728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

નવજાત શિશુમાં ડાયાબિટીસ : જ્યારે જન્મેલા બાળકોમાં બ્લડશુગરનું પ્રમાણ વધુ હોય ત્યારે
1183

નવજાત શિશુમાં ડાયાબિટીસ : જ્યારે જન્મેલા બાળકોમાં બ્લડશુગરનું પ્રમાણ વધુ હોય ત્યારે

નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.

Neonatal diabetes is caused by a mutation in the gene affecting pancreatic beta cell development and function

ડાયાબિટીસની સમસ્યાને હળવાશમાં લેવી જોઈએ નહી. બાળકો અને વૃદ્ધો ઉપરાંત નવજાત શિશુઓને પણ તેની અસર થઈ શકે છે. નવજાત શિશુઓમાં ડાયાબિટીસને “નિયોનેટલ ડાયાબિટીસ” કહેવામાં આવે છે, જેનું નિદાન બાળકના જન્મના છ મહિના સુધીમાં થાય છે. યુ.એસ.એ.નાં ક્લેવલેન્ડનાં યુ.એચ. રેઈનબો બેબીઝ એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલનાં ડૉ. કેસેનિયા ટોન્યુશ્કિના કહે છે કે, આનુવંશિક પરિવર્તનને કારણે તે ઘટના લગભગ 100,000થી 400,000 જીવંત જન્મોમાંથી એકમ બને છે.

નવજાતમાં ડાયાબિટીસ શેના કારણે થાય છે?

ડૉ. ટોનુશ્કિના કહે છે કે, નવજાત શિશુમાં જન્મના 12 મહિનામાં ડાયાબિટીસની શરૂઆત અથવા લોહી, પેશાબમાં ગ્લુકોઝનું ઊંચું પ્રમાણ એ સ્વાદુપિંડના વિકાસ દરમિયાન સર્જાયેલી ખામીને કારણે થાય છે. તે મોટાભાગે સ્વાદુપિંડના બીટા કોષના વિકાસ અને કાર્યને અસર કરતા જનીનમાં અનપેક્ષિત પરિવર્તનને કારણે થાય છે અને મોટાભાગના કિસ્સાઓમાં માતાને બ્લડસુગરની સમસ્યા કે ડાયાબિટીસ નથી હોતો.

બેંગ્લોરની મરાથલ્લીની રેઈનબો ચિલ્ડ્રન્સ હોસ્પિટલનાં નિયોનેટોલોજી એન્ડ પિડિયાટ્રિક્સનાં કન્સલ્ટન્ટ ડૉ. સંદીપ આર જણાવે છે કે, નવજાત શિશુમાં ડાયાબિટીસની શરૂઆત જન્મનાં પહેલા મહિનામાં જ શરુ થઇ જાય છે પરંતુ, તેનું નિદાન છ મહિનાના અંત સુધીમાં જ થાય છે.

ડૉ.સંદીપ જણાવે છે કે, નિયોનેટલ ડાયાબિટીઝવાળા ઘણા બાળકો પ્રીટર્મ જન્મે છે. આ પ્રીટર્મ બાળકોને મોનિટરિંગ માટે એનઆઈસીયુ [નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ]માં રાખવામાં આવે છે અને આવા કિસ્સાઓમાં નિદાન વહેલું કરવામાં આવે છે. અમે તેમના બ્લડ શુગરનું નિયમિત નિરીક્ષણ કરીએ છીએ. જો તેમનું શુગર લેવલ કન્ટ્રોલમાં ન હોય તો અમને નવજાતને ડાયાબિટીસ હોવાની શંકા જાય છે.

નવજાત શિશુમાં ડાયાબિટીસનાં લક્ષણો

નવજાત શિશુના ડાયાબિટીસનું નિદાન લોહીમાં ગ્લુકોઝના સતત વધતા જતા સ્તર (>200 mg/dl)ના આધારે કરવામાં આવે છે અને તેના અન્ય તમામ કારણોને અવગણવામાં આવે છે. ડૉ. ટોનુશ્કિના કહે છે,”જ્યારે જીનેટિક ટેસ્ટમાં કારક જીન્સમાં પરિવર્તન જોવા મળે છે ત્યારે નિદાનની પુષ્ટિ થાય છે.”

ડૉ. સંદીપ ઉમેરે છે કે, સામાન્ય લક્ષણોમાંનું એક લક્ષણ એ છે કે, તે વિકાસમાં નિષ્ફળતા છે, જેમાં બાળકને સારી રીતે ખવડાવવા છતાં તેનું વજન વધતું નથી. આ લક્ષણો સામાન્ય રીતે હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી જોવા મળે છે. લગભગ 30થી 40 % અસરગ્રસ્ત બાળકોમાં IUGR (ગર્ભાશયની અંદર વૃદ્ધિ પર અવરોધ) હોય છે. પરિણામે, તેમનું વજન જન્મ સમયે ઓછું હોય છે અને જન્મ સમયે તેઓ કુપોષિત હોય છે.

નિષ્ણાતોના મતે,

નિયોનેટલ ડાયાબિટીસના લક્ષણો:

  • ડાયાબિટિસ કીટોએસિડોસિસ (લોહીમાં એસિડનું નિર્માણ)
  • નવજાતની નબળી વૃદ્ધિ અને વિકાસ
  • વારંવાર પેશાબ લાગવો અને તરસ લાગવી
  • ડિહાઇડ્રેશન

નિયોનેટલ ડાયાબિટીસના પ્રકારો

નિષ્ણાતો જણાવે છે કે નવજાતમાં ડાયાબિટીસ અસ્થાયી અથવા કાયમી હોઈ શકે છે. ક્લિનિકલ પ્રેઝન્ટેશન અને પ્રોગ્નોસિસના આધારે તેને 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે:

ટ્રાન્ઝિટ નિયોનેટલ ડાયાબિટીસ

નિયોનેટલ ડાયાબિટીઝના લગભગ 20 ટકા કેસ ક્ષણિક હોય છે એટલે કે તે કાયમી નથી અને બાળકોને 13 અઠવાડિયાથી દોઢ વર્ષમાં રિકવરી આવી જાય છે. જો કે, કેટલાક લોકો કિશોરાવસ્થા અથવા પુખ્તવયે ડાયાબિટીસના અન્ય સ્વરૂપો વિકસાવી શકે છે

સુલ્ફોનિલ્યુએરા રિસ્પોન્સિવ નિયોનેટલ ડાયાબિટીસ

ડૉ. ટોનુશ્કિના કહે છે કે, નિયોનેટલ ડાયાબિટીસનું આ સૌથી સામાન્ય સ્વરૂપ છે, જે લગભગ 40 ટકા કેસ માટે જવાબદાર છે. બાળકો ઓરલ મેડિકેશન્સને સારો પ્રતિસાદ આપે છે, જે ઇન્સ્યુલિનના સ્ત્રાવને સુધારવામાં મદદ કરે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં તેમને આજીવન દવાઓની જરૂર પડી શકે છે.

ઇસ્યુલિન-આધારિત નિયોનેટલ ડાયાબિટીસ

તેઓ બધા ડાયાબિટીસના કેસમાંથી લગભગ 10 ટકા જેટલો ભાગ ધરાવે છે અને તેમાં કાયમી ઇન્સ્યુલિનનો ઉપયોગ આ પ્રકારના ડાયાબિટીસનો ઉપચાર છે.

નિયોનેટલ ડાયાબિટીસ અસોસિએટેડ વિથ જેનેટિક સિન્ડ્રોમ્સ

આશરે 10 ટકા કિસ્સાઓમાં અન્ય સિન્ડ્રોમના ભાગરૂપે આ લક્ષણો જોવા મળે છે. તેમાં હાઇપરગ્લાયસીમિયા સિવાય શરીરનાં બીજા અંગોમાં અન્ય નોંધપાત્ર ખામીઓ હોય છે.

નિયોનેટલ ડાયાબિટીસનાં જોખમો

ડૉ. ટોન્નુશ્કિના ઉમેરે છે કે, નિયોનેટલ ડાયાબિટીસનાં લક્ષણોમાં સામાન્ય રીતે વિકાસમાં વિલંબ, શીખવાની અસક્ષમતા, સ્નાયુઓમાં નબળાઇ અને જન્મ સમયે ઓછો વજન જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ જોખમો ડાયાબિટીસના અન્ય સ્વરૂપો (ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ મેલિટસ) જેવા જ હોય છે, જેમાં રેટિના, કિડની અને પગમાં નાની અને મોટી રક્તવાહિનીઓને નુકસાન અને કાર્ડિયોવેસ્ક્યુલર કોમ્પિકેશનના વધતા જોખમનો સમાવેશ થાય છે.

તદુપરાંત, નવજાત ડાયાબિટીસ ધરાવતા બાળકોમાં પણ કીટોએસિડોસિસનું જોખમ વધારે હોય છે, જે એકાએક બ્લડ સુગર સ્પાઇક્સ, એસિડોસિસ (શરીરમાં એસિડનું નિર્માણ) અને ચેતનાની બદલાયેલી સ્થિતિ દ્વારા વર્ગીકૃત થયેલું છે. આ લક્ષણોને મેનેજ કરવા માટે ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન જરૂરી છે.

આ સ્થિતિ બાળકો અને તેમના પરિવારોના જીવનની ગુણવત્તાને પણ અસર કરે છે. બાળકોને જીવનમાં પાછળથી ટાઇપ-1 ડાયાબિટીઝ અથવા ટાઇપ-2 ડાયાબિટીઝ થવાનું જોખમ પણ વધારે છે. નિયોનેટલ ડાયાબિટીસને શરૂઆતમાં જ દવા અથવા ઇન્સ્યુલિન દ્વારા નિયંત્રિત કરી શકાય છે કારણ કે, બાળકો ફક્ત સ્તનપાન કરતા હોય છે. જો કે, એક વખત તેઓ સોલિડ ફૂડ શરૂ કરીને સ્કૂલે જાય તે પછી આ ચેલેન્જિંગ બની શકે છે આવું સમજાવતા ડૉ. સંદીપ ઉમેરે છે કે, “અમે સામાન્ય રીતે માતા-પિતાને તેમના બાળકોના આહાર પ્રત્યે ખૂબ જ સ્ટ્રિક્ટ રહેવાની સલાહ આપતા નથી અને તેમને લગભગ બધું જ ખાવાની છૂટ આપીએ છીએ પરંતુ, અમે તેમને સલાહ આપીએ છીએ કે પછી તે મુજબ તેમના બાળકના ઇન્સ્યુલિનના ડોઝને સમાયોજિત કરો.”

આથી, પરિવારોએ બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ. નિયમિત ફોલો-અપની ખાતરી કરવી જોઈએ અને તેમને ઇન્સ્યુલિન અને અન્ય દવાઓ (ડૉક્ટરની સલાહ મુજબ)નો યોગ્ય ડોઝ આપવો જોઈએ. જેથી, ન્યુરોડેવલપમેન્ટલ યુગમાં હાઈપોગ્લાયસીમિયાની કોઈ પણ ઘટનાને ટાળી શકાય. તેઓ જણાવે છે કે, “હાઈપોગ્લાયસીમિયાનો દરેક એપિસોડ તેમના મગજના વિકાસને અસર કરી શકે છે. જોકે, માતા-પિતાના યોગ્ય શિક્ષણ સાથે આ શરતનું સંચાલન કરી શકાય છે.”

યાદ રાખવા જેવી બાબતો

  • નિયોનેટલ ડાયાબિટીસમાં બ્લડશુગરનું પ્રમાણ ઊંચું હોય તેવી સ્થિતિ છે. તેની જાણ સામાન્ય રીતે છ મહિનાની ઉંમર આસપાસ થાય છે.
  • તેના લક્ષણોમાં શરીરનો નબળો વિકાસ, કીટોએસિડોસિસ, વારંવાર પેશાબ લાગવો, તરસ લાગવી અને ડિહાઇડ્રેશનનો સમાવેશ થાય છે.
  • જે લોકોને નિયોનેટલ ડાયાબિટીસ હોય તેમને જીવનમાં પાછળથી ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે.
  • પરિવારે બાળકના લોહીમાં ગ્લુકોઝનાં લેવલ પર નિયમિતપણે નજર રાખવી જોઈએ અને તે મુજબ ઇસ્યુલિનની માત્રાને વધારવી કે ઘટાડવી જોઈએ.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.