728X90

લિડરશીપ

લીડરશીપ ટીમને મળો

Ashok Soota

ચેઅર મેન

અશોક સૂતા

અશોક સૂતા, જે હેપ્પીએસ્ટ માઇન્ડના એક્ઝિક્યુટીવ ચેરમેન છે. ઉદ્યોગ સાહસી તરીકે તેઓ એક સફળ કારકિર્દી ધરાવે છે. તેઓએ વિપ્રોને આઇટી દિગ્ગજનું સ્થાન અપાવ્યું, માઇન્ડ ટ્રી લોન્ચ કર્યું અને એક સફળ આઇપીઓનું નેતૃત્વ કર્યું ત્યાર બાદ તેઓએ હેપ્પીએસ્ટ માઇન્ડ સાથે પણ આ જ ઉપલબ્ધી પ્રાપ્ત કરી અને હવે તેઓ હેપ્પીએસ્ટ હેલ્થને સફળ બનાવવા માટે પણ ઉત્સાહભેર અને સક્રિય રીતે કામ કરી રહ્યાં છે.

એપ્રિલ 2021માં, અશોક એ SKAN લોન્ચ કર્યું હતું કે જે 50 મિલિયન યુએસ ડૉલર એટલે કે 3,750 મિલિયન રુપિયા આસપાસના ભંડોળ સાથે ભારતની પહેલી પ્રાઇવેટ સેક્ટરની નૉન પ્રોફિટ ઑર્ગનાઇઝેશનની બની કે જે વધતી ઉંમર, ન્યુરોલૉજીકલ બિમારી અને ગટ માઇક્રોબાયોમ બ્રેઇન એક્સિસ જેવા વિષય મેડિકલ વિષય પર રિસર્ચ કરી રહ્યું છે. તેમણે 2011માં જરૂરીયાતમંદોને મદદ કરવા માટે અને પર્યાવરણના સંવર્ધન માટે આશીર્વાદમ નામના ટ્રસ્ટની સ્થાપના કરી.

અશોકએ રુડકી વિશ્વવિદ્યાલયમાંથી( કે જે હવે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુડ ઑફ ટેક્નોલૉજી, રુરકી તરીકે જાણીતું છે) ઇલેટ્રીકલ ઈન્જીનિયરંગનો સ્નાતકનો અભ્યાસ કર્યો છે અને ફિલિપિન્સની એશિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટમાંથી માસ્ટર્સ ઑફ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.

નેશનલ બેસ્ટ સેલર બુક “એન્ટરપ્રિનોર સિમ્પલીફાઇડ આઇડીયાથી આઇપીઓ સુધી” અને “બસ્ટેડ” નામની બુક કે જેમાં ઘણાં મેનેજમેન્ટ મિથ્સ અને સામાન્ય રીતે સ્વિકારાયેલી વિઝડમ અંગે ચર્ચા કરાઇ છે , આ બંને પુસ્તકને અશોક સૂતાએ કૉ-ઓથર એટલે કે સહ લેખક તરીકે લખી છે. તેઓને ટ્રેકિંગ, આઉટ ડોર, યોગ, તાઇચી, ધ્યાન અને સ્વિમિંગનો શોખ છે. 

CEO

સીઇઓ - હેપ્પીએસ્ટ હેલ્થ

અનિંદયા ચૌધરી

આઇઆઇએમ બેંગ્લોરથી પી.જી. ડિપ્લોમા સાથે એક ઇજનેર, અનિંદયાને એફએમસીજી, ફાર્મા, ઓટીસી, ફંઝ્યુમર હેલ્થકેયર અને ડાયગ્નોસ્ટિક ડોમેઇનનો 28 વર્ષનો ઓપરેશન અને પીએન્ડએલ લિડરશીપ રોલ્સનો બહોળો અનુભવ છે. તેમને એચયૂએલ સાથે તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ડૉ. રેડ્ડીઝ, સનોકી, સન ફાર્મા અને એસઆરએલ સાથે કામ કર્યા પછી છેલ્લે તેઓ એસ્ટર લેબ્સ (ભારત અને જીસીસી)માં સીઇઓ તરીકે કામ કરી રહ્યાં હતાં. હેપ્પીએસ્ટ હેલ્થની કમાન સંભાળ્યા પછી અનિંદયાએ અમારી સેવાઓનો વિસ્તાર વધારવાનો વિચાર કર્યો અને આગામી પાંચ વર્ષમાં તે વિઝનને સાકાર કરવા પર કામ કરી રહ્યાં છે જેમાં કામ કરવા માટેની એક શ્રેષ્ઠ જગ્યા બનાવવી અને એક એવો ઉદ્યોગ તૈયાર કરવો જેમાં કોર્પોરેટ જગતના ઉચ્ચતમ માનકોનો સમાવેશ થતો હોય.

તેઓ ઉત્સાહી સ્પોર્ટ્સ ફેન છે, તેમાં પણ ખાસ કરીને સોકર અને ક્રિકેટના. તેઓ મોર્નિંગ વૉક દ્વારા પોતાને સ્વાસ્થ્ય રાખે છે. નવી ચેલેન્જ સ્વિકારવી, પરિવાર સાથે સમય વિતાવવો અને નવી નવી જગ્યાએ ટ્રાવેલ કરવું તે તેમને ખુશ રાખે છે.

હૉલ ટાઇમ ડિરેક્ટર અને પબ્લિશર

ચંદ્રશેખર એસ.

એક ક્વૉલિફાઇડ સી.એ. કે જેમને આઇટી અને પબ્લિશિંગ સેક્ટરમાં 30 વર્ષોથી વધારે વર્ષનો અનુભવ તો છે જ સાથે જ નવા બિઝનેસને કેવી રીતે સ્થાપી શકાય તેનો બહોળો અનુભવ છે. આ સાથે જ તેમને ICMA અને ઇંસ્ટીટ્યૂટ ઑફ કંપની સેક્રેટરી ઑફ ઇંડિયાની યોગ્યતા પણ પ્રાપ્ત છે. છેલ્લે તેઓ મેકમિલન ઇન્ડિયાના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર/કંપની સેક્રેટરી તરીકે કામ કરી રહ્યાં હતાં. સ્ટ્રેસ ફ્રી રહેવા માટે પોતાના બે પેટ શ્વાન ( કોકો, એક શિહ ત્જુ અને બોસ્કી, એક ગોલ્ડન રિટ્રીવર) સાથે રમવું, પોતાની બે ઇંડીઝ (રૂડી અને મેછી) વિઝટ કરવી સાથે જ સાઇન્સ ફ્રિક્શન અને ઇતિહાસ વાંચવો તેમનો મંત્ર છે.

Chandrasekhar S
Mask_Group_297@2x[1]

ચીફ એડિટર (ડિઝીટલ)

રવિ જોશી

નજીકના મિત્રો જેમને આર.જે. તરીકે બોલાવે છે તેવા રવિ જોશીએ ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, ધ હિંદુસ્તાન ટાઇમ્સ, ઇન્ડિયા ટુડે, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ જેવા સંસ્થાનોમાં 23 વર્ષ કામ કર્યા પછી પત્રકારત્વ જગતને અલવિદા કહ્યું. હેપ્પીએસ્ટ હેલ્થ સાથે જોડતા પહેલા તેઓ બેંગ્લોર મિરર અને મુંબઇ મિરરનું સંપાદન કરતાં હતાં. જ્યારે તેઓ કોઇ પણ સ્ટોરી સાથે જોડાયેલા નથી હોતા ત્યારે તેઓ પરિવાર માટે જમવાનું બનાવે છે. તેઓ દરરોજ 15,000 ડગલાં ચાલીને સ્વસ્થ રહેવાનો પોતાનો દૈનિક લક્ષ્ય પુરું કરે છે સાથે જ તેઓ એવો પણ વિચાર કરે છે તેઓ કયું સુપર બાઇક ખરીદશે

ચીફ એડિટર ( પ્રિન્ટ એન્ડ પબ્લિશિંગ )

રઘુ ક્રિશ્ના

રઘુ ક્રિશ્ના કે જેમણે 25થી વધુ વર્ષ સુધી પત્રકાર તરીકે કામ કર્યું, તેમાં પણ વિજ્ઞાન, એરોસ્પેસ અને ટેક્નોલોજી સેક્ટરમાં કામ કર્યું છે. તેમને રિસર્ચ જગતમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે વધુ આવે, સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને તેનો સોસાયટી અને બિઝનેસ પર શું અસર પડે છે તે વિષયમાં રસ છે. અત્યાર સુધીમાં તેઓ ઇકોનોમિક્સ ટાઇમ્સના ટેક્નોલોજી એડિટર તરીકે કામ કર્યું છે આ ઉપરાંત બિઝનેસ સ્ટાન્ડર્ડ, મિન્ટ અને પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા જેવી સંસ્થા સાથે કામ કર્યું છે. રઘુ નિયમિત ચાલવામાં અને રાત્રે પુરતી ઊંઘ લેવામાં માને છે સાથે જ કેવી રીતે ડિઝીટલ ગેજેટ્સના મર્યાદિત ઉપયોગ કરી શકાય તેના પર સંશોધન કરી રહ્યા છે.

Raghu Krishnan
Ashish Pratap Singh

ચીફ માર્કેટિંગ ઑફિસર

આશિષ પ્રતાપ સિંહ

ફિનાન્સ, માર્કેટિંગ અને સંપાદન જેવા ક્ષેત્રોમાં આશિષને બે દાયકાથી વધારેનો અનુભવ છે. તેઓએ પોતાની કારકિર્દી અમેરિકન એક્સપ્રેસના ન્યૂયોર્કના વૈશ્વિક મુખ્યાલયમાં ગ્લોબલ રિએન્જીનિયરિંગ અને સિક્સ સિગ્મા ટીમ સાથે કરી હતી અને ત્યાંથી જ તેમને લખવાનો શોખ હતો આથી જ તેઓ પ્રિન્ટ મીડિયા સાથે જોડાયા.

તે પછીના દસ વર્ષમાં મેન્સ હેલ્થ એન્ડ એફએચએમ જેવા તેઓ ગ્લોબલ પબ્લિકેશનના સંપાદક (ભારત)નું નેતૃત્વ કર્યું હતું. આશિષ પાસે ધ્યાન આકર્ષિત કરનાર બ્રાંડને ઓળખ અપાવવાનો અનુભવ છે. કન્સેપ્ટ્યુલાઇઝેશન, કમ્યુનિકેશન સ્ટેર્ટર્જી, લીડ જનરેશન, એનાલિટિક્સ, એન્ડ ટુ એન્ડ માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં ટીમનું સફળ નેતૃત્વ કરવું તે તેમની આગવી પ્રતિભા છે

સફળ લગ્નજીવન સાથે આશિષને એક દિકરો પણ છે, જે પિતાની જેમ જ ફિટનેસ માટે ઉત્સાહી છે. છેલ્લા 22 વર્ષોમાં તેમણે પોતાને ફિટ રાખવા માટે ક્લાકો મહેનત કરે છે

વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ ચીફ પીપલ ઑફિસર

મીનાક્ષી કે.સી.

પીપલ પ્રેક્ટીસ (HR) મીનાક્ષીને લોકો સાથે કામ કરવા અને તેમની જરૂરતોનું ધ્યાન રાખવાનો શૌખ છે. સાથે તેઓ જ દરેક વ્યક્તિના કામની વિશ્વસનીયતા, વિઝીબિલીટી અને તેમના કાર્યક્ષેત્રમાં કાર્યાત્મક કુશળતા વધારવા માટે તેમના સલાહકાર, કાઉન્સેલર અને માર્ગદર્શક બને છે છે.

એચ.આર અને લીગલ ક્ષેત્રના ઘણા વર્ષોના અનુભવ સાથે, તેમણે આઇ.ટી. , નોન-આઇ.ટી. અને કાયદાકિય સેવા આપતી કંપનીઓના પડકારજનક વાતાવરણમાં સફળતા પૂર્વક કામ કરવાનો અનુભવ છે.

દિવસમાં જેને પણ તે મળે તે તમામના ચહેરા પર સ્મિત હોય તો મીનાક્ષીને ખુશી અને સંતોષ આપે છે.

માઇન્ડફુલ રહેવું તે એમના દિનચર્યાની ચાવી છે. સ્કીલ્સને વધુ સારી બનાવવા માટે અને પોતાના હેલ્થ અને વેલનેસ માટે તે દર અઠવાડિયે 5 કલાક યોગ કરે છે, સાથે જ દિવસમાં 4 કિ.મી. ચાલે છે

Meenakshi KC
Tina-Mitra-2

ચીફ રેવન્યુ ઑફિસર

ટીના મિત્રા

ટીના મિત્રાને ડિઝીટલ પ્રિન્ટ,રેડિયો અને ઇવેન્ટમાં એડર્વટાઇજિંગ સેલ્સનો વ્યાપક અનુભવ છે

ટીના પહેલા રેડિયો સિટી સાથે જોડાયેલા હતાં જ્યાં તેમણે 12 થી વધુ વર્ષોનો સેલ્સ ટીમનું નેતૃત્વ કરવાનો અનુભવ છે. તેના પહેલા તેઓ રેડ એફએમ અને ટાઇમ્સ ઑફ ઇંડિયા સાથે પણ કામ કરી ચુકયા છે

ટીના અઠવાડિયામાં ચાર દિવસ 20 મીનિટ માટે HIITનું પાલન કરીને પોતાને ફિટ રાખે છે સાથે જ તેઓ દરરોજ 10,000 ડગલા પણ ચાલે છે.

હેડ ઑફ સેલ્સ (સાઉથ)

તબરીઝ અહેમદ

સેલ્સ પર્સન તરીકેનો બહોળો અનુભવ એ પણ જાણિતી મીડિયા બ્રાન્ડ્સ સાથે જેવી કે ધ એશિયન એજ, ડેક્કન ક્રોનિકલ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ઈન્ડિયા ટુડે, એફએચએમ, ડાયાબિટીક લિવિંગ, રિલાયન્સ ADAG.

મુશ્કેલ સમયમાં માટે માનવતાવાદી પ્રતિભાવ પર તેમનો ભાર હોવાના કારણે કોરોના મહામારીના સમયમાં તેઓ મર્સી મિશન સાથે જોડાવા પ્રેરાયા હતાં. સાથે જ તેમને બાળકોના અધિકાર વિષય પર કામ કરવું તે તેમનું પેશન છે.

એક સ્વસ્થ્ય જીવન માટે તબરીઝ નિયમીત રીતે ચાલે છે અને માનસિક શાંતિ માટે મેડિટેશન પણ કરે છે

Tabriz Ahmed
Sam Ben Samuel

એસોસિએટ વાઇસ - પ્રેસિડેન્ટ, ફાઇનાન્સ

શંકર એસ.

શંકર હેપીએસ્ટ હેલ્થનું ફાઇનાન્સ સંભાળે છે. તેઓ ICAIથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ICSIથી કંપની સેક્રેટરી બન્યા.

તેમની પાસે ફાઇનાન્સમાં કામનો 15 વર્ષથી વધુનો અનુભવ છે અને આ પહેલા તેઓ ઇન્ફોસિસમાં સિનિયર મેનેજર તરીકે 5 વર્ષથી વધુ સમય કાં કર્યું છે.

તેને વાંચનનો, પ્રકૃતિ સાથે જોડવાનો, સંગીત સાંભળવાનો અને પરિવાર સાથે સારો સમય પસાર કરવામાં આનંદ મળે છે. તે પોતાના સ્વાસ્થ્ય, સુખાકારી અને આધ્યાત્મિક સુખાકારી માટે નિયમિત રીતે યોગ અને ધ્યાનનો અભ્યાસ કરે છે.

We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.