728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

પીરીયડ દરમ્યાન શારીરિક સંબંધ, સુરક્ષિત છે?
1219

પીરીયડ દરમ્યાન શારીરિક સંબંધ, સુરક્ષિત છે?

સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે

Medically speaking, sex during periods is generally considered safe

જ્યારે પીરિયડ્સ દરમિયાન ઇન્ટિમેટ થવું એ ખૂબ જ મુશ્કેલ બાબત હોઈ શકે છે, નિષ્ણાતો જણાવે છે કે તેનાથી સ્વાસ્થ્ય માટે કોઈ સંભવિત જોખમ નથી સાથે જ નિષ્ણાતો એવું પણ જણાવે છે કે માસિક દરમ્યાનમાં સેક્સ કરવાથી કેટલાક અંશે સ્વાસ્થ્ય લાભ પણ થઇ શકે છે. એપોલો હોસ્પિટલ, બેંગ્લોરના પ્રસૂતિશાસ્ત્રી અને સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. સહના કેપી કહે છે કે ઉદાહરણ તરીકે મેન્સિસ (પીરિયડ્સ) દરમિયાન ગર્ભાશયમાંથી નીકળતું લોહી અને અન્ય પદાર્થ કુદરતી લુબ્રિકન્ટ તરીકે કામ કરી શકે છે, જે સંભોગને સરળ બનાવે છે, ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક દરમિયાન બહાર આવતા એન્ડોર્ફિન્સ (હેપ્પી હોર્મોન્સ) પીરિયડ્સ ક્રેમ્પ્સને દૂર કરવામાં અને મૂડ સારો કરવામાં પણ મદદ કરી શકે છે.

શું પીરિયડ્સ દરમિયાન શારિરીક સંબંધ રાખવા સુરક્ષિત છે?

માસિક સ્રાવ સાથે સંકળાયેલ કલંકનું મૂળ સાંસ્કૃતિક મૂલ્યોમાં છે અને ભાષા, મીડિયા અને સામાજિક માન્યતાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા કાયમી રહે છે. માસિક સ્રાવને હજુ પણ ઘણીવાર ગંદા અથવા અશુદ્ધ તરીકે જોવામાં આવે છે, જે મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, જાતિયતા અને સામાજિક દરજ્જાને અસર કરી શકે છે.

સામાજિક રીતિ રિવાજો સિવાય પણ મહિલાઓને પીરિયડ્સ દરમ્યાન ક્રેમ્પ્સ અથવા પેટમાં દુખાવાનો સામનો કરવો પડે છે. બેંગ્લોરના હબીબા ક્લિનિકના ઑબસ્ટ્રિસિયન, ગાયનોકોલોજીસ્ટ અને ઇનફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડૉ. શેખ હબીબા જણાવે છે કે, કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમ્યાન દુખાવો થાય છે, ખાસ કરીને એન્ડોમેટ્રિયોસિસ (એક એવી સ્થિતિ જેમાં ગર્ભાશયની લેયર જેવા ટિશ્યૂ તેની બહાર વધે છે.) જેના કારણે મહિલા દુખાવા અને ડરથી શારિરીક સંબંધ બાંધવાથી દૂર રહે છે.

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે પીરિયડ્સ દરમ્યાન મહિલાઓની યોનીમાં ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. પીરિયડનું લોહી થોડું ક્ષારવાળું હોય છે. યોનીમાં પી.એચ. લેવલ વધી જાય છે. આ હોર્મોનલ અસંતુલન સાથે, યોનિના માઇક્રોફ્લોરા દ્વારા ઇન્ફેક્શનને આમંત્રણ આપે છે.

મુંબઇની ફોર્ટિસ હૉસ્પિટલમાં ઓબસ્ટ્રેટ્રિસિયન અને ગાયનોકોલોજીસ્ટ ડૉ. સુષ્મા તોમર જણાવે છે કે કેટલીક મહિલાઓને પીરિયડ્સ દરમ્યાન શારિરીક સંબંધ રાખવામાં પ્રેગનેન્ટ થવાનો ભય સતાવે છે. તેમાં પણ ખાસ કરીને તેવી મહિલા જેમની પીરિયડ સાઇકલ નાની હોય છે. જેમકે 28 દિવસની જગ્યાએ 22 થી 23 દિવસની હોય, આ મહિલાઓનું ઓવ્યૂલેશન થોડું વહેલું થઇ જાય છે જેથી ગર્ભધારણની શક્યતા વધી જાય છે.

પીરિયડ્સમાં શારીરિક સંબંધના ફાયદા

પીરિયડ્સ દરમ્યાન સેક્સ કરવાથી કેટલાક ફાયદા પણ થાય છે. શારિરીક ક્રિયાઓથી એન્ડોર્ફિનનો સ્ત્રાવ થાય મળે છે. જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે. ડૉ. સહાના જણાવે છે કે, પીરિયડ્સનું લોહી એક પ્રાકૃતિક લુબ્રિકન્ટ તરીકેનું કામ કરે છે જેના કારણે સંભોગ વખતે મદદ કરે છે. આ સિવાય પીરિયડ્સ દરમ્યાન મહિલાઓના અંગો વધારે સંવેદનશીલ થઇ જાય છે. જેના કારણે પ્લેઝર સુધી પહોંચવામાં મદદ મળે છે, આથી પીરિયડ્સ દરમ્યાન સંભોગ કરવો સારો ગણાય છે.

પીરિયડ્સ દરમ્યાન સેક્સ કરવાની સાચી રીત

બેરિયર મેથડનો ઉપયોગ કરો

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STIs) અથવા અન્ય ઇન્ફેક્શનનું રિસ્ક ઓછું કરવા માટે કોન્ડમનો ઉપયોગ કરવો અને હાઇજીન મેઇનટેઇન કરવી જોઇએ.

સાફ સફાઇનું ધ્યાન રાખો

ડૉ. તોમર જણાવે છે કે સંભોગ દરમ્યાન સાફ કપડું પાસે રાખો.
ડૉ. સહાના જણાવે છે કે તમારે તમારી લિમીટ રાખવી જોઇએ અને મન ખોલીને વાત કરવી ખૂબ જ જરૂરી છે.

યાદ રાખવા જેવા મુદ્દા

  • પીરિયડ્સ દરમ્યાન શારીરિક સંબંધ બાંધવા ડૉક્ટરની દ્રષ્ટીએ સુરક્ષિત છે.એસ.ટી.આઇને ફેલાતો રોકવા અને જો આપ વર્તમાનમાં કોઇ પ્રેગનેન્સી નથી ઇચ્છતા તો કોન્ડમનો ઉપયોગ કરો

પીરિયડ્સ દરમ્યાન સેક્સ પીરિયડ્સ ક્રેમ્પને રાહત આપવામાં અને મૂડ સારો બનાવવા માટે ફાયદાકારક છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.
આર્ટિકલ
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પુરુષોમાં વાળ ખરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જો કે તે એક માન્યતા છે કે ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર ધરાવતા પુરુષો ટાલ પડી જાય છે.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.