે વધુ ગંભીર તબક્કામાં પહોંચે છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.”

ઇન્ડિયન કેન્સર સોસાયટીએ સર્વાઇકલ કેન્સરના અદ્યતન તબક્કામાં કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે:

 • અનિયમિત, માસિક સ્રાવ દરમિયાન (પીરિયડ્સ વચ્ચે) રક્તસ્રાવ
 • સંભોગ અને પેલ્વિક ટેસ્ટ પછી અસામાન્ય યોનિમાર્ગ રક્તસ્રાવ
 • મેનોપોઝ પછી રક્તસ્ત્રાવ
 • યોનિમાર્ગની અસ્વસ્થતા અથવા દુર્ગંધયુક્ત યોનિમાર્ગ સ્રાવ, જેમાં થોડું લોહી હોઈ શકે છે અને તે પીરિયડ્સ વચ્ચે અથવા મેનોપોઝ પછી થઈ શકે છે.
 • સેક્સ દરમિયાન દુખાવો
 • પીઠ, પગ અથવા પેલ્વિક પીડા
 • થાક, વજન ઘટવું, ભૂખ ન લાગવી
 • પગમાં સોજો

સર્વાઇકલ કેન્સરનાં કારણો

સ્ત્રીરોગચિકિત્સક ડૉ. પ્રતિમા રેડ્ડી જણાવે છે, “સેક્સ્યુઅલી એક્ટિવ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર વધુ સામાન્ય છે અને તે HPV વાયરસના કારણે થાય છે, જે ગર્ભાશય અથવા સર્વિક્સના મુખને અસર કરે છે.”

ડૉ. ઇનામદાર કહે છે, “કેટલીક સ્ત્રીઓમાં જોખમી પરિબળો હોઈ શકે છે જે તેમને સર્વાઇકલ કેન્સર માટે વધુ સંવેદનશીલ બનાવે છે, જેમ કે ધૂમ્રપાન, તબીબી સારવારને લીધે નબળી રોગપ્રતિકારક શક્તિ અથવા HIV ઇન્ફેક્શન.” ડૉ. ઇનામદાર એવું પણ જણાવે છે કે જ્યારે 25 થી 49 વર્ષની વયની મહિલાઓએ દર ત્રણ વર્ષે પેપ સ્મીયર ટેસ્ટ કરાવવો જોઈએ, ત્યારે જોખમી પરિબળ ધરાવતી મહિલાઓ માટે પેપ સ્મીયર ટેસ્ટ નિયમિત રુપે કરાવતા રહેવું જોઈએ.

 • કોષના ફેરફારો તપાસવા માટે સ્ક્રીનિંગ
 • નાની ઉંમરે સર્વાઇકલ કેન્સરની શક્યતા માટે મુખ્ય પરીક્ષણો પેપ ટેસ્ટ અને એચપીવી ટેસ્ટ છે.
 • HPV વાયરસની હાજરી અને સર્વાઇકલ પેશીઓમાં કોષમા ફેરફાર HPV પરીક્ષણ દ્વારા શોધી શકાય છે.
 • પેપ ટેસ્ટ સર્વાઇકલ કેન્સર થવાનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે

પેપ સ્મીયર ટેસ્ટ 25 થી 64 વર્ષની વચ્ચેની તમામ મહિલાઓને કરાવવો જોઇએ છે. “પેપ સ્મીયર (સર્વિકલ સ્મીયર)એ સર્વિક્સ અથવા ગર્ભાશયના મુખની તપાસ છે. તમારા ડૉક્ટર સર્વિક્સમાંથી કોશિકાઓના નમૂના લેશે જે પછી ડૉક્ટર દ્વારા માઇક્રોસ્કોપ હેઠળ તપાસ કરશે. ડૉ. રેડ્ડી એવું પણ કહે છે કે પેપ સ્મીયર કેન્સરને રોકવામાં મદદ કરવા માટે કરવામાં આવે છે, કેન્સરને ઓળખવા માટે નહીં.

સર્વાઇકલ કેન્સરની સારવાર

સર્વાઇકલ કેન્સરની સારવારમાં શસ્ત્રક્રિયાનો સમાવેશ થાય છે જેનાથી જીવલેણ ગાંઠ અને આસપાસના પેશીઓ દૂર કરવામાં આવે છે. સર્વિક્સમાં કેન્સરના સ્થાનના આધારે, અસરગ્રસ્ત મહિલાઓનું ગર્ભાશય (હિસ્ટરેકટમી) દૂર કરવું પણ પડી શકે છે. ડૉકટર્સનું કહેવું છે કે કેટલાક કેસમાં કિમોથેરાપી અને રેડિયેશન થેરાપીનો પણ સમાવેશ થાય છે.

સર્વાઇકલ કેન્સરને રોકવાની રીત

ડૉ. ઇનામદાર કહે છે, “એચપીવી રસી દ્વારા સર્વાઇકલ કેન્સરને અટકાવી શકાય છે, નિયમિત તપાસથી કેન્સરની જાણ વહેલા થઇ શકે છે જે સારવારની સફળતાના દરમાં વધારો થાય છે.”

ભારત સરકાર સર્વાઇકલ કેન્સરને રોકવા માટે 9 થી 14 વર્ષની છોકરીઓ માટે સૂચવેલી રસીમાં યાદીમાંથી એક HPV રસીનો સમાવેશ થાય છે.

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ફણગાવેલા અનાજ ખાવાથી તમને એનર્જી મળે છે અને તમારા સ્નાયુઓને વધારવામાં મદદ મળે છે.
આર્ટિકલ
ભયાનક માથાનો દુખાવો ઘટાડવા માટે એક વ્યૂહરચના જરૂરી છે જેને માથાના દુખાવાના નામે ઓળખવા, તેની યોગ્ય સારવાર કરવી અને તેના રોકવા માટે સખત પરેજી પાળવાની જરૂર હોય છે.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.
આર્ટિકલ
માતાપિતાએ કિશોરોની પ્રાઇવસી એટલેકે ગોપનીયતાનો આદર કરવો જોઈએ અને તેમને તેમનો સમય આપવો જોઈએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.