ગરમીથી દૂર રહેવા માટેના 5 સમર ડ્રિંક્સ

ઉનાળાના મહિનાઓમાં હાઇડ્રેટેડ રહેવું અને એનર્જી લેવલને જાળવી રાખવું જરુરી છે. અહીં કેટલાક પરંપરાગત પીણાં વિશે જણાવી રહ્યાં છીએ જે ઉનાળામાં તમને મદદ કરશે.

બાર્લી વૉટર 

બાર્લી વૉટર એટલે કે જવનું પાણી શરીર માટે એનર્જી બૂસ્ટર છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અને આંતરડાના બેક્ટેરિયાને સંતુલિત કરવામાં મદદ કરે છે.

છાશ

છાશમાં કાકડી, ચીયા સિડ્સ, પુદીનો કે કોથમરી ઉમેરી શકો છે. છાશમાં જીરા પાઉડર ઉમેરવાથી હિટ સ્ટ્રોકથી રક્ષણ મળે છે અને બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.

નારીયેળ

નારીયેળ અથવા નારીયેળ પાણીમાં કોઇ વધારાની શુગર હોતી નથી સાથે જ તે શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા ફોસ્ફરસ, પૉટાશિયમ અને મેગ્નેશિયમ સારા એનર્જી બૂસ્ટર છે.

આમળા-બીટનું જ્યૂસ

ગાજર ઉમરીને આમળા અને બીટનું જ્યુસ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ ડ્રિંક એન્ટી ઇન્ફ્લેમેટરી, ગટ અને લિવરના હેલ્થને વધારે સારી બનાવે છે.

દૂધીની સ્મૂધી

તે શરીરની પોષક તત્ત્વોની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. તેમાં ઠંડુ પાણી, લીંબુનો રસ, કાકડી અને કાળું મીઠું ઉમેરવું જોઇએ છે. નોંધ: દૂધી કડવી ન હોય તેનું ધ્યાન રાખો.

ગરમીને હેન્ડલ કરવાની 6 ટીપ્સ

Next>>