728X90

એડવર્ટાઇઝમેન્ટ પોલિસી

1. સામાન્ય માહિતી

1.1 હેપ્પીએસ્ટ હેલ્થ પ્લેટફોર્મ પરની તમામ જાહેરાતો આ નીતિને આધીન રહેશે. “પ્લેટફોર્મ”નો અર્થ છે અને તેમાં વેબસાઈટ “www.happiesthealth.com”, તમામ માઇક્રો સાઇટ્સ, પ્રિન્ટ મીડિયા, ઑડિયો અથવા વિડિયો અને અન્ય કોઈપણ મીડિયા કે જે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હેપ્પીએસ્ટ હેલ્થ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે (અથવા હોસ્ટ કરવામાં આવશે) જેમ કે Facebook, YouTube, WhatsApp વગેરે અને કોઈપણ વર્તમાન અથવા ભવિષ્યનું ઉપકરણ અથવા માધ્યમ (જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, હેડસેટ, ટેલિવિઝન વગેરે).

1.2 એડર્વટાઇઝિંગ અને એડર્વટિઝમેન્ટમાં બેનર્સ, મોડ્યુલ્સ, લિંક્સ, માઇક્રો-સાઇટ્સ અને જાહેરાતકર્તા અથવા તેના એજન્ટ દ્વારા આપવેલા કંટેન્ટનો સમાવેશ થાય છે

2. એડર્વટાઇઝરની જવાબદારીઓ

2.1 જાહેરાતકર્તાઓ અને એજન્ટ્સ દ્વારા જાહેરાતમાં આપેલા (જો કોઈ હોય તો) કંટેન્ટની સચોટતા, ઉદ્દેશ્યતા, લિગાલીટી માટે સંપૂર્ણપણે જવાબદાર છે. જાહેરાતકર્તાઓ પાસે તેમના દાવાઓને સમર્થન આપવા માટે પુરાવા હોવા જરૂરી છે.

2.2 જાહેરાતકર્તાઓ અને તેમના એજન્ટ્સ જે દેશો/ક્ષેત્રોમાં જાહેરાત જોઈ શકાય છે તે વિસ્તારના તમામ સંબંધિત કાયદાઓ, નિયમો અને નીતિઓના પાલનની સંપૂર્ણ વૈધાનિક ખાતરી આપે છે.

2.3 જાહેરાતકર્તા અને એજન્ટ્સ સંયુક્ત રીતે અને અલગ-અલગ રીતે પ્લેટફોર્મને નુકસાન પહોંચાડે જો પબ્લિકેશન સામે બદનક્ષી, ગોપનીયતા ઉલ્લંઘન, કૉપિરાઇટ ઉલ્લંઘન, સાહિત્યચોરી અને કાયદાકીય બિન-અનુપાલન જેવા એડર્વટાઇઝિંગ કાયદાના ઉલ્લંઘન જેવા સવાલો ઉઠે છે તો.

3. અમારા અધિકારો

3.1 હેપ્પીએસ્ટ હેલ્થ પાસે જાહેરાતના પ્રકાર, સ્વિકૃત અને પ્રદર્શિત કરવા માટે નિર્ધારિત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પ્લેટફોર્મ તેના મિશન સ્ટેટમેન્ટ સાથે અસંગત હોય અને આ નીતિ અનુસાર ન હોય તેવી જાહેરાતોને નકારવાનો અધિકાર અનામત રાખીએ છે

3.2 પ્લેટફોર્મ એવી જાહેરાતો સ્વીકારશે નહીં કે જે તેના મતે ખોટી, તથ્યોના આધારે ખોટી , ગેરમાર્ગે દોરનારી અથવા ખરાબ હોય છે.

3.3 પ્લેટફોર્મ એવી જાહેરાતો સ્વીકારશે નહીં કે જે તે અપમાનજનક અને ખતરનાક હોવાનું નિર્ધારિત કરે છે, જેમાં એવા કંટેન્ટનો સમાવેશ થાય છે જે વિઝ્યુઅલી ડિસ્ટર્બિંગ અથવા ભેદભાવ કરતી હોય, જાતિ, લિંગ, ધર્મ, વૈવાહિક સ્થિતિ, વિકલાંગતા, શરીરની છબી, રંગના આધારે કોઈપણ વ્યક્તિ અથવા જૂથ પર હુમલા સમાન હોય, શરમજનક હોય અથવા પ્લેટફોર્મ દ્વારા અયોગ્ય માનવામાં આવતા અન્ય કોઈ પણ પરિબળનો સમાવેશ કરતી હોય

3.4 અમે, તમારા “હેલ્થ અને વેલનેસના પ્રચારક” તરીકે, અમારા નૈતિક મિશનની વિરુદ્ધ ચાલતી જાહેરાતો પ્રકાશિત કરીશું નહીં. તંદુરસ્ત જીવનશૈલી માટે હાનિકારક ઉત્પાદનોની જાહેરાતો, સ્થૂળતાનું કારણ બને તે, કાર્સિનોજેનિક હોય અને આલ્કોહોલ, સિગારેટ, તમાકુ, પાન મસાલા, ફાસ્ટ ફૂડ, હાફ-પ્રોસેસ્ડ/પ્રોસેસ્ડ, તળેલા અથવા વ્યાપારી રીતે બેક કરેલા ખોરાકનો સમાવેશ થાય છે કેમકે તેમાં HFSS (ફેટ, શુગર અને મીઠું વધુ પ્રમાણમાં હોય છે ) આ ઉપરાંત કૃત્રિમ રીતે મધુર કાર્બોનેટેડ પીણાં, હાઇડ્રોજનયુક્ત ચરબી/અથવા અમારી દ્રષ્ટિએ વિસંગત માનવામાં આવતા અન્ય કોઈપણ ઉત્પાદનોની જાહેરાત પ્રકાશિત કરવામાં આવશે નહીં.

3.5 ઉત્પાદનની જાહેરાતો જે કાયદાકિય રીતે પ્રતિબંધિત છે, જેમ કે હથિયાર અને વિસ્ફોટક, જુગાર, પોર્નોગ્રાફી જેવી જાહેરાત પ્લેટફોર્મમાં દર્શાવવામાં આવશે નહીં . ઉપરાંત તેવો કોઈ પણ ઉપાય/ઉપચાર/પ્રોગ્રામ/આહાર પૂરકને પ્રોત્સાહન આપતી હોય તેવી જાહેરાતમાં જ્યાં સુધી સાઇન્ટીફિક એફિસિયન્શી સ્વતંત્ર રીતે અથવા જ્યાં જરૂરી હોય ત્યાં સંબંધિત નિયમનકારી અધિકારી દ્વારા સાબિત અથવા માન્ય ન હોય.

3.6 આ પ્લેટફોર્મ બાળકોના હેલ્થ અને વેલનેસ માટે હાનિકારક ઉત્પાદનો અને સેવાઓ સંબંધિત જાહેરાતો દર્શાવશે નહીં અથવા એવી સામગ્રી ધરાવે છે જે બાળકોના જોવા માટે અયોગ્ય હોય અથવા કોઇ થર્ડ પાર્ટી ટ્રેકર અથવા અઢાર વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ પાસે તેમની માહિતી માંગતા હોય.

3.7 પ્લેટફોર્મ નકલી ઉત્પાદનો અથવા જે તે ઉત્પાદનોની જાહેરાત સરોગેટ જાહેરાતો હોવાનું નક્કી કરે છે કે જે પ્લેટફોર્મ નીતિ અથવા કાયદાની વિરુદ્ધ હશે તે જાહેરાત સ્વીકારશે નહીં.

3.8 પ્લેટફોર્મ તમામ પ્રવર્તમાન કાયદાઓ અને આ એડર્વટિઝમેન્ટ પોલિસી સાથે જાહેરાતના પાલનની સમયાંતરે સમીક્ષા કરવાનો અધિકાર અનામત રાખે છે. કોઇ પણ ઉલ્લંઘન અથવા સંભવિત ઉલ્લંઘનની ઘટનામાં, પ્લેટફોર્મ જાહેરાતને દૂર કરી શકે છે અને વધુમાં યોગ્ય માનવામાં આવતી અન્ય કાર્યવાહીઓ પણ શરૂ કરી શકે છે.

4. સંપાદકીય સ્વતંત્રતા

4.1 પ્લેટફોર્મ જાહેરાત અને એડિટોરિયલ કંટેન્ટ વચ્ચેના તફાવતને જાણે છે અને જાળવી રાખે છે. જાહેરાત અથવા સ્પોન્સર્ડ કંટેન્ટ શક્ય તેટલી હદ સુધી ફોન્ટ સાઇઝ અને સ્ટાઇસ દ્વારા આવા કંટેન્ટને ઓળખી શકાય તેવું લેબલ કરવામાં આવશે.

5. સર્ચ એડવર્ટાઇઝમેન્ટ

5.1 આ પ્લેટફોર્મ નક્કી કરી શકે છે કે તમામ સર્ચ રિઝલ્ટ કેવી રીતે દેખાશે છે, જેમાં સર્ચ એડર્વટાઇમેન્ટ માટે અલગ-અલગ જગ્યા નક્કી કરવામાં આવી છે. કેટલાક કિવર્ડના સર્ચ રિઝલ્ટ સાથે તે દેખાશે આથી કંપનીઓ આ પ્રકારની જાહેરાત ખરીદી શકે છે.

6. પાછી ખેંચવાનો અધિકાર

6.1 પ્લેટફોર્મ તેની પોતાની વિવેકબુદ્ધિથી કોઈ પણ સમયે એ નિર્ણય લેવાનો અધિકાર અનામત રાખે છે કે શું તે કોઈ પણ જાહેરાતને સ્વીકારશે, નકારશે, રદ્દ કરશે કે દૂર કરશે.

7. પર્ફોમન્સ

7.1 પ્લેટફોર્મ એવી કોઈ ખાતરી આપતું નથી કે તમામ જાહેરાત પ્લેટફોર્મ પર ભૂલમુક્ત રન થશે.

8. પ્લેટફોર્મ પર વિઝીટર્સનું ટ્રેકિંગ

8.1 પ્લેટફોર્મ પરની કોઈ પણ જાહેરાતમાં કોઈ પણ પિક્સેલ, ટૅગ્સ અથવા અન્ય કોઈ પણ પ્રકારના માહિતી સંગ્રહ સૉફ્ટવેર કોડનો સમાવેશ કરવો જોઈએ નહીં અથવા કોઈ પણ કૂકીઝ અથવા બીકન્સ મૂકવા જોઈએ નહીં સિવાય કે HappiestHealth.com દ્વારા લેખિતમાં સ્પષ્ટપણે પરવાનગી આપવામાં આવે. જો મંજૂર કરવામાં આવે અને જો મંજૂરીમાં સ્પષ્ટ અપવાદ હોય, તો

i) જાહેરાતકર્તા વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી (PII) એકત્રિત કરવા માટે આવા પિક્સેલનો ઉપયોગ કરી શકશે નહીં,

ii) પિક્સેલને અવરોધિત કરી શકાય છે અને મૂકવામાં આવેલી કોઈ પણ કૂકી બ્રાઉઝર સેટિંગ્સ દ્વારા કાઢી શકાય છે

iii) જાહેરાતકર્તા કોઈપણ બિન PII કે જે તે અન્ય કોઈ પણ સ્ત્રોતમાંથી મેળવેલા PII સાથે એકત્ર કે લિંક કરશે નહીં અને

iv)જાહેરાતકર્તા તેના ડેટાબેઝમાં HappiestHealth.comમાંથી એકત્ર કરાયેલ ડેટાના આધારે કોઈ પણ અસ્તિત્વમાંની પ્રોફાઇલ અપડેટ કરશે નહીં જેમાં એ હકીકતનો સમાવેશ થાય છે કે કોઈ વ્યક્તિ HappiestHealth.com વિઝીટર છે અથવા કોઈ પણ સંદર્ભ URLમાં માહિતીમાંથી મેળવેલ માહિતી.

9. ડિસક્લેમર

9.1 પ્લેટફોર્મ દ્વારા જાહેરાતોની સ્વીકૃતિ અને પ્રદર્શન, જાહેરાતમાં દર્શાવાયેલા ઉત્પાદનો અને સેવાઓના સમર્થન સમાન નથી. જાહેરાતોના આધારે તમારી નિર્ભરતા અને પરિણામી કૃત્યોથી ઉદ્ભવતા કોઈ પણ દાવા/નુકસાન માટે પ્લેટફોર્મ જવાબદાર રહેશે નહીં.”

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.