728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

શું ઠંડીમાં કાનમાં દુખાવો થઇ શકે?
489

શું ઠંડીમાં કાનમાં દુખાવો થઇ શકે?

શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

શિયાળામાં તાપમાનમાં ઘટાડા સાથે આપણામાંથી ઘણા લોકો શરદી – સંબંધિત વિવિધ બિમારીઓનો સામનો કરીએ છીએ. શરદી, સામાન્ય રીતે થતા વાયરલ ચેપ તરીકે ઓળખાય છે. વહેતું નાક, ગળામાં દુખાવો અને ઉધરસ તેના લક્ષણોમાં છે. સામાન્ય રીતે તે અવગણવામાં આવતી છતાં એક કંટાળાજનક સમસ્યા છે. શરદીને કારણે કાનમાં દુખાવો તે પણ એક સમસ્યા થઇ શકે છે, જેનાથી ઊંઘ આવવામાં અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થઇ શકે છે.

ઠંડીમાં કાનમાં દુખાવો કેમ થાય છે?

શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે સમજવા માટે, કાનની જટિલ રચના સમજવી જરૂરી છે. કાનને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે – બાહ્ય, મધ્ય અને આંતરિક કાન. મધ્ય કાન યુસ્ટાચિયન ટ્યુબ દ્વારા ગળાના પાછળના ભાગ સાથે જોડાયેલું છે.

કોલકાતાના ENT કંસલ્ટન્ટ ડૉ. નિખત પરવીન કહે છે. “યુસ્ટાચિયન ટ્યુબ કાનના સ્વાસ્થ્યમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ નાની ટ્યુબ મધ્ય કાનને ગળાના પાછળના ભાગ સાથે જોડે છે, જે હવાના પરિભ્રમણ અને દબાણને સમાન બનાવવા માટે મદદરૂપ થાય છે. જ્યારે તમને શરદી થાય છે, ત્યારે વાયરસ યુસ્ટાચિયન ટ્યુબમાં બળતરા કરી શકે છે, જેના કારણે તે ફૂલી જાય છે અને બ્લોક થઈ જાય છે,”

આ અવરોધ મધ્યકાનમાંથી હવાને પ્રવેશતા અટકાવે છે, દબાણને અસંતુલીત બનાવે છે. આ દબાણનો તફાવત એ છે જે કાનને દુખાવા અને અસ્વસ્થતાના અનુભવ તરફ દોરી જાય છે. ડૉ પરવીન ઉમેરે છે કે, “વધુમાં, નાકમાંથી લાળ અને પ્રવાહી કેટલીકવાર યુસ્ટાચિયન ટ્યુબમાં એકઠા થઈ શકે છે, જે પીડાને વધુ વકરી શકે છે.”

લક્ષણો ઓળખવા

મુરાદાબાદ સ્થિત ENT કન્સલ્ટન્ટ ડૉ. ઉદ્યત ભટનાગર જણાવે છે કે જ્યારે તમે કાનમાં દુખાવો અનુભવો છો, ત્યારે શરદી કાનમાં અન્ય લક્ષણો પણ ઉત્પન્ન કરી શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે :

  • કાનમાં દબાણ અનુભવવું
  • ચક્કર આવવા
  • મૂંઝાયેલું અનુભવવું
  • કાનમાંથી પ્રવાહી નિકળવું
  • તાવ (કેટલાક કિસ્સાઓમાં)

ધ્યાન રાખો કે શરદીને લીધે કાનનો દુખાવો સામાન્ય રીતે હળવો હોય છે અને થોડા દિવસોમાં તે જાતે જ ઠીક થઈ જાય છે. જો તમને નીચેનામાંથી કોઈ અનુભવ થાય તો તબીબોની સારવાર લેવી જરૂરી છે.

  • કાનમાં તીવ્ર દુખાવો
  • 100.4°F (38°C)થી વધુ તાવ
  • કાનમાંથી પરુ જેવું કે લોહી નીકળવું
  • બહેરાશ
  • ગરદન અકડાઇ જવી
  • માથાનો ગંભીર દુખાવો

સારવાર

મોટા ભાગના કિસ્સામાં, શરદીને કારણે કાનના દુખાવાનો અનુભવ કરતી વ્યક્તિઓ સેલ્ફ-રીમીટીંગ હોય છે. ડૉક્ટર પરવીન કહે છે કે કોઈએ તેને ક્યારેય અવગણવું જોઈએ નહીં. સાથે જ તેઓ યોગ્ય નિદાન માટે ડૉક્ટર પાસે જવાની ભલામણ પણ કરે છે. ડૉક્ટર કારણ જાણવા માટે ચોક્કસ પગલાં લઈ શકે છે અને તેની અને સારવાર સૂચવી શકે છે.

ક્લિનિકલ અસેસમેન્ટ : હેલ્થકેર પ્રોફેશનલ તમારી સંપૂર્ણ તપાસ કરશે, લક્ષણો, તબીબી ઇતિહાસ અને સંભવિત જોખમ પરિબળોનું મૂલ્યાંકન કરશે.

ઓટોસ્કોપિક એક્ઝામિનેશન : ડૉક્ટર જણાવે છે કે તેઓ ઓટોસ્કોપનો ઉપયોગ ઇયર કેનાલ, ઇયરડ્રમ અને તેની આસપાસની રચનાઓની તપાસ કરવા માટે કરે છે. જેના કારણે બળતરા, ચેપ કરી શકે છે.

ઑડિયોમેટ્રિક ટેસ્ટિંગ : સાંભળવાનું મૂલ્યાંકન કરવા અને કાનના દુખાવા સાથે સંકળાયેલા પરીક્ષણો કરવા માટે ઑડિયોમેટ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે.

મેનેજમેન્ટ

ડૉ. પરવીન અને ભટનાગર બંને જણાવે છે કે સદનસીબે, શરદીના કારણે કાનના દુખાવાને નિયંત્રિત કરવા માટે તમે ઘણી વસ્તુઓ કરી શકો છો. જેમાંથી કેટલીક રીતનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

ઓવર-ધ-કાઉન્ટર પેઇન રિલીવર્સ: નૉન-સ્ટીરોડલ એન્ટિ-ઇન્ફ્લેમેટરીઝ જેવી OTC દવાઓ બળતરા અને પીડા ઘટાડવામાં મદદ કરી શકે છે.

ડીકોન્જેસ્ટન્ટ્સ: ડીકોન્જેસ્ટન્ટ્સ, યુસ્ટાચિયન ટ્યુબમાં સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પરોક્ષ રીતે કાનના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

વૉર્મ કોમ્પ્રેસઃ અસરગ્રસ્ત કાનમાં ગરમ કોમ્પ્રેસ લગાવવાથી પીડામાં રાહત મળે છે અને લોહીના પ્રવાહને પ્રોત્સાહન મળે છે.

સ્ટીમ ઇન્હેલેશન: ગરમ પાણીના બાઉલમાંથી વરાળ શ્વાસમાં લેવાથી લાળ છૂટી પડે છે અને યુસ્ટાચિયન ટ્યુબ ખોલવામાં મદદ મળી શકે છે.

મીઠાના પાણીથી ગાર્ગલિંગ: હૂંફાળા મીઠાના પાણીથી ગાર્ગલ એટલે કે કોગળા કરવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને નાકની પાછળની બળતરા ઓછી થાય છે, જે આડકતરી રીતે કાનના દુખાવામાં મદદ કરી શકે છે.

આરામ કરો: શરદી અને કાનના દુખાવાને નિયંત્રિત કરવાની તે સૌથી સારી રીત છે, તમારા શરીરને શરદીમાંથી બહાર લાવવા અને સોજોવાળા પેશીઓને સાજા કરવા માટે પુષ્કળ આરામ મેળવવો જરૂરી છે.

સારવાર માટે વધારાની ટીપ્સ

કાનના દુખાવાને સંપૂર્ણપણે નિવારવા માટે કોઈ ચોક્કસ કોઇ રીત નથી, ઘણી રીતો તેને ઘટાડવામાં મદદ કરી શકે છે

જોખમ:

  •  વારંવાર તમારા હાથ ધોવા. જેનાથી જંતુઓના ફેલાવાને રોકવામાં મદદ મળી શકે છે જે શરદીનું કારણ બની શકે છે.
    ખૂબ જ બીમાર હોય તેવા લોકોથી દૂર રહો.
  • સ્વસ્થ આહાર લો, પૂરતી ઊંઘ લો. આ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરી શકે છે અને તે ચેપ અંગે ઓછું સંવેદનશીલ બનાવે છે.
  • હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો. આ હવામાં ભેજ ઉમેરવામાં મદદ કરી શકે છે, જે બળતરાયુક્ત મ્યુકસ મેમ્બ્રેનને શાંત કરવામાં મદદ કરી શકે છે.
  • ધૂમ્રપાન ટાળો. ધૂમ્રપાન યુસ્ટાચિયન ટ્યુબમાં બળતરા કરી શકે છે અને તેને બળતરા માટે વધુ સંવેદનશીલ બનાવે છે.

યાદ રાખવા જેવા મુદ્દા

શરદીમાં કાનના દુખાવાને સમજવાથી વ્યક્તિઓએ તેને પગલાં અપનાવવા અને સમયસર તબીબી સહાય મેળવવા માટે સક્ષમ બને છે. જો કાનમાં દુખાવો ચાલુ રહે અથવા વધુ બગડે, તો હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી સંપૂર્ણ મૂલ્યાંકન અને યોગ્ય હસ્તક્ષેપની ખાતરી આપે છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.