ગરમીને હેન્ડલ કરવાની 6 ટીપ્સ

ગરમીમાં બહાર નીકળવું જરુરી હોય ત્યારે પોતાનું ધ્યાન રાખવું જરુરી છે.

હાઇડ્રેટેડ રહો

અતિશય ગરમીમાં હાઇડ્રેશન ખૂબ જ જરૂરી છે. આથી નિષ્ણાંતોના મતે પાણીમાં એક ચપટી મીઠું નાંખીને અથવા નારિયેળ પાણી પીવું ખૂબ જ જરૂરી છે

ચુસ્ત કપડાંથી દૂર રહો

ખૂલતા, લાઇટ કલરના કોટનના કપડાં પહેરો જેનાથી વેન્ટીલેશન જળવાશો. ચુસ્ત જીન્સ અથવા અન્ડરગાર્મેન્ટ પહેરવાનું ટાળો કેમકે તેનાથી ફંગલ ઇન્ફેક્શન થઇ શકે છે.

ત્વચાની સુરક્ષા માટે સનસ્ક્રીમ લોશન લગાવો

તડકામાં જતાં પહેલાં સનસ્ક્રીમ અપ્લાય કરો જે તમને બળતરા અને ત્વચાની સમસ્યાથી બચાવશે. તડકાથી બચવા માટે સનગ્લાસ, ટોપી, છત્રીનો પણ ઉપયોગ કરો

તળેલા ખોરાકથી રહો દૂર

તળેલું અથવા ભારે ખોરાક ખાધા પછી તરત જ બહાર જવાનું ટાળો. તેની જગ્યાએ સલાડ અથવા ફળ ખાઓ.

આલ્કોહૉલથી દૂર રહો

આલ્કોહૉલ અને બીયર તમને ડિહાઇડ્રેટ કરી શકે છે. આથી ઉનાળામાં આલ્કોહૉલ પીવાનું ટાળો.

ગરમીના કારણે થતી બિમારીઓ બચો

જો તમે બહાર છો થાક અનુભવો છો તો તરત જ ઠંડી જગ્યાએ જાઓ. ગરમીના કારણે પુષ્કળ પરસેવો,ચક્કર આવવા,માથામાં દુખાવો, ઉબકા અને મૂંઝવણ થઇ શકે છે.

આ 4 કારણોથી સ્કીની જીન્સ પહેરવાનું ટાળો

નેક્સ્ટ