AC ચાલુ રાખીને સુવાથી થાય છે આ 6 સ્વાસ્થ્ય સમસ્યાઓ

ઉનાળાની ગરમીમાં રાત્રે એસી ચાલુ કરીને સુવાની મજા આવે છે પણ તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

શુષ્ક ત્વચા અને આંખો

એસી હવામાંથી ભેજ દૂર કરે છે. ઓછા ભેજના કારણે ત્વચા અને આંખો ડ્રાય થઇ જાય છે.

શ્વસન સંબંધિત સમસ્યાઓ

એસીમાં સુવાથી આપણને તાજી હવા નથી મળતી અને ધૂળ અને અન્ય એલર્જનના સંપર્કમાં આવીએ છીએ.જે શ્વાસની સમસ્યાઓનું કારણ બની શકે છે અને અસ્થમા થવાની શક્યતા વધારે છે.

સૂકી ઉધરસ

ACની ડ્રાય હવા શ્વસન માર્ગમાં બળતરા ઉત્પન્ન કરે છે, જેનાથી સતત સૂકી ઉધરસ આવે છે.

કાનમાં ઇન્ફેક્શન અથવા બ્લોક્સ

એસીનો ઠંડો પવન સીધો કાનમાં જાય તો કાનમાં દુખાવો પણ થઇ શકે છે. તાપમાનમાં અચાનક આવતા ફેરફારના કારણે યુસ્ટાચિયન ટ્યુબને સંકોચાય છે અથવા અવરોધાય છે.

થાક

ઠંડી અને સૂકી જગ્યામાં સુવાથી ઊંઘની ગુણવત્તા પર પણ અસર પડે છે, જેના કારણે લોકો સામાન્ય રીતે થાક અનુભવે છે.

શરીરના મૂળભૂત તાપમાનમાં ઘટાડો

AC ચાલુ રાખીને સૂવાથી વ્યક્તિના શરીરના મૂળભૂત તાપામાન પર અસર થાય છે. આથી એસીનું તાપમાન 20-25°સે વચ્ચે રહેવું જોઇએ

ગરમીથી દૂર રાખશે આ 5 સમર ડ્રિંક્સ

Next>>