સ્પર્મ કાઉન્ટ વધારે છે આ 5 ખોરાક

હેલ્થી સ્પર્મ કાઉન્ટ (15 મિલિયન/મિલીલિટર વીર્ય)એ પુરુષોની પ્રજનન ક્ષમતાનો એક મહત્વપૂર્ણ પાસુ છે. ઘટતા સ્પર્મ કાઉન્ટને રોકવા માટે આ પાંચ ખોરાક ખાવા જોઇએ

ફળ અને શાકભાજી જેમકે સંતરા, અવોકાડો અને લીલા પાંદળાવાળા શાકભાજી એન્ટિ-ઑક્સિડન્ટ અને વિટામીન બી,સી અને ઇથી ભરપૂર હોય છે. જે સ્પર્મ કાઉન્ટ અને તેની ગતિશિલતા વધારે છે,

ફળ અને શાકભાજી

સાર્ડિન અને સેલ્મન જેવી માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ (હેલ્થી ફેટ) ભરપૂર પ્રમાણમાં હોય છે જે ટેસ્ટિકલ્સમાં બ્લડ સરક્યુલેશન વધુ સારું બનાવવામાં મદદ કરે છે જેના પરિણામસ્વરુપ સ્પર્મ કાઉન્ટ અને તેની ગુણવત્તા સુધરે છે.

માછલી

લસણમાં એલિસિન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે જે સ્પર્મ કાઉન્ટ સુધારવામાં મદદ કરે છે. એલિસિયન સ્પર્મ સર્ક્યુલેશન સારુ બનાવે છે સાથે જ તેને ડેમેજ થતા રોકે છે જ્યારે સેલેનિયમ તેની ગતિશિલતા અને જથ્થાને વધારે છે.

લસણ

અખરોટ, બદામ અને હેઝલનટ પુરુષોના અંડકોષમાં સ્પર્મનું સર્ક્યુલેશન એટલે કે પરિભ્રમણ સુધારે છે. અખરોટ આર્જિનિન, વિટામીન બી 6 અમે બી 9થી ભરપૂર હોય છે જે સ્પર્મની ગતિશીલતા અને રેપ્લિકેશન વધારે છે.

સૂકામેવા

પંપકીન સીડ્સ, ચીયા સિડ્સ એટલે કે તકમરીયા અને ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી સ્પર્મની માત્રા અને તેની ગુણવત્તાને સુધારે છે.

સીડ્સ

AC ચાલુ રાખીને સુવાથી થાય છે આ 6 સ્વાસ્થ્ય સમસ્યાઓ

NEXT>