ઉનાળામાં ડાયાબિટીસને આ 6 રીતે કરો મેનેજ

ડાયાબિટિક લોકોએ પણ ઉનાળાની મજા માણવી જોઈએ અને અન્ય લોકોની જેમ મુસાફરી કરવી જોઈએ. તેમના માટે યોગ્ય દવા અને સાવચેતી રાખવી જરૂરી બને છે.

હાઇડ્રેટેડ રહો

હાઇડ્રેટેડ રહેવું જરુરી છે કારણ કે વધારે તરસ ખોરાકના લેવાની ક્ષમતાને અસર કરી શકે છે,જેના કારણે બ્લડ શુગર ઘટી જાય છે અને હાઇપોગ્લાયકેમિઆ તરફ દોરી જાય છે.

આરોગ્યપ્રદ પીણાં લો

ઉનાળામાં હાઈડ્રેટ રહેવા માટે ખાંડવાળા પીણા કે આઈસ્ક્રીમને બદલે છાશ, આઈસ્ડ ટી, દહીં અથવા નાળિયેરનું પાણી  ખાંડ, ગોળ અથવા મધ વગર જ પી શકાય છે.

ભોજન ન છોડો

ઉનાળામાં ઘણા લોકો ખાસ કરીને નાસ્તો કે રાત્રિભોજન કરવાનું ટાળે છે. જે લોકો કોઇ પણ પ્રકારની દવાઓ લે છે તેમના બ્લડ શુગર લેવલને આ આદત અસર કરે છે. બને ત્યાં સુધી ઓછું ખાઓ 

પગનું રાખો ધ્યાન

ડૉક્ટર્સ ગરમીથી બચવા માટે વહેલી સવારે અથવા મોડી સાંજે જ બહાર જવાની સલાહ આપે છે. જ્યારે પણ બહાર જાઓ ત્યારે પગમાં અલ્સર અથવા અન્ય સમસ્યાઓથી બચવા માટે લોકોએ શૂઝ અને મોજાં પણ પહેરવા જોઈએ.

તમારા બ્લડ શુગરનું ધ્યાન આપો  

બ્લડ શુગરને સતત મોનિટર કરવું જરૂરી છે. જો તમને લાગતું હોય કે તમારું બ્લડ શુગર અથવા ઇન્સ્યુલિનનું સ્તર ખૂબ વધારે કે ઓછું છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

ઇન્સ્યુલિન સાથે રાખો

જ્યારે પણ વેકેશન પર હોય ત્યારે તમારી દવા હંમેશા સાથે રાખો. સીધા સૂર્યપ્રકાશથી દૂર, ઠંડા ટ્રાવેલ પાઉચમાં ઇન્સ્યુલિનનો સંગ્રહ કરો.

ગરમીમાં તમને હાઇડ્રેટેડ રાખશે આ 5 ખોરાક

Next>>